એ કુમળી વયનો તરુણ બાળક વિશાલ પોતાની રચનાને માણવા લાગ્યો, પવનના જોકાને સંગીત સમજીને જુમવા લાગ્યો, કેહવાય છેને કે જેનુ કોઈના હોય તેનો ઇશ્વર હોય, બસ એમજ એકલા જીવન જીવતા વિશાલને પ્રકૃતિ રૂપે એક માઁ મળી ગઈ.
પોતાની વિચાર શક્તિ થી અકલ્પનીય દ્રશ્યો ને એક કોરા કાગળ પર જેમ શિલ્પી એક પથ્થર ને કંડારી મુર્તિઓનુ નિર્માણ કરે એમજ કઈક કોરા કાગળો વિશાળ ની કલમ અડકતા જીવંત થઈ જાતેજ વર્ણન કરવા લાગતા હતા, વિશાલને પોતાની બનાવેલી નવી જીવન શૌલી ખુબજ ગમી, પોતાના લખેલા પ્રકૃતિ પ્રત્યે ના પ્રેમ પત્રો ને પ્રકૃતિ ના સાનિધ્યમાં વાચી અને ત્યાંજ મુકીને આવવુ, પણ એક દિવસ તેને લખેલી રચનામાં એક જીણી એવી ભુલ નઝરે ચડી, બસ એજ દિવસે વિશાલ પોતાનુ બધુ કામ છોડી ને, પોતાની રોજની ટેવ મુકી ને, એ ખામી દુર કરવા મથામણ કરવા લાગ્યો, ધણા બધા યોગ્ય વિચારોને અંતે એ નક્કી ના કરી શક્યો કે, ખરો અને સાચો પ્રેમ શબ્દનો અર્થ શો થાય? આજ કામથી વિશાલ સવારે વહેલા ઘરેથી નીકળ્યો. પોતાની ઝીણવટભરી નઝરે દુનીયાની વ્યવસ્થા, વ્યવહાર, રીતભાતને જોતા જોતા આગળ વધતો રહ્યો.અનેક પ્રશ્નો વચ્ચે એક પ્રશ્ન વડ સમાન અડગ ઉભેલો છે, પ્રેમ ? કદાચ પ્રેમ પ્રત્યેની સમજ કેળવવા વિશાલ નાનો હતો.
બીજી તરફ વિચાર મગ્ન બનેલી નવ્યા, પોતાના ઘરે જાય છે, નવ્યાના ચહેરા પર હર્ષની જગ્યાએ ઉપાદીનો ફણગો હતો, જે એકવાર ઉગે એટલે વૃક્ષ બનીને જંપે. એક માતા પોતાના સંતાનોને સારી રીતે ઓળખે છે, એટલેજ નવ્યાના માતા એ આછા પાતળા અવાજે પુછી લીધું કે, આટલુ ભારણ તો મે ક'દિ નથી લીધુ તને કોણે લાધ્યું. નવ્યા સમજી ગય કે માઁ ને જાણ થઈ ગય છે, એ બીચારી બાપડી અણસમજુ, પુછી બેઠી "આપડા ગામમા પેલુ જુનુ અને હવેલી જેવુ મકાન છે, એમા કોય રહે છે ખરૂ ?" નવ્યાની માતા એ તરતજ વળતો સવાલ લાદી દીધો, કેમ? તારે શુ જાણવુ છે? માતાના તંજ કસતા સવાલો વચ્ચે આશાનુ હળવુ કીરણ ગોતતી નવ્યા એ પોતાની જીવન છોપડીના થોડાક છેલ્લા પાના પરના કીસ્સો જણાવી નાખ્યા, એજ આજ ભારણ જગતના સર્વ ભારણ કરતા વધુ હતુ, કે કોણ એ નિર્જીવ કાગળ પર શરીરના અણુ એ અણુ ને રોમાંચિત કથન કરતા શબ્દોને પાથરી એક ચિત્ર બનાવે છે, જે હકીકત કરતા વધારે સુંદર અને મન મોહક છે.
