BHAV BHINA HAIYA - 2 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 2

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 2

એટલામાં તેનો મોબાઈલ રણક્યો.
" હૅલો..મમ્મા..પ્લીઝ જલ્દીથી ઘરે આવો ને..!"
" કેમ શુ થયું..?"
" તમે ઘરે આવો..ખબર પડી જશે.."
આટલું બોલી આમીને ફોન મૂકી દીધો.

અભિલાષાનો જીવ અધ્ધર થઈ ગયો.શું થયું હશે..? કેમ જલ્દી બોલાવી..? વગેરે વિચારોથી ઘેરાયેલી અભિલાષાએ જલ્દીથી ઘરે પહોંચવા ગાડીની સ્પીડ વધારી.

અભિલાષા ઝડપથી ઘરે પહોંચી. આમીન, જેનિફર, શુભમ, રિશી,ખુશી પાંચેય ઘરના આંગણે ટોળું વળીને બેઠા હતા.અમીન સોળેક વર્ષનો હશે,જેનિફર પંદર..શુભમ ચૌદ વર્ષનો..રિશી સાત વર્ષનો અને ખુશી નવ વર્ષની હશે લગભગ.

અભિલાષા દોડતી તેઓની પાસે ગઈ ને જોયું તો..પાંચેય બચ્ચાઓની વચ્ચે એક કૂતરાંનું બચ્ચું દૂધ પી રહ્યું હતું. તેના કાન પાસે મલમ પટ્ટી કરેલી હતી. થોડી થોડી વારે તે મોઢું ઊંચું કરી દરેક સામે નજર ફેરવી લેતું ને ફરી સલામત મહેસુસ થતા તે દૂધ પીવા લાગતું. પાંચેય બચ્ચાઓ અનિમેષ નજરે પપ્પીની આ હરકત જોતાં હતા.

" આ પપ્પી અહીં ક્યાંથી આવ્યું..? " ઢીંચણના બળે બચ્ચાઓના ટોળાંમાં બેસતા અભિલાષાએ કહ્યું.

" મમ્મા તમે..આવી ગયા..!" કરતા ખુશી અને રિશી અભિલાષાને વળગી પડ્યા. અભિલાષા પણ તેઓ પર અપાર વ્હાલ વરસાવતી બંનેને પંપાળવા લાગી.

" આપણી સોસાયટીની બહાર કેટલાક કૂતરાઓએ આ પપ્પીને ફેંદોળી નાખ્યું હતું.તેને રડતું જોઈને આમીન ભાઈએ મોટા કૂતરાઓને ફાટાકથી ભગાડી દીધા અને શુભમભાઇ આને ઉઠાવીને અહીં આપણા ઘેર લાવ્યા." ખુશીએ કહ્યું.

" ઓહ...એવું થયું...?"

" હા,જેનિફરદીદીએ બિચારાંને ડેટોલથી સાફ કરી દવા લગાવી પટ્ટી લગાવી..!"

" ખૂબ સારું કર્યું ..આમ જ ભલા કામ કરતા રહેવું...!"

" મમ્મા આજ થી આને પણ આપણા પરિવારનો સભ્ય બનાવી દઈશું..?" આમીને પૂછ્યું.

" નેકી ઓર પૂછ પૂછ..! પણ આનું ધ્યાન રાખવાની જવાબદારી તમારા માંથી કોણ લેશે..?

" હું..! " બધાએ એકસાથે કહ્યું. બચ્ચાઓનો જવાબ સાંભળીને અભિલાષા મલકાઈ ગઈ.

" તમારે બધાએ તેનું ધ્યાન રાખવાનું..પણ હું દરેકને કામ સોંપી દઉં..તે પ્રમાણે સૌએ કરવાનું..ઠીક છે..!"

" ઓકે..ઓકે..!"

" જેનિફર...તું ત્રણ ટાઇમ તેના ખાવા પીવાનું ધ્યાન રાખીશ..ઓકે..?"

" ઓકે મમ્મા..!"

