સોહમ સોનાલીને એકધારું જોયા કરતો હતો તેથી ગુસ્સે થઈ સોનાલી એ સોહમને જોરથી પેટમાં માર્યું.સોહમ ચીસ પાડી ઉઠયો, પછી બોલ્યો શું છે યાર?તું આજે એટલી સુંદર લાગે છે કે હું તારા ચહેરા પરથી નજર હટાવી જ ના શક્યો.સોનાલી કહે છે એટલે તો તારી નજર હટાવી મેં અને તને ડ્રીમમાંથી બહાર લઈ આવી.સોહમ હસતાં હસતાં કહે છે તું સેરની છો સોનાલી.
તને પટાવવી કોઈ પણ બોયઝ માટે બહુ મુશ્કેલ છે.સોનાલી બોલે છે બસ બસ મજાક છોડ, ચાલ આપણે કંઇક નાસ્તો કરીએ મને બહુ ભૂખ લાગી છે.આટલા વખતની દોસ્તીમાં સોનાલીએ પહેલી વાર સોહમ સાથે આવી મસ્તી કરી હતી અને આજે તો તેને સોહમને માર્યું પણ હતું.આ બધી બાબતો જ હતી જે સોનાલીને બીજી બધી ગર્લ્સ કરતા અલગ પાડતી હતી.જેના ઉપર સોહમ ફિદા થઈ ગયો હતો.
સોહમ અને સોનાલી નાસ્તો કરવાની સાથે સાથે વાતો કરતા હતા ત્યાં તો મુંબઈ પહોંચી ગયા.સોનાલી તો પહોંચતાની સાથે જ સોહમની પાછળ પડી જાય છે કે સોહમ આપણે બધા હીરો હિરોઈનના ઘર જોઈશું,બીચ પર જઈશું,બીજી બધી જગ્યા ફરીશું.સોહમ કહે છે,મેડમ આપણે અહીં નાટક માટે આવ્યા છીએ.એમાંથી ફ્રી થશું તો જ ફરવા જશું અને હા તારી ફેમીલીને ખબર પડશે કે તું અહીં આવીને એકલી ફરવા નીકળી પડી છે તો તારો વારો ચડી જશે અને સાથે મારો પણ. આજે સોનાલીની યુવાની ફૂટી ફૂટીને બહાર આવતી હતી. તે સોહમને કહે છે જાન આપણે અહીં ફરવા જઈશું તો તું આપણી ફેમીલીને જાણ ના કરતો હું પણ નહીં કરું.યાર આવું કેમ કરે છે? માંડ માંડ તો આટલી સુંદર જગ્યા ફરવાનો મોકો મળ્યો છે. ચાલ ને એન્જોય કરીએ.સોહમ કહે છે હિરોઈન તો મારી સામે જ છે તેના ઘર જોઈને શું કરવું છે? સોનાલી સોહમને ખૂબ પિટે છે. આજે આ બંનેને જોઇને લાગતું હતું,જાણે કોઈ પ્રેમી પંખીડા મુકત થયા હોય.સોહમ આમ પણ સોનાલીની કોઈ વાત ના માને તેવું બનતું નહીં તેથી તે કહે છે, પહેલાં ફ્રેશ તો થઈ જા.
સોહમ અને સોનાલી પોતપોતાના રૂમમાં જઈ ફ્રેશ થઈ બીજા કપડાં પહેરી આવી જાય છે.સોનાલી એ અત્યારે વ્હાઇટ કલરનું શોટ્સ પહેર્યું હતું અને તેમાં નાની નાની ડિઝાઇન હતી, બ્રેસલેટ ને વોચ એજ પહેરી રાખ્યાં હતાં.સોહમ પણ તૈયાર થઈને આવી જાય છે. પછી બંને મુંબઈમાં મોસ્ટ ઓફ બધા હીરો હિરોઈનના બંગ્લોઝ ફરી લે છે. સોનાલી તો ખુશીમાં પાગલ થઈ જાય છે.તે બધાના બંગ્લોઝની બહાર ફોટો પડાવે છે.પહેલી વાર સોહમ અને સોનાલીના એકસાથે ઘણાં ફોટો હોય છે.સોહમ પણ આજે ખૂબ ખુશ હતો.તે બંને અહીં આવીને બધું જ ભૂલી જાય છે.લાસ્ટમાં તેઓ બીચ ઉપર જાય છે, ત્યારે સોનાલીને તેના પપ્પાનો કૉલ આવે છે અને તે એકદમ જ ડરી જાય છે.સોહમ કહે છે એમાં ડરી કેમ જાય છે.વાત કર નહીં તો અંકલ ચિંતા કરશે અને બની શકે કે પ્રિન્સિપલ સરને કૉલ કરી દે.સોનાલી ફટાફટ કૉલ કરે છે અને તેમના પપ્પા સાથે વાત કરે છે.તેના પપ્પા વિડિયો કૉલ કરવાનું કહે છે.સોહમ પાસે જ ઉભો બધું સાંભળતો હતો.તે સ્કૂલના બાકી લોકોને પણ અહીં આવતા જુએ છે અને સોનાલીને ઈશારો કરી બતાવે છે. સોનાલીના જીવમાં જીવ આવે છે અને તે તેના પપ્પાને કહે છે,હા પપ્પા કરું વિડિયો કૉલ.પછી ઝડપથી કૉલ કટ કરી સોહમનો આભાર માને છે.
સોનાલીના પપ્પા વિડિયો કૉલ કરી અહીંનો નજારો જુએ છે અને તેની ફેમીલીના બીજા લોકો પણ બીચ જોઈ ખુશ થઈ જાય છે.તે લોકો સોનાલીને કહે છે,અમે આવીએ ત્યારે આપણે આ બીચ જરૂરથી જોવા જઈશું.હવે સોનાલી અને સોહમ માટે નાટકની બધી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે.નાટક નેશનલ લેવલે થવાનું હોવાથી બે દિવસ અગાઉથી બધી તૈયારીઓ શરૂ થઈ જાય છે અને પાત્રને સ્ટેજ ઉપર નાટક ભજવવાનું શીખવવામાં આવે છે.સોહમ અને સોનાલી અહીં પણ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી બધાને ખુશ કરી દે છે.
હવે ફાઈનલ નાટકનો દિવસ આવી જાય છે સોહમ અને સોનાલીની ફેમિલી પણ પહોંચી જાય છે. આજે બહુ મોટા મંચ ઉપર સોહમ અને સોનાલી નાટક ભજવવાના હોય છે.સોનાલી તૈયાર થવા માટે જાય છે. તે પોતાનો નાટક માટેનો પોશાક હાથમાં લે છે એવી જ તે રડવા લાગે છે.
અચાનક એવું શું થયું જેના લીધે સોનાલી રડવા લાગે છે?
શું સોનાલી નાટક શરૂ થતાં પહેલાં જ ડરી ગઈ?
જાણવા માટે જોડાયેલા રહો સ્ટોરીમાં...