અભિલાષાએ નક્કી તો કર્યું કે તે શશાંકના ચહેરા પર સ્માઇલ લાવશે. પણ કેવી રીતે..? તે અભિલાષાને સમજાતું ન હતું. અભિલાષા શશાંકના ચહેરા પર સ્માઈલ તો લાવવા ઈચ્છતી હતી પણ છૂપી રીતે. તે શશાંકને ખુશ કરવા ઈચ્છતી હતી પરંતુ શશાંકની જાણ બહાર.
આજ અભિલાષા કોલેજ જવા માટે થોડી વહેલી નીકળી. કોલેજ જવાના રસ્તામાં જ હોસ્પિટલ આવતી હતી. તેણે એક બુકે બનાવડાવ્યો અને તેમાં કંઈક લખીને ચિઠ્ઠી મૂકી દીધી. તે લઈ સીધી હોસ્પિટલમાં ગઈ.નર્સ દ્વારા તેણે તે બુકે શશાંક સુધી પહોંચાડ્યો.
" બુકે..? મારા માટે..? કોણે મોકલ્યો બુકે..?" શશાંકએ નર્સને પૂછ્યું.
" કોઈ છોકરી હતી. નામ નથી કીધું." નર્સે વળતો જવાબ આપ્યો.
શશાંકએ બુકે હાથમાં લીધો અને ઊંડો શ્વાસ લઈ ફૂલોની ખુશ્બુ લીધી. ત્યાં તેની નજર અંદર રહેલી ચિઠ્ઠી પર પડી. તરત જ શશાંકએ ધીમેથી તે ચિઠ્ઠી લીધી અને બુકે બાજુમાં મૂકી ચિઠ્ઠી વાંચવા લાગ્યો.
🍁🌼🌼🌼🍁
ટીચર- દિલ્હીમાં કુતુબ મીનાર છે
ભૂરો ક્લાસમાં ઉંઘી રહ્યો હતો
ટીચર તેને ઉઠાવ્યો અને પૂછ્યુ
બોલ તો મેં હમણા શું કહ્યુ હતું
ભૂરો -દિલ્હીમાં કૂતરું બીમાર છે...
🤣🤣🤣🤣🤣
અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000 રૂપિયા લીધા હતા એ ક્યારે પાછા આપશો ?
ઠેકુભા- નવરીના મને શું પૂછે છે હું કઈ જ્યોતિષી છું.
😂😂😂😂😂
ટીચર- સંજૂ યમુના નદી કયાં વહે છે?
સંજૂ- જમીન પર
ટીચર- નક્શામાં જણાવ કયાં વહે છે?
સંજૂ- નક્શામાં કેવી રીતે વહી શકે છે
નક્શો પલળી જશે!!!
😅😅😅😅😅
હેય..શશી..ઑલવેઝ કીપ સ્માઈલ યાર..🙂😊
જોક્સ વાંચી શશાંક જોર જોરથી હસ્યો..ને ફરી બુકે હાથમાં લઈ બોલ્યો.." કોણે આ મોકલ્યું છે..?જેને પણ મોકલ્યું છે..તેનો દિલથી આભાર..!" આટલું બોલતા ફરી તેના ચહેરા પર પ્યારી સ્માઈલ આવી ગઈ. અભિલાષા શશાંકને બારીમાંથી સંતાઈને જોતી હતી. શશાંકના ચહેરા પર સ્માઈલ જોઈ તેના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ.
કોલેજથી છુટીને પણ અભિલાષા હોસ્પિટલમાં આવી. નર્સ પાસેથી શશાંકના હાલચાલ પૂછ્યા ને શશાંકને બારીમાંથી જ જોઇને તે જતી રહી.
અભિલાષા ક્યારેક જૉકર બની ને હોસ્પિટલ જતી. તો ક્યારેક અન્ય ફની કોસ્ચ્યુમમાં તે શશાંકના રૂમમાં જતી. ક્યારેક બુકે મોકલતી..ક્યારેક ફની જોક્સ દ્વારા તે શશાંકના ચહેરા પર સ્માઈલ લાવતી. આમ ને આમ એક અઠવાડિયું વીતી ગયું.
શશાંક થોડાક દિવસમાં સાજો થઈ ગયો. થોડા દિવસ ઘરે આરામ કરી તે કોલેજ પણ આવવા લાગ્યો. પણ તે અભિલાષા થી દૂર જ રહેતો. તેણે અભિલાષાને વચન આપ્યું હતું કે તે બોલાવશે નહી ત્યાં સુધી તેની સામે નહીં આવે, તેને પોતાનું મોઢું નહીં બતાવે. જ્યારે બીજીબાજુ અભિલાષા શશાંકને જોવા વ્યાકુળ થતી હતી.
અભિલાષા શશાંકની પાસે જવા પ્રયત્ન કરતી ત્યારે શશાંક જાણી જોઈને અભિલાષાથી દૂર જતો રહેતો. આથી અભિલાષા વધારે ખીજાતી.
“આ શશાંક પણ ખરો છે. પહેલા હું તેનાથી દુર ભાગતી તો તે મારી પાછળ પાછળ આવતો. હવે હું તેની પાસે જવાનો પ્રયત્ન કરું છું તો તે મારાથી દુર જાય છે. તેને શું લાગે છે..? હું તેની પાછળ પાગલ છું..? મને તેની જરૂર છે..? એવું કંઈ નથી. હું તેને સાજો કરવા એટલે ઈચ્છતી હતી કે મને થોડો સારો માણસ લાગ્યો. પણ આ આટલો મતલબી હશે તે મને ખબર નહોતી.ખેર જવા દે. હવે પછી હું તેની પાસે ક્યારેય નહીં જાઉં. હવે મારુ ધ્યાન ઓન્લી ભણવામાં જ રહેશે."
અભિલાષાએ હવે શશાંક પર ધ્યાન ન આપવાનો ઢોંગ શરૂ કર્યો.બે દિવસ તેને શશાંક પાસે જવાના પ્રયત્નો છોડી દીધા.
હવે શશાંક મૂંઝાયો.
To be continue..
😊 મૌસમ 😊 😊