હેલ્લો વાચક મિત્રો ,
સ્વાગત છે તમારું આ ધારાવાહીમાં , આશા રાખું છું કે તમને આ વાર્તા વાંચવી ગમશે ...
**
મનોજ . એમ તો તદ્દન સીધો અને સરળ માણસ , પણ એનાં શોખ શિખર સુધી પહોંચવાના હતાં . નસીબ પણ એને પુરે પુરો સાથ આપતુ હતું .
નાનપણથી જ તે જોઇન્ટ ફેમિલીમા મોટો થયો હતો . બા દાદાનો લાડ અને પપ્પાનો રૂપિયો બંને નસીબમા હતાં . પણ એ બગાડવામાં જરાય ન હતો .
સાદગીથી જ જીવન એનું જીવન સુત્ર હતું .
ચા ... ચા એની ઓલ ટાઈમ ફેવરીટ હતી . ઉઠતાં , ચાલતા , વાચતા , સુતા , એને ચા જોઈએ જ .
પછી વાત નાની એવી ખુશીની હોય કે બહુ મોટી ટેન્શનની . ચા મનોજની બધી પરિસ્થિતીને સંભાળી લેતી .
એક દિવસની વાત છે ......
મનોજને કંઈક કામથી વિદેશ જવાનુ થયુ . એ વિદેશ ગયો ત્યાં એને આ આદત ઘણી નડતર રૂપ હતી કે એ જ્યાં રોકાણો હતો ત્યાં ચા મળવી મુશ્કેલ હતી .
બધાં કૉફીના અને ડ્રીંકના જ નશેડી હતાં . હવે સવાલ એ હતો કે આવા માં એનુ જીવવું મુશ્કેલ છે . કૉફી તો એને ભાવતી ન હતી . અને ડ્રીંકને એણે હાથ પણ નહતો અડાડ્યો .
તે મિટિંગ પતાવી ઊભો ઊભો વિચારતો હતો કે હવે તે શુ કરશે ચા ક્યાં ગોતવી , એટલા માં જ ......
" હેય , મિસ્ટર !!! " - એક લેડીનો અવાજ પાછળથી સંભળાય છે ..
મનોજ : " યસ ... વુ આર યુ ... ??? !! વોટ્સ .. ??? "
" આઈ એમ સ્વિટ્ઝા , યોઅર ગોર્જસ મિસ્ટર મનોજ . તમે જે કંપનીમા કામ કરો છો તેની ઇન્વેસ્ટર છુ હું હાલ થોડાં સમય પહેલાં જ જોઇન્ટ થઈ છુ . " - સ્વિટ્ઝા એ જવાબ આપ્યો .
મનોજ : " તમને ગુજરાતી આવડે છે .. ?? "
સ્વિટ્ઝા : " હા . હું બોલુ છુ . "
મનોજ : " તો તો આપડે ગુજરાતીમાં જ વાત કરીએ .. બોલો શું કામ હતુ તમારે ... ??? "
સ્વિટ્ઝા : " કંપની મા ઘણું નામ છે તમારું .. અને ઇન્ડિયામાં પણ તમારી એક કંપની છે . તો તમારે ઇન્વેસ્ટર્સની જરૂર પણ હશે ને .. ?? "
મનોજ : " નહીં , હાલ તો નથી . કેમ ?? "
સ્વિટ્ઝા : " ઓકે . કંપની મા ઘણી તારીફ સાંભળી છે મેં તમારી તો થયુ આજ મળી લઉં . અ ... કૉફી ટાઈમ શેર કરશો આપ .. ?? "
મનોજ : " હું કૉફી નથી પીતો .. સોરી બટ ચા મળી જતી હોય તો .... "
સ્વિટ્ઝા : " તમે મારી સાથે ચાલો .. તમને ન્યૂયોર્કની બેસ્ટ કૉફી પીવડાવીશ . તમને પણ આજ પછી કૉફી સાથે લગાવ બની જશે . કમ હિઅર ... "
મનોજ અને સ્વિટ્ઝા કારમાં બેસે છે અને કાફે પર પહોંચે છે ....
બંને ટેબલ પર સામે સામે બેસે છે અને સ્વિટ્ઝા સ્પેશિયલ કૉફીના ૨ ઓર્ડર આપે છે ...
બંને વાતો કરતાં હોય છે એટલામા ઓર્ડર આવી જાય છે .
સ્વિટ્ઝા : " લો એનો ટેસ્ટ કરો .. "
મનોજ ઊંચા શ્વાસે કૉફીનો એક ઘૂંટ લે છે . ધાર્યા કરતાં ઘણી સારી હતી એ કૉફી .
મનોજ : " હમ ... યમ્મી . ટેસ્ટી છે ... "
સ્વિટ્ઝા : " કીધુ હતું ને .. !!! "
મનોજ : " પણ અમારી ચા જેવી મજા ક્યાંય નહીં . "
સ્વિટ્ઝા : " ગુડ . "
બંને કૉફી પુરી કરી થોડી વાર બેસે છે . સ્વિટ્ઝાની એ ભુરી આંખો , અને વાતો કરવાની લચક , સાથે સાથે હાથ અને આંખોના ઈશારા મનોજને ડૂબાડી ગયાં .
બંને ફરી મળવા ના વચનથી વિદાઈ લે છે ..
બંને આવી રીતે હવે રોજ મળવા લાગે છે . આ જ કાફે પર , એજ કૉફી સાથે .
હા ચા તો મળવી મુશ્કેલ હતી એટલે મનોજને કૉફીમાં જ એડજેસ્ટ થવાં નું હતું .
ધીરે ધીરે એક વિક થઈ જાય છે . મનોજ ચાને તદ્દન ભુલી જ ગયો હતો . હવે તેને કૉફી સાથે પ્રેમ થઈ ગયો હતો .
જે ચા માટે એ ઝંખતો હતો આજ સુઘી એને ભુલાવી દેવામા સ્વિટ્ઝા સફર હતી . એ સ્વિટ્ઝાને પણ મનોજ ચાહવા લાગ્યો હતો .
કામ વગરની આ અડધી કલાક ની મિટિંગ બંનેના દિવસ સુધારી દેતી હતી .
હવે મનોજને ઈન્ડિયા પાછુ આવવાનું હતુ . સમય જલ્દી જલ્દી નીકળી ગયો એનુ બંનેને દુઃખ હતું . અને સ્વિટ્ઝા સાથેની મુલાકાતનો હવે અહીં સુધી જ સાથ. હતો એનુ પણ અલગ દુઃખ હતું .
બંને છેલ્લી વાર મળે છે અને વિદાઈ લે છે . આ પ્રેમનો બીજો દિવસ હતો નહી . કારણ કે , મનોજ જોઈન્ટ ફેમિલીમાં રહેતો હતો એટલે વિદેશી છોકરી એના ઘરની સભ્ય ન બની શકે એ વાત એ સારી રીતે જાણતો હતો .
પણ એના દિલમાં આ મુલાકાતો હંમેશ માટે યાદ બની રહી ગઈ .
તે ઈન્ડિયા આવીને પણ હવે કૉફીના વ્યસને બંધાઈ ગયો .
રોજ ચા .. ચા .. કરવા વાળો બે અઠવાડિયામાં કૉફીનો દીવાનો થઈ ગયો હતો આ ઘણી અજુગતી વાત લાગી પરિવાર ને .
ખેર .. પ્રેમ સારા સારાની પસંદ અને આદતો બદલી દે છે ....
******
કેવી રહી ચાથી કૉફી સુધીની આ સફર ... મંતવ્યોમાં જરૂર જણાવજો મિત્રો ... આભાર વાંચતા રહો આગળની વાર્તાઓ ....
Thank you ☺️