BHAV BHINA HAIYA - 27 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 27

The Author
Featured Books
Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 27

" પછી શું થયું અભિલાષા ? તારા લગ્નની બધી તૈયારી શશિકલાએ કરાવી..? તારા પ્રિતમ સાથે લગ્ન થયા કે નહીં ?" અભય અને કીર્તિ જાણવાની ઉત્સુકતાથી અભિલાષાને સવાલ પર સવાલ પૂછે જતાં હતાં.

મારા લગ્ન માટે શશિકલા સાથે હું માત્ર શોપિંગ કરવા જ ગઈ હતી. બાકીની બધી તૈયારી શશિકલા અને મારાં પપ્પાએ કરેલી. લગ્ન કરવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી. માત્ર પપ્પાની ખુશી માટે જ હું લગ્ન માટે તૈયાર થઈ હતી. તેમ છતાં રોજ હું શશીની રાહ જોતી. કયાંક શશિને ખબર પડે અને તે આવી જાય. પણ તે ન આવ્યો. આખરે લગ્નનો તે દિવસ આવી જ ગયો જેનો મને ડર હતો.

આખી રાત શશીની યાદીમાં હું પડખાં ફેરવતી રહી અને આંસુ સારતી રહી. સવારે હું નાહીને બહાર આવી તો બેડ પર સાજ શૃંગારનો સમાન તૈયાર પડ્યો હતો. મારી નજર પાનેતર પડી.

" આ લાઈટ પિંક પાનેતર અહીં કયાંથી ? મેં તો મરૂન પાનેતર લેવાનું નક્કી કરેલું. ઈનફેક્ટ મરૂન પાનેતર જ લીધું હતું તો લાઈટ પિંક પાનેતર..! હશે ભૂલથી કદાચ..! શશિ..! તારી સાથે લગ્નના મંડપમાં મેં આ જ રંગનું પાનેતર પહેરી આવવાનાં સપનાં જોયેલા. કયાં છે તું ? તારી અભિ હંમેશને માટે કોઈ બીજાની થઈ જશે. પ્લીઝ તું આવ અને લગ્ન રોકીને બધું સરખું કરી દે. પ્લીઝ..!" હાથમાં પાનેતર લઈ હું શશિને યાદ કરતી હતી ત્યાં બહારથી દરવાજા પર કોઈ ટકોરા મારવા લાગ્યો.

" અભિલાષા..દરવાજો ખોલ..! બ્યુટીપાર્લરવાળી છોકરીઓ તને તૈયાર કરવા આવી છે."

"હા, ખોલું છું..!" કહી મેં પાનેતર પહેર્યું અને દરવાજો ખોલ્યો. આવેલ છોકરીઓએ મને તૈયાર કરી.

" વગર તૈયાર થયે જ આટલી સુંદર લાગે છે તો દુલ્હનના ગેટપમાં તું કેટલી પ્યારી લાગતી હોઈશ..!" કીર્તિએ પૂછ્યું. કીર્તિની વાત સાંભળીને અભિલાષા મલકાઈ.

" દુલ્હનના ગેટપમાં મારાથી વધુ સુંદર તું લાગીશ કીર્તિ. કેમકે આભૂષણોથી સજ્જ મારા ચહેરા પર તે વખતે સહેજે ખુશી નહોતી. જ્યારે તને તારા પ્રેમી સાથે લગ્ન થવાની ખુશી હશે." અભિલાષાએ કહ્યું.

" હા, એ તો છે. પછી શુ થયું ?" અભયે પૂછ્યું.

" દુલ્હનના ગેટપમાં હું રેડી થઈ ગઈ હતી. પ્રિતમ જાન લઈ આવી ગયો હતો. હું મારી સખીઓ સાથે મેરેજ હૉલમાં ગઈ. ત્યાં પહોંચીને જોયું તો મારી આંખો ભરાઈ ગઈ. આખોય હોલ પર્પલ અને વ્હાઈટ ફૂલોથી સજાવેલ હતો. હું ચોંકી. મેં હૉલમાં ચારેય બાજુ નજર ફેરવી. તો કોઈના હાથમાં ઓરેન્જ જ્યૂસ, તો કોઈના હાથમાં સ્ટ્રોબેરી જ્યૂસ હતો. લગ્નના મંડપમાં નજર કરી તો પિંક શેરવાનીમાં સજ્જ વર મોઢે સેહરો બાંધી બેઠો હતો.

" એક મિનિટ હું આવું છું." એમ મારી સહેલીઓને કહી હું કિચન તરફ ગઈ. ત્યાં જઈને જોયું તો મને નવાઈ લાગી. આ બધું તો મેં અને શશિએ અમારાં લગ્ન માટે વિચાર્યું હતું. તો તેવું જ આયોજન કેવીરીતે થયું ? મેં વધુ વિચાર્યું.

"લગ્નની બધી તૈયારી તો શશિકલાએ જ કરાવેલી. તો શશિકલા જ શશિ નહિ હોય ને ? ઓહ નો..! " એમ વિચારી હું દોડતી હોલની બહાર ગઈ. દુલ્હનના ગેટપમાં મને આમથી તેમ ભાગતી જોઈ સૌને નવાઈ લાગતી હતી પણ સાથે મારી નવાઈનો પણ પાર નહોતો. બહાર જોયું તો સેમ પર્પલ કલરની ગાડી વ્હાઇટ ફૂલોથી સજેલી બહાર પડી હતી.

આ બધું જોઈ મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ બધું શશિએ જ કરેલું છે. બાકી પ્રિતમ સાથે મારી આવી કોઈ વાત જ નહોતી થઈ. આ બધું જોઈ મને એક આશા બંધાઈ કે પિંક શેરવાનીમાં શશાંક જ બેઠો છે. આ એક માત્ર વિચારથી મારી ખુશીનો પાર ન રહ્યો. મારા ઉદાસ ને ગમગીન ચહેરા પર મુસ્કાન જોઈ મારા પપ્પા મારી સામે જોઈ હસવા લાગ્યાં.

To be continue