Ek Navi Disha - 11 - Last Part in Gujarati Love Stories by Priya books and stories PDF | એક નવી દિશા - ભાગ ૧૧ (અંતિમ ભાગ)

The Author
Featured Books
Categories
Share

એક નવી દિશા - ભાગ ૧૧ (અંતિમ ભાગ)






‌‌ થોડી વાર પછી અનિશા ભાનમાં આવે છે પોતાની સાથે થયેલા અત્યાચારને યાદ કરીને અનિશા ફરી રડવા લાગે છે.પોતાના શરીર પર બચકા ,માર અને નખના નિશાન જોવે છે ગુપ્તાંગ માંથી લોહી નીકળતું હોય છે તો અનિશા સાફ કરે છે. થોડી વાર પછી પાયલ અને ક્રિષ્ના અનિશાની પાસે આવે છે અને ધમકાવવા લાગે છે.

પાયલ(તોછડાઈ થી) : બસ‌ હવે નાટક ના કર.ઘરના કામ બધા બાકી છે.

ક્રિષ્ના: હા કામ કરવા જા નહીતર જમવા નહીં મળે.

અનિશા (નિર્દોષતાથી ) : આન્ટી દિપ અને સાવન ભાઈ.. (રડવા લાગે છે)

પાયલ : હા‌ ખબર છે અમને ‌બધુ

ક્રિષ્ના: હા અને એ હવે રોજ થશે.

અનિશા(બંનેના પગે પડતા) : ના ના આન્ટી પ્લીઝ મારા પર દયા કરો!!

પાયલ અને ક્રિષ્ના : અમને આનંદ મળે છે તને આમ કરગરતા જોઈને.જા તારું કામ કર.

અનિશા : હા આન્ટી.

‌‌ અનિશા ચુપચાપ ઘરનું કામ પતાવી દે છે.પોતાને અસહ્ય દુખાવો થાય છે પણ કહે કોને ??અનિશા ધારાના ફોટા ને જોતા જ રડવા લાગે છે.પાપા મમ્મા ક્યાં છો ?? મમ્મા મને મુકીને કેમ ગયા?? ધારાના ફોટા ને હગ કરી ને અનિશા રડતા રડતા જ સુઈ જાય છે.રોજરોજ અનિશા પર અનેક અત્યાચાર કરવામાં આવે છે.અનિશા જાણે આ બધા માટે ઉપભોગ નું એક સાધન બની ગય છે.બળજબરી અને બળાત્કાર તો જાણે આ માસુમ પરીના જીવનમાં વણાઈ ગયા છે.અનિશા જાણે એક આશા થી જીવે છે કે પાપા આવશે અને મને આ નરકમાં થી બહાર લઈ જશે.

###############################

(બે વર્ષ પછી)

દિપ ધરમાં આવીને

દિપ : મમ્મી પપ્પા ક્યાં છો બધા ??

પાયલ : હા‌ મારા દિકરા બોલ શું કામ છે??કેમ સવાર સવારમાં બુમાબુમ કરે છે??

દિપ : મમ્મી પપ્પા ક્યાં છે?

વિકાસ : હા‌ બોલ દિકરા .

દિપ (થોડાક ખચકાતા): પપ્પા વાત એમ છે કે...

વિકાસ : દિકરા વાત ગોળગોળ ના ફેરવ

પાયલ : હા દિકરા

દિપ (એક શ્ર્વાસ માં) : મમ્મી પપ્પા હુ મારી સાથે ભણતી રિયાને પ્રેમ કરું છું અને અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગ્યે છીએ.

વિકાસ : ઓહ‌ આટલી વાત મા‌ તું ગભરાતો હતો.

દિપ : પણ પપ્પા મને એમ કે તમે ના પાડશો.

પાયલ : ના ના દિકરા

વિકાસ: હા‌ હું હમણાં જ રોહન ભાઈ સાથે વાત કરી લેવા

પાયલ અને દિપ : એમને શા માટે??

વિકાસ : તમે લોકો એ ના ભૂલો કે રોહન આ ઘરનો મોટો દિકરો છે.

પાયલ : પણ એ અનિશાની સગાઇ નું કહશે કારણ કે અનિશા‌‌ મોટી છે દિપ કરતા

દિપ : હવે એ ગમાર સાથે કોણ લગ્ન કરે ??ઈ તો અમારી મોજમજા માટે છે.નય સાવન ?

સાવન : હા ભાઈ

વિકાસ : હા‌ પણ દિપ ના લગ્ન માટે અનિશા ના લગ્ન થવા જરૂરી છે.

ક્રિષ્ના: મોટા ભાઈ તમે ચિંતા ના કરો.મારા કાકાના દીકરા સાથે અનિશાના લગ્ન થઈ જશે આમ પણ‌ એમને અનિશા ગમે છે.એમને જોઇ છે અનિશાને

વિકાસ : હા‌ તો ફોન કરી ને તમે સગાઇ નક્કી કરી નાખો

પદિપ : હા ભાઈ

ક્રિષ્ના પોતાના કાકાને ફોન કરી ને બધી વાત જણાવે છે અને આવતા રવિવારે સગાઇ નક્કી કરે છે.પછી વિકાસ ને આ વાત કહે છે.વિકાસ‌ રોહન ને ફોન કરે છે.

વિકાસ: હલ્લો ભાઈ !! જયશ્રી કૃષ્ણ

રોહન: હલ્લો જયશ્રી કૃષ્ણ કેમ છે બધાને?? મારી લાડકવાયી પરી કેમ છે??

વિકાસ: હા‌ ભાઈ બધા ઠિક છે અને અનિશા પણ‌ ઠિક છે.

રોહન: સારૂ

વિકાસ : ભાઈ ક્રિષ્ના ના કાકાના દીકરા સાથે આપણી અનિશાની સગાઇ નક્કી કરી છે આવતા રવિવારે.અનિશાને પણ છોકરો ગમે છે.તમને બાયોડેટા મોકલ્યો છે.

રોહન : સારૂ ભાઈ મારી લાડકવાયી પરી ને સાચવશે ને એ લોકો??

વિકાસ : હા‌ ભાઈ ચિંતા ના કરો બધુ જ ઠિક છે.અનિશા મારી પણ દિકરી છે.છોકરો સારો છે.

રોહન :સારૂ હું રવિવારે જ આવીશ‌.અહિયા કામ છે.

વિકાસ : સારૂ ભાઈ.

રોહન : બાય જયશ્રી કૃષ્ણ

વિકાસ: બાય જયશ્રી કૃષ્ણ(ફોન મુકીને)
અનિશા‌ બહાર આવ તો

અનિશા : હા‌ અંકલ બોલો

વિકાસ : આવતા રવિવારે તારી સગાઈ છે

અનિશા‌: કોની સાથે??

વિકાસ (અનિશાને એક તમાચો મારી) :‌ઈ પંચાત ના કર તું તને કિધુ એ જ બોવ છે.

અનિશા (રડતા રડતા) : સારૂ અંકલ

અનિશા ફરી રસોડામાં જતી રહે છે વિચારે છે કે સગાઇ નક્કી કરી છે પણ છોકરો કેવો હશે?? મને માન સન્માન આપશે ?? મારી સાથે સારૂં વતૅન કરશે??પાપા ને કહ્યું હશે??


મહેતા નિવાસ માં આજે થોડીક ચહેલપહેલ છે.આજે અનિશાની સગાઇ છે.રોહન ખુશીથી આવનાર મહેમાન નું સ્વાગત કરી રહ્યો છે.પોતાની લાડકવાયી પ્રિન્સેસ જે કાલ પા પા પગલી કરતી હતી એની આજે સગાઇ છે રોહન ખૂબ ખૂબ ખુશ છે પણ અંદરથી એ ધારાને યાદ કરી ને ગળગળો થઈ જાય છે.થોડી વારમાં મહેમાન આવી જાય છે અને અનિશાને લાવવામાં આવે છે.

લાલ અને વ્હાઈટ ચણીયાચોળી મા અનિશા ખુબ જ સુંદર લાગી રહી છે જાણે આકાશમાંથી ઊતરેલી કોઈ અપ્સરા . ગળામાં કુદનનો હાર,માગટિકો, મહેંદી મુકેલ હાથ માં ‌પાટલા ,પગમાં ઝાંઝર, ચહેરા પર આછો મેકઅપ.રોહન અનિશાને જોતો જ રહી ગયો એને લાગ્યું કે ધારા ફરી પાછી આવી ગઈ છે.બધા મહેમાનો અનિશાની સુંદરતાના વખાણ કરતા હતા બધાને એવું લાગતું હતું કે જાણે ધારા જ પાછી આવી છે.પણ‌ કોઈ જાણતું નથી કે અનિશાની આ સુંદરતા જ એનો અભિશાપ છે.આ અનિશા આજે માર્કેટમાં શણગારેલી ઠિગલી માફક હતી‌ જે લાગણી વગર દેખાડા પુરતું હસે.

