મુંબઈ શહેરની ગલીઓમાંથી પસાર થતી એક કાર એક વિશાળ બંગલા નજીક પહોંચી ગઈ. સૌ પ્રથમ પ્રિશા ઉતરી અને ત્યાર બાદ અંશ ની સાથે લક્ષ્મી બેન અને રસીલાબેન પણ ઉતર્યા. ગરીબ ઘરમાંથી નીકળીને જ્યારે લક્ષ્મી એ વિશાળકાય બંગલો જોયો તો બે ઘડી જોતા જ રહી ગયા!
બંગલો અંદરથી પણ એટલો જ વિશાળ અને સુશોભિત હતો.
પ્રિશા એ એક નોકર દ્વારા બધો સામાન રૂમમાં ગોઠવ્યો.
" આ છે આપણું ન્યુ હોમ....કેવું લાગ્યું આંટી સુંદર છે ને?"
" સુંદર?? અરે આવું ઘર તો મેં સપનામાં પણ નહોતું જોયું! દીકરી તું નાનપણથી જ આવા ઘરમાં રહે છે...?"
" હા આંટી....મતલબ હું આ ઘરમાં રહીને મોટી નથી થઈ આ તો મેં બસ હમણાં જ થોડાક સમય પહેલા જ ખરીદયું છે...જેથી આપણે અહીંયા શાંતિથી એકસાથે રહી શકીએ..." પ્રિશા એ કહ્યું.
અંશે પ્રિશાનો હાથ પકડ્યો અને ખેંચીને થોડે દૂર લઈ ગયો.
" જો પ્રિશા....હું પહેલા જ તને સાફ સાફ કહી દવ છું કે મને તારા ઉપર જરા પણ ટ્રસ્ટ નથી... તે મારી મદદ કરી છે એટલે સામે હું તારી મદદ કરવા અહીંયા આવ્યો છું...તારું કામ પતશે એટલે અમે તુરંત અહીંયા થી છુમંતર થઈ જશું....એટલે તારે મારી મા સાથે વધારે નજદીક જવાની કોઈ જરૂર નથી સમજી?"
" રિલેક્સ અંશ! હજુ તો આપણે ભાગીને મુંબઈ આવ્યા છે! અને અત્યારે ઘરની બહાર નીકળવું મતલબ મોતને ભેટવા બરોબર છે....સો તારા દિમાગના વિચારો પર જરા બ્રેક માર અને અહીંયા આલીશાન બંગલામાં રહીને એશ કર..."
અંશ સારી રીતે જાણતો હતો કે પોલીસે એમની ટીમને અલગ અલગ શહેરોમાં શોધવા માટે મોકલી દીધી હશે. એટલે જ અંશે ચૂપચાપ પ્રિશાની વાત સ્વીકારી લીધી. જ્યાં અંશને પ્રિશા ઉપર જરા પણ વિશ્વાસ ન હતો ત્યાં પ્રિશા પણ અંદરથી અંશથી ડરી જ રહી હતી. એકબીજા પર વિશ્વાસ ન હોવા છતાં પણ પોતાના સ્વાર્થ ખાતર એકબીજા સાથે એક જ છતની નીચે રહેવા બન્ને મજબૂર બન્યા હતા.
*****************************
વિજય ખોટા એડ્રેસથી થોડે આગળ વધ્યો જ હતો કે સામે કમિશનર સાહેબ ગુસ્સામાં ઉભા રહેલા જોવા મળ્યા.
" સર તમે અહીંયા?" વિજયે કહ્યું.
" આ સવાલ તો મારો હોવો જોઈએ વિજય, તું પોતાની ટીમ સાથે અહીંયા??"
વિજય નીચું મોં કરીને જોઈ રહ્યો.
" સસ્પેન્ડ કર્યા છતાં પણ તમે પોતાની ઇન્વેસ્ટીગેશન શરૂ જ રાખી ને!..."
" સોરી સર... બટ પ્રિશાને પકડવી જરૂરી છે, હોય શકે એ કોઈ નવા ક્રાઇમને અંજામ આપવા જઈ રહ્યો હોય..અને આપણે હાથ પર હાથ રાખીને બેસી રહેશું તો..."
" તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી... મેં ઓલરેડી ચાર પાંચ ટીમને તૈયાર કરીને પ્રિશા અને અંશને શોધવા માટે અલગ અલગ શહેરોમાં મોકલી દીધી છે....." કમિશનર સાહેબ એટલું બોલ્યા ત્યાં જ એમનો ફોન રણક્યો.
બે મિનિટ ફોન પર વાતચીત કર્યા બાદ કમિશનર સાહેબ બોલ્યા. " વિજય..તારા અને તારી ટીમ માટે ગુડ ન્યુઝ છે..."
" કેવા ગુડ ન્યુઝ સર..."
" તમને ઇન્વેસ્ટીગેશન કરવાનો ખૂબ શોખ છે ને! તો તમારા માટે મારી પાસે ઓલરેડી બે ત્રણ કેસ પડ્યા છે અને હું એ કેસ તમને સોંપુ છું..."
" પરંતુ સર આ અંશનો કેસ હજુ સોલ્વ નથી થયો.."
" એ કેસ હું કોઈ અન્ય ટીમને સોંપી દઈશ, હાલમાં તમે એ જ કેસ સોલ્વ કરશો જે હું તમને આપીશ...અને હા ચાલુ કેસમાં જો મને ખબર પડી કે તમારી ટીમનો એક પણ મેમ્બર ચોરીછુપે પ્રિશાનો કેસ સોલ્વ કરે છે તો એ જ સમયે હું આખી ટીમને હંમેશા માટે સસ્પેન્ડ કરી દઈશ... ઇટ્સ માય લાસ્ટ વોર્નિંગ... અન્ડરસ્ટેન્ડ?"
" યસ સર..." વિજય અને સંજીવ એકસાથે બોલ્યા પરંતુ આર્યન કઈક વિચારોમાં ખોવાયેલો હતો અને થોડાક સમય બાદ એણે કમિશનરને જોઈને કહ્યું.
" સર... આઈ વોંટ ટુ કવાયટ માય જોબ..."
" આર યુ સિરિયસ??"
" યસ સર..."
" આ તું શું બોલે છે આર્યન?" વિજયે કહ્યું.
" સર તમે જ કહ્યું હતું ને કે કોઈ પણ કામ અધૂરું ન છોડવું જોઈએ...બસ હું તમારા રસ્તે જ તો ચાલી રહ્યો છું...ઓફીસરની વર્દી પહેરીને હું પ્રિશાને નહિ શોધી શકીશ પણ વિના વર્દી એ તો હું પ્રિશાને શોધી શકીશ ને! અને મને એ વાતનો અફસોસ જરૂર રહેશે કે મને સસ્પેન્ડ કરવા માટે ત્યાં કમિશનર સાહેબ હાજર નહિ હોય..."
" આર્યન, મને લાગે છે તારે આરામની જરૂર છે..યુવાનીમાં લીધેલા નિર્ણયો ઘણી વખત આપણા જીવનની દિશા જ બદલાવી દેતા હોય છે..."
" રાઈટ સર અને હું મારા જીવનની દિશા ચેન્જ કરવા જ માંગુ છું.."
" તને સમજાવાનો હવે કોઈ અર્થ નથી...."
કમિશનરે ત્યાં જ આર્યનને હંમેશા માટે ઓફીસરની વર્દીથી આઝાદ કરી દીધો. આર્યન હવે બસ સામાન્ય વ્યક્તિ બનીને ઉભો હતો.
" ગુડ બાય વિજય સર અને થેંક્યું સો મચ, તમારી સાથે રહીને મને ઘણું બધું શીખવા મળ્યું..."
" હું ઈશ્વરને પ્રાથના કરીશ કે તે જે આ નિર્ણય લીધો છે એના માટે તું ભવિષ્યમાં અફસોસ ન કરે...અને હા, જ્યારે પણ તને મારી જરૂરિયાત પડે તો બેજીજક કોલ કરજે...ઓકે?"
" ઓકે સર.." હિંમતપૂર્વક રોકેલા આંસુ પણ અલવિદા કહેતા સમયે વહી ગયા. આર્યન એકલો રસ્તે નીકળી ગયો. ક્યાં જવું? ન કોઈ દિશાની એમને ખબર હતી કે ન મંજિલનું કોઈ સરનામું એમની પાસે હતું. હવે જોવાનું એ રહ્યું કે શું આર્યનની મુલાકાત પ્રિશા સાથે થશે? અને શું પ્રિશા અંશ સાથે એક જ છતની નીચે શાંતિથી રહી શકશે?
વાંચતા રહો અગ્નિસંસ્કાર.
ક્રમશઃ