ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૭
“ગોપી જે થયું પહેલાનું ભૂલી જા. હવે તારા લગ્ન ન કરાવું ત્યાં સુધી તું અહીંયા જ રહીશ.”
“ઠીક છે માસી. મને પણ તકલીફ મળે ,ત્યાં જવું જ નથી. પણ પહેલા તજલના લગ્ન થશે, અને પછી હું કરીશ.”
“ના મમ્મી મને હમણાં લગ્ન નથી કરવા.”
“કેમ પણ?”
“મેં હજી લગ્ન માટે કાંઈ વિચાર્યું નથી.”
“ઠીક પણ કેવી છોકરી જોઈએ તે કહી દેજે.”
“હા એને તો હજી ઘણી વાર છે.”
“ઘણી વારનું સ્પષ્ટીકરણ તો કર.”
“એ મને જ નથી ખબર તો શું કરું?”
“તને લાગે લગ્ન કરવા છે . તયારે કહી દેજે.” અને હસવા લાગ્યા.
“હા મમ્મી. શું તમે પણ. મારા લગ્નની પાછળ પડી ગયા છો.પહેલા ગોપીના થવા દાે.”
“હમણાં તો એના નહીં થાય , એની ચિત્રકાર બનવાની અભિલાષા પૂરી કરવાની છે ,અને એના પપ્પાની પરવાનગી વગર ન કરાય.”
“અચ્છા. તો પછી તમને મારા લગ્ન શું કામ કરાવા છે? ગોપીના થશે તયારે જ હું કરીશ.”
“ગોપીના ક્યારે થાય, કહેવાય નહીં.”
“જે પણ હોય. હમણાં મારા લગ્નની વાત ભૂલી જાવ . જ્યાં સુધી ગોપીના નહીં થાય.”
“ઠીક. એ વાત જવા દે. મને એ તો કહે ,ગોપીના પપ્પા સાચે દુબઇ છે, કે એના કાકી ખોટું બોલે છે?”
“મમ્મી એ મને ક્યાંથી ખબર. મને તો ગોપીના પપ્પા પણ યાદ નથી.”
“જો તને ક્યાંથી પણ ખબર પડે , તો મને જણાવજે.”
“હા જરૂર. કોશિશ કરીશ. પણ જે ગોપીના પપ્પનાં સંપર્કમાં હશે, એમને જ ખબર પડશે.”
“એ મને ખબર છે. એજ વિચારું છું. કોણે ખબર હશે?"”
“તારા પપ્પા એમના સંપર્કમાં નથી. એમ એમને જણાવેલું.”
“ઓહ! તો હવે મમ્મી કોણે કહીશું?”
“એ તું જ કહે.”
“મને તમારી વાત પરથી લાગે છે, હાલ એના પાપા અહીંયા જ હોવા જોઈએ.”
“એ તું જ કહે .શું કરીયે?”
“એ તો હવે એના કાકી જ કહી શકશે.”
“એમના પાસેથી વાત કઢાવી એટલું સહેલું નથી.”
“એ તો વાત સાચી. આપણે કાંઈ તો કરવું પડશે.”
“મારી પાસે એક યુક્તિ છે અજાણ્યા નંબર પરથી કાકીને ફોન કરીને કહેવાનું ગોપીના પપ્પાનુ નંબર નહીં આપો તો તમારું અપહરણ કરવામાં આવશે.”
“તેજલ અપહરણ કરનાર પૈસા માંગે તો કાકીને શક નહીં જાય?”
“ના એવું જરૂરી નથી . ક્યારે કાંઈક માહિત કાઢવા પણ અપહરણ કરે.”
“ઠીક તો તેજલ તમેજ મારા કાકીને ફોન કરજો.”
“તે મારો અવાજ ઓળખી જશે.”
“ઠીક છે. હું પ્રયત્ન કરીશ. હું અગર કાકીના બદલે કાકને કરું તો?”
“હા એ ચાલશે, પણ કાકી બાજુમાં હોય, તો વાત ન કરાય.”
“એ તો મને કેવી રીતે ખબર પડે?”
“એ તો હું પણ ન કહી શકું. પણ જયારે કાકા બહાર હોય તો કહી દેશે.”
“ગોપી આના કરતા બીજા કોઈથી ખબર પડે, તો વધારે સારું.”
“હા પણ કોણી પાસેથી?”
“એ મને ખબર નથી. મને બે દિવસનું સમય આપ.”
“ઠીક છે. તેજલ પણ મને એવું લાગે છે અગર પપ્પા અહીંયા હોય, તો કાકા કાકી સાથે શુકામ ન રહે?”
“એ તો તારા પપ્પા જ કહી શકશે.”
“હા બરાબર. બે દિવસ તમને આપ્યા. પછી આપણે જોઈએ શું કરવાનું?”
“ઠીક છે ગોપી. હવે આપણે બધા સુઈ જઈએ.”
“હા એની પહેલા મને એક વાત પૂછવી છે?”
“હા ગોપી. બોલ. શું પૂછવું છે?”
“માસા કેમ ઘરે આવતા નથી. કાંઈ તકલીફમાં છે શું?”
“તે તો મને એટલું જ કહે છે,કે મને અહીંયા વધારે કામ હોય છે. હું થોડી ત્યાં જાઉં છું. મને ક્યાંથી ખબર?”