અનિશા આવતા જ એને ધવલ સાથે બેસાડી વિધી કરવામાં આવી.અનિશા તરફથી પાયલ વિધી કરતી હતી અને ધવલ તરફથી અનિશાના‌‌ સાસુ હેમલતાબેન.વિધી પુરી થતાં અનિશા ને ધવલ એકબીજા ને વીંટી પહેરાવી દે છે.બધા મોટાના આશીવાદ લે છે.રોહન ભાઈ અનિશાનો હાથ ધવલના હાથ માં સોંપે છે.

રોહન (ગળગળા થઇ): ધવલ દિકરા મારી લાડકવાયી દીકરી અનિશા મારી પ્રિન્સેસ નું ધ્યાન રાખજે.આજ સુધી એને ક્યારેય જિદ નથી કરી.મને પણ નથી ખબર કે એને શું જોઈએ છે.એને માં નો પ્રેમ નથી મળ્યો એનું ધ્યાન રાખવું

ધવલ: હા પપ્પા તમે ચિંતા ના કરો.

અનિશા (રોહન ને વળગી ને): પપ્પા હું ક્યાંય નથી જતી.આ સગાઇ છે વિદાય નહીં.

રોહન (આંખના ખૂણા સાફ કરી) :હા દિકરા.

થોડીક વિધિ બાદ તમામ મહેમાનો ઘર જવાની રજા લેવા આવવા લાગ્યા.મહેમાનોના જતા સગાઇ પુણૅ થઈ.ધવલના મમ્મી હેમલતાબેન રોહનની પાસે આવ્યા .

હેમલતાબેન: રોહન ભાઈ અમે અનિશાને કંકુ પગલાં માટે લઈ જઈએ??

વિકાસ અને રોહન : હા હેમલતાબેન.હવે એ આપની અમાનત છે.

હેમલતાબેન: સારૂ પછી ધવલ મુકી જશે અનિશાને જયશ્રી કૃષ્ણ.

વિકાસ અને રોહન: જયશ્રી કૃષ્ણ.

અનિશા ચણિયાચોળી ચેન્જ કરી પિંક કલર નો અનારકલી ડ્રેસ પહેરીને આવે છે.હેમલતાબેન અનિશાને લઈને ને પોતાના ઘરે કંકુ પગલાં ની વિધિ માટે લઈ જાય છે.અનિશા પોતાના ભાવિ ભરથાર સાથે પોતાના સાસરે કંકુ પગલાં વિધિ માટે આવે છે.હેમલતાબેન ધવલ અને અનિશાની આરતી ઉતારે છે અને પછી અનિશા પોતાના સાસરામાં કંકુ પગલાં કરે છે.ધવલના પરિવાર ને મિત્રો સાથે પરિચય કેળવે છે.ધવલને દિપનો ફોન આવતા તે થોડોક દુર જાય છે વાત કરવા.

થોડાક સમય પછી હેમલતાબેન ધવલને અનિશાને મુકવા જવા કહે છે સાથે ધવલના મિત્રો પણ જાય છે.અનિશા બધાને પગે લાગી આશીર્વાદ લીધા પછી ઘરે જવા નીકળે છે.ધવલના મિત્રો રસ્તામાં અનિશા અને ધવલને ચિડવે છે.અચાનક ધવલ એક સુમસામ રસ્તા પર ગાડી રોકે છે અને પોતાના મિત્રો ને બહાર બોલાવે છે.અનિશા સમજી નથી શકતી કે ધવલ કેમ આવુ કરે છે.
થોડીક વાર પછી ધવલ આવીને અનિશા ને એક કોલ્ડીનક આપે છે અનિશા નિર્દોષતા થી પીય લે છે.થોડીક વાર પછી અનિશાને ચક્કર આવવા લાગે છે.પછી ધવલ અને તેના મિત્રો આવી ને અનિશાના શરીર પર એક પછી એક કપડાં દુર કરવા લાગે છે.અનિશા અધૅબેભાન અવસ્થા માં વિરોધ કરવાની કોશિશ કરે છે પણ હેવાનિયત ના કારણે એનો પ્રતિકાર કોઈ સાંભળતું નથી.ધવલ અને તેના મિત્રો વારંવાર અનિશા પર બળાત્કાર ગુજારે છે.થોડાક સમય પછી અનિશા ભાનમાં આવે છે.પોતાની સાથે શું થયું એ વિચારીને ખુબ જ દુખી થાય છે અને રડવા લાગે છે.પછી ધવલ અને તેના મિત્રો આવે છે.

અનિશા(રડતા રડતા) : ધવલ આ શું કર્યું તમે?? મારા પપ્પા એ કેટલા વિશ્ર્વાસ થી મારો હાથ તમારા હાથમાં આપ્યો હતો?હું આ બધું કહી દઈશ.

ધવલ : સારૂ કહી દે જે બસ પહેલા આ વિડિયો જોય લે.

(ધવલ અનિશાને એના પર દિપ સાવન અને વિકાસ પદિપ બળાત્કાર ગુજારે છે એવો વિડિયો બતાવે છે)

અનિશા(કરગરતા) : પ્લીઝ આ વિડિયો ડિલીટ કરી દે

ધવલ : સારૂ કરી દઈશ.પણ એક શરતે

અનિશા :શું શર્ત??

ધવલ : એ જ કે તુ અત્યારે જે થયું એ કાંઈજ નહિ‌ કહે તારા પાપાને આને લગ્ન પછી મને અને મારા મિત્રો ને ખુશ કરીશ.અમારી પથારી ગરમ કરવાવાળી બનીશ.!!!

અનિશા : ના ના

ધવલ : તો‌ હું આ વિડિયો ઈન્ટરનેટ પર મુકીશ આને તારા પાપાને બતાવીશ.વિચાર અનિશા વિચાર!! આ વિડિયો તારા પપ્પા જોશે એમને હાટૅએટેક આવશે!!તું અનાથ થઈ જઈશ.તારા પરિવાર ની ઈજ્જત????

અનિશા : ના ના મને તારી શરત મંજુર છે.

ધવલ : ગુડ ગર્લ ચાલ ઘરે હવે

ધવલ અનિશાને ઘરે મુકી જાય છે.ઘરમા આવતા જ રોહન અનિશાને કહે છે કે

રોહન : પ્રિન્સેસ આવી ગઈ મારા દિકરા!કેવું લાગ્યું તારા પ્રિન્સ નું ઘર ગમ્યું ને ??આવ મારી પરી પપ્પા પાસે આવો.
જો પપ્પા હવે અહિયાં જ રહેશે.

અનિશા રોહનને સીધું હગ કરીને રડવા લાગે છે.થોડોક સમય ખુબ જ રડે છે.

અનિશા (રોહન ને હગ કરીને રડતા રડતા): પાપા આઇ લવ યુ

રોહન : પણ દિકરા આટલું બધું કેમ રડે મારી પ્રિન્સેસ??શું થયું અને તું ગરમ કેમ છે જો તાવ છે તને કેટલો બધો!!!શું થયું મારી લાડકવાયી?? પપ્પા ને કેને

અનિશા (અચાનક ધવલની ધમકી યાદ આવતા ):કાંઈ નહીં પાપા હું ઠિક છુ.થાક ના લીધે તાવ છે હમણાં મટી જશે.તમે દવા લીધી તમારી??

રોહન (અનિશાના કપાળ પર કિસ કરતા) : હા લીધી મને કે તું કેમ રડી હમણાં?ધવલે કાંઈ કિધુ ? હેમલતાબેન ને કિધુ??

અનિશા : ના પપ્પા બસ‌ તમારા થી દુર નથી ગઈ કોઈ દિવસ એટલે.આઇ લવ યુ પાપા

રોહન : આઇ લવ યુ ટુ મારી પ્રિન્સેસ.સારુ તું આરામ કર.કાલ બથૅ ડે છે ને મારી પ્રિન્સેસ નો

અનિશા : હા‌ પાપા.

રોહનના ગયા પછી અનિશા ઊંડા વિચારમાં ગરકાવ થઈ જાય છે કે હવે??મારું શું ?મારા પપ્પા ની ઈજ્જત મેં ધુળમાં મેળવી ??મારો શું વાંક ??મે‌ શું બગાડ્યું છે બધાનું ??ના ના હું આ રીતે ના જીવી શકું .


વિચારો માં અનિશા ઘરના મીટર રુમમાં જતી રહે છે અંતે અનિશા જાતે કરંટ વાયર હાથમાં લઈ લે છે.અનિશાને કરંટ લાગવાને કારણે ઘરમાં લાઈટ જતી રહે છે દિપ ઠિક કરવા આવે છે તો અનિશાને ત્યાં જોઈને ચીસ પાડે છે.દિપની ચીસ સાંભળી ને બધા ત્યાં હાજર થઈ જાય છે.રોહન અનિશાને કરંટ વાયર પકડી ને જોતા એની પાસે જાય છે પણ વિકાસ એને રોકી લે છે.રોહન અનિશાને આ હાલતમાં જોઈ રડવા લાગે છે.સાવન ડોક્ટર બોલાવી લાવે છે ત્યાં સુધી બધા અનિશાને કરંટ થી દુર કરે છે.ડોકટર આવીને ચેક કરે છે.

