અજીબ મુસીબત
સિરત પોતાની ચેમ્બરમાંથી બહાર આવી અને કેપ્ટન રાજ ઠાકોરની ચેમ્બર તરફ જવા લાગી.
थोड़ी सी भी अक्कल खुद से नही लगा सकते क्या तुम? उस कीड़े के बारे में सबको बताने की क्या जरूरत थी! एकदम बेवकूफों वाला काम कर के आए हो तुम, पता है तुम्हे? જહાજને ચલાવવા માટે ડિજીટલ સ્ક્રીન ઉપર નજર કરીને રાજ ઠાકોર ઊભો હતો. અચાનક જ જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ તેના ડાબી બાજુના ખભે એક કાળા કપડાં પહેરી અને પોતાના હાથમાં લાંબો દંડ લઈને કોઈ એક વેંત જેવડી સ્ત્રી પ્રગટ થઈ. તે સ્ત્રી રાજ ઠાકોરને ગુસ્સાથી ધમકાવતા બોલી.
રાજ ઠાકોરનું ધ્યાન ચેમ્બરની દિવાલ ઉપર આવેલી ડિસ્પ્લે સ્ક્રીન ઉપર હતું. તેમાં નેકસ્ટ ડેસ્ટીનેશન જેસલમેર બતાવી રહ્યું હતું. રાજ ઠાકોરની બાજુમાં એક નાવલ એન્જિનિયર રેહાન ઊભો હતો અને બીજો શેખર હતો જે અત્યારે સૂતો હતો. જ્યારે રાજ ઠાકોરે પેલી નાનકડી સ્ત્રીની વાત સાંભળી એટલે તે થોડીવાર માટે વિચારવા લાગ્યો. અચાનક જ એક બીજો ચમત્કાર પણ થયો. બીજા ખભા ઉપર સફેદ પરી જેવા કપડાં પહેરીને બીજી સ્ત્રી પ્રગટ થઈ.
ઘણીવાર રાજ ઠાકોર પોતાના નિર્ણય વિશે કંફ્યુજ હોય કે પછી નિર્ણય જ ન લઈ શક્તો ત્યારે તેને આવી રીતે રસ્તો બતાવવા માટે આસુરી અને દૈવી શક્તિઓ પ્રગટ થતી જે માત્ર અને માત્ર તેને જ દેખાતી અને સંભળાતી.
આસુરી શક્તિ રાજ ઠાકોરને પોતાનો ઘમંડ અને ગુસ્સો વ્યક્ત કરીને નિર્ણય કરવામાં મદદ કરતી, જ્યારે દૈવી શક્તિ તેને સાચો અને બીજાનું ભલું થાય એવો નિર્ણય કરવામાં મદદ કરતી. જો કે બંને હતી તો માત્ર રાજ ઠાકોરના મનની જ અવાજ. પણ રાજ ઠાકોર બંનેને ધ્યાનથી સાંભળીને અંતે એક નિર્ણય કરતો.
જો દૈવી શક્તિ તેને મનાવવામાં સફળ થાય તો લેવામાં આવતો નિર્ણય બધા માટે સારો સાબિત થતો અને જો આસુરી શક્તિ તેને મનાવવામાં સફળ થાય તો જે નિર્ણય લેવામાં આવતો તે બધા માટે અતિશય દુઃખદાયક રહેતો.
नही, तुम उसकी बात मत सुनो, उस बच्चे को बचाने का फ़ैसला ही सही है। अब तुम्हारे ऊपर सब लोग भरोसा करेंगे और एक बच्चे की जान बचाने से बड़ा पुण्य और कोई नही हो सकता। और वैसे भी हमे शहर के अंदर थोड़ी जाना है, जब तक हम शहर के आसपास पहुंचेंगे, उनके लोग इलाज केलिए पानी हम तक पहुंचा देंगे। इसमें हमारा ज्यादा वक्त भी बर्बाद नही होगा और हमारा काम भी हो जायेगा। અચાનક જ હમણાં રાજ ઠાકોરના બીજા ખભે પ્રગટ થયેલી પરી જેવી દૈવી શક્તિબોલી.
नही, इन कीड़ों मकोड़ों को बचाकर हमे कोई फायदा नही होगा, हमे उस जगह तक पहुंचने केलिए नक्शे की जरूरत है बस। और फिर वक्त भी तो बहुत कम है हमारे पास। अगर एकबार वो नक्शे मिल जाए तो फिर हम सीधा उस दुनिया में चले जायेंगे। વળી પાછી આસુરી શક્તિ રાજ ઠાકોરને ખોટા રસ્તે લઈ જઈ આડી અવળી સલાહ આપવા લાગી.
नही, हमारे पास अभी भी वक्त है। हम जल्द से जल्द उस बच्चे को बचाएंगे और फिर जितना हो सके उतना जल्दी हम उस जगह तक भी पहुंच जायेंगे। एकबार बच्चे को बचा ले उसके बाद तुम उस सरदार से नक्शे भी मांग सकते हो। પરી જેવી દૈવી શક્તિ બોલી.
हां, वैसे ये भी सही है। अगर हमने उस बच्चे को बचा लिया तो वो हम पे भरोसा कर सकेगी और फिर नक्शे पाने में कोई दिक्कत नही होगी। આસુરી શક્તિને હવે દૈવી શક્તિની વાત યોગ્ય લાગી એટલે તે તેની સાથે સહમત થતાં બોલી. આ વખતે રાજ ઠાકોર પણ દૈવી શક્તિની વાત સાથે સહમત થયો હતો એટલે તેણે જેસલમેર તરફ બને એટલી જલ્દી જહાજને હાંકી મૂક્યું.
અચાનક જ ચેમ્બરના બારણે નોક થયું. પેલી દૈવી અને આસુરી શક્તિઓ તરત જ અદ્રશ્ય થઈ ગઈ. રાજ ઠાકોરે બારણાં તરફ નજર કરી તો બહાર સિરત ઊભેલી દેખાઈ. સિરત અહી આવશે એવી આશા તેના મનમાં ન્હોતી એટલે થોડીવાર તો તે ચોંક્યો. તરત જ તેણે ચેમ્બરનું બારણું ખોલ્યું અને સિરતને આવકાર આપી અંદર આવવા કહ્યું.
સિરતે અંદર નજર કરી પણ તરત જ પોતાને રાજ ઠાકોર સાથે એકાંતમાં વાત કરવી હતી એટલે તેને બહાર આવવા માટે કહ્યું. રાજ ઠાકોર બહાર નીકળતા પહેલા રેહાનને ડિસ્પ્લે સ્ક્રીન ઉપર ધ્યાન રાખવાનું કહીને બહાર નીકળ્યો. તેઓ એક તરફ વાત કરવા માટે આવી ગયા.
सीरत: मुझे एक बात समझ नहीं आई की आपने उस कीड़े के बारे में बताया लेकिन वो कीड़ा हमने कही देखा ही नहीं। और फिर आप उसे एकबार देखकर ही कैसे पहचान गए ये बात मेरी समझ से परे है। आपने उसका इलाज भी बता दिया, जिस केलिए हम निकल चुके है लेकिन आप ये सब कैसे जानते है? સિરતના મનમાં ઘણીવારથી ઘૂમી રહેલા પ્રશ્નોનો ઢગલો રાજ ઠાકોર સામે ઠાલવી દીધો.
राज ठाकोर: नही, दरअसल वो मेरे दादाजी ने मुझे इसके बारे में सबकुछ डीटेल्स में बताया है। मैने जो कहानी सुनी है वो तो बहुत ही भयानक है। इसीलिए ही तो मैने सबको हिफाजत से रखने के बारे में आपको वादा किया है। आप चिंता न करें। और रही बात उस कीड़े की तो उसे मैं आपके सामने जरूर लाऊंगा। રાજ ઠાકોર જવાબ આપતા બોલ્યો.
सीरत: लेकिन अगर ऐसा है तो हमे उसे अभी ढूंढ कर ठिकाने लगा देना चाहिए, ताकि वो किसी और को न काट ले। चलिए हम उसे ढूंढते है। સિરતે પેલા જંતુનો ડર રાજ ઠાકોર સામે મૂક્યો અને તેને મારવા માટે જવાની તૈયારી બતાવી.
राज ठाकोर: अरे नही, वो किसी और को नही काटेगा। आप चिंता न करें। રાજ ઠાકોરે પેલા જંતુ માટે એકદમ નિશ્ચિંત થઈને જવાબ આપ્યો.
सीरत: लेकिन आप इतने यकीन से कैसे कह सकते है कि वो किसी और को नही काटेगा। क्या आपको पता है की वो कीड़ा कहां है? क्या आपने उस कीड़े को ढूंढ लिया है? રાજ ઠાકોરને એકદમ નિશ્ચિંત જોઈ સિરતને આશ્ચર્ય થયું એટલે તેણે પૂછ્યું.
राज ठाकोर: देखिए, दरअसल बात ये है की वो कीड़ा अभी उस बच्चे के शरीर में है। वो दो तरीके से ही उसके जिस्म से बाहर आएगा। या तो उस बच्चे की जान लेकर या तो फिर हम उसे इस इलाज से बाहर निकालेंगे। और मैंने आपसे वादा किया है की मैं इस बच्चे को जरूर बचाऊंगा। उस कीड़े को मैं आपके सामने ही मारूंगा। હવે પેલા જંતુ વિશે રાજ ઠાકોર બધી હકીકત જણાવતાં બોલ્યો.
