કોઈ પણ સાચ્ચા વ્યક્તિ પર જૂઠા લાંછન લગાવનાર ની હાલત આવી જ થતી હોય છે.
🔵🔵🔵🔵🔵
"જો જે કઈ થયું, હું માનું છું કે ભૂલ મારી જ છે, પણ પ્લીઝ... પ્લીઝ તું મને એક ચાન્સ તો આપ! જો હું જાણું છું કે પ્યાર તો તું મને બહુ જ કરે છે!" અનન્યા કહી રહી હતી.
"હા... પણ તું તો નહિ કરતી ને?!" નયને કહ્યું.
"અરે! હું પણ બહુ જ પ્યાર કરું છું તને! જેવી જ ખબર પડી કે તું તારી ફોઈ એટલે કે મારી કાકીના ઘરે છે તો દોડી આવી!" અનન્યા એ કહ્યું.
"વિશ્વાસ તો છે જ નહીંને... જો હું મરી જ જઇશ!" નયને સાવ અલગ જ વાત મૂકી દીધી!
"અરે! એવું ના બોલ ને યાર! પ્લીઝ!" અનન્યા એ કહ્યું.
"હું જીવું કે મરું, તારે શું?!" નયને પૂછ્યું.
"જો લગ્ન કરીશ તો તારી જ સાથે નહિતર..." એની વાત અડધેથી કાપતા નયને કહ્યું - "નહિતર શું?!"
"તો તું જે અગ્નિમાં લગ્ન કરતો હોઈશ એ જ અગ્નિમાં મારી ચિતા..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નયને એના હોઠ પર આંગળી મૂકી દીધી.
"જો હું હવે અહીં એક મિનિટ પણ નહિ રોકાવાનો!" નયને કહ્યું.
"ક્યા જઈશ તું?! હેં?! હું ત્યાં પણ આવીશ! પપ્પા મમ્મી મને રાખશે જ ત્યાં પણ!" અનન્યા એ એવી રીતે કહ્યું જાણે કે બંનેનું લગ્ન પણ થઇ ગયું હોય અને લગ્ન પછી બંને આમ રિસાયા હોય!
"પ્લીઝ યાર, એક મોકો આપ તું ખાલી મને, હું બધું જ ઠીક કરી દઈશ! મેં જ બધું ખરાબ કર્યું છે ને તો હું જ બધું ઠીક પણ કરી દઈશ!" અનન્યા એ ઉમેર્યું.
"શટ આપ! ખૂબ માથું દુખે છે, વધારે ના કર પ્રોબ્લેમ!" અનન્યા એ એક ઈશારો એની બહેનને કર્યો તો એ બે મગમાં કોફી લઈ આવી. બ્લેક રંગની પટ્ટીઓ વાળો મોટો વ્હાઈટ મગ એને નયને ધર્યો. એણે જેવી પસંદ હતી એવી જ કડક કોફી હતી. જાણે કે બધું જ પ્લાન કરેલું જ ના હોય એવું લાગતું હતું.
વાત બરાબર જ તો છે ને, ભૂલ થાય ત્યાંથી ભૂલને સ્વીકારી લેવાની અને આગળ ભૂલ નહિ થાય, એ વાતની સાથે આગળ વધી જવાનું હોય ને! અનન્યા પણ બસ કોઈ રીતે નયન ને મનાવી જ લેવા માગતી હતી. એણે કોઈ પણ હાલતમાં એનો સાથ નહોતો છોડવો! છોડે પણ કેવી રીતે, વ્યક્તિ ગમતી વ્યક્તિને છોડવા જ નહિ માગતી ને?!
મોકાનો ફાયદો ઉઠાવતા જ અનન્યા એ નયનનાં બીજા હાથ પર ખુદનો હાથ મૂકી દીધો. બંને જ્યારે પાસે હતાં, નયન જ્યારે પણ ગુસ્સે થતો કે એનો મૂડ સારો ના હોય તો અનન્યા એના હાથને આમ જ સહેલવતી અને નયન નો ગુસ્સો પણ પીગળી જતો. નયને ખુદનાં હાથને છોડાવ્યો અને બીજી દિશામાં જોવા લાગ્યો.
"બસ પણ કર ને, હું તારા સિવાય કોઈને પ્યાર નહિ કરી શકું! આખી લાઈફ કુંવારી જ રહીશ, ચાલશે?!" અનન્યા સામેનાં સોફા થી નયન જ્યાં બેઠો હતો, એ સોફા પર આવી ગઈ. કોફીનો મગ એને એક બાજુ મૂક્યો અને જબરદસ્તીથી જ એને નયન નો મગ પણ ટેબલ પર મુકાવી દીધો.
"બસ બહુ થયું, લાવ તારું માથું સહેલાવી આપુ.." અનન્યા બોલી.
આવતા અંકે ફિનિશ...
આવતાં એપિસોડસમાં જોશો : "અરે બાબા... આઇ પ્રોમિસ એનાથી ડબલ પ્યાર આપીશ... તને ક્યારેય મહેસૂસ પણ નહિ થવા દઉં કે કોઈ વાર આપને આમ જુદા પણ થયા હતા!" અનન્યા એ કહ્યું અને એક હળવી કિસ નયનનાં માથે કરી લીધી.