Ae Nikita Hati - 2 in Gujarati Love Stories by Jayesh Gandhi books and stories PDF | એ નીકીતા હતી .... - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એ નીકીતા હતી .... - 2

પ્રકરણ :૦૨


એ નીકીતા હતી ....

પોલીસ સ્ટેશન માં ઇન્સ.અનુજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયા પછી બહુ મુંજવણ માં હતો.અને હદ તો ત્યારે થઇ જયારે તેના દરેક પ્રશ્ન નો ઉત્તર કિશોરી લાલ પાસે નેગેટિવ મળ્યો.ગઈ સાંજ ની ઘટના પર વિચાર કરતા તેને કોઈ રહસ્ય ઘેરાતું લાગ્યું. સિગરેટ નહતી પીતી તો લેડીસ પર્સ માં સિગરેટ ક્યાંથી આવી.? તે આત્મહત્યા કરે તેવી ન હતી તો પછી કોલેજ હોસ્ટેલ ના ધાબા પરથી પડી કઈ રીતે.? મૃત્યુ નો ચોક્કસ સમય નથી જાણી શકાયો..કારણ કે મૃત્યુ ની જાણ અને પોસ્ટમોર્ટમ વચ્ચે ૧૨ કલાક કરતા વધુ સમય થઇ ગયો હતો.
સ્માર્ટ મોબાઈલ માં રીલ જોવા સિવાય કોઈ નવું કામ હતું નહિ..તે કેટલી મહેનત અને લગન પછી આ મુકામ પર આવ્યો.પણ અહીં તેની આવડત બતાવી શકાય એવો આજ સુધી કોઈ કેસ નહોતો.આજે એને એના લાયક કામ મળ્યા નો સંતોષ હતો.
"બાબુ સિંહ' ..તેને બૂમ પાડી
" હા,સાહેબ, પાન ચાવતો હવલદાર હાજર થયો.
"ચાલ આજે કોલેજ હોસ્ટેલ ફરવા જઈએ"
"આ નિકીતા વાળા કેસ માં. ..."
ઇન્સ.અનુજ ની એકજ કરડી નજર થી બાબુ સિંહ ચૂપ થઇ ગયો.અને ગાડી સાફ કરવા લાગ્યો.
"એક કામ કર બાબુ સિંહ ,,તું આજે પોલીસ ચોકી જો હું એકલો જઉ છું,"
કહી ને પ્રતિઉત્તર ની રાહ જોયા વિના પોતાની રોયલ એન્ફિલ્ડ એને ગંતવ્ય તરફ હંકારી મૂકી.
પોલીસ ચોકી થી આગળ જતા મોટું બજાર હતું,બસ સ્ટેશન હતું,એક બાજુ કોલેજ અને એની વિરુદ્ધ દિશા માં નિકિતા ના ઘર નો રસ્તો હતો એટલે કે કિશોરીલાલ નું મકાન ..બે મિનિટ બાઈક ઉભી રાખી.કૈક વિચારી ને ગાડી કિશોરી લાલ ના મકાન તરફ લઇ લીધી.
કિશોરી લાલ ના ઘરમાં શોક નું વાતાવરણ નહિવત જેવું હતું. લોકો માત્ર ટાઈમ પાસ માટે આવતા અને નિકિતા વિશે જે અભિપ્રાય આપવો હોય એ આપતા.
પોતાની છોકરી ની બદનામી સાંભળી ,તે પણ મૃત્યુ ના ૨૪ કલાક નથી વીત્યા તેવા સમયે..કિશોરી લાલ ને અંદર થી આઘાત લાગ્યો.સૌ સ્વજનો પ્રત્યે ઘૃણા થઇ.
પોલીસ ઇન્સ.અનુજ અંદર આવ્યો.તેને જોઈ કેટલાક ના મોઢા સિવાય ગયા.તો કેટલાક ઉભા થઇ ને ચાલવા લાગ્યા.
"કઈ કામ હોય તો કેજો,બહુ ઉદાસ ના થતા,તમારા શરીર નું ધ્યાન રાખજો ..."વગેરે ઉદગારો થી રૂમ ભરાઈ ગયો અને બે મિનિટ પછી એકદમ ખાલી...
બેઠકરૂમ માં કિશોરીલાલ,તેમની પત્ની કાંતા,બે નોકર ,એક કામવાળી અને ઈન્સપેક્ટરપોતે.
"સારું કર્યું તમે આવ્યા તો ..આ બધા શોક પ્રગટ માટે નહિ મારી દીકરી ની બુરાઈ કરવા ભેગા થયા હતા"
" હોય,વડીલ,લોકો ના મોઢે ઢાંકણું ના હોય...હું મુદ્દા પર આવું છું. જો મને આ કેસ આત્મહત્યા નો નથી લાગતો,કોઈ ષડયંત્ર ની ગંધ આવે છે.ક્યાંક કશું ખોટું થયું છે પણ મને સમજ નથી પડતી માટે આ કેસ હું બંધ નથી કરતો તેની પુરી તપાસ કરીશ.
"સાહેબ,તમે ...ગદગદ થઇ ગયા કિશોરી લાલ .."હું પણ તમને એમજ કહું છું, મારી છોકરી એવી નથી,એ આત્મહત્યા ના કરે ..જો તમે સચ્ચાઈ શોધી કાઢશો તો આ બાપ પર બહુ મોટો ઉપકાર હશે ..અને જરૂર પડે તો પૈસા ..પણ આપવા તૈયાર છું. મારી વાત ને તમે એકલા જ સમજ્યા."
"મારે મારી ફરજ નિભાવાની છે.મને પૈસા ની નહિ પણ સહકાર ની જરૂર છે.તમે તમારી છોકરી વિષે,એના ગુમ થવા વિષે આજ દિન સુધી થયેલ તમામ ઘટનાક્રમ મને વિગત વાર જણાવો .. " થોડી ગંભીર મુદ્રા થી બોલ્યો
કિશોરી લાલ સમય પારખું હતા.તેમને પણ એક પણ મિનિટ બગડ્યા વિના શરુ કરું દીધું.
"હું અને સરોજ લગ્ન પછી ગામ છોડી ને અહીં વસ્યા.અહીં મેં મારો શરાફી પેઢી નો વ્યવસાય જે મને વારસામાં મળ્યો હતો તે ચાલુ કર્યો.થોડી તકલીફ પછી ધંધો તો ચાલવા લાગ્યો.મારી નીતિ અને મહેનત અને સ્વભાવ થી હું લોકો માં જાણીતો થયો.સમાજ માં બે-પાંચ માં મારુ નામ બોલવા લાગ્યું. હવે હું શેઠ કિશોરીલાલ બન્યો.મારી ઘેર લક્ષ્મી આવી.તે નિકિતા ..તમામ લાડકોડ માં ઉછેરેલી.પણ કહેવાય છે સુખ ઝાઝું ના રહે અને દુઃખ પાછું જાય ના. વિધાતા ને લેખ કે મારા કરમ ની કઠણાઈ..મારી પત્ની સરોજ રાતે સુઈ ગઈ તે સવારે ઉઠી જ નહિ.
દુઃખ નું ઓસડ દહાડા... થોડો સમય વીત્યો ઘર ,પેઢી અને છોકરી ત્રણ ની જવાબદારી થોડી અઘરી હતી.તેવા માં સરોજ ના દૂર ના માસી અને તેમનો છોકરો નટવર અહીં આવી ને રહેવા લાગ્યા તેથી મને આંશિક રાહત થઇ.ત્યાર પછી સમસ્યા નું હલ મારી અને કાંતા નું લગ્ન થયું.
પહેલા કાંતા નો રૂપ અને સ્વભાવ સારો હતો,મને એમ કે મારી દીકરી ને માં મળશે પણ લગ્ન પછી તેને પોતાનું પોત પ્રકાશ્યું.નિકિતા સાથે હાથ પાઇ શરુ કરી,ગમે તેવું બોલવાનું અને કાયમ છોકરી ને લડવાનું
તે સમયે મારી છોકરી ૧૧ વર્ષ ની હતી અને એને તાવ આવ્યો. રાત્રે એની સાથે હું એકલો જ હતો. તે મને જોઈ હીબકે ચડી.
"પપ્પા જૂની મમ્મી લઇ આવો..નવી મમ્મી મને બહુ મારે છે.ખાવા પણ નથી આપતી.નહિ તો મને પણ મારી મમ્મી પાસે મૂકી આવો. "
"એવું ના બોલાય બેટા," ત્યારે મને લાગ્યું કે મેં હિમાલય જેવડી ભૂલ કરી બીજા લગ્ન કરી ને...
ધીમે ધીમે માં -બેટી એક બીજા થી દૂર રહેવા લાગ્યા.તે ઘર કરતા બહાર વધુ રહેવા લાગી .ધીમે ધીમે તેનું મિત્ર વર્તુળ વધવા લાગ્યું.કેટલીક વાર રાત્રે મોડી આવતી.તેની મમ્મી સાથે ભાગ્યેજ વાત કરતી. તેની નાના માં નાની વાત પણ મને જણાવતી.
હવે મૂળ વાત પર આવું .. તે કોલેજ માં અભ્યાસ કરવા લાગીહતી, ગત શુક્રવાર સાંજ થી ગાયબ છે.અમને એમ કે ક્યાંય પાર્ટી કે પિક્ચર જોવા ગઈ હશે એટલે પાછીઆવશે પણ ગઈ કાલ સોમવારે સવારે તે મૃત અવસ્થા માં મળશે તે નહોતી ખબર..બોલતા બોલતા એક ડૂસકું નખાઈ ગયું.
"સારું,વડીલ હું જરૂર હશે તો પાછો આવીશ ..મારે અત્યારે કોલેજ હોસ્ટેલ જવું છે.."
તેની આદત અનુસાર કોઈ પણ રિપ્લાય સાંભળ્યા વિના ઘર ની બહાર નીકળ્યો.
અત્યારે તો એક વાત સ્પષ્ટ હતી કે શુક્રવાર સાંજ થી રવિવાર રાત સુધી નિકિતા ક્યાં હતી ?જો એ ખબર પડે તો કૈક ગુત્થી સુલજે. તેના મિત્રો કોણ છે.?
સૌથી મોટી વાત તેનો મૃત્યુ થી ફાયદો કોને થાય. જો આ ખૂન છે તો તેની પાછળ ખૂન નો હેતુ શું ? અને
આવું કરનાર ખૂની કોણ ??

(ક્રમશ:)