BHAV BHINA HAIYA - 6 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 6

The Author
Featured Books
Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 6

" ઓય અભિ..શુ થયું..?" શશાંકએ હસીને કહ્યું.

" કંઈ નહીં..પણ તું અહીં ક્યાંથી આવ્યો..? તારો કલાસરૂમ તો..!" અભિલાષા બોલતા બોલતા અટકી ગઈ.

" તને શું લાગે..? મારાથી દૂર ભાગીશ તો હું તારાથી દૂર થઈ જઈશ..? નામુંકિન..અશક્ય..!" શશાંકએ કહ્યું.

" હું તારાથી દૂર નથી ભાગતી..હું.હું તારાથી દૂર કેમ ભાગુ..? આપણે એકબીજાને ઓળખતા પણ નથી.. તો દૂર ભાગવાનો સવાલ જ નથી..!"

" તો તે કલાસરૂમ કેમ બદલ્યો..?"

" બસ એમ જ.. મને ત્યાં નહોતું ફાવતું એટલે..!"

" તો મને અહીં જોઈ તું ચોંકી ગઈ કેમ..? તારા હાવભાવ પરથી મને એવું લાગે કે તને મારુ અહીં હોવું બિલકુલ પસંદ નથી.!"

" હા, નથી પસંદ..હવે શું કરી લઈશ..?"

" તને હું પસંદ હોઉં કે ના હોઉં.. એ મારો વિષય નથી.. પણ મને તું પસંદ છે.એ મારો વિષય છે.એટલે તારી પાસે આવી ગયો સિમ્પલ લોજીક છે."

" તું કેમ મને હેરાન કરે છે..? શુ જોઈએ છે તારે..?"

" બસ એક સ્માઇલ..! બીજું કંઈ નહીં..!"

" હું તને સ્માઇલ કેમ આપું..?"

"કેમ કે મને તું પસંદ છે..!"

" મારા સિવાય ઘણી બધી છોકરીઓ અહીં છે જે તારી આગળ પાછળ..આજુબાજુ ફરતી હોય છે..તેમની પાસેથી સ્માઇલ માંગ..મારી પાસે કોઈ જ અપેક્ષા ન રાખ.. પ્લીઝ..પ્લીઝ..ભણવા દે મને..કોઈ સાથે ટાઇમ પાસ કરવાનો મારી પાસે બિલકુલ ટાઇમ નથી."

"ટાઇમ પાસ..ટાઇમ..! શુ બોલે છે તું..? અભિ તું મને એક વાત કહે..મેં તારું શુ બગાડ્યું છે..??"

"મેં તારું શુ બગાડ્યું છે કે તું મારો પીછો છોડતો નથી."

" અભિ..! તું જન્મથી જ ખડૂસ છે કે ખાલી મારી સાથે જ આવું વર્તન કરે છે..?"

" તું મને અભિ..અભિ..ના કહે..મને નથી ગમતું..!"

" અભિ..અભિ..અભિ..એક વાર નહીં.. સો વાર કહીશ.. શુ કરી લઈશ..?"

"ઓહ..ગોડ..હું ક્યાં ફસાઈ ગઈ છું..!" બોલતા અભિલાષા ઉભી થઇ બીજી બેન્ચ પર જઈ બેસી ગઈ.

અભિલાષાને જોઈ શશાંક મનમાંને મનમાં હસવા લાગ્યો. તેણે નોટબુકમાંથી એક કાગળનો ટુકડો ફાળ્યો અને કંઈક લખીને તેનો બૉલ બનાવી..અભિલાષા પર ફેંક્યો. અભિલાષાએ તે કાગળ ખોલી વાંચ્યો.

" તું ગુસ્સામાં બહુ ક્યૂટ લાગે યાર...તો તારી સ્માઇલ કેટલી ખતરનાક હશે..?" વાંચીને અભિલાષા વધુ ગુસ્સે થઈ અને તે જ કાગળનો બૉલ બનાવી તેણે શશાંક પર પાછો ફેંક્યો. પણ તે શશાંક પર પડવાની જગ્યાએ ફર્શ પર જ પડી ગયો. એવામાં મૅમની નજર અભિલાષા પર પડી ગઈ.

" અભિલાષા..! સ્ટેન્ડ અપ.. આ શું થઈ રહ્યું છે..? સ્ટડી ટાઈમમાં તને મસ્તી સુજે છે. મસ્તી કરવી હોય તો બહાર જાઓ..!" બોલતા બોલતા મૅમએ કાગળનો બૉલ હાથમાં લીધો અને ખોલી ને મોટેથી વાંચ્યો.

" તું ગુસ્સામાં બહુ ક્યૂટ લાગે યાર...તો તારી સ્માઇલ કેટલી ખતરનાક હશે..?"

આ સાંભળી આખો કલાસ જોર જોરથી હસવા લાગ્યો. અભિલાષા બરાબરની ભોંઠી પડી. તેની આંખો ભરાઈ ગઈ. તે બેગ લઈ ક્લાસની બહાર નીકળી ગઈ. તેના આંસુ હવે તેનું કહ્યું માનતા નહોતા.. નદીની જેમ વહેવા લાગ્યા. તેના ડૂસકાં બંધ નહોતા થતા.. તેવામાં શશાંક આવ્યો અને પાછળથી અભિલાષાના ખભે હાથ મૂકી બોલ્યો.

" અભિ...! સૉરી યાર..આઈ એમ સો સૉરી..હું મસ્તી કરતો હતો.. તને ચિડાવવા માટે..મને નહોતી ખબર કે મૅમ તને આખા કલાસ વચ્ચે આમ બોલશે.. સો સૉરી યાર..! પ્લીઝ રડવાનું બંધ કર..!"

અભિલાષાએ શશાંક સામે ફરી જોરથી તમાચો મારી દીધો અને કહ્યું, " આઈ એમ સૉરી..શશાંક..! ભૂલથી તમાચો મારી દીધો.. !ભૂલ કરવાની પછી સૉરી બોલવાનું..! આ યોગ્ય નથી. શશાંક પ્લીઝ.. મેં તારું શુ બગાડ્યું છે..? મારી થોડી પણ પરવા હોય તો પ્લીઝ મારી નજર સામે આવવાનું છોડી દે..!"

" તે મને તમાચો માર્યો એનો રંજ નથી મને. પણ આજ મારા લીધે તારી આંખોમાં આંસુ આવ્યા તેનું દુઃખ છે. મને એમ હતું કે હું કંઈ પણ કરી તારા ચહેરા પર સ્માઇલ લાવી દઈશ. ઉટપટાંગ વાતો અને હરકતો કરી તને ખુશ કરી દઈશ. પણ હું ખોટો હતો. પણ તારી ખુશી તો મારી ગેરહાજરીમાં છે. તો ઠીક છે.. તારી ખુશી માટે તારાથી હંમેશા દૂર રહીશ. તું બોલાવીશ તો જ તારી પાસે આવીશ..નહીંતર ક્યારેય નહીં..! ગુડ બાય અભિલાષા..!" આટલું કહી શશાંક ત્યાંથી ચાલ્યો ગયો.

To be continue..