Anokho Prem - 7 in Gujarati Love Stories by Mausam books and stories PDF | અનોખો પ્રેમ - ભાગ 7

The Author
Featured Books
Categories
Share

અનોખો પ્રેમ - ભાગ 7

અનોખો પ્રેમ ભાગ 7

" મેડમ સર..! સામે બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર રાવત સર નો કોલ ટ્રેક કરી સાંભળો..ડાઉટફુલ લાગે છે." પ્રિતે મેડમ સરના કાન પાસે જઈ ધીમેથી કહ્યું. મેડમ સરે તરત રાવત સામે જોયું.

" તમને એમના પર કેમ ડાઉટ છે..?" ધીમેથી મેડમસરે કહ્યું.

" તેમનો 3:55 મિનિટ પરનો કૉલ સાંભળો..ખબર પડી જશે...!"
પ્રિતે કહ્યું.

મેડમ સરે કામમાં હૅડફોન લગાવી એક છોકરાની મદદથી રાવતનો કૉલ સાંભળ્યો.

" હૅલો..પપ્પા..બોલો શુ કામ હતું..?" રાવતનો દીકરો બોલ્યો.

" કીર્તન..! કોઈને પણ ફોન કે મેસેજ કરે અથવા આવે તો તેમાં 4..18...21..7 ની વાત ક્યાંય ના કરતો." રાવતે કહ્યું.

" કેમ શુ થયું પાપા..! કંઈ પ્રૉબ્લેમ થયો છે..?" કિર્તને પૂછ્યું.

" એ બધું હું ફોન પર નહિ જણાવી શકું સાંજે ઘેર આવી સમજાવું છું." રાવતે કહ્યું.

" ઓકે પપ્પા..પણ આપણા ઘરે છે તેનું શું કરશું..?" કિર્તને પૂછ્યું.

" ચિંતા ના કર સાંજે ઠેકાણે પાડી દઈશું..!" રાવતે આટલું કહી ફોન કાપી દીધો.

"4..18...21..7....!" મેડમ સરના મુખે આ નંબર સાંભળી તરત રાવત સરે તરત સચેત થઈ મેડમ સર અને પ્રિત સામે જોવા લાગ્યા.

પ્રિતે પોતે જે કાગળ પર ABCD લખી હતી તે બતાવી. ક્રમ પ્રમાણે આલ્ફાબેટ્સ ગોઠવતા DRUG શબ્દ બન્યો હતો. આ જોઈ તરત જ સાથેના ઇન્સપેક્ટરને ઓર્ડર આપ્યો કે રાવતના ઘરે દરોડા પાડો. રાવત સરે ઘણા બહાના કાઢ્યાં પણ કોઈએ તેઓની એક ન સાંભળી. ઠોસ પુરાવા ના આધારે રાવતના ઘરે રેડ પડી. 625 ગ્રામ ડ્રગ્સ , સાત દારૂની બોટલ અને થોડી માત્રામાં અફીણ મળ્યું. દરેક વસ્તુને જપ્ત કરવામાં આવી.

રાવત અને તેના દીકરા કીર્તનની બરાબર પૂછપરછ કરવામાં આવી. આના આધારે ડ્રગ્સની લે વેચ કરનાર દરેકને પકડીને એક જગ્યાએ પુરવામાં આવ્યા. આ મિશન પૂરું થતા અડધી રાત થઈ ગઈ. પ્રિતે મેડમ સરના દરેક કામમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો. હવે નું કામ કમિશ્નર આવે પછી કરવાનું હતું. કમિશ્નર સવારે આવવાના હતા. ત્યાં સુધી મેડમ સર, પ્રિત અને બીજા ચારેક પોલીસ કર્મીઓએ ત્યાં જ ખડે પગ દેખરેખ રાખવાની હતી. બધા પોલીસ કર્મીને બરાબરની ભૂખ લાગી હતી. મળીને દરેકે નક્કી કર્યું કે બે બે જણા વારાફરતી બાજુની હોટેલમાં જમવા જશે. પણ સૌથી પહેલાં સૌએ મેડમ સરને જમવા જવાનો આગ્રહ કર્યો. તેમની સાથે પ્રિત ગયો.

" thanks પ્રિત..આજ તમે મારુ કામ આસાન કરી દીધું.તમારી સૂઝબૂજથી જ ડ્રગ્સ સ્મગલરને ઝડપથી પકડી શક્યાં." ચાલતાં ચાલતાં મેડમ સરે કહ્યું.

" અરે એમાં thanks શાનું..? આ તો મારી ફરજ હતી. પણ તમારી સાથે કામ કરવાની ખૂબ મજા આવી હો..!" પ્રિતે હસીને કહ્યું. આટલું બોલી બંને ચૂપ થઈ ગયા. એટલામાં હોટેલ આવી ગઈ. હોટેલ સુમસામ હતી. વેઈટર સૂતો હતો. તેને જગાડી સબ્જી,રોટી અને છાસનો ઓર્ડર આપ્યો.

" ડ્રગ્સમાં એવો તે કેવો વાઇરસ હશે જે વિનાશ સર્જી શકે..?" મેડમસરે આશ્ચર્ય સાથે પૂછ્યું.

" દુશ્મન દેશ લાખ કોશિશ કરે ભારતને નાશ કરવા પણ આપણા લોહીમાં જે રાષ્ટ્રપ્રેમ છે તે ક્યારેય દેશને નુકશાન નહિ થવા દે. " પ્રિતે ઝનૂનથી કહ્યું.

" ધેટ્સ અ સ્પિરિટ..વેલ ડન.. દેશ પ્રત્યેનો પ્રેમ કાયમ આવો જ રાખજો.." મેડમસરે કહ્યું.

" હા, સ્યોર..! આ વર્દી પહેરતાં દેશની અને જનતાની રક્ષા કરવાના સોગંધ લીધા છે તો તેને જરૂરથી નિભાવીશ." પ્રિતે કહ્યું.

ત્યાં જ વેઈટર જમવાનું લઈને આવ્યો. બંનેએ જમતા જમતા પણ ખૂબ વાતો કરી. પ્રિત પણ થોડી થોડીવારે મેડમસરને જોતો અને તેની દરેક બાબતોની નોટિસ કરતો. દરેક સાથે ખૂબ સ્ટ્રીકટ રહેતી સુપ્રીતા ઉર્ફ મેડમસર પ્રિત સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ. વાતોમાં ને વાતોમાં ક્યારે જમવાનું પતી ગયું ખબર જ ન પડી.

" કેટલા થયા..?" મેડમસરે પૂછ્યું.

" રહેવા દો ને મેડમ..! તમે દેશની સેવા કરો છો.. તમારી પાસેથી મારે પૈસા ના લેવાય..!" હોટેલના ભાઈએ કહ્યું.

" દેશની સેવા કરવા માટે અમને સરકાર પગાર આપે છે. તમે અડધી રાતે ઉઠીને અમને જમવાનું બનાવી આપ્યું તે જ બહુ મોટી વાત છે. અને બીજી વાત સરકારે અમને જનતાને લૂંટવા નહિ, જનતાની સેવા કરવા માટે નિમ્યા છે. આથી જે થતા હોય તે કહી દો ભાઈ..!" મેડમસરે કહ્યું. પ્રિત તો મેડમ સર સામે જ જોઈ રહ્યો હતો.

To be continue..

મૌસમ😊