The Author CHETAN OZA Follow Current Read અલખ નો આરાધ By CHETAN OZA Gujarati Spiritual Stories Share Facebook Twitter Whatsapp Featured Books શ્રીમદ્ ભગવદ્ ગીતા - સંપૂર્ણ ૐ ઊંધ્ટ્ટ થ્ૠધ્ધ્અૠધ્ઌશ્વ ઌૠધ્ઃ ગરુડ પુરાણ અનુક્રમણિકા ૧. પ્રથમ અધ્યાય निलावंती ग्रंथ - एक श्रापित ग्रंथ... - 1 निलावंती एक श्रापित ग्रंथ की पूरी कहानी।निलावंती ग्रंथ બંધારણ દિવસ બંધારણ દિવસ (સંવિધાન દિવસ ) ... તારી લીલા અપરંપાર..... આજે આપણે ઉચ્ચ ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસ યુગમાં જીવી રહ્ય... તલાશ 3 - ભાગ 8 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે... પ્રેમ થાય કે કરાય? ભાગ - 22 મુલાકાતમાનવી મોલમાં તેની સહેલીઓ સાથે શોપિંગ કરી રહી છે. તે શ... ખજાનો - 87 સૌ કિનારા પાસે ઉભેલી બોટ તરફ ચાલવા લાગ્યા. કાચ જેવું સ્વચ્છ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share અલખ નો આરાધ (1) 784 1.8k 1 ઉનાળા નો ધોમ ધખતો તડકો અને વટેમાર્ગુ નો રસ્તો જમીન પર જાર નાખો તો ફૂટી ને ધાણી થઈ જાય પંખી બિસારા છાયડો જોઈ ને એક જગ્યા એ બેસી રે જો ચણ ચણવા જાય તો ગરમી માં ફફડી ને હેઠા પડે એવા માં ગામ ના છેવાડે એ મારગ પર છગન બાપા જાળા ની નીચે ખાટલો પાણી ની માટલી ને શાફી જગાવી ને બેઠા હોય કોઈ વટે માર્ગુ નીકળે તો તરત સાદ પાડે એ રામ રામ ભગત તરત બોલાવે ને આગતા સ્વાગત કરે થોડી વાતો કરી ને સમય પસાર કરે ને મૂળ વાત ભજન ભાવ ની હોય અને એમતો પાછા ક્યારેક ક્યારેક સાખી ઓ સાથે લલકારે પણ ખરા એ રણુજા વાળો મારા કલેજા ની કોર .....એ ધીમી ધીમી હવા ને પંખીડા ના ઝીણા ઝીણા અવાજ વચ્ચે કોઈ તાલ ને સંગીત વિના પણ ભજન મીઠડું લાગે હો.એમને એક નિત્ય નો નિયમ સવાર સાંજ રામાપીર નું નામ લઈ ને દીવો કરવાનું ના ભૂલે અને જાણે ધણી કાયમ હાજરી આપતા હોય એવું લાગે.ગામ થી થોડા દૂર રહે પણ ભજન નું વાયક એમને મળી જ જાય અને લાકડી ના ટેકે ટેકે પાછું પહોંચીએ જવાનું અને કહે આ એક જ હારે આવશે બીજું બધુંય પડી રહેવાનું ભજન ના ભરોહે દેજો વાલા. ગામડા ના ભજન માં ભજન ગાય પછી પાછળ ઝીલવાનું હોય.. એ..હા...હા..હા.. એટલે રામ સાગર ને મંજીરા સાથે મન મળી જાય અને ભજન નો પરસાદ ફાળિયા ના છેડે બાંધી ને લેતા આવે બીજા દિવસે બધા ને આપતા જાય ને ભેગી ભજન ની વાતો કરતા જાય. કમસી એ ભજન જમાવ્યા હો. ધણી નો આરાધ ને લખા ભગતે જમાવટ કરી હો.એક દી વખત બાપા ને બહાર જવાનું થયું રાત્રિ રોકાણ ત્યાં કરવાનું હતું ઘણી એ આજી જી કરી પણ નિકલાયું નહિ હવે શું પણ એમનું મન પેલા દીવા માં લાગેલું હતું ધણી નો દીવો ત્યાં કોણ કરશે આજે મારી કાયમ ની ટેક તૂટી જાહે.નિસાસો નાખી ને રોકાયા તો ખરી પણ મન માં આખી રાત પેલી ચિંતા પેઢી મારો રોજ નો નેમ તૂટી ગયો સવાર તો થયું ના થયું ને રામ રામ કરી ને નીકળી ગયા. જય ને તરત જ્યાં દીવો કરતા ત્યાં નમી પડ્યા જાણે માફી માગતા હોય એમ બે હાથ જોડી ને આંખમાં ઝળઝળિયા ને મન હિંદવા પીર ને મનાવે છે કે વાલા મારી ટેક તૂટી ગઈ આજ તારા થી દુર રહેવાનું થયું. ત્યાં જ કમશી ભગત આવ્યા એ રામ રામ ભગત ...તરત હામે બાપા એ કહ્યું એ રામ રામ ખાટલે આવી ને બેઠા પાણી આપ્યું ને વાત કરતા કહ્યું કાલે બહાર ગયો હતો પહેલી વાર બહાર ગામ રાત રોકાવવા નું થયું તો હરિ ના દર્શન ને દીવો ના થયા એટલે બે હાથ જોડી ને એમની માફી માગતો હતો ને મન માં નેમ લીધો કે હવે પછી બહાર ગામ જાવાનું જ બંધ મારા હરી વિના એના દીવા ધૂપ વિના માંરી રાત જાણે વેરણ થઈ હોય એમ એક મિનિટ નો હખવારો નહોતો. કમશી ભગત વિચાર માં પડ્યા ને ભગત ને નમી પડ્યા કારણ કે આગળની સાંજે એ ત્યાં થી નીકળેલા ને બાપા ને ચાલતા ચાલતા ચમ છો ભગત એવું બોલતા ગયેલા.અને સામે થી પણ જવાબ મળેલો એ ધરમ નો જય મજા છે ભગત. કમશી ને દુઃખ એ હતું કે રોજ આવી ને બે મિનિટે બેહી ને પછી જતો ગઈ કાલે મોડું થયેલું તો બેઠો નઈ અને ચાલતા ચાલતા બોલી ને નીકળી ગયો. બાપા તો કાલે હતા નઈ તો એ દીવા કરનાર ને મને હોંકારો આપનાર કોણ...અખિલ બ્રહ્માંડ નો માલિક હાજરી આપી ગયો અને હું આજે જ બેસવાનું ભૂલી ગયો થોડોક બેઠો હોત તો જનમ નો ફેરો સુધરી જાત. મારા વાલા હારે વાત્યુ થાત કમશી ભગત વાત હાભલી ને બાપા ની આંખમાંથી બોર જેવડા આહુડા ની ધાર થઈ મારા માટે મારા ધણી એ ધક્કો ખાધો બે હાથ જોડી ફરી એ જગ્યા એ જઈ ને નમી પડ્યા .. Download Our App