અંશ ઘરમાંને ઘરમાં રહીને કંટાળી ગયો હતો. એટલે તેણે નક્કી કર્યું કે એ ચોરી છૂપે ઘરની બહાર નીકળીને મુંબઈની ગલીઓમાં આંટાફેરા કરશે. મોડી રાતે જ્યારે સૌ સૂઈ રહ્યા હતા ત્યારે અંશે મોઢા પર માસ્ક પહેરીને પોતાનો ચહેરો ઢાંક્યો અને બ્લેક કલરનું ટીશર્ટ અને જિન્સ પહેરીને ઘરની બહાર નીકળી ગયો.
થોડે દૂર ચાલતા જ તેણે આઝાદીની હવાનો અહેસાસ થયો.
" હાશ....હવે કંઇક જીવમાં જીવ આવ્યો...." આસપાસ નજર કરી અને વિચાર કર્યો કે " આવતા અવાય તો ગયું પણ મેં મુંબઈ જોયું નથી...હવે જાઉં તો ક્યાં જાઉં??"
બે ઘડી વિચાર કર્યા બાદ તેણે ડાબી સાઈડનો રસ્તો પસંદ કર્યો અને એ તરફ પોતાના કદમ આગળ વધાર્યા. ધીમે પગે આગળ વધતો અંશ પોતાની જ મસ્તીમાં બેફિકર બનીને આગળ વધવા લાગ્યો પરંતુ કમનસીબ અંશ એ વાતથી અજાણ હતો કે એ જે રસ્તા તરફ આગળ વધી રહ્યો છે એ રસ્તો મુંબઇના પોલીસ સ્ટેશન તરફ જતો હતો.
" હાવ ઇઝ ધીસ પોસીબલ? આપણા જ એરિયાની સોનાની દુકાનમાંથી દિન દહાડે કોઈ ચોર આવીને પચાસ લાખ રૂપિયાની ચોરી કરી ગયું અને તમે હાથ પર હાથ રાખીને બેસી રહ્યા!!"
" સર, અમે એ ચોરને પકડવાની પૂરી કોશિશ કરી પણ..."
" પણ શું?? હે? મારે તમારી એક પણ દલીલ નથી સાંભળવી...મને એ ચોર નેક્સ્ટ બે દિવસમાં મારી સમક્ષ જોઈએ.... અન્ડરસ્ટેન્ડ?"
" યસ સર..."
પોલીસ કમિશનર ગુસ્સામાં ત્યાંથી જતા રહ્યા.
" સર હવે?"
" હવે શું?? આપણી પાસે માત્ર બે દિવસનો જ સમય છે એ ચોરને પકડવાનો...એટલે જ્યાં સુધી ચોર આપણા હાથે નહિ લાગે ત્યાં સુધી કોઈ પોતાના ઘરે નહિ જાય.."
" પણ કઈ રીતે પકડિશું સર?"
" મારી પાસે એ ચોરની તસ્વીર છે, એના થકી આપણે એને આસાનીથી પકડી લઈશું...અને મને પૂરો વિશ્વાસ છે એ ચોર વધુ દૂર નહિ ગઈ હોય..."
કેમેરામાં કેદ થયેલી ચોરની તસવીરમાં ચોરનો ચહેરો સાફ સાફ ન દેખાયો. પરંતુ એના પહેરવેશ થકી ઇન્સ્પેક્ટર એ ચોરને પકડવા માંગતા હતા. એ ચોરે પણ અંશની જેમ જ ચહેરા પર માસ્ક પહેરી રાખ્યું હતું અને ઉપર બ્લેક કલરનું ટી શર્ટ અને નીચે જિન્સ પહેરી રાખ્યું હતું.
ઇન્સ્પેક્ટરે દસ બાર પોલીસ ઓફિસરોને એ ચોરને પકડવા માટે મુંબઈના નજદીકના અલગ અલગ સ્થળોએ મોકલી દીધા.
મોડી રાતે પોલીસ ઓફિસરો એ ચોરને શોધવા નીકળી પડ્યા. જ્યારે અંશ મંદમસ્ત હાથીની જેમ બેફિકર રહીને મુંબઈની ગલીઓમાં આંટાફેરા મારી રહ્યો હતો. થોડે દૂર જતા જ અંશની નજર આઈસ્ક્રીમ પાર્લર પર પાડી.
" ચલો થોડો સમય અહીંયા રેસ્ટ પણ કરી લવ અને આઈસ્ક્રીમ ખાઈને પેટમાં થોડીક ઠંડક પણ કરી લવ.."
દુકાન બંધ થવાના સમયે જ અંશ ત્યાં પહોંચ્યો. માલિક જ્યારે દુકાનનું શટર દઈ રહ્યા હતા ત્યારે જ અંશ પહોચ્યો અને બોલ્યો. " ઇસ ક્યુઝમી અંકલ....આઈ વોન્ટ વેનીલા આઈસ્ક્રીમ...."
" દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે, સો સોરી..."
" પ્લીઝ અંકલ...બસ પાંચ મિનિટ જ લાગશે...અને હું વધારે પૈસા ચૂકવવા પણ તૈયાર છું પ્લીઝ અંકલ..."
" ઠીક છે...હું વધારે પૈસા નહિ લવ પણ હા બસ પાંચ મિનિટ જ ઓકે?"
" થેંક્યું અંકલ..."
માલિકે દુકાનનું શટર ફરીથી ખોલ્યું અને લાઈટ ઓન કરીને અંશને વેનીલા આઈસ્ક્રીમ આપ્યું. અંશ અંદર જઈને બોલ્યો.
" અંકલ વોશરૂમ ક્યાં છે?"
" હવે તારે વોશરૂમ પણ જવું છે!"
" અંકલ બોવ ફાસ્ટ લાગી છે... બસ બે મિનિટ જ થશે.."
અંકલે ઈશારામાં વોશરૂમનો રસ્તો દેખાડ્યો અને અંશ અંદર ફ્રેશ થઈને બહાર આવ્યો. ત્યાં સુધીમાં વેનીલા આઈસ્ક્રીમ ટેબલ પર આવી ગયું હતું. આઈસ્ક્રીમનું એક બાઈટ ખાઈને અંશને સ્વર્ગનો અનુભવ થયો હોય એવું લાગ્યું અને લાગે પણ કેમ નહિ આવું આઈસ્ક્રીમ એટલે પોતાના જીવનમાં પહેલી વાર જો ખાધું હતું. આંખો બંધ કરીને એક એક બાઈટનો આનંદ માણતો અંશ આઈસ્ક્રીમ ખાવામાં મસ્ત હતો. ત્યાં જ બે પોલીસ ઓફિસર ત્યાં આવી પહોંચ્યા. અંશ પાર્લરની સાવ અંદર હોવાથી એ પોલીસને ન જોઈ શક્યો.
" ઓય અંકલ?? શું ટાઇમ થયો છે??" વોચ બતાવતા પોલીસે કહ્યું.
" સોરી સાહેબ... બસ હમણાં જ દુકાન બંધ કરું છું..."
" હમણાં એટલે ક્યારે હે? ચલ મારી સામે જ દુકાન બંધ કર..."
" સાહેબ એક કસ્ટમર અંદર છે એ આઈસ્ક્રીમ ખાઈ લે એટલે હું તુરંત દુકાન બંધ કરી દઈશ.."
" આ સમયે ક્યો કસ્ટમર આઈસ્ક્રીમ ખાવા આવ્યો હે?" પોલીસ ધીમે કરીને દુકાનની અંદર પ્રવેશી.
" સર એ અંદરની સાઈડ, લાસ્ટ બેન્ચ પર બેસ્યો છે.."
પોલીસે દૂરથી જ રાડ નાખીને કહ્યું. " કોણ છે એય? ચલ જલ્દી બહાર નીકળ...."
અંશના કાન ઉભા થઈ ગયા. તેણે સિતાઈને આગળ જોયું તો બે ત્રણ પોલીસ ઓફિસરો હાથમાં દંડા લઈને ઉભા હતા.
" ઓહ શેટ!! પોલીસ અહીંયા???"
" અવાજ નથી આવતો શું?? હું કહું છું બહાર નીકળ!!" પોલીસે ફરી અવાજ નાખ્યો.
અંશે આઈસ્ક્રીમને ત્યાં જ મૂક્યું અને ચહેરા પર ફરી માસ્ક પહેરી લીધું. " ક્યાં ફસાઈ ગયો હું!! હવે શું કરું??" ડરના મારે અંશનું હદય જોરોથી ધડકવા લાગ્યું.
શું અંશ પોલીસના હાથે પકડાઈ જશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.