BHAV BHINA HAIYA - 4 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 4

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 4

* * * * *

કોલેજનો પહેલો દિવસ હતો. સુલોચના મેમ સ્ટુડન્ટસની એટેન્ડન્સ ભરતા હતા. અભિલાષાના કોઈ ફ્રેન્ડ્સ આ કોલેજમાં નહોતાં. આથી તે છેલ્લેથી બીજી બેંચ પર એકલી જ બેઠી હતી.

" અભિલાષા ઠાકર...!"

"પ્રેઝન્ટ મૅમ..!"

" શશાંક રાવલ...! શશાંક રાવલ..!" મૅમ એ બીજીવાર મોટેથી શશાંકનું નામ લીધું. કલાસમાં શાંતિ હતી..મતલબ તે સ્ટુડન્ટ કલાસમાં નહોતો. મૅમ બીજું નામ બોલવા જ જતા હતા ત્યાં...

" શશાંક રાવલ..પ્રેઝન્ટ મૅમ..!" દોડતો એક સ્ટુડન્ટ આવ્યો. ને પોતાની સ્પીડ પર અચાનક બ્રેક મારી ઊભાં રહી બોલ્યો.

બધાની નજર તેની પર હતી. ખાસ કરીને ગર્લ્સની..! તેની કલાસમાં એન્ટ્રી..તેનો બિન્દાસ્ત અંદાજ...તેનું ડેશિંગ લૂક અને હેન્ડસમ ચહેરો જોઈ મોટા ભાગની દરેક ગર્લ્સના યુવાન હૈયા ધડકવા લાગ્યા હતા. સિવાય અભિલાષા..તે તો તેના બિઝનેસ વુમન બનવાના સપનાઓમાં ખોવાયેલી હતી.

શશાંકએ બધે નજર કરી અને પછી અભિલાષા પાસે આવી બિલકુલ તેને અડીને બેસી ગયો.

" hi..sweetheart..! Have a good day..!"

" have a good day..!" કહી અભિલાષાએ પોતે ખસીને બન્ને વચ્ચે પોતાની બેગ મૂકી દીધી.

" હેય..ઍની પ્રોબ્લેમ..ડિયર..?"

" નો.." નકલી હાસ્ય સાથે અભિલાષાએ કહ્યું.

" બાય ધ વે..આઈ એમ શશાંક..શશાંક રાવલ.." શશાંકએ પોતાનો હાથ અભિલાષા તરફ કરી બોલ્યો.

" યસ, આઈ નો.." બે હાથ જોડીને અભિલાષાએ કહ્યું. શશાંકએ પોતાનો આગળ વધારેલો હાથ પાછો લઈ લીધો. થોડીવાર ચૂપ રહી શશાંક બોલ્યો.

" તું તારો પરિચય નહિ કરાવે..?"

" અભિલાષા..અભિલાષા ઠાકર..!"

"ઓહ..અભિ..આઈ કૉલ યુ અભિ..ઓકે..!"

" નો..યુ કૉલ મી અભિલાષા..ઓકે..!"

"અભિ.."

"નો..!"

"અભિ..અભિ..અભિ..!" હસીને શશાંકએ કહ્યું.

"હવે થોડીવાર તું ચૂપ રહીશ..? મૅમ કંઇક કહે છે સાંભળવા દે."

"ઓકે..તું પણ મને શશી કહીને બોલાવી શકે છે..મને કોઈ જ પ્રોબ્લેમ નથી."

" પણ હું તને શશી કહીને કેમ બોલવું..? મને કોઈનું આખું નામ બોલવામાં કોઈ પ્રૉબ્લેમ નથી..અને તું છે કોણ મારો..? કે હું તને આમ ઉપનામ આપી બોલવું..?"

" અરે ચિલ્ બેબી..!"

" બેબી..? ઓય..હું કોઈની બેબી..વેબી..નથી..ડોન્ટ કૉલ મી બેબી..ઓકે..? યુ કૉલ મી ઓન્લી અભિલાષા..!"

" ઓકે ડિયર..! "

" ડિયર..? ઈઈઈ...હહહ...!" ચીડતા ચીડતા અભિલાષાએ કહ્યું.

" ઓકે.. અભિલાષા..! ખુશ..?"

" હું તારાથી ખુશ કેમ થાઉં..?"

" ચૂપ..." શશાંકએ આંગળીનો ઈશારો કરી મૅમ તરફ જોવાનું કહ્યું.

બન્ને વચ્ચેની આ પહેલી મુલાકાત થોડી નોકજોક વાળી રહી. શશાંક સ્વભાવે જેટલો ચિલ્ હતો..અભિલાષા બિલકુલ તેની ઓપોઝિટ હતી. શશાંક ખુલીને જીવતો હતો, જ્યારે અભિલાષા એકદમ વ્યવસ્થિત..શિસ્તબદ્ધ..રહેતી અને છોકરાંઓથી તો તે હંમેશા અંતર રાખતી. જરૂર પૂરતી જ તે છોકરાઓ સાથે વાત કરતી એમાં પણ તેઓ સાથે નજર મિલાવી તો ક્યારેય વાત કરી શકતી નહોતી. આ માટે શું કારણ જવાબદાર હશે તે તો સમય જ બતાવશે.

કોલેજનો આજ બીજો દિવસ હતો. આજ શશાંક વહેલો આવી ગયેલો. અભિલાષા કોલેજ સ્ટાર્ટ થવાના પાંચ મિનિટ પહેલાં જ આવી. તે ક્લાસરૂમમાં દાખલ થઈ . બેસવાની જગ્યા શોધવા તેણે રૂમમાં નજર ફેરવી. ત્યાં તેની નજર શશાંક પર પડી. શશાંક છેલ્લી બેન્ચ પર બે છોકરીઓની વચ્ચે બેઠો બેઠો તેઓ સાથે હસી મજાક કરતો હતો. ત્રણેય એકબીજાને તાળી આપી જોર જોરથી હસતા હતાં. આ જોઈ અભિલાષા થોડી ચિડાઈ ગઈ. બીજી હરોળની છેલ્લી બેન્ચ પર જગ્યા મળતાં તે ત્યાં બેસી ગઈ.

અભિલાષા થોડી થોડી વારે શશાંકની બેન્ચ પર નજર કરતી. તેઓને ઓલ્વેઝ હસતા જોઈ થોડી વ્યાકુળ થતીને વિચારતી..

ક્રમશઃ...

ખુશ રહો, મસ્ત રહો.😊 વાર્તા ગમે તો તમારાં સુંદર અને અનમોલ પ્રતિભાવો જરૂર જરૂર થી આપજો. આપનો ખુબ ખુબ આભાર🙏.