Sath Nibhana Sathiya - 16 in Gujarati Motivational Stories by Hemakshi Thakkar books and stories PDF | સાથ નિભાના સાથિયા - 16

Featured Books
Categories
Share

સાથ નિભાના સાથિયા - 16

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૬
“સરસ. આપણા બન્નેની પસંદ એક છે. એટલે ખાવાની મજા આવશે.”
“હા બિલકુલ.”
“ચાલો. હવે આપણે થોડું ફરીને જઈએ.”
“હા ગોપી.”
ત્યાર બાદ તેઓ થોડીવાર ફર્યા.
ચાલો માસી.હવે ઘરે જઈએ.
“હા, હા.”
તે જેવા મોલમાંથી બહાર નીક્યાં. તે માણસ દેખાણો નહીં. એટલે તેમને નિરાંત થઇ.
ત્યાર બાદ બન્ને ગાડીમાં બેસીને ઘરે ગયા.
“માસી આજે ઘણા વખત પછી મને બહુ મજા આવી.”
“હા બેટા. મને પણ.”
“ગોપી તને તેજલે કહ્યું છે, ક્યારે આવશે?”
“ના માસી. એ તો તમને કહેશે, મને થોડી કહેશે?”
“ના મને નથી કીધું. એટલે તને પૂછું છું?"
“ઓહ! મને લાગે છે, એમને ફોન કરવાની આદત નથી. અમે બરોડા ગયા હતા. તયારે મેં જ કહ્યું, હતું અને નીકળવા ટાણે પણ મેં જ કીધું હતું."
“સારું થયું. મેં કીધું. નહીં તો તમને કેટલી ચિંતા થાત?”
“હા. એવું જ છે. એ તે બહુ સારું કર્યું.”
“એમને કહી દેજો કાલથી નીકળવા ટાણે ફોન કરે . એટલે તમે ચિંતા ન કરો.”
“હા પણ, તું કહીશ તો વધારે સારું રહેશે.”
“ના માસી એમને ગમશે નહીં.”
“એવું કશું નથી. તું કહીશ, તો મને રોજની ચિંતા નહીં થાય.”
“ઠીક. મને કહેવામાં કોઈ વાંધો નથી. પણ એમને ન ગમ્યું તો?”
“તું મારી સામે જ કહેજે. તું કોશિશ તો કરી જોજે બીજું હું સંભાળી લઈશ.”
“ભલે હું જરૂરી કરીશ. તમારી માટે હું કાંઈ પણ કરીશ.”
“તેજલને આટલું મોડું જમવાનું બનાવી આપશો.”
“હા શું કરું ?પહેલાથી નથી બનાવતી.પછી ન જમે તો ? એટલે જે કહે એ ગરમાગરમ બનાવી આપું.”
“ઓહો માસી! તમને કેટલી તકલીફ પડે?”
“શું કરે? બીજો કોઈ ચારો નથી.”
“એ વાત પણ સાચી.”
“હવે તો માસી મને બધે ગાડીમાં લઇ જશે ને?”
“હા કેમ નહીં, અને તને જ્યાં ઈચ્છા થાય કહી દેજે. હું લઇ લઈશ.”
“અરે વાહ માસી! તો તો મજા પડી જશે. આજે તે માણસ પાછળ પડયો હતો .એમાં આપણી થોડી મજા બગડી ગઈ. પછી વાંધો ન આવ્યો. તે સારું થયું.”
“હા પણ આખિર તે માણસ કોણ હતો ? એ સમજ ન પડી. ક્યાંક કાકીએ કાકાને તો મોકલ્યા ન હોય.”
“હા તે પણ શક્ય છે. પણ એનો મોઢું બરાબર દેખાતું ન હતું. નહીં તો તયારે જ ખબર પડી જાત.”
“હા મને લાગે છે, તે થિયટરથી આપણું પીછું કરી રહ્યો હતો.”
“જે પણ હોય , માસી હવે આગળ એવું કાંઈ કરશે, તો એને પકડાવી દેવું પડશે. એને પોલીસ જ સીધો કરશે.”
“હા પણ વિચારીને કરવું પડશે, નહીં તો તકલીફમાં મુકાઈ જશું.તે બધા ગોઠવણ કરીને આવ્યા હોય.”
“હા. એ મને પણ ખ્યાલ છે. બીજીવાર સાવચેત રહેવું પડશે.”
“હજી કાંઈ કર્યું નથી. એટલે એમના મગજમાં ચોક્કસ કઈ તો ચાલતું હશે.”
“એ તો મને ખબર નથી. પણ મને એટલી ખબર પડી ગઈ છે,કે તે ચુપચાપ રહે અને કાંઈ બોલે નહીં. એટલે કાંઈ તો કરે જ.”
“હા તમે બરાબર કહ્યું. હવે એમની વાતોમાં ક્યારે ન આવતાષ સમજી ગયા . એક વાર ચોખવટ કરી લેવાનું.”
“હા ,હા બિલકુલ . હવે તો ખબર પડી ગઈ છે. બીજીવાર આવું નહીં થાય.”
“હવે આપણે શું કરવું છે? હજી તેજલ ન આવ્યો. મને લાગે છે, તે બહાર ખાઈને જ આવશે.”
“જોઈએ આવે ત્યારે ખબર પડશે.”
“હા મને લાગે છે, કોઈ સાથે ડેટ પર ગયો હશે. નહીં તો એટલું મોડું થાય.” અને હસવા લાગી.
“એવું ન બને.” અને હસ્યા.
“જોઈએ. માસી સમય જતા ખબર પડી જશે.” અને હસવા લાગી.
“ના ના મને તો તું જ જોઈએ છે વહુ તરીકે.” અને હસ્યાં.
“મને પણ ગમશે એ મારા હાથમાં નથી અને પહેલા તો મને પપ્પાને શોધવા છે.”
“હા જરૂર અમે તારી મદદ કરીશું. તે તો ત્યારની વાત છે. હાલ તને ચિત્રકાર બનવું છે. તેના પર ધ્યાન આપજે.”
“હા બિકુલ માસી અને જરા સારું સેટ થાય, તો મને પણ પ્રદર્શન રાખવું છે.”
“હા જરૂર એમાં તને તેજલ મદદ કરશે.”
“તો તો બહુ સરસ.”
“ઓહો શું વાત છે? તેજલનું નામ સાંભળીને તારા મોઢા પર ચમક આવી જાય છે.”
“અરે માસી! એવું કશું નથી.”
“શું માસી તમે પણ.એવું કશું નથી .હું ક્યાં એને વધુ ઓળખું શું.”
“બે દિવસ તો એના જોડે જઈ આવી.”
“હા પણ ,બે દિવસમાં થોડી ઓળખું? ”
“ઠીક. એના જોડે રહીશ, તો ઓળખી જઈશ.”
“હા અમે નક્કી કર્યું છે,એને સમય હશે ત્યારે ક્યારેક મળીશું.પણ એના જીવનમાં બીજી કોઈ આવી ગઈ હોય, તો એ મને ખબર નથી.”
“એવું હોય નહીં.”
“ઓહો! એ તો મારા પ્રત્યે પ્રેમ છે, એટલે કહો છો.” અને હસી.”
“એ તો છે, પણ એના લીધે નહીં.”
“ઠીક મારી અભિલાષા પૂરી થશે પછી જોઈશું.”
“હા હવે તેજલ આવે તો સારું.”
“લો ઘંટી વાગી તેજલ જ હશે?”
“હા હમણાં. બીજું કોણ ?હોઈ શકે.”
“તેજલ આજે એટલું મોડું કેમ થયું?”
“ગોપી કામ હતું પણ ફોન તો કરાય ને? ક્યાં ફરવા તો ગયા ન હતા?” અને હસી.
“અરે મારી આદત નથી ફોન કરવાની, અને હું ફરવા ન જાવ.તને કોણે કહ્યું?”
“ઠીક હવેથી ફોન કરજો. એટલે માસીને ચિંતા ન થાય.”
“મને લાગ્યું, આટલા મોડા આવ્યા. એટલે કોઈ સાથે ફરવા ગયા હસો.” અને હસી.
“મમ્મી જો શું કહે છે ગોપી? તને હું એવો લાગુ છું?”
“અરે ! મને શુકામ વચ્ચે નાખે છે? તું એને જ જવાબ આપ.”
“મમ્મી એવું ન ચાલે?”
“મેં થોડી કીધું છે, કે તમે બોલાે.”
“હું ક્યાં કહું છું. પણ માત્ર એટલું કહેા, કે હું આવો લાગુ છું?”
“એ મને શું ખબર?” અને હસ્યા.
“રહેવા દો મુમ્મી. તમે બન્ને મસરી કરવાની છોડશો નહી. મમ્મી હું આજે જમવાનો નથી.”
“અચ્છા તો તો ગોપી સાચું કહેતી હતી,કોઈ સાથે ડિનર માટે ગયો હશે?”
“અરે! હું ગ્રાહક સાથે ગયો હતો.”
“ઓહ! તો ગ્રાહક છોકરી હોય, તો અમને શું ખબર?”
“હા ક્યારેક હોઈ શકે , એનું મતલબ એવું થોડી કે અમે સાથે ફરવા ગયા હતા.”
“એવું મેં ક્યાં કીધું. તું પોતેજ બોલ્યો. એટલે જતો હોઈશ.”
“મમ્મી શું તમે બન્ને ક્યારની મારી ફિરકી ઉડાવો છો.”
“અમને તો લાગ્યું હવે તું ગુસ્સે થઈશ,પણ તે ધૈર્ય રાખ્યું.”
“હા રાખવું જ પડે. મને ખબર છે.આ બધું ગોપીના મગજમાં આવ્યું હશે.”
“અરે! તમને ખબર હતી, તો કેમ કાંઈ બોલ્યા નહીં?"
“એ મને સમજાઈ ગયુ હતું. જયારે મમ્મીએ કહ્યું, જેને કહ્યું એને જવાબ આપ.”
“ઓહ ! ઠીક હવે જાઓ. સુઈ જાઓ.જેને કાલે મળવાના છો, એના સ્વપ્ના જોજો.”
“મને કોઈના સ્વપ્ન જોવની જરૂર નથી.”
“ અચ્છા.કેમ એવું? માત્ર કામ કરવું સારું નહીં. જરા મોજ મસ્તી પણ જીવનમાં હોવી જોઈએ.”
“એ વાત બરાબરય પણ એવું કોઈ મળ્યું જ નથી.”
“એવું શક્ય જ નથી.”
“સાચું બોલું છું ગોપી.”
“માસી આ વાત સાચી છે.”
“હા એ આટલો મોડો આવે, તો ક્યાંથી મજાક મસ્તી કરાય.”
“ઠીક છે. મારું જીવન પણ એવું જ હતું.એ તો માસી મળી ગયા, એટલે મજા પડી ગઈ.”
શું તેજલ લગ્ન કરવા ઇચ્છે છે કે નહીં? એ માટે આગળના ભાગમાં જાણવા મળશે
ક્રમશ: