સોનાલી જેવા નાટક માટેના કપડાં હાથમાં લે છે,તે રડવા લાગે છે.તે આજુબાજુ બધે જ જુએ છે પણ તેને ક્યાંય કોઈ દેખાતું નથી.ઘણીવાર થઈ તો પણ સોનાલી આવી નહીં તેથી સોનાલીના મમ્મી તેના ચેન્જિંગ રૂમમાં આવે છે.તો સોનાલી ખૂબ રડતી હોય છે સોનાલીના મમ્મી તેની પાસે દોડી આવે છે ને પૂછે છે શું થયું બેટા? તું કેમ આમ રડે છે.સોનાલી પોતાના પહેરવાના કપડાં બતાવે છે.તે જોઈ સોનાલીના મમ્મી પૂછે છે.આ કેવી રીતે ફાટી ગયા.તું પહેરવા ગઈ અને ફાટ્યા હોય તેવું તો લાગતું નથી.સોનાલી રડતા રડતા જ બોલે છે.મમ્મી હું અહીં કપડાં રાખી તમને મળવા આવી હતી અને પાછી આવી તો મારા કપડાં કોઈએ ફાડી નાખ્યાં.હવે હું શું પહેરીશ? આંટીને શું જવાબ આપીશ?તે કેટલા પ્રેમથી મારા માટે આ કપડાં લઈને આવ્યા હતા.
સોનાલીના મમ્મી કહે છે બેટા તું હિંમત રાખ.સોહમના મમ્મી તને જરૂરથી સમજશે.અત્યારે આપણે બીજા કપડાં લેવા જવું પડશે.હમણાં નાટક શરૂ થઈ જશે આપણી પાસે હાલ અહીં ચૂપચાપ બેસી રડવાનો સમય નથી.તું ચાલ મારી સાથે,સોનાલી અને તેમના મમ્મી ઝડપથી બહાર જાય છે અને બધાને આ બાબતની વાત કરે છે.સોહમના મમ્મી સોનાલીને હગ કરી હિંમત ન હારવાનું કહે છે.સોહમ આ બધું સાંભળી જાય છે તે તરત સોનાલી અને તેના મમ્મી પાસે આવી કહે છે,આંટી હું સોનાલી માટે કપડાં લઈને હમણાં આવું તમે બધા ચિંતા ના કરો પણ સોહમ જાય તો નાટકમાં પહેલાં તેની જ જરૂર પડે તેથી બધા તેને જવાની ના પાડે છે.
આ બધી વાતો ક્યારનો એક માણસ દૂર બેસી સાંભળતો હતો.આ બધાની વાત સાંભળી તે ત્યાં આવ્યો અને બોલ્યો તમે લોકો ચિંતા ના કરો મારે ખુદને કપડાંનો શો રૂમ છે અને મારી શોપ પરથી હું તે કપડાં મંગાવી આપું છું.જો તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો,સોનાલીના પપ્પા તરત બોલી પડે છે.અરે, ના ના અમને કંઈ પ્રોબ્લેમ નથી તને મંગાવી આપો. પછી પેલા ભાઈ તેમની શોપ પર કૉલ કરી કપડાં મંગાવે છે અને જેટલું બને તેટલું જલ્દી લઈ આવવા જણાવે છે.
આ બાજુ નાટક માટેની જાહેરાત થાય છે.સોનાલી તો ખૂબ રડવા લાગે છે. તેને આ નાટક માટે ખૂબ મહેનત કરી હતી. સોહમ તેને હિંમત રાખવાનું કહે છે અને પ્રિન્સિપાલ સરને આ બધી ઘટનાની જાણ કરે છે.સર કહે છે આવું કોને કર્યું હશે તે જાણવું પડશે પણ હાલ આપણા માટે અહીં ધ્યાન આપવું જરૂરી છે. સોહમ કહે છે સર કપડાં તો બીજા આવી જશે પણ થોડી વાર લાગશે.આપણે નાટકને રોકવું પડશે.તમે કંઇક કરો.સોનાલી તો ખૂબ રડે છે.સર કહે છે હું જોઉં કંઈ થાય તો!એમ કરી સર વાત કરવા માટે જાય છે પણ આ નાટક થોડી વાર માટે પણ રોકવાની તે લોકો ના પાડી દે છે.
નાટકની શરૂઆત થાય છે સૌ પ્રથમ સોનાલીના ક્લાસનો એક છોકરો આવીને આ નાટક પર થોડો પ્રકાશ પાડે છે.તે બોલે છે, પ્રેમમાં તો ઘણાં બધાં નામો અમર થયા છે.પ્રેમ એક પવિત્ર બંધન છે.સાચો પ્રેમ હંમેશાં જીતે છે. ભલે લાખો મુસીબતો આવે પણ પ્રેમ અડગ રહે છે.આવી જ એક સુંદર સ્ટોરી લઈને અમે આપની સમક્ષ આવ્યા છીએ.જેનું નામ છે હીર અને રાંઝાની કહાની.
પ્રેમ સદા અમર રહે છે.પ્રેમને મહેસૂસ કરવામાં આવે છે.પ્રેમ એક ખૂબસૂરત અહેસાસ છે,જે બે લોકોને દિલની ગહેરાઈથી એકબીજા સાથે જોડે છે.સાચા પ્રેમમાં જ પરમાત્મા રહેલા છે.
તો આવી જ એક સુંદર કહાની શરૂ કરીએ હીર રાંઝાની કહાની.
હવે સોહમ રાંઝા બનીને સ્ટેજ પર આવે છે તેને સોનાલીની બહુ ચિંતા થાય છે.હજી પેલો છોકરો જ બોલતો હોય છે.આ વાર્તા પાકિસ્તાનથી શરૂ થાય છે. પાકિસ્તાનના ચેનાબ નદીના કિનારે તકત હજારા નામનું ગામ હતું.ત્યાંના મૌજુ ચૌધરી ગામના જમીનદાર હતા.તેને ચાર દીકરા હતા અને તેમાં રાંઝા સૌથી નાનો હતો.રાંઝા નાનો હોવાથી લાડકો હતો.રાંઝાના બીજા બધા ભાઈઓ ખેતી કરી મહેનત કરતા અને રાંઝા નાનો હોવાથી બાંસુરી વગાડતો.આ કારણે તેના ભાઈઓ તેને નફરત કરતા હતા.
રાંઝાને નાનપણથી જ ખૂબસુરતીથી પ્રેમ હતો.તેથી તેને મનમાં જ એક છોકરીની તસ્વીર બનાવી લીધી હતી.માત્ર બાર વર્ષની ઉંમરમાં જ તેના પિતાજી મુત્યુ પામ્યા અને તેના ભાઈઓ સાથે વિવાદ થવા લાગ્યો.તે ભાઈઓથી અલગ થઈ ગયો અને રોજ ઝાડ નીચે બેસી બાંસુરી વગાડવા લાગ્યો.
શું સોનાલી ટાઈમે હીર બની આવશે?
કોણ હશે જેને સોનાલીના કપડાં આ રીતે ફાડી નાખ્યાં?
જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...