મીત સાંવરીની આંખમાં આંખ પરોવીને ખૂબજ પ્રેમથી તેને કહી રહ્યો હતો કે, "પહેલા હું ઈન્ડિયા આવું તો પણ ઈન્ડિયાની ઓફિસમાં બહુ ઓછો આવતો ત્યાંના મિત્રો સાથે એન્જોયમેન્ટ માટે ક્લબમાં ને બહાર ફરવા ને એમ નીકળી જતો પણ તને જોવા અને મળવાની અને તારી સાથે વાત કરવાની ઘેલછાએ મને ત્યાંની ઓફિસમાં રેગ્યુલર આવતો કર્યો.
મારે તને બરાબર જોવી હતી તને સમજવી હતી તારાથી હું સરપ્રાઈઝ્ડ હતો આવી કોઈ છોકરી હોઈ શકે કે જે બિઝનેસમાં આટલી બધી પાવરધી હોય તે મારા માટે અનબીલીવેબલ હતું અને માટે જ "હું ઈન્ડિયા હમણાં નહીં આવું મોમ" તેમ મોમને "ના" પાડીને આવ્યો હતો પણ તે, મને તારા તરફ આકર્ષિત કર્યો...
સાંવરી: એઈ, મેં નહીં મારા કામે...
મીત: હા, યસ તારા કામે....
અને મીતને વચ્ચે જ અટકાવતાં સાંવરીએ તેને એક દિલચસ્પ પ્રશ્ન પૂછ્યો કે, " તે જ્યારે મને પહેલીવાર જોઈ ત્યારે તારા મનમાં મારા માટે કેવી ફીલીન્ગ્સ આવી હતી ? મારા વિશે તે શું વિચાર્યું હતું ?
મીત: હા હું તને પહેલીવાર જોવા માટે તે દિવસે ઓફિસ સમય કરતાં થોડો વહેલો જ આવી ગયો હતો અને તું આવે તેની રાહ જોઈ રહ્યો હતો મારી ઓફિસમાં જે સ્ક્રીન ગોઠવેલી હતી તેમાં આખીયે ઓફિસનો જે ચિતાર સીસીટીવી કેમેરા દ્વારા દેખાતો હતો તેની સામે હું જોઈ રહ્યો હતો કે ક્યારે ઓફિસમાં તારી એન્ટ્રી થાય અને હું તને જોવુ ? અને પછી તો તું આવી તે દિવસે તે લાઈટ ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો
સાંવરી: અરે વાહ, આટલું બધું તને યાદ છે ?
મીત: જેને સાચા દિલથી પ્રેમ કરતાં હોઈએને તેનું બધું જ યાદ હોય!!
સાંવરી: ઓકે ઓકે ચાલ આગળ વાત કરને, પછી શું થયું ?
મીત: હા, મેં તને પહેલીવાર જોઈ ત્યારે મને થયું કે આજ સાંવરી છેને મારી કંઈ ભૂલ તો નથી થતીને કારણ કે તું જેટલી હોંશિયાર, કામમાં પરફેક્ટ, બિઝનેસમાં એક નંબર તેટલી દેખાવમાં સુંદર નહોતી પછી મેં તારી સાથે અહીં લંડનથી ફોન ઉપર તો ઘણીબધી વખત વાત કરી હતી પણ રૂબરૂ કદી તારી સાથે વાત કરી નહોતી એટલે મને થયું કે, એકવાર તારી સાથે વાત કરી લઉં એટલે મેં ફાઈલનું બહાનું કાઢીને તને અંદર મારી કેબિનમાં બોલાવી અને પછી તો હું તારી સાથે વાત કરીને તારી પ્રેમથી સમજણભરી શિખામણ આપવાની રીત અને પ્રેમથી કોઈપણ વાતને હેન્ડલ કરવાની આવડત, તારાથી આપણી કંપનીને થયેલો ફાયદો આ બધું જોઈને હું ખૂબજ ખુશ થઈ ગયો હતો અને ત્યારેજ મને મનમાં થયું હતું કે, તારા જેવી છોકરી જો પત્ની તરીકે હોય તો મારો બિઝનેસ ક્યાંય ટોચ ઉપર પહોંચી જાય અને ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે હું લગ્ન કરીશ તો તારી જ સાથે.
