અનન્યાને સૌ પ્રથમ ગુજરાતી કપડાં પહેરવામાં આવ્યાં. ડાયલોગ ડિલિવરીની પ્રેક્ટિસ કર્યા બાદ એડની શૂટિંગ શરૂ કરવામાં આવી. અનન્યા પ્રેગનેંટ હોવાથી કેમેરાને અનન્યાના પેટથી થોડે ઉપર જ ફોકસ કરવામાં આવ્યું અને એ રીતે શૂટ કરવામાં આવ્યું કે જેથી અનન્યાનું પેટ કેમેરામાં ન દેખાય. અનન્યાની સાથે બીજો એક પુરુષ મોડલ પણ કામ કરી રહ્યો હતો. અનન્યા એ ગુજરાતી સ્ટાઈલમાં રેસ્ટોરન્ટનું નામ લઈને રેસ્ટોરન્ટ વિશે માહિતી આપી. એડ ખૂબ સરસ રીતે શૂટ થઈ રહ્યું હતું. ત્યાર બાદ મેકઅપ આર્ટિસ્ટે પંજાબી લુક અનન્યાને આપ્યું. પંજાબી કપડાં સાથે પંજાબી ડાયલોગ પણ અનન્યા એ શીખી લીધા હતા. એક આખો દિવસ શૂટિંગનો ગુજરાતી અને પંજાબીની એડ કરવામાં જતો રહ્યો.
" એડ કરવામાં મઝા આવી ગઈ..." આદિત્ય ઘરે પહોંચતા બોલ્યો.
" હા મઝા તો ઘણી આવી પણ થાક પણ એટલો જ લાગી ગયો..." અનન્યા બેડ પર બેસતી બોલી.
" બસ હવે કાલનો દિવસ બાકી છે, પછી તારે બસ આરામ જ કરવાનો છે...."
અનન્યા થાકના લીધે વહેલી સૂઈ ગઈ. વહેલી સવારે જાગીને ફરી આદિત્ય અને અનન્યા શૂટિંગના સ્થળે પહોંચી ગયા. રાહુલ સમય પહેલા જ ત્યાં પહોંચી ગયો હતો.
અનન્યા મેકઅપ રૂમમાં જઈને તૈયાર થઈ રહી હતી ત્યાં રાહુલ અંદર રૂમમાં પ્રવેશ્યો. ચાલું મેક અપમાં રાહુલ અને અનન્યા હસી મઝાક કરતા વાતો કરી રહ્યા હતા.
" રાહુલ ક્યાં જતો રહ્યો? અહીંયા તો હતો..." આદિત્ય રાહુલને શોધતો શોધતો મેકઅપ રૂમમાં પહોંચ્યો. ત્યાં પહોંચતા જ જોયું તો રાહુલ અને અનન્યા જૂના મિત્રોની જેમ હસી મઝાક કરી રહ્યા હતા. એ જોઈને આદિત્યે શક કરવાને બદલે અનન્યા કેટલી ખુશ છે એ જાણીને આનંદ થયો.
એડની શૂટિંગ શરૂ થઈ. એક પછી એક ટેક લેવામાં આવતા હતા. રાહુલ અડીખમ ઊભીને અનન્યા લને બેસ્ટ એક્ટિંગ માટે ગાઈડ કરી રહ્યો હતો.
એડનું લાસ્ટ શૂટ જ કરવાનું બાકી હતું. જ્યાં આદિત્ય lના હાજરીની ખાસ જરૂર હતી.
" આદિત્ય સર ક્યાં ચાલ્યા ગયા?" લોકો આદિત્ય સરને આસપાસ શોધવા લાગ્યા. રાહુલે કોલ કર્યો પણ ફોન એમનો સ્વીચ ઓફ જ બતાવી રહ્યા હતા.
" ક્યાં વ્યો ગયો આદિત્ય?" અનન્યા એ મનમાં કહ્યું.
ત્યાં જ થોડીવારમાં આદિત્ય આવતો દેખાયો. રાહુલે પોતાના કદમ આગળ વધાર્યા. " આદિત્ય ક્યાં હતો તું? તને અમે કેટલા ટાઈમથી શોધતા હતા..." પાસે આવીને રાહુલે એટલું જ કહ્યું ત્યાં તો આદિત્યે એક મુક્કો સીધો રાહુલના મોં પર જડી દીધો. રાહુલ સીધો જમીન પર પટકાયો. એડની શૂટિંગ ત્યાં જ રોકીને બધા ભેગા થઈને જોવા લાગ્યા.
આદિત્યનો ચહેરો ગુસ્સામાંથી લાલ પીળો થઈ રહ્યો હતો. જાણે એના દિમાગમાં કોઈનું ખૂન કરવાનું જૂનુંન ચડ્યું હતું.
આદિત્યે હાથ ઊંચો કરીને ચપટી વગાડી અને સૌને ત્યાંથી જવા માટે કહી દીધું. બે જ મિનીટમાં બધા આર્ટિસ્ટ અને કર્મચારીઓ ત્યારથી જતા રહ્યા. બાકી બચ્યા તો રાહુલ, આદિત્ય અને અનન્યા.
રાહુલ ફરી ઉભો થયો ત્યાં આદિત્યે ફરી બે ત્રણ મુક્કા એમના જબડા પર મારી દીધા. રાહુલના મોં માંથી રક્ત વહેવાનું પણ શરૂ થઈ ગયું હતું.
" સ્ટોપ ઇટ આદિત્ય, આ શું કરી રહ્યો છે???" અનન્યા ઊંચા અવાજે બોલી ઉઠી. પરંતુ રાહુલ વાતચીત કરવાના મૂડમાં નહિ પરંતુ ફાઇટ કરવાના મૂડમાં હતો.
રાહુલનો કોલર પકડીને આદિત્યે કહ્યું. " બોલ પાછો અહીંયા કેમ આવ્યો? બોલ તારો ઇરાદો શું છે? બોલ!"
રાહુલ કંઈ ન બોલ્યો તો આદિત્યે એક જોરથી લાત મારીને રાહુલને પછાડી દીધો.
રાહુલ ફરી ઉભો થયો તો આદિત્ય એમની પાસે ગયો અને ફરી હાથ ઉપાડવા જતો જ હતો કે અનન્યા એ વચ્ચમાં આવીને આદિત્યનો હાથ પકડી લીધો. રાહુલને બચાવવા માટે અનન્યાને વચ્ચમાં આવતા જોઈને આદિત્યે કહ્યું. " વાહ અનન્યા! તારી પાસેથી મને આવી જ ઉમ્મીદ હતી...પ્રેમ કરે છે ને તું એને એટલે બચાવવા તો આવવાની જ હતી..."
" આદિત્ય આ તું શું બોલે છે?" અનન્યા એ કહ્યું.
" આ એ જ રાહુલ છે ને જેની સાથે તે વર્ષો પહેલા સબંધ બાંધ્યો હતો, જેની સાથે તે રાત ગુજારી હતી, જેના માટે તારે સર્જરી કરાવી પડી અને જેના માટે તું આજે મારી સાથે લડવા પણ તૈયાર થઈને ઉભી છે..."
" આદિત્ય એવી કોઈ વાત નથી...તું મને ગલત સમજે છે...."
" ગલત તો હું પહેલા સમજતો હતો, હવે તો મારી આંખ ઊઘડી ગઈ છે, તારા આ નાટક હવે મારી સામે નહિ ચાલે, તું જો રાહુલ સાથે ખુશ હોય તો હું તને ખુશી ખુશી ડિવોર્સ આપવા તૈયાર છું.....બસ આજનો દિવસ છે કાલથી તું મારા બંધનથી આઝાદ થઈ જઈશ...."
આદિત્ય ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે અનન્યા અને રાહુલ એકબીજા સમક્ષ મૌન થઈને ઉભા રહ્યા. આદિત્ય ગુસ્સામાં વકીલ પાસે ગયો અને ડિવોર્સના કાગળિયા તૈયાર કરવા લાગ્યો.
**************
આકાશે વારંવાર પ્રિયાને કોલ કર્યો પણ પ્રિયા દરવખતે ફોન કટ કરી નાખતી હતી.
" આ પ્રિયા ક્યાં રહી ગઈ?" ઓફિસમાં આકાશને ચેન નહોતું પડી રહ્યું. ત્યાં જ પ્રિયા ઓફિસમાં પ્રવેશી.
" ક્યાં હતી તું?" આકાશે કહ્યું.
" શું થઈ ગયું તને? કેમ આજે આવા સવાલ પૂછે છે?" નીચું મોં કરીને પ્રિયા એ કહ્યું.
" મારી સામે જોઈને બોલ, આદિત્યને મળવા ગઈ હતી ને...."
પ્રિયાનું જુઠ આખરે પકડાઈ જ ગયું. પોતાના બચાવ પક્ષ કરતી એ બોલી. " શું અનામ શનાપ બોલે છે, હું આદિત્યને મળવા શા માટે જવું?"
આકાશે પોતાના ફોનમાં ખિંચેલો ફોટો દેખાડ્યો. જેમાં પ્રિયા અને આદિત્ય સાથે ઉભા વાતચીત કરી રહ્યા હતા.
" આકાશ આ ફોટો.." પ્રિયાનું વાક્ય પૂર્ણ ન થયું એ પહેલા જ આકાશે જોરથી એક તમાચો પ્રિયાના ગાલે લગાવી દીધો.
" મારી જિંદગી બરબાદ કરીને તને શાંતિ ન મળી કે તું અનન્યાની જિંદગી બરબાદ કરવા નીકળી ગઈ...તે જ આદિત્યને રાહુલ અને અનન્યાના સબંધ વિશે જણાવ્યું ને.."
" હા મેં જ આદિત્યને રાહુલ અને અનન્યાના સબંધ વિશે કહ્યું અને કહીને શું ખોટું કર્યું? રાહુલ અને અનન્યા એકબીજાને પ્રેમ કરતા જ હતા ને! અને તને ક્યારથી અનન્યાની ચિંતા થવા લાગી! તે તો ખુદ રાહુલ અને અનન્યાને જુદા કરાવ્યા હતા અને આજે એ જ અનન્યાને આદિત્યથી જુદા થતાં જોઈને તને દુઃખ થઈ રહ્યું છે? "
" હા, મેં રાહુલ અને અનન્યાને જુદા કરાવ્યા હતા પણ મને એ વાતનો હવે અફસોસ છે, પોતાના પ્રેમને પામવા માટે મેં જે ગંદી રમત રમી છે એની જ સજા હું આજે ભોગવી રહ્યો છું પણ હવે નહિ હવે હું અનન્યા અને આદિત્યને જુદા નહિ થવા દવ..."
" શું કરી લઈશ તું? અત્યારે તો આદિત્યે ડિવોર્સના કાગળિયા પણ તૈયાર કરી લીધા હશે, હવે આ ડિવોર્સ થઈ ને જ રહેશે..."
" ડિવોર્સ પણ અટકશે અને તું મારી કંપનીમાંથી બહાર પણ જઈશ..."
" આકાશ આ તું શું બોલે છે? આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ ને! અને એ બંનેના જઘડામાં તું આપણો સંબંધ તોડી નાખીશ?"
" તું મને નહિ પણ મારી મિલકતને પ્રેમ કરતી હતી તો પ્લીઝ હવે નાટક કરવાનું બંધ કર અને ચૂપચાપ મારી ઑફિસેથી નીકળ..."
" જાવ છું પણ તું એટલું યાદ રાખી લેજે કે અનન્યા અને આદિત્યનો ડિવોર્સ તો થઈને જ રહેશે...."
શું આકાશ અનન્યાનો ડિવોર્સ થતાં અટકાવી શકશે? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.
ક્રમશઃ