Prem Samaadhi - 66 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ -66

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ -66

પ્રેમ સમાધિ
પ્રકરણ -66

કાવ્યા અને કલરવ ટેરેસ પરથી નીચે આવ્યાં. કાવ્યાએ કલરવને મીઠી હગ કરીને કહ્યું “બાય માય કલરવ મીઠી નીંદર લેજે શાંતિથી સુઈ જજે પાપા આવવાનું કહેતાં હતાં હવે એ આવી જવાનાં માય લવ”.
કલરવે પણ મીઠું ચુંબન આપતાં કહ્યું “કાવ્યા મારી તો દુનિયાજ બદલાઈ ગઈ છે આજે મને ઈશ્વરે ચારે હાથા આંઠે હાથો અરે હજાર હાથોથી મને બધું આપી દીધું છે. મારાં જીવનમાં આવીને તેં મને જીવતાં સ્વર્ગ આપી દીધું છે. સમય આવ્યે હુંજ સામેથી તારાં પાપા પાસે તારો હાથ માંગીશ.”
“હમણાં તો આપણે દૂર રહીશું સેફ સલામત અંતરે અનહદ પ્રેમ કરતાં કરતાં પણ સીમા પાળીશું. પછી ઈશ્વવરને સોંપી દઈએ બાય મારી જાન... સવારે તારાં પાપા આવ્યા હશે તો તું પહેલી નીચે જજે હું પછી આવીશ”. એમ કહી બંન્ને પોત પોતાનાં રૂમમાં સુવા ગયાં.
કાવ્યા કલરવનો પ્રેમ યાદ કરતાં કરતાં મીઠાં શમણાંઓમાં ખોવાઈ ગઈ પોતે એટલી નિશ્ચિંન્ત થઇ ગઈ હતી કે સપનાનો રાજકુમાર એને મળે એવી મંગણીજ ના રહી પણ મળેલો રાજકુમાર હવે એનાં રોજ સપનામાં આવે એવી આશ સાથે સુઈ ગઈ.
કલરવ રૂમમાં આવ્યો એ હાથપગ ધોઈ સ્વસ્થ થયો મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી, સૂતાં પહેલાં એની માં અને બહેન જે હવે પૂર્વજ થયાં હતાં એમને પ્રાર્થનાં કરી એમની સદ્દગતિ થાય ઈશ્વર એમને સાચવી લે અને એનાં પાપાને ઈશ્વર હવે મિલાવી દે એવી પ્રાર્થના... રોજ સૂતાં પહેલાં એ આ પ્રાર્થના નિયમિત કરતો.
કલરવ પ્રાર્થના કરી આડો પડ્યો અને એણે આંખો બંધ કરવા પ્રયત્ન કર્યો પણ એને નીંદર નહોતી આવી રહી એ ઊંઘાડી આંખે છતને જોયાં કરતો હતો. એને થયું પેલાં રેખા આંટીએ અમને એવી અવસ્થામાં જોયા છે શું એ વિજય અંકલને કહી દેશે ? વિજય અંકલ શું વિચારશે ? કે આ અનાથ થયેલાંને ઘરે બોલાવ્યો એણે મારાં ઘરમાંજ ધાડ પાડી ?
કલરવ ચિંતામાં ઘેરાયો એની નીંદર હવા થઇ ગઈ એણે વિચાર્યું એવું કશું થયું તો વિજયઅંકલ મને માફ નહીં કરે માંડ હું કોઈનાં આટલાં સારાં મજબૂત આશરે પડ્યો છું અહીંથી પણ કાઢી મુકશે... શું થશે ? મને કાઢી મૂકે તો વાંધો નહીં પણ એમને થશે મેં ભરોસો તોડ્યો. શંકરનાથનો છોકરો હરામી નીકળ્યો.
એને ફૂલ એસીમાં પણ શરીરમાં પરસેવો વળી ગયો. હવે ઈશ્વર મલિક મને નથી ખબર શું થશે ? જે સામે આવશે એ પડશે એવા દેવાશે. મારો મિત્ર સુમન શું વિચારશે ? એ તો મને મારીને બહાર કાઢશે... નફરત કરશે...
પછી એને વિચાર આવ્યો... પણ મેં... સુમનને કશું નથી કર્યું મેં કોઈ એવો ત્રાગડો નથી રચ્યો ના કોઈ કાવ્યાને ફસાવવાની વ્યૂહ રચના બનાવી કે હું એને ફસાવીને વિજય અંકલનું બધું હડપી લઈશ. મને તો સાચો પવિત્ર પ્રેમ થયો છે. પણ મારો વિશ્વાસ કરશે ?
ઘણી બધી જાતનાં એને વિચારો આવ્યાં એણે અંતે નક્કી કર્યું કે હું અહીં કાવ્યા સાથે વિજય અંકલનાં ઘરેજ નહીં રહું... હવે મારુ ભવિષ્ય શું છે ? કોઈનાં માથે પડું એનાં કરતાં વિજય અંકલને કહીશ તમને મળવું હતું મારુ હૈયું ખાલી કરવું હતું એટલે અહીં આવેલો હવે હું અહીંથી જઉં છું...
હૈયું તો હું કાવ્યાને આપી બેઠો છું એની પાસે બધું ખાલી કરી દીધું છે પણ હું અહીં નહીં રહું એ નક્કી આમજ અહીંથી ચાલ્યો જઈશ. કાવ્યાને પણ સમજાવી દઈશ. એને સમય સંજોગ સમજાવી દેશે. મારાં પર કોઈ આળ મુકાય હું સહી નહીં શકું હું સંસ્કારી ઘરનો એકવચની શંકરનાથનો છોકરો છું અહીંથી હવે જવું એ નક્કી કરી લીધું.
એણે ઊંઘવા પ્રયત્ન કર્યો કેટલાંય સમયથી વિચારનાં વમળમાં ફસાયેલો હતો. હવે અંતિમ નિર્ણય લીધાં પછી જ્યાં સુવાની તૈયારી કરે છે ત્યાં ગાડીનો હોર્ન સાંભળ્યું... ગેટ ખુલ્યો, ગાડી અંદર આવી.
કલરવે બધાંજ અવાજ સાંભળ્યાં એની નીંદર સાવ ઉડી ગઈ એને અંદાજ આવી ગયો કે વિજય અંકલ આવી ગયાં. ઉઠીને બારીમાંથી નીચે જોવા પ્રયત્ન કર્યો પણ કોઈ ના દેખાયું આછા અજવાળામાં ચોકીદારને ગેટ બંધ કરતો જોયો.
એણે અવાજ સાંભળ્યો રેખાનાં બોલવાનો અને વિજય અંકલનો પછી શાંત થઈ ગયું બધું એણે વિચાર્યું આટલી સવારે તો પેલી કશું નહીં બોલે એ પાછો બેડ પર આવી આડો પડ્યો.
થોડીવારમાં એનાં રૂમની લોબીમાં પગરવ એણે સાંભળ્યાં એને અંદેશો આવી ગયો કે વિજય અંકલ ઉપર પણ આવી ગયાં છે એણે આંખો બંધ કરી દીધી બ્લેનકી ઉપર સુધી ઓઢી લીધો.

********
દૌલત સાથે સતિષે શું વાત કરી એ બધું નારણે પૂછવાનું માંડી વાળ્યું એ સતિષને ઝડપથી કાર ચલાવતા જોઈ રહ્યો. એ મનમાંને મનમાં પોરસાતો હતો મારે તો આવો હોંશિયાર બહાદુર જુવાનજોધ છોકરો છે એ બધો મારો કારોબાર સાંભળી લેશે... વિજય કરતાં પણ હું આગળ વધી જવાનો.
દોલત અહીં આવી ગયો છે ચોક્કસ કોઈ વાત હશે. વિજયને એનાં પર પણ ખુબ વિશ્વાસ છે દમણની શીપ દોલત સાંભાળે છે પોરબંદર શીપ પર પેલો રાજુ નાયકો છે એ સાલો વિજયને ખુબ વફાદાર છે બધાનું ધ્યાન રાખવું પડશે ત્યાં સતિષે જોરથી બ્રેક મારી અને રસ્તો ક્રોસ કરતું કૂતરું બચાવી લીધું.
નારણથી રાડ પડાઈ ગઈ “શું કરે છે સતિષ ?” સતિષે કહ્યું “પાપા કૂતરું આમ આડું દોડ્યું એને બચાવવાં બ્રેક શોર્ટ મારવી પડી. “
નારણે કહ્યું “આટલી સ્પીડમાં કાર હોય ત્યારે આમ બ્રેક નહીં મારવાની... સાલું મરવાનું હોય તો મરે કૂતરું આમાં ક્યાંક આપણે ભસ્મ થઇ જઈશું ભાન રાખ જીવનમાં પણ આજ પાઠ યાદ રાખજે...”

વધુ આવતા અંકે -પ્રકરણ -67