સાંવરી: ઑ માય ગોડ શું વાત કરે છે ? મારા મનમાં તો તે વખતે આવો કોઈ વિચાર પણ નહોતો. બાપ રે તું તો જબ્બર વિચારે છે.
મીત: અને સાંભળને હવે તું કહે કે તે વખતે મારા માટે તે શું વિચાર્યું હતું..
સાંવરી: કદાચ તે વખતે તું થોડો અકડુ હતો એટલે ઓફિસમાં તારાથી બધા ખૂબ ડરતા હતા જોકે તને મળ્યા પછી મને ક્દી એવું લાગ્યું નહોતું પરંતુ આપણાં ઓફિસ સ્ટાફ પાસેથી તારા વિશે ઘણુંબધું સાંભળવા મળ્યું હતું કે, મીત સર તો ખૂબજ સ્ટ્રીક્ટ છે, તે જે ફાઈલ તૈયાર કરવાની કહે તે ફાઈલ તેટલા સમયમાં તૈયાર થઈ જ જવી જોઈએ અને તેમાં કંઈપણ ભૂલ ન હોવી જોઈએ અને ભૂલ હોય તો તે ફાઈલ તે આપણી સામે છુટ્ટી ફેંકી દે અને એટલું બોલે એટલું બોલે કે આપણે તો તેમની કેબિનમાં જ ઉભા ઉભા ત્યાં ને ત્યાં જ રડવા લાગીએ..
અને સાંવરીની આ વાત સાંભળીને મીત ખડખડાટ હસવા લાગ્યો...
સાંવરી: હસે છે શું તું મને મળ્યાં પહેલાં આવો જ હતો. આ તો મને મળ્યાં પછી થોડો પ્રેમાળ થયો અને સાંવરીની આ વાત સાંભળીને મીત વધુ હસવા લાગ્યો અને તેણે તે કબુલ્યું કે, " હા તારી વાત સાચી છે. પ્રેમ શું છે ? નાના માણસની ઈજ્જત શું છે ? કોઈની સાથે પ્રેમ થાય તો કેવું થાય ? સ્માઈલ શું છે ? જીવન શું છે ? અને પ્રેમ એજ એક વ્યસન છે ગમતી વ્યક્તિ જો ન મળે તો ન ચાલે ગમતી વ્યક્તિનો સાથ તે શું છે ? આ બધુંજ તને મળ્યા પછી મને ખબર પડી અને પછીજ હું બધું સમજી શક્યો. તું ભલે દેખાવમાં રૂપાળી નહોતી પરંતુ અંદરથી એટલે કે દિલથી ખૂબજ રૂપાળી હતી તે મેં મહેસૂસ કર્યું. "
સાનીયા: અને તું મારાથી બિલકુલ અલગ જ વ્યક્તિત્વ ધરાવતો હતો તારાથી આપણો ઈન્ડિયાનો આખોયે સ્ટાફ ખૂબ ડરતો હતો અને તારી કેબિનમાં આવતાં પણ બધાં ડરતાં હતાં.
મીત: અરે બાપ રે, મારા માટે બધા આવું વિચારતા હતા મને તો કોઈએ કદીપણ આવું કંઈ કહ્યું પણ નહીં.
સાંવરી: અરે ડફર, તારાથી બધા ડરતાં હોય તો તને કોણ કહી શકે ?
મીત: હા એ વાત સાચી યાર હોં.
સાંવરી: બોલ પછી આગળ તે મારા માટે શું વિચાર્યું હતું ?
મીત: બસ પછી તો હવે તારી સાથે જ લગ્ન કરવા હતા અને તું ખૂબ સીધીસાદી અને ડાહી છોકરી હતી એટલે તને પટાવવાની ખૂબ અઘરી હતી એટલે કઇરીતે તને પટાવવી તેમ વિચારી રહ્યો હતો અને એક દિવસ સાંજે આપણે ઓફિસમાં હતાં અને ધોધમાર વરસાદ પડ્યો હતો અને તારું એક્ટિવા સ્ટાર્ટ જ ન થયું અને મને ચાન્સ મળી ગયો. મેં તને તારા ઘરે મૂકવા માટે આવવા કહ્યું અને તારી પાસે પણ મારી હેલ્પ લીધા વગર છૂટકો જ નહોતો એટલે તે પણ ઓફિસેથી ઘરે જવા માટે મારી કારમાં લીફ્ટ લીધી અને પછી તો તને ખબર જ છે ને...