નવ્યાના માતા એ કહ્યું કે એ મકાનમાં વિશાલ નામનો એક છોકરો રહે, તેના પરીવારના સભ્યો કેટલાક વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા, ગામમાં પ્રતિષ્ઠિત ઘરો માથી એક ઘર આમનુ છે, આપડા પરીવાર પર એમના પરવાર ના ધણા બધા ઉપકારો છે. છેલ્લે નવ્યાના માતા એ ચેતવણી આપતા કહ્યું કે, ધ્યાન રાખજે સમાજનો વ્યવહાર ખુબજ ખરાબ હોય છે, એમા આપડા જેવા ગરીબ લોકોને મોટા મહેલોના માટીના ચાલતાં ઢગલાઓ ગણકારતા પણ નથી, સારુ હવે વાતુ મુક અને તુ મને કે, કે તુ બધેજ કામ કરીને આવી છોને ? માતાની વાત પર સહર્ષ માથુ ધુણાવ્યું, અને અંતરમાં જાણે જમીન પર નવી કુપળ ફુટી હોય એમ હ્દય ના કોઈ ખુણે વિશાલ નામની કુપળ ફુટી હતી.
આ તરફ વિશાલ ફરી એજ તળાવના કિનારે પહોચ્યો, ત્યાં પહોચી ને હ્દયમા ઉમટી પડેલી વ્યાપક વેદનાના ધોધ ને કાવ્યમા ઢાળી, ફુલોની જેમ પ્રકૃતિ ના ચરણે ચઢાવવા લાગ્યો, એક સુંદર, મનોહર, આનંદદાયી, કાવ્યના અંતે, વિશાલે પેલા પથ્થર પરફ નઝર કરી, તેના લખેલા કાગળો ત્યાંજ મુકેલા હતા, એ કાગળો ને લેવા માટે, વિશાલે પથ્થર ને દુર કર્યો, ત્યાં જોતા એકપણ કાગળ એ પથ્થર નીચે નહતો, વિશાલને થોડો આશ્ચર્ય થયો, પછી જાતેજ શંકાનુ સમાધાન કરતા, વિચાર્યું કે કદાચ પવનના આમતેમ ઉડી ગયા હશે.
બીજી તરફ વ્યાકુળ થયેલી નવ્યા વિચારોના અવરીત પ્રવાહને તોડ્યો, અને ચુંબક જેમ લોહને ખેચે એમ પોતાના પગને એ તળાવ તરફ જતા રોકીના શકી, હળવા હળવા પગલા અચાનક વેગ પકડવા લાગ્યા, શ્વાસની મંદ ગતી ઉતાવળી થવા લાગી, પ્રશ્નોના વ્યુહ વચ્ચે પ્રેમની દોડ નવ્યાને તળાવ તરફ ખેચી લાવી, ગામની સીમા વટીને થોડે દુર ચારસો ડગલા જેવડુ તળાવ હતુ, તળાવની એક બાજુ પર થોડા પથ્થર હતા, અને પથ્થર પર એક તરુણ લગભગ સત્તરેક વર્ષો ની ઉમર, તપસ્વીની સમાન આભા, અને એ તરુણ બાળક ના મુખ માથી વહેતો કવીતાનો ધોધ, મનો-મન, ચિત્ત હારેલી નવ્યા એ વિશાલને એક નઝરે જોઈ રહી. થોડી ક્ષણો પછી વિશાલ ત્યાંથી ઉભો થયો, અને ધર બાજુ ના માર્ગ પકડે એ પહેલા તેની નઝર નવ્યા પર પડી, માથેથી કેડ સુધી લાંબા વાળ, સફેદ ચહેરો, સુડોળ શરીર, અને સુંદર શાંત આખો ને જોઈ વિશાલ ત્યાંજ સ્તબ્ધ થઈ ગયો.
"ગામની સીમા પાસે એક તળાવ છે, ત્યાં કિશોર અવસ્થાએ પહોચેલા બે માટીના પ્રેમ ભર્યા પુતળા એક બિજાને પહેલી વાર જોઈ રહ્યા છે. શુ અદ્ભુત દ્રશ્ય છે, પ્રકૃતિ વરસાદ પડવાથી ખીલી જાય એમ ખીલી ઉઠી છે, અને સામે નવ્યા અને વિશાલ એક બિજાના હ્દય સ્પંદનોને અટકાવી સામ સામે જોઈ રહ્યા છે..
ક્રમશ......