Anokho Prem - 9 in Gujarati Love Stories by Mausam books and stories PDF | અનોખો પ્રેમ - ભાગ 9

The Author
Featured Books
Categories
Share

અનોખો પ્રેમ - ભાગ 9

અનોખો પ્રેમ ભાગ 9

કમિશનરની વાત સાંભળી હમણાં જ ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિ ચોક્યો. તે અંદરથી ડરવા લાગ્યો. કેમ કે તેણે જે ડ્રગ્સનું સેવન કર્યું હતું તે ગઈ કાલે જ લાવ્યો હતો.

પોલીસ કમિશનરના આદેશથી દરેક આરોપીઓની કડક પૂછપરછ થવા લાગી. રાતની ડ્યુટી કરનારને થોડા સમય માટે ફરજ પરથી છુટા કરી નવા પોલીસ કર્મીઓને ફરજ પર બોલાવ્યા.

* * * * *

પ્રીતેશભાઈ: બેટા, બાકીની સ્ટોરી આવતી કાલે કહીશ.

અનિરુદ્ધ : ના, પાપા..પ્લીઝ..સ્ટોરી પુરી કરોને..! કાલ સુધી રાહ નહીં જોવાય.

પ્રિતેશભાઇ : તને ઊંઘ નથી આવતી બેટા..?

અનિરુદ્ધ : ના, મારે જાણવું છે કે પ્રિત અને સુપ્રીતાની સ્ટોરી માં આગળ શું થાય છે.

પ્રિતેશભાઇ : ઓકે, સાંભળ..!

* * * * *

સવાર થી સાંજ સુધી પ્રિત અને સુપ્રીતાએ એકબીજા સાથે સોસિયલ મીડિયાથી વાતો કરી. રમુજી પ્રિત સુપ્રીતાને સંવાદે સંવાદે નવા નવા નામથી બોલાવતો.

હાય..સૂપી શુ કરે છે..?

બેબી એલીફન્ટએ નાસ્તો કર્યો..?

પ્યારું પપ્પી..ક્યાં બીઝી થઈ ગયું..?

હાય મીની..! લંચ લીધું કે નહીં..?

હૅલો..પાઈનેપલની પીપરમિન્ટ..શુ કરે છે..બચ્ચું..?

સુપ્રીતા પણ પ્રિતના દરેક મૅસેજનો રીપ્લાય આપતી. જાણે ઘણાં વર્ષો પછી કોઈએ તેની એકલતા દૂર કરી તેના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું. પ્રિતના દરેક મૅસેજ સુપ્રીતાના હોઠો પર મુસ્કાન લાવતું. બપોરના સમયે બંને એકબીજા સાથે વાતો કરતા હતા.

સુપ્રીતા : તને પ્રાણીઓ બહુ ગમતા લાગે છે..!

પ્રિત : હા, તેઓ બહુ ઈનોસન્ટ હોય છે. તેઓ કોઈને દગો નથી દેતા..કે કારણ વગર કોઈને નુકસાન નથી કરતા..! એટલે મને તેઓ બહુ પ્યારા લાગે છે.

સુપ્રીતા : પણ મને કેમ પ્રાણીઓના નામથી બોલાવે છે..?

પ્રિત : તું પણ મને તેમની જેમ પ્યારી લાગે છે.

સુપ્રીતા : આપણું રિલેશન દોસ્તી સુધી જ સીમિત રાખજે.

પ્રિત : કેમ..? કોઈને તું પ્રેમ કરે છે..?

સુપ્રીતા : ના, હું મેરીડ છું. અને મારે એક વર્ષનો દીકરો છે.

પ્રિત : ઓહ..ગ્રેટ..! કોણ છે તે ખુશ નસીબ માણસ જેને કયુટ બેબી એલીફન્ટ નસીબ થયું છે..?

સુપ્રીતા : તેઓ મારી સાથે નથી.

પ્રિત : ઓહ..સોરી..! ભગવાન તેમની આત્માને શાંતિ આપે..!

સુપ્રીતા : ઓય..જીવતા જીવ માણસ ને ક્યાં મારવા બેઠો છે..તેઓ મારી સાથે નથી..એમ કીધું મેં..તેઓ મરી ગયા છે એમ નથી કીધું મેં..!

પ્રિત : ઓહ સોરી..! તો તેઓ કેમ તારી સાથે નથી..?

સુપ્રીતા : તેઓને..

આટલું ટાઈપ કરતાં તો સુપ્રીતા પર ફોન આવ્યો.

" હેલો.. ખૂબ જ જલ્દીથી શાહીબાગ તમારી આખી ટીમ લઈને આવો. અહીં પરિસ્થિતિ બેકાબુ બની રહી છે..!" કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરએ કહ્યું.

આટલું સાંભળી તરત જ સુપ્રીતાએ પ્રિત અને રાણાને કૉલ કરી ગાડી તૈયાર રાખવા જણાવ્યું.

" મેડમ સર..! ગાડી તૈયાર છે." રાણાએ કહ્યું. સુપ્રીતા, પ્રિત, રાણે અને બીજા ચાર કોન્સ્ટેબલ ગાડીમાં ગોઠવાયા. રાણાએ ગાડીની સ્પીડ વધારી. થોડી જ વારમાં તેઓ ત્યાં પહોંચી ગયા જ્યાં ડ્રગ્સના આરોપીઓને પૂર્યા હતા. તે ચાર માળની બિલ્ડીંગ હતી. ચોથા માળે કોન્ફરન્સ હોલ હતો જ્યાં આરોપીઓને પૂર્યા હતા. ફટાફટ બધા ચોથા માળે પહોંચ્યા. પ્રિત તો સુપ્રીતાને જ જોઈ રહેતો. તેનું ધીરગંભીર રૂપ પ્રિતને બહુ ગમતું. રાણાએ દરવાજો ખોલ્યો. ત્યાંનું દ્રશ્ય જોઈ સૌ અવાક રહી ગયા.

બે વ્યક્તિઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. કેટલાકને બાથરૂમમાં પુરી રાખ્યા હતા. તેના દરવાજા બહાર ઘણાં પોલીસ કર્મચારીઓ દરવાજો બંધ કરીને સુરક્ષા માટે ગોઠવાયેલા હતા. સુપ્રીતા અને તેની ટીમ ફાટફાટ હોલમાં પ્રવેશી. ત્યાં જ કોઈએ બૂમ પાડીને કહ્યું, " મેડમ સર...! ત્યાં જ ઊભાં રહેજો બધા. નીચે ઝેરી વાઇરસવાળું લોહી પડેલું છે. તેના સંપર્કમાં આવવાથી બચજો."

To be continue....

મૌસમ😊