BHAV BHINA HAIYA - 30 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 30

The Author
Featured Books
Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 30

" અભય..! બસ હો..! આ વધુ થાય છે. શશાંક સિવાય મેં ક્યારેય કોઈનો વિચાર પણ નથી કર્યો. મને ભગવાન પર પૂરો ભરોસો છે કે તેમને પ્રિતમ સાથે મારા લગ્ન અટકાવ્યા છે તો જરૂર તેણે શશિ સાથે મારા લગ્નની વ્યવસ્થા કરી જ હશે.!"

" ગજબ છે યાર તું..! સાત વર્ષ થઈ ગયા શશિના ગયે, હજુ તેની રાહ જોઈ બેઠી છે..!" કીર્તિએ કહ્યું.

" બસ, બસ..! છોડો એ બધી વાતો. અભય હવે તું ઘેર જા. ત્રણ વાગી ગયા છે. પાંચ વાગે હલ્દીની રસમ છે. કીર્તિ તું પણ તારા રૂમમાં જઈ થોડીવાર સૂઈ જા." ત્રણેય ધાબેથી છુટા પડ્યાં.

અભિલાષા તેના રૂમમાં ગઈ. સાત વર્ષનો ભૂતકાળ આજ તેને ઊંઘવા દેતો નહોતો. શશિનો મસ્તીભર્યો ને હસમુખો ચહેરો તેની નજર સામેથી ખસતો નહોતો. ઊભી થઈ તે બારી પાસે જઈ ઊભી રહી. દરિયાનાં ઉછળતા મોજાં, ઠંડી મસ્ત હવા ને આસમાનમાં ચમકતો ચાંદ તેને શશિની વધુ યાદ અપાવતાં હતાં. ત્યાં જ તેના કાને એક ગીત સંભળાયું.

" હમેં તુમસે પ્યાર કિતના..યે હમ નહિ જાનતે..
મગર જી નહીં શકતે.. તુમ્હારે બિના.."

"આટલી વહેલી સવારે કોણ ગીત ગાતું હશે ? " અભિલાષાએ બારી બહાર ચારેબાજુ નજર ફેરવતાં કહ્યું.

" હમેં તુમસે પ્યાર કિતના..યે હમ નહિ જાનતે..
મગર જી નહીં શકતે.. તુમ્હારે બિના.."

"આટલી વહેલી સવારે કોણ ગીત ગાતું હશે ? " અભિલાષાએ બારી બહાર ચારેબાજુ નજર ફેરવતાં કહ્યું. પણ કોઈ દેખાયું નહિ.

વહેલી સવારથી આખીયે હોટેલમાં સ્ત્રીઓની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. અભિલાષાને સહેજે ઊંઘ આવી નહોતી. આથી તે રેડી થઈ હલ્દીની વિધિ માટે કીર્તિને તૈયાર કરવા જવાનું વિચારતી હતી. તેણે લાઈટ ચાલુ કરી બાથરૂમમાં ગઈ. તેની નજર હાથ પર પડી. હાથમાં મહેંદીનો રંગ લાગી ગયો હતો.

" મહેંદી ઢોળાયા બાદ તો તરત જ હાથ ધોઈ દીધાં હતાં તો પણ હાથમાં મહેંદીનો રંગ લાગી ગયો કેમ નો..! શશિનાં ગયાં બાદ નક્કી કરેલું કે શશાંક પાછો નહિ આવે ત્યાં સુધી ક્યારેય હાથમાં મહેંદી નહિ લગાવું. જ્યારે આજે અજાણતાં જ હાથમાં મહેંદીનો રંગ લાગી ગયો." સાબુથી બન્ને હાથ ધોતાં ધોતાં અભિલાષા મનમાં જ વિચાર્યે જતી હતી. ત્યાં જ સુલોચના મૅમએ અભિલાષાના રૂમનો દરવાજો ખટખટાવ્યો.

" કોણ છે..?"

