Prem - Nafrat - 121 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૨૧

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

Categories
Share

પ્રેમ - નફરત - ૧૨૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨૧

બેટા, મને તો કશી ખબર પડી રહી નથી. મીતાબેન પાસે કોઈ જવાબ ન હતો.

રચના વધારે ને વધારે ગુંચવાઈ રહી હતી. ડૉક્ટરે કોઈને કહ્યું નથી તો પછી આ લોકોને ખબર કેવી રીતે પડી કે હું મા બનવાની છું. હવે એની જાણકારી ક્યાંથી મેળવવી? પણ મેં ગર્ભપાત કરાવી દીધો એની એમને કેમ કોઈ ખબર નથી? એણે કહ્યું:મા, હવે આગળ કેવી રીતે વધવું એ જ સમજાતું નથી.

બેટા, જ્યારે આપણાંને કોઈ વાત ના સમજાય ત્યારે બધું સમય અને કુદરત પર છોડી દેવું. મીતાબેન આશ્વાસન આપતા હોય એમ બોલ્યા અને ઊભા થઈ કહ્યું:હું નીકળું છું. એકલી પડે ત્યારે રાત્રે ફોન કરજે.

મીતાબેન જતા રહ્યા પછી થોડીવારે આરવ આવ્યો અને દરવાજાને લૉક કરી બોલ્યો:તું આરામ કરજે. શરીરને થોડી પણ તસ્દી આપતી નહીં. તારી સેવામાં હું હાજર છું.

આરવ, તું કહીશ એમ કરીશ. કહી રચના એની બાંહોંમાં લપાઈ ગઈ. એણે આરવ પાસેથી વાત કઢાવવાનું વિચારી લીધું હતું. એ આરવને પ્રેમ કરવા લાગી. એ ધીમે ધીમે આરવના શરીરમાં પોતાના શરીરને ઓગળવા તૈયારી કરવા લાગી. આરવ પહેલાં તો રોમાંચિત અને ઉત્તેજિત થઈ ગયો પણ પછી એને રોકી અને કહ્યું:રચના, થોડા દિવસ આપણે સંયમ પાડવો પડશે. તારી તબિયત સારી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. અને મારે તારી માફી માગવાની છે. મને આશા છે કે તું માફ કરી દેશે.

માફી? કેમ?’ રચના ચમકી. એને ખ્યાલ આવી ગયો કે હું ગર્ભવતી થઈ છું એનું નાટક એણે જ કર્યું છે. એનો આશય તો એ જાણતો હશે. એવું પણ બને કે એને ખબર પડી ગઈ હોય કે એના પિતાએ મારા પિતા રણજીતલાલ સાથે કેવો વ્યવહાર કર્યો હતો. એની પણ માફી માગતો હોય શકે.

જો, આપણે નક્કી કર્યું હતું ને કે ધંધો બરાબર જામી જાય પછી બાળક લાવવા વિચારીશું. પણ બાળક એ પહેલાં જ આવી ગયું. એ માટે હું જવાબદાર છું. આરવ એના હાથ દબાવતા પ્રેમથી બોલ્યો.

બાળક માટે તો પતિ જ જવાબદાર હોય ને! રચના ફિક્કું હસી.

હા, પણ મેં તને છેતરીને બાળક લાવવાનું આયોજન કર્યું હતું. આરવ માફી માગતો હોય એમ એના બંને હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો.

મને છેતરીને? તું શું કહે છે? મને કશું સમજાતું નથી. રચનાને થયું કે આરવ કોઈ નવું રહસ્ય ખોલવા જઈ રહ્યો છે.

અસલમાં મને થયું કે આપણી મોબાઈલ કંપની જલદી સફળ થવાની નથી. ઘણો સંઘર્ષ કરવો પડશે. એમાં ઘણાં વર્ષો નીકળી જશે. જો વ્યવસાયમાં સફળતા માટે રાહ જોઈશું તો અંગત જીવન સફળ થશે નહીં. અને ધંધા કરતાં અંગત જીવન વધારે મહત્વનું છે. તું બહુ મહાત્વાકાંક્ષી રહી છે. મને ખ્યાલ હતો જ કે તું બાળક રહે એ માટે તૈયાર થશે નહીં. એટલે મેં તને છેતરીને એક દિવસ એ માટે પ્રયત્ન કર્યો હતો. અડધી રાત્રે તને જગાડી હતી. તું અડધી ઊંઘમાં હતી અને મને સાથ આપ્યો હતો. મેં કુટુંબ નિયોજનનું સાધન વાપર્યું હોવાનો ઢોંગ કર્યો હતો. તને અંધારામાં રાખીને મેં આપણાં બાળકનું બીજ રોપી દીધું હતું! હું થોડા દિવસથી રાહ જોતો હતો કે તને પ્રેગનન્સીના ચિન્હ દેખાય છે કે નહીં. તેં ચક્કર આવ્યાની વાત કરી ત્યારે મને શંકા ઊભી થઈ જ ગઈ હતી. અને એ શંકા સાચી સાબિત પણ કરી દીધી!

ક્યારે? કેવી રીતે? મને કેમ ખબર ના પડી?’ રચના નવાઈથી પૂછી રહી.

તને તો ખબર જ હતી ને? તું તો સરપ્રાઈઝ આપવાની હતી! આરવે એને સામો સવાલ કર્યો અને હસ્યો.

હા, પણ... તને કેવી રીતે ખબર પડી કે હું ગર્ભવતી થઈ ગઈ છું?’ રચનાએ જાણે આખરે પોતાના પેટનું સત્ય ઓકી કાઢ્યું. બીજો કોઈ રસ્તો ન હતો.

આરવ મંદ મંદ મુસ્કુરાઈ રહ્યો હતો ત્યારે રહસ્ય જાણવા રચનાના દિલની ધડકન વધી રહી હતી.

ક્રમશ: