Ek Navi Disha - 6 in Gujarati Love Stories by Priya books and stories PDF | એક નવી દિશા - ભાગ ૬

The Author
Featured Books
Categories
Share

એક નવી દિશા - ભાગ ૬










રાહી ખડખડાટ હસતા જોઈ ધારા થોડી વાર માટે રાહી ને જોઈ રહે છે.થોડી વાર પછી રાહી ધારાને કહે છે કે

રાહી (ગુસ્સામાં): ધારા હા હું જ તારી અનિશાને મારવા માંગુ છું.

ધારા (ગુસ્સામાં): શા માટે મારી અનિશાને મારવા માંગે છે?? મારી લાડકવાયી દીકરી અનિશા એ તારું શું બગાડ્યું છે તારું?

રાહી:કારણ કે એ મારા રસ્તાનો કાંટો છે તારી અનિશા એ મારી જગ્યા લઈ લીધી.મારા ભાગનો બધો સમય ,બધો પ્રેમ આ અનિશાને મળે છે અને હવે તો અનિશા આ બધી મિલકત ની વારિસ છે ‌.

ધારા(ગુસ્સામાં) : મારા જીવતા આ કામ‌ નહિ થવા દેવ.મારા હોવાથી મારી અનિશાનો તું વાળ પણ‌ વાંકો નહીં થાય.હુ હમણાં જ પપ્પા ને આ વાત કરૂં છું.

ધારા ગુસ્સામાં આવીને નીચે જવા જાય છે ત્યારે રાહી ધારા ને પાછળ થી પકડી ને પાળી પર થી ધક્કો મારી દે છે.ધારા એક મોટી ચીસ પાડી નીચે પડે છે.અવાજ આવતા સરિતા બેન ઝડપથી બહાર આવે છે અને ધારા ને ઉપરથી નીચે પડતાં જોઈ શોક માં આવી જાય છે.

રાહી ચતુરાઈ થી નીચે આવે છે અને બહાર થી ડરેલી અને રડવાનું નાટક કરે છે.રાહી રોહન અને પરાગ‌ભાઈને ફોન કરી બોલાવે છે.રાહી અને સરિતા બેન ધારાને હોસ્પિટલમાં દાખલ કરે છે.રોહન અને પરાગ ભાઈ આ વાત સાંભળીને શોક થઈ જાય છે અને ઝડપથી હોસ્પિટલમાં આવે છે.

‌ રોહન અને પરાગ ભાઈ ઝડપથી હોસ્પિટલમાં આવે છે.રોહન ધારાને આ હાલતમાં જોઈ ને રડવા લાગે છે.રોહન ડોક્ટર ને પુછે છે કે

રોહન( ગભરાઈ ને) : ડોક્ટર ડોક્ટર શું થયું મારી ધારા ને?? કહોને ડોક્ટર જલદી?

ડોક્ટર: અમે દિલગીર છીએ કે અમે તમારી પત્ની ને ના બચાવી શક્યા.તેઓ મુત્યુ પામ્યા છે.

રોહન ,સરિતા બેન અને પરાગ ભાઈ આ વાત સાંભળીને ખૂબ શોક થઈ જાય છે અને રડવા લાગે છે.રાહી બહાર થી રડવનુ નાટક કરે છે પણ અંદરથી ખુબ ખુશ થાય છે.રોહન આ વાત સાંભળીને એની માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે.પરાગ ભાઈ હોસ્પિટલમાં બધી ફોરમાલીટી પતાવી ને બધાને ઘરે લઈ જાય છે.રમેશ ભાઈ અને તેમના પરિવાર ને જાણ કરે છે.રમેશ ભાઈ અને બીના બહેન આ વાત સાંભળીને ખૂબ રડે છે આકાશ પણ પોતાની લાડકી બહેન ને યાદ કરી ને રડવા લાગે છે.

ધારા ની અંતિમ વિદાય આપવા માં આવે છે.બધા બોવ રડે છે.રોહન વારંવાર ધારા સામે જોઈ ને રડવા લાગે છે.આખા ઘરમા શાંતિ અને રડવાના અવાજ આવી રહ્યા છે.એવુ લાગે છે કે આ ઘરની લક્ષ્મી સાથે આ ઘરની શાંતિ સુખ અને સમૃદ્ધિ જતી રહી હોય છે.ઘરની એક એક દિવાલ રડીને આ ઘરની લક્ષ્મી ને વિદાય આપી રહી છે.કાલ હસતો મહેતા પરિવાર આજે દુઃખ મા‌ આવી ગયો છે.

રાહી આ બધામાં બધાની નજર ચુકવી પોતાની રુમમાં જઈને ફોન કરી કોઈ વ્યક્તિ ને આ વાત કહે છે કે

રાહી (હસતા હસતા) : ચાલો આપણો કામ થઈ ગયું.ધારા નામનો કાંટો આપણા રસ્તામાં થી દુર.હવે એક આખરી રમત એક આખરી ચાલ અને અનિશા ખતમ.

કાંઈક અવાજ આવતા રાહી ઝડપથી ફોન કટ કરી બહાર નીકળી જાય છે અને રડવાનું નાટક કરે છે.પણ એને નહોતી ખબર કે આ વાત બીજું કોઈ પણ સાંભળી ગયું છે.ધારાની દુઃખ ભરી વિદાય ના દિવસો ધીમે ધીમે જાય છે.રોહન પણ હવે અનિશાનુ ખુબ ધ્યાન રાખે છે.જાણે અનિશા જ એનું જીવન બની ગઈ હોય છે ‌.

એક મહિના પછી પરાગ ભાઈ ના બહેન સરિતા બેન ને કહે છે કે હવે રોહન એ અનિશા માટે બીજા લગ્ન કરી લેવા જોઈએ. ક્યાં સુધી આમ‌ એકલો રહેશે??આ વાત રુમમાં થી નીચે આવતો રોહન સાંભળી લે છે.


રોહન અચાનક આ વાત સાંભળીને ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ધારા ના ફોટા ને પકડી ને ખુબ રડે છે.ધારા ના ફોટા ને જોતા રોહન કહે છે કે

રોહન (ધારાના ફોટા ને વળગી): ધારા!! ધારા પ્લીઝ પાછી આવી જા . આપણી પરીને તારી જરૂર છે તેને તેની મા ના પ્રેમ ની જરૂર છે.જો મમ્મી પપ્પા પણ‌ ઉદાસ રહે છે. રાહી પણ‌ તને ખૂબ યાદ કરે છે.આકાશ તો સાવ તુટી ગયો છે .આપણો પરિવાર વિખરાઈ ગયો છે.ધારા તારા વગર હું અધુરો જ છુ આપણે સાથે મળીને જોયેલા સપના અધુરા રહી ગયા.આપણી અનિશા માં વગરની થઈ ગઈ.

સરિતા બેન અને પરાગ ભાઈ રૂમની બહાર થી રોહનને ધારાના ફોટા સાથે વાત કરતા જોવે છે પોતાના દિકરાને આ હાલતમાં જોઈ ગળગળા થઈ જાય છે.સરિતા બેન રોહન ની નજીક જઈ રોહનના માથા પર પ્રેમભર્યો હાથ ફેરવે છે રોહન નાના બાળકની જેમ વળગી ને રડવા લાગે છે.

રોહન (રડતા રડતા) : મમ્મી જોને તારી લાડકી વહુ મારૂ કાંઈજ માનતી નથી કે ને એને પાછી આવી જાય.

સરિતા બેન (રોહન ને વળગી ને રડવા લાગે છે): રોહન દિકરા શાંત થઈ જા . જો તને જોઈ ને અનિશા પણ રડવા લાગી.ધારા હંમેશા માટે દૂર જતી રહી છે.

રોહન (ઝબકીને) : ના મમ્મી મારી ધારા આવશે પાછી.

હવે વાતાવરણ માં રોહનના રડવાના ડુસકા સંભળાય છે.સરિતા બેન અને પરાગ ભાઈ રોહન ને શાંત કરે છે.રોહન હવે કોઈ વ્યક્તિ જોડે વાત નથી કરતો આખો દિવસ અનિશાને સાચવવા મા અને ધારા ને યાદ કરી ને વિતાવે છે.હસતો અને મસ્તી કરતો રોહન જાણે ક્યાંક ખોવાઈ ગયો છે.

