Prem ke Dosti? - 20 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 20

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 20


પહેલા સીન નું શૂટિંગ એજ રીતે થયું જે રીતે પહેલી વાર પ્રિયા અને રવિ બંને મળ્યા હતા.પ્રિયા સામે થી રોડ ક્રોસ કરીને આવતી હોય અને રવિ બસ સ્ટેન્ડની પાટલી પર બેસી અને પગ સામેની રેલિંગ પર ચડાવી, અહી હાથમા સીગરેટ લઈને જગ્યાએ ચાનો ગ્લાસ રાખ્યો .પ્રિયાનું તેની પાસે આવવું, બંને એ જોડે ચા પીવી અને વાતો કરવી.
“બસ બસ આટલું ઈનફ છે આ સીન માટે”,રાહુલે કહ્યું અને ફકત ૨ મીનીટના શૂટિંગમાં ૨૦ મિનીટનો સમય લીધો.
હવે ક્યાં સ્થળ પર જવાનું છે અને ક્યાં કપડા પહેરવાના છે?રવિ એ રાહુલને પૂછ્યું.
રાહુલે પ્રતિકની સામે ઈશારા થી પૂછ્યું.
હવે આપણે ભદ્રકાળી મંદિર અને ભદ્ર ના કિલ્લાએ જશું એના માટે પ્રિયા સાડી અને રવિ તું કુર્તો પહેજામો પહેરીલે,અને બાકીના કપડા સાથે લઇ લેજો હવે આપણે છેક રાત્રે જ ઘરે આવશું.
ભદ્ર કાળી મંદિર અને ભદ્રના કિલ્લા પર બંનેનું પ્રિ-વેડિંગ લોકોના કુતુહલનું દ્રશ્ય બની ગયું હતું,ત્યાંથી ખુબજ ગીચ વિસ્તાર કહેવાતા એવા લાલ દરવાજાના ઉભા રોડની વચોવચ્ચ બંને એકબીજાના હાથ પકડીને ચાલતા,ગાતા અને દોડતા રવિ અને પ્રિયાને લોકો જાણે ગુજરાતી પિચ્ચરનું શૂટિંગ ચાલતું હોય એમ જોતા હતા.લાલ દરવાજે થી ત્રણ દરવાજા અને ત્યાંથી હઠીસિંગ ની હવેલી માં જાણે કોઈ રજવાડાનું પ્રિ-વેડિંગ થતું હોય એમ પ્રિયા અને રવિ એક બીજામાં ખોવાઈ પોતાનું પ્રિ-વેડિંગ કરતા હતા.માહોલ અને જગ્યા જોઇને એમ લાગ તું હતું કે તે બંને રામલીલા મૂવી ના રણવીર અને દીપિકા હોય.હઠીસિંગ ની હવેલીની મધ્યમાં એક સુંદર મજાનું વૃક્ષ અને ફરતે વિશાળ ફળિયું.આ હવેલીની અંદર શૂટિંગ માટે પ્રતિકે સ્પેશિયલ કપડા લેવડાવ્યા હતા.પ્રિયા અને રવિ બંનેનો તો આનંદ જ અલગ હતો પણ બાકી ના લોકોને ખ્યાલ નાતો આવતો કે પ્રિ-વેડિંગમાં તેમની મદદ કરવી કે હવેલી જોવી?રાહુલ વચ્ચે વચ્ચે બાકીના લોકોના અને જગ્યાના ફોટોસ અને વિડીઓ લેતો હતો.
પ્રતિક હવે થાક લાગ્યો છે થોડી વાર રેસ્ટ લઈએ,રવિ થાકીને નીચે બેસ્યો.
અરે એમ શું થાક લાગે ?આ રાહુલીયો જો તારા કરતા બે ગણું શરીર છે સેજ પણ થાક્યો ? હજી આપણે અહી બે લોકેશન લેવાના છે પછી જમશું અને થોડી વાર આરામ.ચાલો જલ્દી કરો.પ્રતિકે બધાને ઉભા કર્યા.
હજી બે લોકેશન પ્રિયા એ રાહુલ સામે જોઇને પૂછ્યું ??
રાહુલ ફક્ત હસ્યો.
ચાલો જલ્દી દાદા હરિની વાવ પર જવાનું છે.
શું વાત કરે છે તું દાદા હરિની વાવ? ત્યાં કોણ પ્રિ –વેડિંગ કરતુ હશે?દર્શેને પૂછ્યું.
બસ એક વાર આ પ્રિ-વેડિંગ થઇ જાય પછી જોવો અહી લોકો વીડિઓ માટે પડાપડી કરશે.
ચાલો તો જઈએ.
દાદા હરિની વાવ માં છેક નીચેના પગથીયા સુધી જઈ શૂટિંગ થયું.રાહુલે કેટલાય રંગના દુપટ્ટા ઉડાવડાવ્યા અને અલગ અલગ રંગના બેકગ્રાઉન્ડ સ્મોક કરાવ્યા.
દાદા હારી વાવ થી કાલુપુર રેલ્વે સ્ટેશન જવાનું હતું પણ અંદર મંજુરીના મળતા બારોબાર તેના ફોટો પાડ્યા અને વિડીઓ બનાવ્યો .અને પાછા એજ રોડ પર વળી મંગળદાસની હવેલી ,રાણીનો હજીરો, જામાં મસ્જીદ અને દીવાનજી ની હવેલી પર થોડું થોડું શૂટિંગ કર્યું.
યાર પતકા બસ કર હવે,બે વાગ્યા છે ભૂખ લાગી છે અને થાક પણ લાગ્યો છે.આ પ્રિયા ને જો બીચારી કેટલી થાકેલી લાગે છે.હું હવે અહીજ બેઠો છું.રવિ દિવાનજીની હવેલીની ખુરશી પર જ બેસી ગયો.
અમદાવાદના ખાડિયામાં આવેલી દિવાનજીની હવેલી અમદાવાદની હેરીટેજ ઈમારતમાની એક ઈમારત જે ચાર માળની વિશાળ હવેલી તેના વૂડન આર્ટ માટે પ્રખ્યાત.આ હવેલી હાલ હેરીટેજ હોટલમાં ફેરવયેલ છે.
સારું સારું અહી જ જમી લઈએ અને બે કલાક જેવું અહીજ આરામ કરીશું.તમે લોકો જમવાનો ઓર્ડર આપો.રાહુલ તું આવ તો અહી.પ્રતિકે રાહુલને બધાથી થોડે દુર લઇ ગયો.
તું આ વીડિઓ સાથે આપણું કામ પણ કરે છે ને સારી રીતે?
અરે પ્રતિક ભાઈ ના કહેવું પડે. તમે ચિંતા ના કરો.
પ્રતિક અને રાહુલને દુર ઉભા ઉભા વાત કરતા બાકીના લોકો જોવે છે,”આ બંને એકલા એકલા શું ઘૂસપુશ કરે છે જે વાત કરવી હોય એ અહીં ના કરાય?દર્શને બધાને કહ્યું.
એ ભાઈ તું જમવાનો ઓર્ડેર આપને,એ બંને આગળની લોકેશન નક્કી કરતા હશે.પણ રાહુલનું અને તેની ટીમનું કામ જોરદાર છે મારા અને ખુશીના પણ મસ્ત ફોટા પાડી દીધા.એક્સુઝ્મી પાણી થોડું ઠંડુ આપશો પ્રગ્નેશે વેઈટરને કહ્યું
હા એતો વિડીઓ આવે પછી ખબર પડે કે કામ કેવું છે!દર્શને ધીમે રહીને કહ્યું.
તું સાલા કોચું જ બોલજે,કોઈ દી’ સારું બોલ્યો.?
આપ્યો ઓર્ડર?પ્રતીકે આવીને તરત પૂછ્યું
હા બસ જમાવનુ આવતુજ હશે.રવિએ કહ્યું.
તો કેમ રહ્યું અત્યાર સુધીનું શૂટિંગ?
યાર તે ખરેખર થકવાડિયા છે.હવે ક્યાં જવાનું છે?રવિએ પૂછ્યું અને પ્રિયા અને ખુશી રાહુલના કેમેરામાં તેઓના ફોટોસ જોતા હતા.
હવે થોડો તડકો ઓછો થાય એની રાહ છે બસ.હવે ફકત ત્રણ થી ચાર લોકેશન જ બાકી છે.
હજી ત્રણ થી ચાર પ્રિયાએ ફોટા જોતા જોતા પ્રતિક સામે જોઇને બોલી.
હા પણ હવે તમને મજા આવશે.ચિંતા ના કરો. રવિ આપણે જમ્યા પછી અહીજ એક ડોરમેટરી રૂમ લઇ આરામ કરી.
હા હું પણ એજ કહેવાનો હતો.થોડો આરામ તો કરવોજ પડશે.ચાલો જમી લઈએ જમવાનું આવી ગયું.
હાશ મજા આવી ખુબજ ભૂખ લાગી હતી.હવે થોડું સુઈ લઈએ.ચલ રાવલા રૂમ બૂક કરાવ.દર્શેન આળશ મરડી.
એ ભાઈ હવે તું નાં આવ તો ચાલશે,પ્રતિકે દર્શનને કહ્યું.
કેમ ભાઈ? અત્યાર સુધી સમાન ઊંચકી ઊંચકી ને હું ચાલ્યો હવે મારી જરૂર પૂરી થઇ ગઈ એટલે હું ના આવું એમ?મારા ફોટા પાડવાના બાકી છે હો.એ રાહુલીયા મારા ફોટા ક્યારે પાડીશ??અરે સોરી રાહુલ ભાઈ ,સાહેબ ,બોસ દર્શનનું હાથ જોડીને એટલું કહેતાજ રાહુલથી પણ હંસાઈ ગયું.
ચાલો દોસ્તો ઠીક પાંચ વાગ્યે અહીંથી નીકળીએ.ત્યાં સુધી આરામ કરી લઈએ.
થાકને લીધે બધાને ઘસઘસાટ ઊંઘ આવી અને પાંચ ક્યારે વાગ્યા એ ખબર જ ના પડી.બધા ઉઠી ગયા પણ પ્રતિક ઉઠ્યો ના હતો.કદાચ એ બધા કરતા વધારે થાક્યો હશે,અધૂરા જીવનનો થાક,સતત ચિંતા લઈને ફરવાનો થાક.અધૂરા પ્રેમનો થાક,સત્યની જાણ થશે ત્યાર બાદ તૂટતી દોસ્તીનો થાક.
પ્રતિક ઉઠ સાંજ પડી ગઈ,અમે લોકો એ ચા પણ પી લીધી.ઉઠ.રવિએ પ્રતિકે ઉઠાડવા અવાજ લગાવ્યો.
દુર ના જા એક મૌકો આપ પ્લીઝ, આમ ના કર મારી જોડે,પ્રતિકે ઊંઘમાં રોતા રોતા બબડતો હતો.
આની હાલત મારા થી જોવાતી નથી.જો એક વાર એ છોકરી મળેને તો તેની તો એવી ખબર લઉં.રવિએ ખુબજ ગુસ્સામાં હતો અને પ્રિયા તેની સામે જોઈ રહી.
એક કામ કરો તમે રાહુલને પૂછીને કપડાં ચેન્જ કરો હું પ્રતિકને ઉઠાડુ છું કહીને પ્રગ્નેશ પ્રતિક પાસે જઈને બેઠો.
પ્રતિક ઉઠ બધા તૈયાર થઇ ગયા છે,તારી જ રાહ જોવી છીએ.પ્રગ્નેશે પ્રતિકને હચમચાવીને ઉઠાવ્યો.
તે આંખો ચોળીને ઉઠ્યો, “ખુબજ ઊંઘ આવી ગઈ હતી,ચા પીધી તમે લોકો એ?
હા અમે પી લીધી તારી પણ ચા આવી ગઈ છે, લે પીએ અને ફ્રેશ થઇ જા.
ચાલો તૈયાર છો બધા?પ્રતિકે ચા પીને બધાને કહ્યું.
હવે ક્યાં જવાનું છે ?બધા એ એક સાથે પૂછ્યું.
રીવર ફ્રન્ટ!અટલ બ્રીજ અને ત્યાનું ગાર્ડન પ્રતિકે જવાબ આપ્યો.
હાશ! મારી ઈચ્છા પૂરી થઇ હવે મજા આવશે.પ્રિયા બબડી.
રીવર ફ્રન્ટ અને અટલ બ્રીજ પર અલગ અલગ એન્ગલથી વીડિઓ શૂટ થયું, સ્લો મોશન,કેન્ડીડ ફોટોગ્રાફી વગેરે થયું. ગાર્ડનમા અને બોટમા જાણે યશ ચોપરાના મૂવી નું શૂટિંગ ચાલતું હોય એમ એક થી એક મસ્ત પોઝ અપાતા હતા.ઢળતો સુરજ રવિના હાથમા પ્રિયાનો હાથ તેમના જનમ જનમ ના સાથના વાયદાનો સાક્ષી હતો.સાંજના સાત વાગી ગયા હતા સોનેરી પ્રકાશ ઓછો થતો હતો.પછીનું લોકેશન સીદી સૈયદની જાળી હતી.ત્યાં ગોઠવેલી લાઈટથી જાળી ખુબજ નયનરમ્ય લગતી હતી.કાળા રંગના નહેરુ કુર્તા અને અલીગઢી સલવારમાં રવિ એકદમ નવાબી લાગતો હતો અને કાળા રંગના વનપીસ ગાઉન ને છુટા રાખેલા વાળ અને સેજ અમથો મેકઅપ કરી પ્રિયા જયારે ગુલાબ લઇ રવિ પાસે આવી ત્યારે જાણે સમય થોભાઈ ગયો હોય એવું લાગતું હતું
બસ કર ભાઈ હવે અમારા પર દયા ખા.રવિ ચિડાયો
હવે લાસ્ટ લોકેશન જ બાકી અને ત્યાં આપણે જમી પણ લેશું.અને પાર્ટી મારા તરફથી.
હવે કયું સ્થળ બાકી રહ્યું છે?
જ્યાંથી આખું અમદાવાદ દેખાય એ સ્થળ,પતંગ હોટલ.અને જો તમે ના કહેતા હોયતો વાંધો નહિ.પ્રતિકે આંખ મારતા મારતા કહ્યું.
અરે જવાનુજ હોય ને મને તો ખુબજ ઈચ્છા હતી કે ક્યારેક મારો અહી વીડિઓ ઉતરે.રવિના હાવ ભાવ અચાનક બદલાઈ ગયા.
રાહુલ આ લોકો જયારે હોટલ માં જાય ત્યારે અને ઉપર પહોચે ત્યારે દ્રોન થી શૂટીંગ લેજે અને આખી હોટલ નો વીડિઓ આવે એ રીતે વિડીઓ ઉતારજે.
આખા દિવસમાં પ્રતિક પર કાવ્યના ઘણા ફોન આવ્યા હતા,પણ તેના એક પણ ફોન પ્રતિકે ના ઉપાડ્યા.
****
અહી જ રોકાઈ જાઓ બધા,થાક્યા છો પ્રિયાએ બધાને કહ્યું.
હા અમે પણ એવુજ વિચારતા હતા.ખુશીએ પોતાની ઈચ્છા જાહેર કરી.
રવિ મને કંઈક બળે છે.લાગે છે કંઈક કરડ્યું છે.
મધ માખી છે.કોઈ કાળી માટી લાવો.રવિએ પ્રિયાના હાથ માંથી કાંટો કાઢ્યો.
લે આ બરફ ઘસ તેના પર,ખુશી ઝડપથી બરફ લાવી.
એને મધમાખીની એલર્જી છે,દવા આપો પ્રતિકે કહ્યું અને બધા તેની સામે જોઈ રહ્યા અને પ્રતિકને તરત સમજાયું કે તેનાથી કંઇક ના બોલવાનું બોલાઈ ગયું . આઈ મીન તેને મધમાખીની એલર્જી હશે દવા આપી દો.
દવા લીધા પછી સારું લાગે છે ને,લે અહી શાંતિ થી બેસ.રવિએ પ્રિયાને સોફા પર બેસાડી.
પણ મજા આવી ગઈ હો આજે જોરદાર પ્રિ-વેડિંગ થયું.આટલું સહેલાઇથી બધી જગ્યાએ શૂટિંગ કરવાની પરવાનગી મળી જાય એ સારું.રાહુલે મારા અને ખુશીના પણ મસ્ત ફોટા પાડી આપ્યા.
હા કામ એક નંબર,પતકા ક્યાંથી શોધી લાવ્યો એને?લગ્નનું કામ પણ આને જ આપી દઈએ.
અરે એમાં પૂંછવાનું શું હોય.મેં તેને કહીજ દીધું છે અને તારીખ પણ લખાવી દીધી છે.
“તમને તમારું કોઈ અંગત જ દગો આપે છે,”રવિના ફોન માં કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે.
ક્રમશ: