Karunantika - 1 in Gujarati Drama by Mausam books and stories PDF | કરૂણાન્તિકા - ભાગ 1

The Author
Featured Books
Categories
Share

કરૂણાન્તિકા - ભાગ 1

કરૂણાન્તિકા ( ભાગ 1 ) - મૌસમ

દ્રશ્ય 1

સ્થળ : કોલેજનું ગાર્ડન
સમય : બપોર
પાત્રો : અથર્વ
કૃતિકા

( કોલેજનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હતું. ટૉપ ટેનમાં ફર્સ્ટ નંબરે અથર્વ આવ્યો હતો. કૃતિકા ટૉપ ટેનમાંથી બહાર આવી ગઈ હતી. પણ તેનો તેને રંજ નહોતો. તેને તો એ વાત ની ખુશી હતી કે તેનો અથર્વ ફર્સ્ટ નંબરે આવ્યો છે. તે દોડતી આવીને અથર્વને ભેટી પડે છે)

કૃતિકા : હેય અથર્વ..! Congratulations dear..! Really I proud of you..!

અથર્વ : thenks..! ( કૃતિકાને પોતાનાથી અલગ કરતા કહ્યું. )

કૃતિકા : ચાલ આજ તો પાર્ટી કરીએ. તારા ફેવરિટ પ્લેસ પર જઈ કોલ્ડ કોફી પીએ..ચાલ ને..!

( કૃતિકા અથર્વનો હાથ ખેંચી લઈ જવા પ્રયત્ન કરે છે, પણ અથર્વ એક ડગલું પણ ભરતો નથી. )

કૃતિકા : ઓય..! શું થયું..? તું ખુશ નથી..? ચાલ બે...! એન્જોય કરીએ.. હવેથી આપણને આમ રોજ મળવાનું નહીં થાય..!

અથર્વ : મારે મળવું પણ નથી..! ( ધીમેથી બોલ્યો )

કૃતિકા : શું થયું અથર્વ..? તું કેમ આવું બોલે છે..? તું મને હવેથી નહીં મળે..? તું આજ કેમ આવું વર્તન કરે છે..?
( એક સાથે ઘણા પ્રશ્નોનો વરસાદ કરતા તે બોલી.)

અથર્વ : ના...ક્યારેય નહીં.. હવેથી ક્યારેય હું તને નહીં મળુ..

કૃતિકા : અથર્વ..તું શું બોલે છે...! ભાન છે તને..? બેબી.. આઈ લવ યુ.. પ્લીઝ.. તું આજ મારી સાથે કોઈ મજાક ના કર.. તને પણ ખબર હું તારા વિના અડધી થઈ જાઉં છું..તો કેમ આવું બોલે છે..? ( અથર્વનો હાથ પકડી કૃતિકાએ કહ્યું. )

અથર્વ : આ જ સાચું છે કૃતિકા..! મેં તને ક્યારેય પ્રેમ કર્યો જ નથી.. મેં તો... ( કૃતિકાનો હાથ છોડાવતા અથર્વએ કહ્યું. )

( તે જ સમયે મૃણાલી અને પાર્થ આવ્યા. કૃતિકા રડમસ થઈ ગઈ. મૃણાલી અને પાર્થને જોઈ તેણે અથર્વને કોઈ સવાલ ન પૂછ્યો. તેણે અથર્વનો હાથ પકડી ખોટેખોટી સ્માઇલ કરવા લાગી. )

મૃણાલી : congratulations dear..! ( બોલતા તે અથર્વને ભેટી પડી.. પણ કૃતિકાએ અથર્વનો હાથ ન છોડ્યો.)

પાર્થ : તું શરત જીતી ગયો અથર્વ.. Congratulations યાર..!

કૃતિકા : શરત..? શાની શરત..? અથર્વ બોલ ને..તું ચૂપ કેમ છે..?

પાર્થ : અથર્વ.. તે આને હજુ કંઈ કીધું નથી..? ( કહી જોરથી પાર્થ હસવા લાગ્યો.

મૃણાલી : બિચારી પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ છે કે તે અથર્વની ચાલ સમજી જ ન શકી..!

કૃતિકા : અથર્વ..કઈ ચાલ..? તું આ લોકોને કહી દે ને કે મારી સાથે આવી મજાક ન કરે.

અથર્વ : કૃતિકા.. તેઓ સાચું કહે છે.

કૃતિકા : શું સાચું કહે છે..? કોઈ મને સમજાવશે..?

અથર્વ : પાર્થ..મૃણાલી..! તમે લોકો કોફી શોપ પર જાઓ..હું પાંચ મિનિટમાં આવું છું. ( પાર્થ અને મૃણાલી કૉફીશોપ પર જાય છે )

કૃતિકા : અથર્વ..પ્લીઝ યાર.. જે હોય તે તું મને સાચ્ચે સાચ્ચું કહેજે..મારી ધીરજ ખૂટી રહી છે.

અથર્વ : સૉરી કૃતિકા..!

કૃતિકા : શાનું સૉરી..? પ્લીઝ તું સીધે સીધું કહે..તમે લોકોએ શાની શરત લગાવી હતી..?

અથર્વ : ઓકે..સાંભળ..!

હું,પાર્થ અને મૃણાલી ત્રણેય એક જ સ્કૂલમાં ભણેલા. સ્કૂલમાં દર વખતે હું જ ફર્સ્ટ આવતો. પણ કોલેજના ફર્સ્ટ યરમાં તું ફર્સ્ટ અને હું સેકન્ડ આવ્યો. તે વખતે મારો ઈગો બહુ હર્ટ થયો. કેમ કે મને હંમેશાં ફર્સ્ટ આવવાની આદત પડી ગઈ હતી. બે વર્ષ પહેલાં હું આ જ જગ્યાએ ઉદાસ થઈ બેઠો હતો ત્યારે પાર્થ અને મૃણાલી મારી પાસે આવ્યા.

To be continue...

ખુશ રહો...ખુશ હાલ રહો...
મસ્ત રહો...સ્વસ્થ રહો...

🤗 મૌસમ 🤗