ધીમે ધીમે અનિશા પણ મોટી થવા લાગી છે.એક દિવસ નાસ્તા ના સમયે સરિતા બેન રોહન ને બીજા લગ્ન કરવા કહે છે.

રોહન : ના મમ્મી મારા હદયમાં ધારા હતી અને ધારા જ રહેશે.હુ બીજા લગ્ન ક્યારેય નહીં કરું.હુ મારી ધારાનું સ્થાન કોઈ ને નહીં આપી શકું.

સરિતા બેન: તો અનિશા નું શું ?એના ભવિષ્ય નું શું? એને પણ‌ એક માતા નો પ્રેમ જોઈએ?

રોહન : મમ્મી હું અનિશાને માતા અને પિતા બંનેનો પ્રેમ આપીશ પણ મારે બીજા લગ્ન નથી કરવા . ખબર નહીં કેમ હોય કેમ મારી લાડકવાયી ને રાખે તે?

સરિતા બેન (નિરાશ થઈ): સારૂ દિકરા.

પરાગ ભાઈ અને સરિતા બેન રોહન ને બીજા લગ્ન માટે મનાવે છે પણ રોહન માનતો નથી.ધીમે ધીમે અનિશા પણ‌ મોટી થવા લાગી છે.અનિશા ચાલતા શીખે છે રોહન ખૂબ ખુશ થઈ જાય છે અને અનિશાને ઝાંઝર પહેરાવે છે.હવે આખા ઘરમાં અનિશા અનિશા થવા લાગે છે.બધા ધીમે ધીમે દુઃખને ભૂલી જીવવા લાગે છે.રાહી ને હજી પણ‌ અનિશા પર ગુસ્સો છે.

અનિશા એટલે નાનકડી ધારા જાણે ધારા નું નાનું પ્રતિબિંબ.વહાલનો દરિયો અને નાની નાની આંખો ,કોમળ હાથ,સુંદર ચહેરો ,માસુમ મુસ્કાન અને એની કાલીઘેલી ભાષા. રોહન જ્યારે અનિશા ની સાથે હોય ત્યારે એવું લાગે કે ધારા નો‌ પડછાયો છે.રોહન બધુ ભુલી ને અનિશાને ખુબ લાડથી રાખતો એને ક્યારેય માતાની કમી ના લાગવા દેતો.ધારા ના ગયા પછી પરાગ ભાઈ ના નાના ભાઈ ના દિકરાઓ પણ મહેતા નિવાસ માં આવી જાય છે અને અનિશાને ભાઈઓનો પ્રેમ મળે છે.ધારા ના ગયા પછી રાહી ઝડપથી લગ્ન કરી અમેરિકા જતી રહે છે.

(પાંચ વર્ષ પછી)

સવારના સમયે મહેતા નિવાસ માં

રોહન : મારી લાડકવાયી પરી ક્યાં ગઈ? આજે સ્કૂલમાં પહેલો દિવસ છે ને?? ચાલો ચાલો જલ્દી જલ્દી પાપા પાસે આવી જાવ.

અનિશા : ઓફો !! પાપા હું તો ક્યારની તૈયાર છુ.જલદી‌ ચાલો હું લેટ થઇ જઈશ.

રોહન (અનિશા ને તેડીને) : હા‌ મારી ઠિગલી.દુધ ની લો પછી જઈએ.

પાયલ (રોહન ના ભાભી): હવે ખબર પડશે રોહન ભાઈને એમની રાજકુમારીને દુધ પીવડાવવું કેટલું અઘરું કામ છે.

અનિશા :ના હો પાપા હૂં દુધ નહિ પીવ મને નથી ભાવતું.

રોહન : ઓય ના વાળી ! ચાલો ચાલો દુધ પી લો પછી સ્કુલ માં જવાનું છે ને?

અનિશા : એક શર્ત પર પીવ દુધ

રોહન : હા મારી પરી બોલ

અનિશા : સ્કૂલેથી આવી ને મને આઈસ્ક્રીમ ખાવા લઈ જવાની?

રોહન : ઓકે મેડમ

‌અનિશા આ જોઈ ખડખડાટ હસી પડી રોહન એને જોતો જ રહી ગયો અચાનક યાદ આવતા પ્રેમથી અનિશાને દુધ પીવડાવી દે છે.અને અનિશા ને તેડીને બહાર નીકળી જાય છે.અનિશા નો સ્કુલ માં પહેલો દિવસ છે એટલે તે ખુબ ખુશ છે રોહન સાથે વાત કરતા કરતા તે સ્કૂલ પહોંચી ગઈ હતી.

અનિશા : પાપા પાપા સ્કૂલ આવી ગઈ.જોવો !!

રોહન : હા‌ મારી પરી .સાંભળ તારૂ ધ્યાન રાખજે અને કોઈ કાઇ આપે તો ખાવાનું નહીં.અને પાપા જલદી તને લેવા આવશે ઓકે (અનિશાને ફોરહેડ પર કિસ કરે છે)
દિપ(રોહનના ભાઈ અને પાયલનો દિકરો ) અનિશાનુ ધ્યાન રાખજે તારી નાની બેન છે.

દિપ : હા અંકલ હું ધ્યાન રાખિશ .

અનિશા : બાય પાપા.

રોહન : બાય મારી ઠિગલી.

રોહન અનિશા ને જતા જોવે છે અને વિચારે છે કે અનિશા મારા થી ક્યારેય દુર નથી ગઈ . એને ફાવશે ને? એને નહીં ગમે તો??આ બધા વિચારોમાં થી બહાર નીકળી રોહન ઓફિસ જવા માટે નીકળે છે.


############(સમાપ્ત)#############

(કેવો હશે અનિશા નો પહેલો દિવસ સ્કૂલમાં? રોહન ને કેમ‌ આટલી બધી ચિંતા થાય છે? શું સાચી હશેપંડિત ઓમકારનાથ શાસ્ત્રી ની ભવિષ્યવાણી??)

Thank you for reading....


રોહન અનિશાને સ્કૂલ માં મુકીને ઓફિસ જવા માટે નીકળે છે ત્યાર પછી રોહન ના ગયા પછી એક ૨૩ વર્ષીય યુવાન બહાર નીકળી કોઈકને ફોન કરે છે અને કહે છે કે

યુવાન: હલ્લો રાહી મેડમ.તમે જેમ કહ્યું હતું તેમ અનિશા અને રોહન મહેતા પર નજર રાખું છું.

રાહી : હા કિશન .કઈ સ્કૂલ માં છે.

કિશન : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં.

રાહી: ઓકે.મને ફોટો મોકલ અનિશાનો.

કિશન : ઓકે મેડમ.

કિશન અનિશાનો ફોટો પાડી ને રાહી ને મોકલે છે.રાહી અનિશાના ફોટાને જોઈને અકળ હાસ્ય કરે છે ત્યાં આકાશનો અવાજ સંભળાય છે.

આકાશ : રાહી હું તને ક્યારનો બોલાવું છું ક્યાં ધ્યાન છે તારું?

રાહી (ગુસ્સામાં): જે હોય તે સ્પષ્ટ જણાવ.મારે કામ છે.

આકાશ: હું આજે લેટ થઈશ.

રાહી (ગુસ્સામાં): હા‌ તારે આ રોજનું થયું છે.સીધેસીધુ કહ્યી દેને કે તને હવે મારામાં રસ નથી.

આકાશ (શાતી થી): જો રાહી હું તારી સાથે ઝગડો નથી કરવા માંગતો .

રાહી (ગુસ્સામાં): હા હું જ ઝગડો કરું છું.

આકાશ : તારી સાથે વાત કરવી જ ખરાબ છે બાય .

રાહી: હા હું જ ખરાબ.મને ખબર છે કે તને હવે મિસ.માથૉ માં રસ છે એટલે જ તું ઘરે મોડો આવે છે ‌.

આકાશ : રાહી ત્યાં હું કામ કરવા જાવ છું બાકી તો તને જે લાગે તે ઠિક.

રાહી: હા ખબર છે મને બધી.

આકાશ ગુસ્સામાં ઘરની બહાર નીકળી જાય છે અને ઓફિસ જતો રહે છે.આકાશ ઓફિસ જઈ ધારાના ફોટા ને જોતા જ રડવા લાગે છે.

આકાશ: ધારા ધારા મારી લાડકવાયી બેન !! મને ખબર છે કે તારા ખુની કોણ‌ છે .મારું વચન છે તને તારા ગુનેગાર ને સજા જરૂર અપાવીશ અને તારી અનિશાનુ ધ્યાન રાખિશ.

(ધારા ના અંતિમ સંસ્કાર વખતે રાહી ની વાત સાંભળનાર બીજું કોઈ નહીં પણ આકાશ હોય છે અને રાહી અનિશાને નુકસાન ન કરી શકે એ માટે તે રાહી જોડે લગ્ન કરી એને લઈને અમેરિકા આવી જાય છે જેથી રાહી અનિશાને નુકસાન ન કરે)

આકાશની સેક્રેટરી: સર તમારે જે ઈન્ટરવ્યુ લેવાના છે તે આવી ગયા છે.

આકાશ:હા તેમને વારા ફરતી મોકલો ‌‌.

આકાશ ભુતકાળમાં થી બહાર નીકળી બધાના ઈન્ટરવ્યુ લેવા લાગ્યો.આકાશ બધાના ઈન્ટરવ્યુ લે છે પણ‌ લાયકાત મુજબ ઉમેદવાર નથી મળતા.છેલલે એક છોકરી બાકી છે એમ‌ સેક્રેટરી કહે છે.આકાશ કહે છે હા મોકલો.

પિંક કલર નું ટોપ અને વ્હાઈટ જીન્સ્. અણિયાળી આંખો માસુમ મુસ્કાન,પાતળા હોઠ, અપ્સરા ને પણ શરમાવે તેવું સોંદર્ય.આકાશ થોડી વાર માટે અપલક નજરે એને જોઈ રહે છે.પછી એને બેસવા કહ્યું.

આકાશ: તમારું નામ?

ધ્યાના: ધ્યાના અરવિંદ પટેલ.

આકાશ: ઓકે મિસ.ધ્યાના.

આકાશ એને થોડાક સવાલ પુછે છે અને ધ્યાના એના આત્મવિશ્વાસ થી જવાબ આપે છે.આકાશ ધ્યાનાને યોગ્ય ઉમેદવાર તરીકે જાહેર કરે છે અને ધ્યાનાને નોકરી માટે પત્ર આપે છે.

આકાશ : મેં તમને ક્યાંક જોયા છે પણ ખબર નથી ક્યાં

ધ્યાના: હા‌ મેં પણ .અરે હા તમે ધારા ના ભાઈ સાચું ને?

આકાશ: હા તમે કેમ ઓળખો ધારા ને?

ધ્યાના: મારી સાથે ભણતી હતી.

આકાશ : હા ઓકે.

ધ્યાના: કેમ છે તે??

આકાશ:તે નથી આ દુનિયા માં

ધ્યાના: સોરી

આકાશ: ઈટસ ઓકે.

ધ્યાના અને આકાશ છુટા પડે છે.રોહન અનિશાના સ્કૂલ નો ટાઇમ પુરો થતા લેવા માટે જાય છે.અનિશાને જોતા જાણે વર્ષો પછી મળતો હોય એમ અનિશાને તેડીને વ્હાલ કરે છે અનિશા પણ પાપા ને જોઈ ને ખૂબ ખુશ હોય છે.અનિશા થોડી વારમાં જ ઉદાસ થઈ ગઈ એટલે રોહન ધરે જઈને પૂછીશ એમ વિચારી આઈસ્ક્રીમ ખવડાવી બધા જ બાળકો ને ઘરે લાવે છે.અનિશા પોતાનો નવો સ્કૂલ લન્ચ બોક્ષ હોંશેહોંશે બધાને બતાવે છે. રાત્રે અનિશા રોહન પાસે આવી ને બેસે છે અને પુછે છે કે

અનિશા : પાપા પાપા એક વાત પુંછું??

રોહન : હા બોલ મારી પરી.

અનિશા : પાપા મારી મમ્મા ક્યાં છે??તે મારા થી નારાજ છે??બધા પાસે મમ્મા છે મારી પાસે કેમ નથી?? મમ્મા ને કહોને કે અનિશા તોફાન નય કરે.

*****************(ક્રમશ)**********

(શું રોહન બચાવી શકશે પોતાની દીકરી અનિશા ને? શું હશે રાહી નો નેકસટ પ્લાન? કોણ છે આ ધ્યાના?? આકાશ કેમ સજા અપાવશે??)

Thank you for reading...