BHAV BHINA HAIYA - 10 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 10

The Author
Featured Books
Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 10

અભિલાષાએ હવે શશાંક પર ધ્યાન ન આપવાનો ઢોંગ શરૂ કર્યો.બે દિવસ તેને શશાંક પાસે જવાના પ્રયત્નો છોડી દીધા.
હવે શશાંક મૂંઝાયો.

" આ તો સાલું ઊલટું થઈ ગયું. અભિ તો હવે મારાથી દૂર જવા લાગી. ના..ના..શશાંક..! અભિને હું મારાથી દૂર ક્યારેય નહીં કરું.તે જાતે જ મારી પાસે આવશે.હવે જો અભિ તું શશાંકનો કમાલ..!" શશાંક મનમાં જ બબળવા લાગ્યો.

બન્નેના કલાસરૂમ અલગ હતા. છતાં શશાંક અભિલાષાના કલાસરૂમમાં લેક્ચર ભરવા ગયો. અભિલાષાનું ખાસ ધ્યાન પડે તે રીતે તે પોતાની ખાસ ફ્રેન્ડ સ્મિતા પાસે બેસી ગયો અને થઠ્ઠા મસ્કરી કરવા લાગ્યો. અભિલાષા બન્નેને જોતી અને ખૂબ વ્યાકુળ થઈ જતી. આમ ને આમ બે દિવસ વીતી ગયા. શશાંકના નાટક ચાલુ રહ્યા અને અભિલાષાની ઈર્ષ્યા વધતી રહી.

" અરે મને શું થયું છે..? હું શશાંકના વ્યવહારથી જેલેસ કેમ થાઉં છું..? તેનું જીવન છે. તેને જે કરવું હોય તે કરે..! મારે શું..?" અભિલાષા આમ વિચારતી જ હતી ને ત્યાંથી શશાંક અને સ્મિતા એકસાથે હાથમાં હાથ લઈ જોર જોરથી હસતા હસતા પસાર થયા. અભિલાષાને ગુસ્સો આવ્યો. તેણે જોરથી બૂમ પાડી. તેનો ગુસ્સો તેના કંટ્રોલમાં નહોતો. તે શશાંક અને સ્મિતા પાસે ગઈ, બન્નેનો હાથ છોડાવી મોટેથી બોલવા લાગી.

" આ બધા શુ નાટક છે..? કેમ મને હેરાન કરે છે તું..? શુ બગાડ્યું છે મેં તારું..? જ્યારે હું તારી સાથે વાત કરવા પ્રયત્ન કરતી તો મારા થી દુર ભાગતો. જ્યારે મેં ખુદ તારાથી દૂર જવાનું નક્કી કર્યું તો તું મારી આગળ પાછળ ફરી મને જેલેસી ફીલ કરાવે છે. શુ કામ આવા નાટક કરે છે..? " અભિલાષાનું બોલવાનું ચાલુ જ હતું ને શશાંકએ તેના મોઢા પર હાથ મૂકી કહ્યું, " એકદમ છુપ..! શાન્ત..શાન્ત થઈ જા."

" શાન્ત..! કેવીરીતે શાન્ત થાઉં..? જ્યારથી આ કોલેજમાં પગ મૂક્યો છે ત્યારથી તારા નામનું ગ્રહણ લાગ્યું છે મને." શશાંકનો હાથ હટાવી અભિલાષા બોલી.

" તે જ તો મને તારાથી દૂર રહેવાનું કહેલું. એટલે તારાથી દૂર રહું છું."

" પણ મેં તો તારી પાસે આવવાના પ્રયત્નો કરેલા ને..! ત્યારે કેમ આટલો ભાવ ખાધો..? તને શું લાગે છે આખી કોલેજમાં તું જ એકલો હેન્ડસમ છોકરો છે..?"

" હા, હેન્ડસમ તો હું જનમથી છું. ને વાત રહી ભાવ ખાવાની..તો એ તો હું તારી સાથે મજાક કરતો હતો. તને ચિડાવવાની બહુ મજા આવે યાર..તું ગુસ્સામાં બહુ ક્યૂટ લાગે."

" આઈ હેટ યુ શશાંક..!"

"બટ આઇ રિયલી લવ યુ અભિ..!"

" હેટ યુ..હેટ યુ..હેટ યુ.....!"

" લવ યુ..લવ યુ..લવ યુ.."

" જુઠે મક્કર કહી કે..!" બોલતા ગુસ્સામાં રિસાઈને અભિલાષા ત્યાંથી ચાલતી થઈ.

ત્યાં જ શશાંકએ તેના મધુર અવાજે કિશોરકુમારનું તે ગીત ગયું.

" હમેં તુમસે પ્યાર કિતના..યે હમ નહિ જાનતે..?
મગર જી નહિ શકતે તુમ્હારે બીના...!"

ગીતના શબ્દો સાંભળી અભિલાષા ત્યાં જ થંભી ગઈ. તેની આંખોમાં આંસુ હતા ને હોઠો પર પ્યારી મુસ્કાન..તેણે પાછળ વળીને જોયું..શશાંક તેની પાછળ ઉભો ઉભો ગીત ગાતો હતો.

* * * * *

અભિલાષા અચાનક તેના ભૂતકાળમાંથી બહાર આવી. તેણે આજુબાજુ નજર ફેરવી તો ટેબલ પર લમણે હાથ દઈ તે એકલી જ બેઠી હતી. સંગીતનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો. સૌ કોઈ પોતપોતાના રૂમમાં જઈ સુઈ ગયા હતા. તે એકલી એકલી હસવા લાગી.

" ઓહ..શશી..! વેર આર યુ યાર..? રિયલી આઈ મિસ યુ સો મચ.યાર..!" સાગરની લહેરોની જેમ અભિલાષાનું મન શશાંકની યાદોમાં ઉછાળા મારતું હતું.

" અભિલાષા..! હલ્દીને એ બધું રેડી છે ને..? આવતીકાલે હલ્દીની રસમ છે." સુલોચનાએ પૂછ્યું.

" હા, મૅમ..રેડી જ છે. તમે ચિંતા ન કરો."

" તું છે ને તો મારી અડધી ચિંતા ઓછી થઈ ગઈ છે બેટા.જો સાંભળ..! આ વધેલી મહેંદી છે. તારી પાસે રાખ. આવતી કાલે બીજા મહેમાનો આવશે. જેને મહેંદી મુકવી હોય તેને આ મહેંદી આપજે." સુલોચનાએ મહેંદીના કેટલાક કૉન અને મહેંદી ભરેલ વાટકો ( બાઉલ ) અભિલાષાના હાથમાં મુકતા કહ્યું.

To be continue..

ખુશ રહો..ખુશહાલ રહો..😃😃
મસ્ત રહો.. સ્વસ્થ રહો..😂😂