BHAV BHINA HAIYA - 7 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 7

The Author
Featured Books
Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 7

" અભિલાષા..! ચાલ..લંચ લેવા માટે..! અહીં એકલી બેસીને શું કરે છે..?" સુલોચનામેમ શોધતાં શોધતાં આવ્યા. પોતાના નામની બૂમ સાંભળીને અભિલાષા તેના ખોવાયેલ ભૂતકાળમાંથી બહાર આવી.

" અરે મૅમ તમે..? હું તો બસ એમ જ બેઠી હતી. દરિયાકિનારાનું ખુશનુમા વાતાવરણ મને બહુ આકર્ષે છે..! બાકી બધાએ જમી લીધું..?"

" નાં..હમણાં જ શરૂ થયું લંચ..! કીર્તિ તને શોધતી હતી.. તે સાંજના સંગીતના પ્રોગ્રામમાં કઈ જવેલરી પહેરવી તે બાબતે કન્ફ્યુઝ છે. તું લંચ કરી તેની પાસે રહેજે..!"

" હા, મૅમ..! સાંજે તમે જોતા રહી જશો તેવી રેડી કરીશ.. મારી સખી ને..!" અભિલાષાએ હસીને કહ્યું. અભિલાષા અને કીર્તિ સુલોચના મૅમના કારણે જ ગાઢ મિત્રો બની ગયા હતા.
અભિલાષા કીર્તિથી ત્રણ કે ચાર વર્ષ જ મોટી હશે પણ બંનેને સાથે કોઈ જુએ તો અભિલાષા નાની લાગે.

અભિલાષા કીર્તિ અને તેના ફેમિલી સાથે લંચ લેવા બેઠી, પણ કોણ જાણે કેમ શશાંક ત્યાં જ તેની આસપાસ છે તેવો તેને અણસાર થતો. તેની નજર લંચ લેતાં લેતાં પણ ચારેય બાજુ શશાંકને શોધતી હતી.

સાંજે સંગીતનો પ્રોગ્રામ હતો. સૌ કોઈ તૈયાર થઈ આવીને બેસી ગયું હતું. બસ જેનો આ પ્રોગ્રામ હતો તે કીર્તિની રાહ જોવાઇ રહી હતી. એવામાં અભિલાષા કીર્તિને સુંદર રીતે તૈયાર કરી લેતી આવી. તેઓની એન્ટ્રી થતા જ સુંદર મ્યુઝિક વગાડવામાં આવ્યું. ત્યારબાદ ઘણા ગીત ગાવામાં આવ્યા. ફેમિલી ડાન્સ પણ થયા. ત્યાં જ એક ગીત વાગ્યું, જેના શબ્દો હતા..

" હમેં તુમસે પ્યાર કિતના.. યે હમ નહિ જાનતે..
મગર જી નહિ શકતે તુમ્હારે બીના..!"

આ ગીત વાગતા જ અભિલાષા જાણે કોઈની યાદ આવતા લમણે હાથ દઈ બેસી ગઈ ને ખોવાઈ ગઈ તેના અતીતમાં..

* * * * *

અભિલાષાએ શશાંકને પોતાની નજરોથી દૂર રહેવાનું તો કહી દીધું પણ બીજા જ દિવસે કોલેજમાં અભિલાષાની આંખો શશાંકને શોધતી હતી. ક્લાસરૂમમાં એન્ટર થતા જ તેણે આખા ક્લાસમાં નજર ફેરવી લીધી કે ક્યાંય શશાંક છે તો નહીં ને..? પણ ક્યાંય શશાંક દેખાયો નહિ. આખો દિવસ પસાર થઈ ગયો. પણ ક્યાંય શશાંક ન દેખતા તેને થયું,

" આ ખરેખર..હવે મારી નજર સામે નહિ આવે..? મેં તો મારી સામે ન આવવાનું કહ્યું હતું, કોલેજમાં ન આવવાનું થોડી કહ્યું હતું..? મારા લીધે તે કોલેજમાં નહિ આવે તો તેનો અભ્યાસ બગડશે..! પણ હું શું કામ તેના વિશે વિચારું છું..? તેને જે કરવું હોય તે કરે..મારે તો ખુશ થવું જોઈએ કે હવે તે મને હેરાન નહિ કરે. ખેર જવા દે.. કેટલા દિવસ તે કોલેજમાં નહિ આવે..? એકાદ બે દિવસ નાટક કરશે પછી તો તેના ઘરના જ કોલેજ મોકલશે..!" આમ મનમાં ને મનમાં અભિલાષા વિચારે જતી.

આમ ને આમ એક અઠવાડિયું થઈ ગયું. પણ કોલેજમાં ક્યાંય શશાંક દેખાયો નહિ. શશાંકને કોલેજમાં ન જોતા અભિલાષાની વ્યાકુળતા દિવસે ને દિવસે વધે જતી હતી. તેને સમજાતું નહોતું કે તેણે જ તો તેને પોતાની સામે ન આવવા શશાંકને કહેલું તો તે આટલી વ્યાકુળ કેમ થાય છે..? મને તેની નહિ તેના અભ્યાસની ચિંતા છે. મારા લીધે તેનો અભ્યાસ બગડે છે. આમ, વિચારતી વિચારતી ચાલતી હતી ત્યાં જ પાછળથી કોઈએ બૂમ પાડી.

" અભિ...અભિ..! રૂક..!" કોણ જાણે કેમ અભિલાષા ને થયું કે શશાંક..! હા, આ શશાંક જ છે જે અભિ..અભિ કહી મને બોલાવે છે. કેમ કે તેના સિવાય મને કોઈ અભિ કહેતું નથી. તેના ચહેરા પર જાણે ઘણા દિવસે શશાંકની હાજરીથી મુસ્કાન ખીલી ઉઠી. તેણે હસીને પાછળ જોયું. પણ અફસોસ તે શશાંક નહિ...અનિરુદ્ધ હતો. જે શાશંકનો ખાસ મિત્ર હતો.

" હું..?" અભિલાષાએ ઈશારો કરતા પૂછ્યું.


ક્રમશઃ