“અરે તને થયું છે શું..? આજ તું મારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે ?”
“પપ્પાને ખબર પડશે તો બોલશે. પ્લીઝ તુ જા..!” કહેતાં મેં બારી બંધ કરી દીધી. શશિ એકીટશે,અનિમેષ નજરે મને જોઈ રહ્યો હતો. બંધ બારીના ટેકે હું થોડીવાર એમ જ ઊભી રહી ગઈ. શશિનો વિચાર આવતાં જ મારી આંખો ભરાઈ ગઈ. તેની શું હાલત થતી હશે તે હું સારીરીતે જાણતી હતી કેમ કે તેનાં જેવી જ મારી પણ હાલત હતી.
“શું થયું દીકરા..! બારી પાસે કેમ ઉભી છે ?” આંખોના ચશ્મા નીચે કરી પપ્પાએ મારી સામે જોતા કહ્યું.
“બારીમાંથી આવતી હવાને કારણે મંદિરનો દીવો જોલા ખાતો હતો આથી બારી બંધ કરી.” મંદિરના દીવાની જેમ મારા અંતરમાં પણ પ્રેમનો દીવો સળગી રહ્યો હતો. સંબંધો નિભાવવાની પળોજણમાં પ્રેમનો દીવો પણ ઓલવાઈ જવાની આરે હતો. ત્યારબાદ પપ્પા તેઓના કામે લાગ્યા. હું પણ મારા કામમાં પરોવાઈ ગઈ. પણ મારુ મન હજુ પણ શશિના વિચારોમાં ખોવાયેલું હતું.
કામ ને કામમાં દોઢ વાગી ગયો. મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા. મારે તેને મળવા નહોતું જવું.પણ હું શશિને સારી રીતે ઓળખતી હતી. તે ખરા બપોરે મંદિરના બગીચામાં મારી રાહ જોતો હશે. થોડી વાર રાહ જોઈ કંટાળીને પાછો જતો રહેશે. મારે નથી જવું. એમ વિચારી હું સોફા પર આડી પડી. નજર મારી ઘડિયાળના કાંટા પર જ હતી. બે વાગ્યા. તે આવી ગયો હશે. શશિ સમયનો પક્કો હતો.
"અભિ..! નથી જવાનું તારે શશિને મળવા. તારા પપ્પાની ઈજ્જતનો સવાલ છે. તેઓએ આપેલ વચનનો સવાલ છે. જો તેઓને ખબર પડશે તો તેઓ ખૂબ દુઃખી થશે. ના ના..નથી જવાનું અભિ...! " જાણે મારી જ પ્રતિમા મને શશિને મળવા જતાં રોકી રહી હતી. મારી નજર તો ઘડિયાળના કાંટા પરથી ખસતી નહોતી. અઢી વાગી ગયા હતા.
" શશિ આવી ગયો હશે ને તે મારી રાહ જોતો હશે. ગઈ કાલની મારી તેની સાથે વાત નથી થઈ. તેને તો બિચારાને એ પણ ખબર નથી કે હું તેની સાથે વાત કેમ નથી કરતી ? બસ છેલ્લી વાર...હા, છેલ્લીવાર તેને હું મળી આવું. પછી ક્યારેય નહીં મળું. બસ છેલ્લીવાર તેને મન ભરીને જોઈ લઉ..બસ છેલ્લીવાર તેની સાથે મન ભરીને વાતો કરી લઉં..હા, અભિ..! મળી આવ તારા શશિને..! છેલ્લીવાર..!" એમ વિચારી હું ઊભી થઈ. પપ્પાના બેડરૂમ જઈ જોયું તો તેઓ સૂતાં હતા.
હું તેઓના પગ પાસે બેઠી. મારી આંખોમાં થોડી શરમ હતી ને શશીને મળવાની તડપ હતી.
" પપ્પા..! મને માફ કરજો..હું નથી ઇચ્છતી કે મારા લીધે તમારું વચન ફોગટ જાય ને તમે દુઃખી થાઓ. પણ શશિને હું પ્રેમ કરું છું. તમારી જેમ તેને પણ હું હતાશ કે દુઃખી નથી જોઈ શકતી. ખરાં બપોરે તે મારી રાહ જોતો હશે. હું તેને બસ છેલ્લી વખત મળીને આવું છું. મને માફ કરજો તમને પૂછ્યા વગર જ હું આમ જાઉં છું." મનમાં એક ઉદ્વેગ હતો. પણ શશિનો પ્રેમ મને તેની તરફ આકર્ષતો હતો.
હું ઘરેથી ભાગી..શશિને મળવા. શશિને મળવાની ઉતાવળમાં હું ચંપલ પહેરવાનું પણ ભૂલી ગઈ હતી. તેમ છતાં મારી ચાલમાં ઝડપ હતી.મનમાં હજારો વિચારો જાણે ધમાલ મચાવતાં હતા. શું કહીશ તેને..? તે માનશે કે નહીં..? તેને હું પ્રેમથી સમજાવી શકીશ કે મારે તેની સાથે ખરાબ વ્યવહાર કરવો પડશે..? તે મારી હાલત સમજી શકશે કે નહીં..? ઘણા પ્રશ્નો મનમાં થતાં હતા. મારાં વિચારોના વાવાઝોડા સાથે હું પહોંચી મંદિરના બગીચામાં.
મેં ચારેય બાજુ નજર ફેરવી. ખરાં બપોરે બગીચામાં કરમાયેલાં ફૂલો સિવાય બીજું કોઈ જ નહોતું. મને એમ કે શશાંક મારી સાથે મજાક કરતો હશે. આથી મેં બગીચામાં બધે જ તપાસ કરી પણ મને ક્યાંય તે દેખાયો નહિ.
" શશિ..! ક્યાં છે તું..? પ્લીઝ આજે તું મારી સાથે મજાક ન કર..પ્લીઝ સામે આવી જા..શશિ..!પ્લીઝ યાર..!" રડતાં રડતાં હું બગીચામાં જ ઢગલો થઈ બેસી ગઈ. તેને છેલ્લીવાર મળવા, મન ભરીને તેને જોવા, તેની સાથે છેલ્લીવાર ઢગલાબંધ વાતો કરવા મારું મન તડપતું હતું. તેને ન જોતાં મનમાં ડૂમો વળી ગયો. મારી આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ વહેવા લાગ્યો. ખરાં બપોરના તડકાની પણ મારી પર કોઈ જ અસર ન થઈ. તે તડકામાં હું શશિની રાહ જોતાં બે કલાક સુધી એમ જ બેસી રહી. પણ શશિ ન આવ્યો.
" ઓહ..માય ગોડ..! શશિએ આવું કેમ કર્યું ? તેણે આવું નહોતું કરવું જોઈતું હતું." અભયે કીર્તિ સામે જોતાં કહ્યું.
" અરે કિર્તી..! તું તો રડી રહી છે..! બેબી..! ચિંતા ન કર હું તને છોડીને કયાંય નહિ જાઉં." અભયે તેને બાથ લઈ તેના આંસુ લૂછતાં કહ્યું.
" પણ અભિલાષા..! તે શશિનું જેવું વર્ણન કર્યું છે તે મુજબ તો લાગતું નથી કે તે તને બોલાવીને પોતે ન આવે. જરૂર તેનું ન આવવા પાછળ કોઈ કારણ રહ્યું હશે." કીર્તિએ કહ્યું.
" હા, મને પણ ખબર છે. જરૂર તેની પાછળ કોઈ કારણ હશે. પણ શું કારણ હશે તે નથી ખબર."
" પછી શું થયું અભિ..? તું શશિને ભૂલી ગઈ ? તેં પ્રીતમને લગ્ન માટે ના કેવીરીતે કહી..? તારા પિતાનું શું રીએક્સન હતું ?" અભયે વધુ જાણવાની ઉત્સુકતા બતાવી.
" ત્યારબાદ ક્યારેય શશિ સાથે મારી વાત ન થઈ. તેને હું ભૂલી જાઉં તે તો અશક્ય હતું. પણ પપ્પાની વાતનું માન જાળવવા મારે પ્રીતમ સાથે લગ્ન કરવા જરૂરી હતા. થોડા જ દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ."
To be continue......
વ્યસ્ત રહો..મસ્ત રહો..🙏😊
🤗 મૌસમ 🤗