“રહેવા દે ન આવે. તો શું ફરક પડે છે. મમ્મી પાસે ગોપી છે. પછી કોઈ ચિંતા નથી.”
“એવું ન ચાલે માસીને ગમતું નથી.”
“ગોપી એવું કશું નથી મને કોઈ તકલીફ નથી.”
“ગોપી મમ્મીએ પણ કહી દીધું હવે તારા પપ્પા મળે ત્યાં સુધી તું ચુપચાપ રહે.”
“ઠીક તમે બન્ને કહો એમ કરીશ.”
“ સરસ ગોપી હવે તારી વાત પૂરી થઇ ગઈ કે નહીં કે બીજું કાંઈ પૂછવું છે?”
“હા તારી મિત્ર કોણ છે?”
“એવી કોઈ ખાસ મિત્ર જે જ નહીં.”
“એવું કેમ?”
“હું વધારે ગ્રહકો સાથે હોવ એટલે આખો દિવસ ક્યાં નીકળી જાય ખબર જ ન પડે.”
“અચ્છા તો તમને આ કામમાં રસ છે કે કોઈ દબાણથી કરો છો?”
“ના ,ના એવું કશું નથી.”
“હવે મારે બીજું કાંઈ નથી પૂછવું?”
“ઠીક તો હવે આપણે બધા સુઈ જઈએ.”
“હા હા તેજલ આજે અમે બહુ મજા કરી.”
“અરે વાહ મમ્મી તે મને ન કહ્યું?”
“મને ખબર હતી ગોપી કહેશે એટલે ન કહ્યું.”
“ઓહ ! ઠીક આપણે બધા ક્યારે જઈશું.”
“તને સમય ક્યાં હોય છે તેજલ?”
“એવું નથી મમ્મી. હું પણ ચાલીશ તું પહેલા કહી દેજે.”
“ઠીક છે બેટા. એના કરતા તું અને ગોપી સાથે જાવ.”
“ના ના હમણાં નહીં મને તારી સાથે પણ જવું છે અને પાછા કાકી જોઈ જશે તો મુસીબત ઉભી કરશે. એવું મારે કાંઈ નથી કરવું.”
“ઓહ તને ગોપીની ક્યારથી ફિકર થવા લાગી?”
“એવું કશું નથી તમે તો મને કહ્યું હતું એને તકલીફ ન થવી જોઈએ.”
“અચ્છા મને યાદ નથી. મેં તને ક્યારે કહ્યું હતું?”
“અમે બરોડા જતા હતા ત્યારે તમે કહ્યું હતું.”
“એ તો બહારગામ જતા હતા એટલે કહ્યું.”
“મમ્મી બહુ મજાક થઇ ગઈ. મને બધી ખબર છે.”
“અચ્છા આ કાંઈ મજાક નથી.”
“મમ્મી તું શું કહેવા માંગે છે?”
“મજાક નથી.”
“અચ્છા. તો સીધું બોલો ન?”
“મને ફિકર નહીં બીજું કાંઈ લાગે છે.”
“એવું કશું નથી. બહુ થઇ ગયું હું સૂવા જાઉં છું.”
“કેમ ગોપી સાથે વાત નથી કરવી?”
“ના જેટલી કરવી હતી એટલી કરી લીધી.”
“અચ્છા . હજી કરી શકે છે.”
હવે કાંઈ બોલ્યા વગર જ તેજલ પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
“શું માસી આજે આપણે તેજલની બહુ મજા કરી તે ગુસ્સે થઈને રૂમમાં ચાલ્યો ગયો.”
“ના ,ના એવું કશું નથી તે થાકી ગયો હશે એટલે ચાલી ગયો.”
“હવે એને પણ ઈછા થઇ છે આપણી જેમ મજા કરવાની. આપણે એની સાથે જવું જોઈએ.”
“હા હા પણ આપણે નહીં માત્ર તું જઈશ.”
“ના ના હું એકલી ન જાઉં. માસી ફરી તમને હેરાન કરી દેશે.”
“કરવા દે મને કાંઈ ફરક નથી પડતું.”
“ના. હું તમારા વગર ન જાઉં.”
“તને મારા ઘરની વહુ થવું હોય તો જા નહીં તો રહેવા દે.”
“મારે તો એમ જ માસી સાથે રહેવાની મજા આવશે. હું વહુ બની જઈશ પછી હું એટલી તમારી સાથે વાત નહીં કરી શકું.” અને હસવા લાગી.
“એવું નથી બેટા તું વહુ બની જઈશ તો પણ મારી તારે પ્રત્યે લાગણી એટલી જ રહેશે.”
“હા મને ખબર છે . મારા માસી બહુ જ સારા છે પણ મને એમની સાથે એકલું નથી જવું આપણે બધા જઇયે પછી અમે ચોક્કસ મળીશું.”
“ઠીક તારી ઈચ્છા હોય એમ જ થશે.
“એના જીવનમાં બીજું કોઈ આવી જાય તો પછી મને ન કહેતી.”
“ના નહીં કહું.”
શું ગોપી તેજલ સાથે એકલી જવા તૈયાર થશે કે નહીં” એ માટે આગળનું ભાગ વાંચજો.
ક્રમશ: