રોહન અનિશાના આવા સવાલ થી ડગમગી જાય છે અને ધારા ને યાદ કરી ગળગળો થઈ જાય છે.
રોહન : ના મારી પરી.તારી મમ્મા નારાજ નથી.તારી મમ્મા તને બોવ યાદ કરે છે.
અનિશા : ક્યાં છે મમ્મા??
રોહન : તારો હાથ આપ.
રોહન અનિશાનો હાથ લઈને એના નાનકડા હદય પર મુકે છે.
રોહન : મારી ઠિગલી.જો મમ્મા અહિયાં છે . તારી પાસે હંમેશા.ઉપર આકાશમાં પેલા સ્ટાર છે ને ત્યાં. મમ્મા તને જોવે છે.
અનિશા : ઓકે પાપા.
રોહન : ચાલો ચાલો હવે સુઈ જાવ.
અનિશા : પાપા લોરી.
રોહન : હા મારા બચ્ચા.
અનિશાને પોતાની બાજુ માં સૂવડાવી દે છે અને પોતે લોરી ગાઈને અનિશાને સૂવડાવે છે.
રોહન :
"સોના રૂપા ના પારણિયામા
હિર કસુંબલ ધુધરિયાળા રે
તમે મારા દેવના દીધેલ છો
તમે મારા પ્રાણ થી પ્યારા રે
તમે મારી આંખના તારા રે
તમે મારા ચાંદના તારા રે.."
રોહન અનિશા ને સુવડાવી દે છે અને પોતે ધારાના વિચારો માં લાગી જાય છે.ધારા અને તેના વિચારો જાણે રોહન ની જિંદગી.તે પોતાની અને ધારાની મૂલાકાત ,રોહનનુ ધારાને એક નજરમાં જ પ્રેમ કરવા લાગ્વુ.
,ધોધમાર વરસાદ માં પોતાના પ્રેમનો એકરાર કરવો,ધારા પણ પોતાને પ્રેમ કરે છે તે જાણ્યા પછી ની લાગણી,ધારા અને પોતાના લગ્ન,ધારાનુ પોતાના જીવનમાં આવવું,ધારાનું રિસાવું પોતાનું મનાવવું, દુધમાં સાકર ભળે તેમ ધારાનું પોતાના ઘરમાં ભળી જવું,ધારા પોતાને પિતા બનાવવા ની છે તે ખુશી,ધારાનું ધામધૂમથી સિમત,અનિશાનો જન્મ,અનિશા સાથે પોતાના અસંખ્ય સપના,ધારા નું અચાનક મૃત્યુ.વિચારોમા અને વિચારો માં રોહન ને ઉંધ આવી જાય છે.અનિશાને વળગી ને સુઈ જાય છે.
આકાશ ચિંતામાં આમ તેમ આંટા મારી રહ્યો છે.ઓફિસમા હવે કોઈ પણ વ્યક્તિ નથી ધ્યાના સિવાય ધ્યાના પણ પોતાનુ આખરી કામ પતાવી ને નીકળે છે ત્યારે એ આકાશ ને ચિંતા માં આંટા મારતાં જુએ છે.
ધ્યાના(સંકોચ સાથે):શું થયું સર? કાંઈક પ્રોબ્લેમ છે??કેમ ચિંતા માં છો??
આકાશ: ના એવું નથી.થોડોક પર્સનલ લાઇફ પ્રોબ્લેમ છે.તમે એકલા આટલી રાતે?હૂં ડોપ કરી દવ??
ધ્યાના: ના સર તકલીફ પડશે.હુ ઓટો કરીને જતી રહીશ.
આકાશ: કાઈ વાંધો નહીં હું મુકી જાવ.
ધ્યાના: ઓકે.
આકાશ અને ધ્યાના પાકિગમા આવી કારમા બેસી ઘરે જવા નીકળે છે.ધ્યાના આકાશ ને એકીટશે જોઈ રહે છે જાણે એના ચહેરા પર ની ચિંતાનું કારણ શોધવા મથતી હોય.
આકાશ : શું થયું? શું જોવો છો??
ધ્યાના: તમારી ચિંતા નું કારણ??
આકાશ : કાંઈજ નથી.
ધ્યાના: જો મિત્ર માનતા હોય તો કહેશો.
આકાશ: ઓકે કોફિ પીતા જણાવું તો ચાલશે.
ધ્યાના(હસતા હસતા) : ઓકે સર.
ધ્યાના અને આકાશ કોફી શોપ માં જાય છે.આકાશ પોતાના અને રાહીના લગ્ન, રાહી નુ ધારાને ટેરેસ પરથી પડીને ખુન કરવું ,અનિશાને નુકસાન પહોંચાડે નહિ એટલે એનું અહિયાં લાવવું આ બધી વાત કરે છે.
ધ્યાના : હા તો હવે શુ પ્રોબ્લેમ છે?
આકાશ : મેં આજે રાહી ને અનિશા પર નજર રાખી એના મોતનું કાવતરું ઘડતા સાંભળી છે અને જલદી રાહી ઈન્ડિયા જવાની તૈયારી કરે છે.અને અનિશાને કિડનેપ કરવાનો પ્લાન છે.
ધ્યાના : સર તમે ચિંતા ના કરો.હુ બદલો લઈશ મારા મિત્ર ના મોતનો અને તમે અનિશાની ચિંતા ના કરો હુ એનો વાળ પણ વાંકો નહીં થવા દેવ.
આકાશ: થેનકયુ સો મંચ.
ધ્યાના : હું જઈશ ધારાના ધરે ધારાની મિત્ર તરીકે.
આકાશ: ઓકે.
ત્યાં પછી ધ્યાના ઇન્ડિયા જાય છે રાહી પહેલા અને મહેતા નિવાસ માં જવાનું નક્કી કરે છે.સવારમા જ ધ્યાના મહેતા નિવાસ પહોંચી જાય છે.અજાણી યુવતી ને જોઈ બધા જ આશ્ચર્ય માં આવી જાય છે.
પરાગ ભાઈ: તમે કોણ છો? શું કામ છે અહિયાં??
ધ્યાના: જી હું ધારા ની મિત્ર નજીક આવી હતી તો થયું મળતી જાવ.
સરિતા બેન: પણ દિકરા ધારા તો ચાર વર્ષ પહેલા જ સ્વર્ગ વાસ થી ચુકી છે.
ધ્યાના : સોરી આન્ટી મને નહોતી ખબર.અનિશાને મળી શકુ?
પરાગ ભાઈ : હા જેવી ઈશ્વર ની ઇરછા. હા જરૂર
સરિતા બેન:પાયલ અનિશા ને લઈને આવ.
પાયલ અનિશાને લઈને આવે છે ધ્યાના એને એકીટશે જોઈ રહે છે વિચારે છે કે કેટલી માસુમ બાળકી જાણે નાનકડી ધારા.
ધ્યાના : હલ્લો મિસ.પરી
અનિશા : મિસ.પરી નહીં મિસ .અનિશા
ધ્યાના : ઓકે ઓકે.
અનિશા : તમે મારી મમ્મા પાસેથી આવ્યા છો?
ધ્યાના : હા તારી મમ્મા એ કિધુ છે કે અનિશા પોતાનું ધ્યાન રાખે અને તોફાન ના કરે.
અનિશા : ઓકે
ધ્યાના (અંનિશા પાસે નીચે બેસીને): મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ ??
અનિશા : ના હો .પાપા એ ના પાડી છે કે સ્ટેનઝર સાથે ફ્રેન્ડશીપ નહીં કરવાની.
ધ્યાના: પણ હું તો તારી મમ્મા ની ફ્રેન્ડ છુ.તને ખબર છે હું તારા માટે ચોકલેટ લાવી છું.
અનિશા(કયુુટ ફેસ બનાવતા) : મને આપશો ચોકલેટ??
ધ્યાના : હા પણ તું મારી ફ્રેન્ડ બંને તો.
અનિશા : ઓકે હું બનીશ ફ્રેન્ડ.
ધ્યાના : ઓકે.
ત્યાં રોહન આવે છે.
રોહન : મારા બચ્ચા ! ક્યાં છે તું ??
અનિશા ધ્યાનાની પાછળ સંતાઈ જાય છે.
અનિશા(હસતા હસતા) : પાપા! પાપા! મને શોધી બતાવો.
રોહન (અનિશા ને ધ્યાના પાછળ સંતાયેલી જોઈને) : ઓકે હમણાં મળી જશે મારી ઠિગલી.
રોહન અનિશા ને ધ્યાના ની પાછળથી પકડીને તેડીને વ્હાલ કરે છે.
રોહન : મારી ઠિગલી કેમ સંતાઈ ગઈ હતી??
અનિશા(ખડખડાટ હસતા) : પાપા હું હાઈડ એન્ડ સિક રમતી હતી.
રોહન : ઓકે મારી પરી .જાવ હવે દિપ ભાઈ સાથે રમ અને હા દુધ પીધુ તે? ચોકલેટ દિપભાઈ અને સાવન ભાઈને આપજે હોને.
અનિશા : ઓકે પાપા .હા દુધ પી લીધું.
અનિશા રમવા જતી રહે છે.રોહન અને ધ્યાના એકબીજા સાથે વાત કરે છે.પરાગભાઈ અને સરિતા બેન ધ્યાનાને ભાવિ પુત્રવધૂ અને અનિશા ની મમ્મા બનાવવા ઈરછે છે.મહેતા પરિવાર ના આગ્રહ થી ધ્યાના ત્યાં જ રોકાઈ જાય છે.રાહી આકાશ સાથે ઝગડો કરી હંમેશ માટે ઈન્ડિયા આવવા નીકળે છે.
###########(ક્રમશ) #############
(શું રોહન બચાવી શકશે પોતાની દીકરી અનિશા ને? શું હશે રાહી નો નેકસટ પ્લાન? શુ ધ્યાના અને રોહન ના લગ્ન થશે? શું ધ્યાના આકાશ ને આપેલું વચન પુરું કરી શકશે?શૂ થશે
જ્યારે ધ્યાના અને રાહી આવશે આમનેસામને??શું મહેતા પરિવાર ને ખબર પડશે રાહી નુ રહસ્ય?)
thank you for reading
thank you for your support and complementary...
please like and comment about this novel which character you like a most and what are you think about rahi new plan ...
🙏🙏🙏 thank you all
ધ્યાના મહેતા નિવાસ માં આવી જાય છે અનિશા ને ધ્યાના ખુબ સરસ મિત્રો બની જાય છે અને આકાશ ને ફોન કરી ને જાણાવે છે.રાહી પોતાના નેકસટ પ્લાન તૈયાર કરે છે.હવે રાહી કોઈ પણ ભોગે
ઈન્ડિયા જવા માગે છે.
રાહી (ગુસ્સામાં): આકાશ આકાશ!! આ બધું શું છે??
આકાશ: શુ છે??કેમ ચિસો પાડે છે??
રાહી(ગુસ્સામાં): તું દિવસે દિવસે બેશરમ બની જાય છે.પરિણીત હોવા છતાં તે ધ્યાના સાથે શારીરિક સંબંધ બાંધ્યો.
આકાશ: રાહી આ વાત તદ્દન ખોટી છે. તું માને છે એવું કશું નથી ધ્યાના અને હું સારા મિત્રો છીએ.
રાહી: તું એક જ સાચો બાકી બધા ખોટા!! છે તો તુ પેલી હલકટ અને કપટી ધારાનો ભાઈને!!
આકાશ (ગુસ્સામાં) : રાહી તારે જે કહેવું હોય તે મને કે મારી બેનને નહીં.
રાહી (ગુસ્સામાં): ઓહ હું તો કહીશ જ તારી બેન ધારા છે જ ચારિત્ર્ય હીન!!
આકાશ ગુસ્સામાં આવીને રાહી પર હાથ ઉપાડે છે.
રાહી (રડતાં રડતાં): જોઈ લીધું મેં તારું આ રૂપ.હુ જાવ છું
આકાશ (ગુસ્સામાં): હા જતી રહે જો મારી બહેન ની ઈજ્જત ના કરી શકે તો!!
રાહી: હા એ વેશ્યાની શું ઈજ્જત!!
આકાશ (ગુસ્સામાં) : રાહી પ્લીઝ મારી બહેન વિશે આવું ન બોલ નહીંતર ...
રાહી ( ગુસ્સામાં) : નહીંતર શું ?? શું!! બોલ
આકાશ : ગેટ આઉટ ઓફ માય લાઈફ!!!
રાહી ગુસ્સામાં આવીને ધર છોડીને હંમેશા માટે ઈન્ડિયા જતી રહે છે.રાહી ના ગયા પછી આકાશ ધ્યાના ને ફોન કરી ને જણાવે છે.
ધ્યાના : યાર હજુ થોડાક દિવસ જ થયા છે અહિયાં આવી એને ત્યાં રાહી આવશે અને કોઈ મારો વિશ્વાસ નહીં કરે..તારે એને હજી ત્યાં રાખવાની હતી..
આકાશ (ઉદાસ થઈ) : સોરી ધ્યાના !! એ ધારાદિદી વિશે ખરાબ બોલી એટલે મારાથી હાથ ઉપાડાય ગયો.
ધ્યાના : કાઈ વાંધો નહીં.હુ છું ને?? કાંઈજ નહીં થાય અનિશાને..
આકાશ : હા હું પણ આવું છું ઈન્ડિયા.
ધ્યાના: ઓકે
. ધ્યાના થોડાક સમય મા જ મહેતા પરિવાર સાથે ભળી જાય છે . પાયલ અને ક્રિષ્ના સાથે એને ખુબ ફાવે છે જાણે બહેનપણી હોય .અનિશા તો હવે રોહન કરતા ધ્યાના સાથે સમય પસાર કરે છે.પરાગ ભાઈ અને સરિતા બેન ને એવું લાગે છે કે ધારા પાછી આવી ગઈ.એક દિવસ સવારે બધા નાસ્તો કરે છે ત્યાં અચાનક રાહી આવે છે રડતા રડતા . બધાને ખુબ ટેન્શન થાય છે.
પરાગ ભાઈ (ચિંતા માં) :શું થયું દિકરી?? આકાશ કુમાર કયા છે? તું કેમ રડે છો??
સરિતા બેન (રડતી આંખે): દિકરી કાંઈક તો બોલ !!શું થયું?? આકાશ કુમાર ઠિક છે ને??
રોહન : રાહી મારી લાડકવાયી બહેન!!શુ થયુ?? આકાશ સાથે ઝગડો થયો??
પાયલ અને ક્રિષ્ના: હા દિદી બોલોને શું થયું??
રાહી (રડતા રડતા): પપ્પા મમ્મી ભાઈ આકાશ એ મારા પર હાથ ઉપાડ્યો અને મને ધરની બહાર જવા કિધુ.આકાશનુ લફરું છે .
રોહન ,પરાગ ભાઈ અને સરિતા બેન: શું !!!
રાહી : હા પપ્પા..
પરાગ ભાઈ : દિકરા શાંત થઇ જા !!
સરિતા બેન : હા આપણે આકાશ સાથે વાત કરીશું.રમેશ ભાઈ અને બીના બહેન ને બોલાવીશું તું ચિંતા ના કર..
રાહી: ના એવું કશું નથી કરવું મારે હવે છુટાછેડા લેવા છે.
પરાગ ભાઈ : ના દિકરા શાંત થા . ઉતાવળા નિર્ણય ના લેવાય.
સરિતા બેન : હા દિકરા તારા પપ્પા સાચુ કહે છે.
રોહન: હું વાત કરીશ આકાશ જોડે.
પરાગ ભાઈ: હા દિકરા .
ત્યાં અનિશા ધ્યાના સાથે બહાર થી આવે છે.અનિશા રાહી ને જોઈ તેની પાસે દોડી જાય છે.રાહી ધ્યાનાને અહિયા જોઈ આશ્ચર્ય પામે છે .
અનિશા (રાહી પાસે આવી કયુટ ભાષામાં) : ફિયા ફિયા!! તમે ક્યારે આવ્યા?? મામુ ક્યાં છે??(રાહી ના ગાલ અડતા) ફિયા તમે કેમ રડો છો??ગુડ ગર્લ ના રડે .
રાહી : પ્રિન્સેસ મામુ પછી આવશે.જો તારા માટે હું ચોકલેટ લાવી છું.
અનિશા ચોકલેટ જોઈને ખુબ ખુશ થાય છે.ચોકલેટ હાથમાં લઈને નાચવા લાગે છે.બધા અનિશાને જોઈને રાજી થઈ જાય છે.
રોહન (અનિશાને તેડીને): મારી લાડકવાયી પ્રિન્સેસ!! ચાલો ચાલો હવે દિપ ભાઈ અને સાવન ભાઈ પાસે જઈને રમો.પાપા ને કામ છે હવે .
અનિશા (રોહન ને ગાલ પર કિસ કરે છે): ઓકે પાપા.
અનિશા દિપ અને સાવન સાથે રમવા જતી રહે છે.ધ્યાના બહાર નીકળે છે ત્યા પરાગ ભાઈ રોકે છે.
પરાગ ભાઈ : રાહી આ ધ્યાના છે ધારાની મિત્ર.ધ્યાના આ છે મારી દિકરી રાહી ..
રાહી: નાઈસ ટુ મીટ યુ
ધ્યાના : સેમ ટુ યુ.
રાહી પાયલ અને ક્રિષ્ના સાથે પોતાના રૂમમાં જાય છે .ધ્યાના આકાશ ને ફોન કરી ને જણાવે છે કે રાહી અહિયાં આવી છે . આકાશ પણ ઈન્ડિયા આવે છે.રાહી વિચારે છે કે આ ધ્યાના કોણ છે?? શા માટે અહિયાં આવી છે?? રોહન આકાશ સાથે વાત કરવા ફોન કરે છે પણ ફોન સ્વીચ ઓફ હોય છે.રાહી પોતાના રૂમમાં ફોન કરી કિશનને જણાવે છે કે તે ઈન્ડિયા આવી છે કાલે તેને મળવા આવશે તે જાણવે છે.ધ્યાના અનિશા ને રાહી થી કેવી રીતે બચવાવી અને રાહિનો અસલી ચહેરો કેવી રીતે પરિવાર ને બતાવવો તે વિચારે છે.
****************(ક્રમશ)*********************
(શું હશે રાહી નો નેકસટ પ્લાન??શું રોહન બચાવી શકશે પોતાની દીકરી અનિશા ને?? શું કરશે આકાશ અને ધ્યાના અનિશા ને બચાવવા??શું રાહી નો અસલી ચહેરો બહાર આવશે??)
Thank you for reading....
Please comment about the story ...