Agnisanskar - 56 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 56

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 56



" એ હીરો તું કોણ છે? ચલ સાઈડમાંથી હટ.."

" હવે તે મને હીરો કહી જ દીધો છે તો મારે મારી હીરોગીરી બતાવી જ પડશે..." કેશવ પણ હીરોની માફક સ્ટાઈલમાં ઊભો રહી ગયો.

" તું એમ નહિ માને તને તો સબક શીખવાડવો જ પડશે..." એટલું કહીને એ યુવાને સીટી મારી અને થોડીક સેકંડોમાં જ ત્યાં ત્રણ ચાર પહેલવાન જેવા યુવાનો આવી પહોંચ્યા.

" ઇસકી મા કી....આ તો ચિટિંગ છે!!" ઉંચા અવાજે કેશવે કહ્યું.

" કેમ તું તો તારી હીરો ગીરી દેખાડવાનો હતો ને શું થયું હવા નીકળી ગઈ?" પેલો યુવાન બોલ્યો.

ત્યાં જ પાછળ ઊભી છોકરી એ કહ્યું. " આ હીરોગીરી છોડીને ભાગવાની તૈયારી કર, એમાં જ તારી ભલાઈ છે..અને તું છે કોણ? "

" ઇન્ટ્રોડક્શન પછી આપુ અત્યારે તો મારે એક્શન કરવાની જરૂર છે.." કેશવ બોલ્યો. ત્યાં જ પેલા યુવાને પોતાના સાથીદારોને હમલો કરવા માટે ઓર્ડર કર્યો. કેશવ પાસે પહેલેથી જ ફાયટિંગ કરવાનો અનુભવ હતો એટલે તેણે એક પછી એક યુવાનોને જમીન પર પછાડી દીધા.

" તું ક્યાં ભાગે છે? આવ આવ...તારે તો મદદ કરવી હતી ને..."

પેલો યુવાન ડરને મારે થરથર કાંપવા લાગ્યો અને ખિસ્સામાંથી બે હજાર રૂપિયા કાઢીને સામે ફેંકીને બોલ્યો. " મને માફ કરી દો... મેં જે બત્તમીજી કરી છે એના બદલે આ પૈસા આ લ્યો મને જવા દયો..." યુવાને સીધી ત્યાંથી ડોટ મૂકીને ભાગી ગયો. એની પાછળ એના સાથીદારો પણ ભાગી ગયા.

કેશવે હીરોની માફક હાથમાં રહેલી ધૂળ ખંખેરી અને પેલી છોકરી તરફ ફરીને કહ્યું. " તમે ઠીક તો છો ને..." ત્યાં જ એક જોરદાર તમાચો એ છોકરી કેશવના ગાલ પર જીંકી દીધો.

" કોણ છે તું??? કોણે કીધું તને મારી મદદ કરવા આવવાનું હે?"

" મદદના બદલે જાપટ!!"

" હા અને હજુ પણ તું બે ઘડી મારી સામે ઊભો છો ને તો મારી લાત પણ આવશે સમજયો!!"

" એક તો મેં તારી આટલી મદદ કરી અને બદલમાં થેંક્યું કહેવાને બદલે તું મને જ ઠપકો આપે છે વાહ ! આ દિલ્હીની છોકરીઓ..."

" ઇસ કયુજમી... પેલા તો મેં તને મદદ કરવાનું નહોતું કહ્યું કે નહિ મેં બચાવ માટે ભીખ માંગી તો આ તારી હીરોગીરી તારી પાસે જ રાખ...સમજ્યો...આજ કલના દિલ્હીના બદમાશ છોકરાઓ..."

" તારી સાથે તો વાત કરવી જ બેકાર છે... હું જાવ છું...એક તો મદદ કરવાની અને એમાં પણ મારે સાંભળવાનું....આના કરતાં તો હું મારા ગામડે જ બરાબર હતો.." બડબડ કરતો કેશવ ત્યાંથી જવા લાગ્યો. થોડોક આગળ વધ્યો જ હતો કે પેલી છોકરી એ અવાજ લગાવ્યો. " ઓ હીરો..."

" લાગે છે મગજ ઠેકાણે આવી ગયું.." મનમાં કહીને કેશવ પાછળ ફર્યો.

" બોલ હવે શું સંભળાવવાનું બાકી છે?" કેશવે ઇતરાઈને કહ્યું.

" આઈ એમ સોરી....મારે તારી સાથે આ રીતે વાત નહોતી કરવી જોઈતી..."

કેશવ હજુ પણ મોં ફુલાવીને ઊભો હતો.

" સાચું કહું તો મને લાગ્યું તું પેલા યુવાન સાથે જ ભળેલો છે..."

" આ તું શું બોલે છે?? હું પેલા યુવાન સાથે ભળેલો છું??"

" હા મતલબ મને એમ કે તું આ નાટક કરીને મને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરતો હશે..."

કેશવ જોરજોરથી હસવા લાગ્યો અને બોલ્યો. " મતલબ મેં ફિલ્મી સ્ટાઈલમાં હીરોની જેમ એન્ટ્રી કરી એટલે તને એમ લાગ્યું કે આ બધું એક નાટક છે..." કેશવ એટલું કહીને ફરી હસ્યો.

" હા તો અને પેલા છછૂંદરે પણ તને એ હીરો કહીને જ તો બોલાવ્યો હતો..."

" તો શું થઈ ગયું? કોઈ મને હીરો કહીને બોલાવે તો હું હીરો બની ગયો...? મતલબ હા કે હું થોડોક થોડોક હીરો જેવો દેખાવ છું...પણ એનો મતલબ એ નથી કે હું આવા નાટક કરીને તને ઈમ્પ્રેસ કરવા આવું.. "

" વન મોર ટાઈમ સોરી...મેં તારા ઉપર સત્ય જાણ્યા વિના જ હાથ ઉપાડી દીધો..."

" હવે તે માફી માંગી જ લીધી છે તો પછી હું કઈ રીતે નારાજ રહી શકું??m હીરો છું ને અને હીરો વધારે સમય કોઈથી નારાજ રહેતો નથી... બરોબર ને?"

" તું દિલ્હીનો જ લાગતો જ નથી..."

" કેમ?"

" અહીંયાના છોકરાઓ આવા ફાલતુ ડાયલોગ મારતા જ નથી .."

" અચ્છા...તો કેવા ડાયલોગ મારે છે? જરા અમને પણ શીખવાડો..." કેશવ પેલી છોકરીની એકદમ નજીક આવીને ઊભો રહી ગયો.

" હજુ એક ઝાપટ ખાવી છે??"

" દિલ્હી વાળા શું મહેમાન નવાજી આ રીતે જ કરે છે?"

" હા, જેવા મહેમાન એવી મહેમાન નવાજી...."

કેશવના જીવનમાં આ છોકરી શું નવી કહાની લખે છે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