" અભિ..! બેટા કેટલીવાર ? હલ્દીની વિધિ શરૂ કરવામાં થોડી જ વાર છે ને કીર્તિ હજુય તૈયાર નથી થઈ. તું જલ્દી આવીને તેને તૈયાર કર તો..!"

" હા, હું બસ પાંચ મિનિટમાં આવું છું."

" હલ્દીનાં બાઉલ્સ પણ સ્ટોરરૂમમાંથી લેતી આવજે."

" ડોન્ટ વરી મૅમ..! સમયયસર બધું થઈ જશે. તમે ચિંતા ન કરો.."

" તું છે એટલે મને ચિંતા નથી. હું જાઉં છું. બીજી તૈયારી કરતી થાઉં છું. તું જલ્દી કીર્તિને લઈને હોલમાં આવ."

"ઓકે..!"

અભિલાષા ફટાફટ તૈયાર થઈ. યલો રંગના સ્લીવલેસ ગાઉન માં વ્હાઇટ કલરની ફ્લાવર પ્રિન્ટ હતી જેમાં તે ખૂબસૂરત લાગતી હતી. ખુલ્લા, લાંબા, કાળા તેનાં વાળમાંથી ડોકાચિયા કરતાં તેનાં કાનમાં વ્હાઈલ ડાયમંડની ઈયરિંગઝ ચમકતી હતી. ઉતાવળે તે રૂમની બહાર જ નીકળતી હતી ત્યાં તેને દુપટ્ટો યાદ આવ્યો.

" ઓહ..નો..દુપટ્ટો તો રહી જ ગયો." દોડતી વ્હાઇટ રંગનો દુપટ્ટો લઈ ઉતાવળે પગલે અભિલાષા કીર્તિનાં રૂમ તરફ જઈ રહી હતી. ત્યાં કોઈનો અવાજ સંભળાયો,

" મૉમોઝ..! આઈ હેટ મૉમોઝ..! આપણા રેસ્ટોરન્ટમાં મૉમોઝ ક્યારેય નહીં બને..! અન્ડરસ્ટેન્ડ..!"

" બટ સર..! પાર્ટીની રિકવાયરમેન્ટ છે કે લન્ચનાં મેન્યુમાં મૉમોઝ હોય..!"

"મૉમોઝની જગ્યાએ બીજી કોઈ ડિશ મૂકી દેજો. પણ મૉમોઝ નહિ જ બને..! Ok..!"

" જી સર..!"

"શશાંક..! આ તો શશાંક જેવો અવાજ લાગે છે..!" આમ,વિચારી અભિલાષા તે રૂમ તરફ જવા જતી હતી ત્યાં જ કીર્તિએ બૂમ પાડી.

" અભિ..!કમોન યાર..! જલ્દી આવને..! મૉમનાં ફોન પર ફોન આવે છે." તેના રૂમના દરવાજામાંથી ડોકાચીયું કરતાં કીર્તિએ કહ્યું.

અભિલાષા દરવાજાને જોઈ કીર્તિ પાસે ચાલી ગઈ. જતાં જતાં તે પાછળ વળીને જોવા લાગી.

" શું થયું અભિ..?"

" કંઈ નહીં..! ચલ ફટાફટ તને રેડી કરી દઉં..!"

અભિલાષાએ કીર્તિને સરસ મજાની તૈયાર કરી. યલ્લો રંગની ચોલી સાથે તેણે ફુલોનાં આભૂષણો પહેરાવીને તેને હોલ તરફ જવાનું કહ્યું. પોતે સ્ટોરરૂમમાં હલ્દી લેવા માટે દોડી.

હલ્દીના ત્રણ મોટા બાઉલ હતા. હોટલના એક વ્યક્તિને બોલાવી બે બાઉલ તેને પકડાવ્યાં અને એક બાઉલ અભિલાષાએ લીધો.

To be continue

🤗 મૌસમ🤗