" આમીન અને શુભમ તેને ટ્રેઇનિંગ આપશે..જેવી કે તેને ક્યાં બેસવું..ક્યાં રહેવું..અને ખાસ વાત એ કે તે ગમે ત્યાં પોર્ટી કરી ગંદુ ન કરે તેનું ધ્યાન રાખવાનું."

" ડન મમ્મા..અમે કરીશું.!"

" ખુશી અને રિશી તેને સાફ રાખવાનું ધ્યાન રાખશે અને તેની સાથે રમીને તેને બોર થવા નહિ દે."

" ખુશી..આપણને તો બધા કરતા મસ્ત કામ સોંપ્યું મમ્માએ..!"

" તમે બંને નાના છો ને એટલે હો...!" શુભમએ કહ્યું.

" એવું નથી ને મમ્મા..!" ખુશીએ પૂછ્યું.

" ના..એવું બિલકુલ નથી..ખુશી અને રિશી હવે નાના થોડી છે..તેઓ પણ હવે મોટા થઈ ગયા છે.એ બધું જવા દો..તમે બધાએ આજ શુ ખાધું..?"

"પાસ્તા..તાં...!" રિશી અને ખુશી એક સાથે બોલ્યા.

અભિલાષાએ બધાને ચોકલેટ આપી અને વૃદ્ધાશ્રમમાં શું કર્યું તેની વાતો કરી.ત્યારબાદ...બધા ઊંઘવાની તૈયારી કરતા હતા ત્યાં અભિલાષાએ કહ્યું.

" આવતી કાલે હું દિવ જવાની છું..ત્રણ દિવસ માટે..તમે લોકો એકબીજાનું ધ્યાન રાખજો અને સમયથી જમી ને સ્કૂલ જજો."

"ઓકે મમ્મા..!"

"બેટા..તું સૌથી મોટો છે તો આ ચારેય ને સાચવવાની જવાબદારી તને સોપુ છું..!"

" ચાર નહિ મમ્મા..પાંચની જવાબદારી ભાઈને સોપો... આપણા નવા સભ્યને ભૂલી ગયા?" જેનિફરએ મજાક કરતા કહ્યું.

" સભ્ય સભ્ય શુ કરે છે જેનું..એનું નામ પાડીએ..!" શુભમ બોલ્યો.

" પણ શું નામ રાખીશું..?"જેનિફરે પૂછ્યું.

" કિટ્ટી રાખીએ તો..?"

" અરે એ તો બિલ્લી હોય તો રખાય..!"

" મુનમુન...કેવું છે..?"

" હા, એ સારું છે..!"

આમને આમ વાતો કરતા કરતા ક્યારે બધા સુઈ ગયા કોઈને ખબર જ ન પડી...

વહેલી સવારે અભિલાષા મેરેજમાં જવા રવાના થઈ. સાંજના છ વાગે વોલ્વો બસ હોટેલ આગળ આવી ઉભી રહી. અભિલાષા બસમાંથી નીચે ઉતરી. હોટેલની બિલકુલ સામે સુંદર દરિયા કિનારો દેખાતો હતો. તેની નજર દરિયા સામે ગઈ.
દરિયા તરફથી આવતો મસ્ત મોજીલો પવન..અભિલાષાને આલિંગન ભરી જાણે આરપાર વહયો જતો હતો. અભિલાષાના ચહેરા પર મીઠું સ્મિત રેલાયું. ખુશનુમા વાતાવરણમાં રહેલી તાજગી જાણે પોતાનામાં ભરતી હોય તેમ તેણે ઊંડો શ્વાસ લીધો અને હોટેલ તરફ મોં ફેરવ્યું.

હોટેલનું નામ વાંચ્યું..ને બે ઘડી જાણે અભિલાષા થંભી ગઈ. તેના માનસપટલ પર ભૂતકાળના શબ્દો.. ટકરાવવા લાગ્યા. ક્ષણિક વારમાં તે ભૂતકાળમાંથી બહાર આવી પણ જેવું ડગલું અંદર જવા ભર્યું ને તેને કોઇના હોવાનો અહેસાસ થયો. તેના ધબકારા વધી ગયા...

To be continue...

ખુશ રહો..મસ્ત રહો..
હંમેશા હસ્તે રહો..

🤗 મૌસમ 🤗