Aatmja - 8 in Gujarati Women Focused by Mausam books and stories PDF | આત્મજા - ભાગ 8

The Author
Featured Books
Categories
Share

આત્મજા - ભાગ 8


આત્મજા ભાગ 8

" ઓહ..! તો તેના શુભ આગમનથી તું કરોડોની મિલકતની માલકીન બની તેથી તને કીર્તિ વધુ વ્હાલી લાગે છે એમ ને ? હું હવે સમજ્યો કીર્તિ પ્રત્યેના તારા આટલા બધા સ્નેહ પાછળનું સાચું કારણ..!" કટાક્ષ કરતાં હરખસિંગે કહ્યું.

" તમે આજ બધું અવળું કેમ બોલો છો ? એવું બિલકુલ નથી કે તેનાં કારણે મને મિલકત મળી આથી મને તેના પ્રત્યે સ્નેહ વધુ છે. હું પણ માં છું. મારામાં પણ મમતા જેવું કંઈક હોય કે નહીં..? " કંચનબેને દલીલ કરતાં કહ્યું.

" જો તારામાં ખરેખર મમતા જેવી કોઈ લાગણી હોત તો કદાચ તું પણ નંદિનીની મમતાને સમજી શકતી. આજ તારો નંદિની પ્રત્યેનો જે વ્યવહાર છે તે જોઈને તો મને નથી લાગતું કે તું જે કહે છે તે સાચું છે." હરખસિંગે વળતો જવાબ આપ્યો.

" મને મહેણાં મારવાનું છોડો અને મને એ કહો કે કીર્તિ અમેરિકાથી ક્યારે આવવાની છે ?"

" કાલ સવારે..! પ્રદીપને કહી દેજે કે સવારે વહેલા તેનું વિમાન આવવાનું છે. તો અમદાવાદ વહેલો પહોંચી તેને લઈ આવે."

“ઓહો. કાલ સવારે જ આવવાની છે ? તમે મને પહેલા કેમ ન કીધું ? મારે કેટલી બધી તૈયારીઓ કરવી પડશે ? તેના કેટલા બધા મનપસંદ નાસ્તાઓ બનાવવા પડશે ?” ઉત્સુકતાથી કંચનબેન એ કહ્યું.

“તો તેના માટે નાસ્તાઓ તું બનાવે છે ? મને તો એમ હતું કે દર વખતે નંદિની બનાવે છે . નંદિની આ ઘરમાં પરણીને આવી ત્યારથી તો રસોડું તેને સંભાળી લીધું છે. તું તો આરામ જ કરતી હોય છે ને..!” કટાક્ષ કરતા હરખ સિંગે કહ્યું.

“હા,નંદિની બધા નાસ્તા અને જમવાનું બનાવે છે, પણ મારી સલાહ-સુચન હેઠળ તે આ બધું બનાવી શકે છે. હું નહિ હોઉં ત્યારે તેને પણ ફાંફા પડી જશે.” કંચનબેને પોતાનો એક્કો ખરો કરતાં કહ્યું.

“તું નહીં હોય મતલબ ? તું ક્યાંય જવાની છે ? લાડલી દીકરી ઘરે આવે છે ને તુ ક્યાંક જતી રહીશ ? આવું ન કરાય હો..!” કંચનબેનને ખીજવતા હરખસિંગે કહ્યું.

“અરે બાપા..! હું ક્યાંય નથી જવાની ! તમારે મને ક્યાં મોકલવી છે ?”

“ના હમણાં તે કીધું ને કે તું નહિ હોય ત્યારે નંદિનીને ફાંફાં પડશે એટલે પૂછ્યું.” હરખસિંગે મનમાં મલકાતા કહ્યું.

“જાઓને..! તમારા સાથે તો લમણા લેવા જે નકામા છે..! ક્યારેય સીધી રીતે તો વાત જ નથી કરી શકતા..!”

“તે શું કામ લમણા લે છે ? મેં કહ્યું લેવાનું ?” હરખસિંગે કહ્યું.

“ત્રાસ છે તમારો..!” આટલું કહી બે હાથ જોડી કંચનબેન ત્યાંથી ઊભા થઈ ચાલ્યા ગયા. હરખસિંગ મનમાં જ મલકાતા રહી ગયા. પત્નીના સ્વભાવથી તેઓ બરાબર રીતે વાકેફ હતાં. પણ થોડા જ સમયમાં તેઓ નંદીનીને પણ સારી રીતે ઓળખી ગયા હતા. નંદિની પરણીને આવી તે દિવસથી હરખસિંગએ તેને કીર્તિ કરતા ક્યારેય ઓછી નથી સમજી. નંદિનીની વેદનાને તેઓ સારી પેઠે જાણી યા હતા. પણ પત્નીના જિદ્દી સ્વભાવથી તેઓ લાચાર હતા.

“ત્રાસ છે તમારો..!” આટલું કહી બે હાથ જોડી કંચનબેન ત્યાંથી ઊભા થઈ ચાલ્યા ગયા. હરખસિંગ મનમાં જ મલકાતા રહી ગયા. પત્નીના સ્વભાવથી તેઓ બરાબર રીતે વાકેફ હતાં. પણ થોડા જ સમયમાં તેઓ નંદીનીને પણ સારી રીતે ઓળખી ગયા હતા. નંદિની પરણીને આવી તે દિવસથી હરખસિંગએ તેને કીર્તિ કરતા ક્યારેય ઓછી નથી સમજી. નંદિનીની વેદનાને તેઓ સારી પેઠે જાણી ગયા હતા. પણ પત્નીના જિદ્દી સ્વભાવથી તેઓ લાચાર હતા.

કંચનબેન કીર્તિની આવવાની તૈયારીઓ કરવા લાગ્યા.
કીર્તિ કંચનબેનના સ્વભાવથી બિલકુલ વિરોધી હતી. રંગરૂપ અને સ્વભાવે કીર્તિ જાણે હરખસિંગનું બીજું સ્વરૂપ. પ્રદીપનો સ્વભાવ તેની માતા જેવો હતો. કોઈની પણ વાતોમાં તે આવી જતો. તે જાતે કોઈ નિર્ણય લઇ શકતો નહોતો. આજ કારણથી તે અંધશ્રદ્ધાનો ભોગ બનેલો. જ્યારે કીર્તિ સ્વભાવે બિલકુલ હરખસિંગ જેવી. ક્યારેય જલ્દી બીજાની વાતો પર વિશ્વાસ ન કરતી. પોતાના મનનું ધાર્યું પહેલા કરતી. તે ભલે ભણેલી ઓછું હતી પણ સાચા ખોટાની તેને સારી સમજ હતી.

To be continue...

મૌસમ😊