ડોક્ટર: હું દિલગીર છું અનિશા કરંટ લાગવાને કારણે મૃત્યુ પામી છે.

રોહન (આક્રંદ કરતા ) : ના ના તમે જુઠ્ઠું બોલો છો.મારી પ્રિન્સેસ ને કાંઈજ નથી થયું એ હમણાં આવશે મને બોલાવશે .પાપા આઈસ્ક્રીમ ખાવા જોઈએ એમ કહશે મારી લાડકવાયી દીકરી ને કાંઈજ નથી થયું.

વિકાસ અને પદિપ રોહનને સભાળે છે.રોહન વધુ ને વધુ આક્રંદ કરે છે એવું લાગે છે કે જાણે આ ઘરની લક્ષ્મી ધબકાર દોલત બધું છિનવાઈ ગયું છે.એક બાપ પોતાની દીકરી માટે આક્રંદ કરે છે.અચાનક રાતના બાર નો ટકોરા થતાં રોહન નું ધ્યાન ઘડિયાળ પર જાય છે વિચારે છે કે અનિશા એના જન્મદિન પર જ મોત પામી .ત્યાં ઓમકારનાથ શાસ્ત્રી આવે છે.

ઓમકારનાથ શાસ્ત્રી: દિકરા રોહન આ દિકરી નું આયુષ્ય પુણૅ થયું આજે તે વીસ વર્ષ ની થય અને મૃત્યુ પામી.મારી ભવિષ્યવાણી સાચી પડી.

રોહન : પણ પંડિતજી મારી લાડકવાયી દીકરી આત્મહત્યા કેમ કરી ??

ઓમકારનાથ શાસ્ત્રી અનિશાના ભુતકાળમાં બનેલી તમામ ઘટનાઓ જણાવે છે.રોહન જેમ જેમ સાંભળે છે તેમ તેમ ગુસ્સામાં ઉકળી ઉઠે છે.રોહન ગુસ્સામાં વિકાસ અને એ લોકો તરફ જાય છે પણ ઓમકારનાથ શાસ્ત્રી એને રોકે છે.

રોહન : મારી લાડકવાયી દીકરી અનિશા કેમ સહન કરું હું આ બધું મારે નથી જોતુ એવું જીવન જેમા તું ન હોય.મારી પ્રિન્સેસ ના હોય . ધિક્કાર છે મારા પિતા હોવા પર !!હું મારી લાડકવાયી ને ના સમજી શક્યો.મારી પરીનો ગુનેગાર છું હું.ધારા ધારા હું તારો ગુનેગાર છું.મને માફ કરી દે.ધારા !!!અનિશા પપ્પા ને પ્રોમિસ આપ કે તું આવતા જન્મે ફરી મને મળીશ??

ઓમકારનાથ શાસ્ત્રી: હા દિકરા અનિશા ફરી જરુર આવશે તારી પાસે.પણ

રોહન: પણ શું પંડિત જી??

ઓમકારનાથ શાસ્ત્રી: પણ તને શાપ ના લીધે કાંઈજ યાદ નહીં હોય કે અનિશા તારી પ્રિન્સેસ છે.એ માત્ર તારી મિત્ર હશે.પણ એક બાપ તરીકે લાગણી થી તમે જોડાશો.

રોહન : સારૂ એ જ મારી સજા હશે.મારી લાડકવાયી દીકરી અનિશા મારી પ્રિન્સેસ મારી પરી!!

થોડી વારમાં રોહન પણ હાર્ટ એટેક ના લીધે મુત્યુ પામે છે.એક દિકરી છે પરિવાર ની ઈજ્જત અને પપ્પા ના પ્રેમ માટે મુત્યુ પામી જ્યારે એક બાપ પોતાની દીકરી ના દુઃખને ના જોઈ શકવાને લીધે મૃત્યુ પામ્યો.કહેવાય છે કે બાપ અને દીકરી નો સંબંધ શ્રેષ્ઠ હોય છે એમાં એક નામ અનિશા અને રોહન નું જોડાયુ..

############(સમાપ્ત)##########

The end ....
🙏🙏 Thank you for support.this is my first novel so please support me and share it your father or daughter....