એ ધોધમાર વરસતો વરસાદ, ભીની માટીની સુગંધ અને ગમતી વ્યક્તિનો સાથ બધો જ સુમેળ થયો હતો અને તે બધાએ મને થોડો રોમેન્ટિક બનાવી દીધો હતો અને પછી યાદ છે તને આપણે બંને થોડા થોડા પલળ્યા હતા વરસાદમાં પણ અને એકબીજાના પ્રેમમાં પણ અને ચાની એક નાનકડી કીટલી આવી એટલે મેં તને ચા ઓફર કરી. તે પણ ચા પીવા માટે હા પાડી અને આપણે બંને ત્યાં ચા પીવા માટે રોકાઈ ગયા એ નાનકડી લાકડાની બેંચ ઉપર આપણે બંને બાજુ બાજુમાં ચા પીવા બેઠા હતા..
સાંવરી: અરે યાર તને તો બધું જ યાદ છે...
મીત: યાદ જ હોય ને.. તું મને કેટલી વ્હાલી છે તે તને ક્યાં ખબર છે..!! સાંભળને વચ્ચે ન બોલીશ..
સાંવરી: ઓકે બાબા કહીને સાંવરીએ મીતની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી અને તે મીતની વાત વધુ આગળ સાંભળવા માટે મશગુલ બની.
મીત: મેં તને જ્યારે ચા પીવાનું પૂછ્યું ને ત્યારે તે ડરતાં ડરતાં મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે, તમે અહીંયા આવી રીતે નાનકડી કીટલી ઉપર ચા પીવો ? અને ત્યારે તારો એ પ્રશ્ન સાંભળીને મને ખૂબજ હસવું આવ્યું હતું કદાચ જિંદગીમાં પહેલીવાર હું એટલું બધું આમ અંદરથી ખુશ થઈને તારા એ નિખાલસ સવાલ ઉપર એકદમ નિખાલસતાથી હસ્યો હોઈશ અને હું ઘણીબધી છોકરીઓ સાથે ઘણીબધી ફાઈવસ્ટાર હોટેલોમાં, પાર્ટીઓમાં જમ્યો હોઈશ, બ્રેકફાસ્ટ કરવા માટે ગયો હોઈશ, સીસીડીમાં કોફી પીવા માટે ગયો હોઈશ પણ તારી સાથે મને તે દિવસે તે નાનકડી કીટલી ઉપર નાનકડી બેંચ ઉપર બેસીને આદુવાળી ગરમાગરમ ચા પીવાની જે મજા આવી હતી તેવી કદી આવી નહોતી અને મને ત્યારે જ થયું હતું કે હું તારી સાથે ખૂબ ખુશ રહી શકીશ અને તને પણ ખૂબ ખુશ રાખી શકીશ. એ દિવસ હું કઈરીતે ભૂલી શકું??
તે દિવસે કેવું મસ્ત એટમોશફીઅર હતું..!!
વરસાદ, ચા અને ગમતી વ્યક્તિનો સાથ, મદહોશ કરી દે તેવું મિશ્રણ હતું...!!વરસાદના ફોરા માટીમાં ભળીને કેવી સુગંધ ફેલાવી રહ્યાં હતાં. તરસી ધરતી જાણે તૃપ્ત થઈને સુગંધ ફેલાવીને બધાને પોતાની ખુશીની જાણ કરતી હોય તેવું લાગી રહ્યું હતું.
આપણાં બંનેના હ્રીદીયાના મિલનની સમગ્ર અસ્તિત્વ જાણે નોંધ લઈ તેમાં સામેલ હોય તેમ મોર ટહુકા કરી રહ્યો હતો અને કોયલ પોતાના મીઠાં મધુરા અવાજમાં આપણાં મિલનના જાણે ગીત ગાઈ રહી હતી. કેટલી અદ્ભૂત અને સુંદર એ સાંજ હતી....!!
વધુ આગળના ભાગમાં.....
ક્રમશ:
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/4/24