सीरत: क्या, वो उस बच्चे के शरीर में है। ओह, ऐसा है। ठीक है, आप जाइए और जितना हो सके जल्दी हमे इस मुश्किल से बाहर निकालिए। પેલા બાળકને બચાવવા માટે હવે સિરત થોડીક ઉતાવળી થઈ અને બોલી.
राज ठाकोर: जी बिलकुल। वैसे मैं आपसे एक बात करना चाहता था। अगर आप मुझे वो नक्शा दिखा देती तो हम उसके हिसाब से आगे बढ़ पाते। રાજ ઠાકોરે સિરતની વાત માની. વળી જતાં જતા અચાનક તેણે નકશો કઢાવવા માટેની વાત યાદ આવતા કહ્યું.
सीरत: हां, जब उसकी जरूरत पड़ेगी तो मैं उसे आपके हवाले कर दूंगी। आप चिंता न करे। आप हमारे कप्तान है, आप बस हर मुश्किल में सही फैसला लिया कीजिए। સિરત જાણતી હતી કે હવે નકશાની જરૂર રાજ ઠાકોરને પડશે એટલે તેણે રાજીખુશી નકશો આપવાની તૈયારી બતાવી. સાથે સાથે એક સલાહ પણ આપી.
राज ठाकोर: जी बिलकुल। मैं इस बात का बखूबी ध्यान रखूंगा। आप निश्चिंत रहे। રાજ ઠાકોર પણ તેની વાત માનતા બોલ્યો.
સિરતે તેની વાતમાં પોતાનું માથું હકારમા ધુણાવ્યું અને તેઓ પોતપોતાની ચેમ્બરમાં જવા લાગ્યા. સિરત જ્યારે પોતાની ચેમ્બર તરફ જઈ રહી હતી ત્યારે તેણે સંપતને દોડીને પોતાની તરફ આવતા જોયો.
सीरत: क्या हुआ संपत, आखिर तुम इतनी हड़बड़ी में क्यों हो? આમ હાંફતા હાંફતા પોતાની પાસે આવી ઉભેલા સંપતને સરદાર સિરતે પૂછ્યું.
संपत: सरदार, वो हम दिलावर की बीवी की बॉडी को लेकर बैठे थे तो अचानक से उस में हलचल होने लगी। मुझे लगता है वो अभी जिंदा है।
સંપતની વાત સાંભળીને અચાનક જ રાજ ઠાકોર ચોંક્યો. તે વળી પાછો સિરત અને સંપત પાસે આવ્યો.
राज ठाकोर: क्या कहा तुमने? उस औरत की बॉडी में हलचल हुई? સંપત તરફ જોઇને રાજ ઠાકોર બોલ્યો.
संपत: हां, वो शायद जिंदा है। आपने जो सोचा वो शायद गलत होगा। પોતાના ચેહરા ઉપર ખુશી લાવતા સંપત બોલ્યો.
राज ठाकोर: इंपोसिबल। वो औरत मर चुकी है। और उसके बाद भी अगर उसकी बॉडी में हलचल हो रही है तो समझो हमारे ऊपर एक बहुत ही बड़ी मुश्किल आई है। मुझे जल्दी से वहां ले चलो। એક ગજબના વિશ્વાસ સાથે રાજ ઠાકોર બોલ્યો અને પોતાને પારુલની લાશ પાસે લઈ જવા કહ્યું.
संपत: हां चलिए चलते है। એટલું બોલીને સંપતે પોતાની પાછળ આવવા માટે રાજ ઠાકોરને અને સિરતને કહ્યું. તેઓ બને એટલી જલ્દીથી જ્યાં પારુલ નું શરીર રાખવામાં આવ્યું હતું ત્યાં પહોંચ્યા. ત્યાં દિવાન, ફિરોજ, સુમંત, દિલાવર અને બીજા ચાર પહેલવાન જેવા માણસો હાજર હતા. સિરતને પોતાની સામે આવી ઊભેલી જોઈ દિવાન, સુમંત અને ફિરોજ ઊભા થઈ ગયા. દિલાવર પોતાની પત્નીના શરીરને છોડીને ઊભો ન થયો.
राज ठाकोर: ओह माई गॉड। हमे इसे अभी के अभी जलाना होगा। अगर ये थोड़ी और देर भी यहां रही तो हम में से कई लोग यहां पर ही मारे जायेंगे। उस दुनिया में जाने से पहले ही हमारे आधे लोग मारे गए होंगे। પારુલના શરીરની હાલત જોઈને રાજ ઠાકોર બોલ્યો.
दिलावर: नही, सोचना भी मत। मेरी बीवी को हाथ भी लगाया तो हाथ काट के रख दूंगा। मैं इसे सही से दाह संस्कार करूंगा। तुम जिस तरह सोच रहे हो वैसे तो बिलकुल नहीं। ये मेरी बीवी का शरीर है, कोई आवारा लाश नही है। अभी मैं जिंदा हु, और जब तक मैं हु, कोई भी इसे हाथ नही लगाएगा। પોતાની પત્નીના શરીરને યોગ્ય રીતે દાહ સંસ્કાર કર્યા વિના બાળવાની વાત રાજ ઠાકોરના મોઢેથી સાંભળીને દિલાવર ગુસ્સામાં બોલ્યો.
राज ठाकोर: देखिए सरदार, जहां तक मुझे पता है ये जो कीड़े है उनका किसी भी इंसान के शरीर में जाने का एक तरीका होता है। फीमेल कीड़े सिर्फ और सिर्फ किसी आदमी के शरीर में दाखिल होते है और सिर्फ मेल कीड़े ही किसी औरत के शरीर में दाखिल होते है। इसके अलावा जब कोई फीमेल कीड़ा मां बनने वाली हो तो ही वो किसी औरत के शरीर में दाखिल होते है क्यों की औरतों के गर्भाशय में वो अपना गर्भ दाखिल करते है। और जब ये बुलबुला फटता है तो वो मादा कीड़ा तो मर जाती है लेकिन उस औरत के गर्भाशय में जो गर्भ पलता है वो कई सारे कीड़ों को पैदा करता है। अगर हमने इस बॉडी को जल्दी से नही जलाया तो वो कीड़े इसमें से बाहर आने शुरू हो जायेंगे। उसके बाद हमारे कितने लोग मरेंगे उसके बारे में आप सोच भी नही सकती। सो प्लीज, मेरा यकीन कीजिए और इस बॉडी को जला दीजिए। દિલાવર ના ગુસ્સાને શાંત કરવા માટે રાજ ઠાકોર સિરતની સામે જોઇને એકદમ શાંતિથી બધું સમજાવતા બોલ્યો.
सीरत: तो इसका मतलब ये है की पारुल को जिस कीड़े ने काटा है वो कोई मादा कीड़ा थी, जो की मां बनने वाली थी। और उसने अपना गर्भ उसके शरीर में डाल दिया। સિરત પોતે જે કંઈ રાજ ઠાકોરની વાતથી સમજી હતી તે ફરીવાર દોહરાવતા બોલી.
राज ठाकोर: हां बिलकुल। और अभी उसके शरीर में कई सारे कीड़े पल रहे है। अगर उसे खत्म करना है तो इसे जलाना होगा। और अगर हमने जल्दी नही किया तो अनर्थ हो जायेगा। प्लीज, ट्राई टू अंडरस्टैंड। રાજ ઠાકોર એકદમ શાંતિથી આ બાબતની સિરિયસનેસ સમજાવતા બોલ્યો. તેને સિરતના ચેહરાના હાવભાવ જોઇને સમજાઈ રહ્યું હતું કે તે પોતાની વાત સિરતને સારી રીતે સમજાવી શક્યો હતો. હવે સિરત ધીમેથી દિલાવરની પાસે ગઈ અને તેના ખભે પોતાનો હાથ રાખ્યો.
सीरत: देखो दिलावर, इस वक्त हमे सही रास्ता सिर्फ और सिर्फ राज ठाकोर ही दिखा सकते है। हमे उनकी बात माननी होगी। हम पारुल का बलिदान यूं ही बर्बाद नही होने देंगे। हमे अभी पारुल के शरीर को जलाना होगा, अगर देर हो गई तो बहुत बड़ी मुसीबत हो जायेगी। तुम समझने की कोशिश करो। એકદમ શાંતિથી દિલાવારને સમજાવતા સિરત બોલી.
दिलावर: ठीक है सरदार, जैसा आपको ठीक लगे। સિરતની વાતને દિલાવર નકારી ન્હોતો શકવાનો એટલે તેણે સિરતની વાત તો માની લીધી પણ તેમ છતાં તે થોડીકવાર સુધી રાજ ઠાકોર સામે ઘુરતો રહ્યો.
જો કે રાજ ઠાકોર તો પોતાની જવાબદારી નિભાવી રહ્યો હતો જેથી કરીને જહાજમાં ઉપસ્થિત વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય. પણ તે જાણતો નહોતો કે તે જે રીતના ઉપાય બતાવી રહ્યો હતો તેનાથી ઘણા બધા જીવ બચાવી રહ્યો હતો પણ સામે અમુક લોકોના મનમાં પોતાના માટે નફરત પણ પેદા કરી રહ્યો હતો.
શું રાજ ઠાકોર, દિલાવર ના દીકરાનો જીવ બચાવી શકશે??
શું ડેની તેમના સુધી પહોંચી શકશે..?
કેવી હશે આ સફર..?
પેલા બીજ શેના હતા??
Dr Dipak Kamejaliya
'શિલ્પી'