કેટલાય વિસ્મય પછી. નૈતમ ઐયર ની ટીમ ને પેરેલલ યુનિવર્સ પર વિશ્વાસ બેઠો. ફરી એક બધી માહીતી એક કરવા માટે જમીન પરના વિખરાયેલા કાગળ હાથ લઇને ડો. પરેશભાઇ આગળ વધ્યા હાથ માના કાગળ ને મેજ પર રાખ્યા. સમયના અભાવના કારણે નૈતમ ઐયરે તરતજ નિર્ણય સંભળવ્યો, જેમા એમનુ કહેવુ હતુ, આપણે હવે બાર જણા છીયે તો અલગ અલગ ટીમ બનાવી પેરેલલ વર્લ્ડ મા દાખલ થઈ એ, કારણકે આપણે જેટલુ આ વિષે વિચારી રહ્યા છીયે સમજી રહ્યા છીયે એમ એમ આ કેસ ગુંચવાયતો જાય છે. હવે જલદી કરો સમાન વિશ્વના પોર્ટલ ને શોધો અને એક પછી એક અલગ અલગ સમયે દાખલ થતા જાવ. આ દરમ્યાન આપણે સૈવ એકબીજા સાથે વાત કરતા રહીશુ. નૌતમ ઐયર ની વાત પર બધા એ હામી ભરતા,બધાજ ત્રણ ત્રણ જણાની ટીમમાં વીભાજીત થઈ ગયા.
શેરસિંહ મોખરે થતા, સેનાની સીપાહીની જેમ છાતી આગળ કરી રાઇટ.. લેફ્ટ કરતા કરતા બધાને પાછળ મુકી પોતાનો પંથ કાપવા લાગ્યા. બાકી ની ટીમો પણ જાતે બીચ પર વિખેરાઈ ગઈ, હવે સંધ્યા ની મધુરતા ઓગળવા લાગી, અંધકાર પોતની હદો વટાવી વડની માફક પોતાના મુળ પસારવા મંડ્યા. જોત જોતા માજ નઝરે આવતા દ્રશ્યો જાખા પડવા લાગ્યા, અને પેરેલલ વર્લ્ડ ની શોધખોળ એ વેગ પકડ્યો. આટલામા રાધવ અને મેધાની ટીમ એક પોર્ટલમા દાખલ થઈ, એવીજ રીતે સીયા, રવી, માનવ, શેરસિંહ, ડો.પરેશભાઇ, નૈતમ ઐયર ની ટીમો પણ પેરેલલ વર્લ્ડના પોર્ટલમા અંદર દાખલ થઈ. બધા અલગ અલગ જગ્યાએ થી પોર્ટલમાં દાખલ થયા હોવા છતા એકજ સાથે એકજ જગ્યા પર પહોંચ્યા. નૈતમ ઐયર ની આખી ટીમ ત્યાં રહેલુ દ્રશ્ય ને એકી નજરે જોઈ રહી.
આંખો ને થોડુ ભ્રમમા મુકે એવુ દ્રશ્ય જોઈ, રાધવ બોલી ઉઠ્યો કે "આ તો ડુમાચ બિચજ છે, આ ચાલી રહેલી વ્યક્તિઓ લાગેતો માણસ જેવીજ છે, પણ થોડી અલગ છે, જો આના હાથ, પગ ખુબજ મોટા છે. અને અહી બધાના માથા શરીર કરતા નાના છે". હજી રાધવ કહે છે, તેને અટકાવી માનવ એ આજુબાજુમા નજર કરવા કહ્યું, આજુબાજુમા નજર કરતા, સેંકડો પોર્ટલ એક સાથે ખુલી રહ્યો હતા અને એક સાથે બંધ થઈ રહ્યા હતા. ચાર પાંચ સેકંડનુ એ ચિત્ર આજીવન યાદ રહે એવુ હતુ. ત્યાંર પછી પોર્ટલ ખુલવાના બંધ થઈ ગયા. ડો. પરેશભાઇ એ આગેવાની સંભાળતા બધી ટીમને વિભિન્ન દિશા મા જવા આદેશ આપ્યો. પેરેલલ વર્લ્ડ મા આવેલા તમામ સભ્યો ના ઉદ્દેશ અલગ અલગ હતા. ડો.પરેશભાઇ ને વિશ્વ ની રચના સમજવી હતી, નૈતમ ઐયરને આપેલા ટાસ્ક ને પુરો કરવો હતો.
નૈતમ ઐયર ની ટીમ એક પછી એક સમાન વિશ્વ ને ઓળંગવા લાગ્યા, અને ભદ્રાક્ષ નામના કાળ દાનવના રાજ્યમાં પહોચી ગયા. રાધવ ની ટીમ એક પોર્ટલ મા થી પસાર થઈ ને ઉભી રહી. આજ રીતે બાકી ની નવ ટીમ સમાન વિશ્વમા ફરવા લાગી. એક બીજા થી વિવિધતા ધરાવતી પૃથ્વી ને જોઈ બધાજ આશ્ચર્યમા હતા. બાકી બચેલી શેરસિંહ, રાજન અને વિજયની ટીમ માનવ અને ભુત વાળા સમાન વિશ્વમાં પહોચી, જ્યાં પરીસ્થિતી સંપૂર્ણ પણે હાથમા ન હતી. ભુતો અને માનવ વચ્ચે યુધ્ધ શરુ હતુ, જેમા બે યોધ્ધાઓ એકલા હજારો ભુતો સાથે લડી રહ્યા હતા. શેરસિંહ એ તેના સાથીદાર ને સલામત જગ્યા પર જવા કહ્યું. તેની આખ સામે ચાલી રહ્યું ધમાસાણ યુધ્ધમાં વિકરાળ સ્વરુપ ધરે એ પહેલા એક યોધ્ધાએ તેની શક્તિનો ઉપયોગ કરી. બધા ભુતને પલવારમાં જમીનદોજ કરી નાખ્યા. યુધ્ધ પુરુ થતાની સાથે શેરસિંહ બંને યોધ્ધા પાસે પહોચી ગયા.
શેરસિંહને આવતા જોઈ તે બેંને યોધ્ધા પણ શેરસિંહ તરફ આવ્યા, અને શેરસિંહને નામથી બોલાવી કહ્યું કે તેમ અહી શું કરો છે. તમારે તો અસીતાની શોધ મા જવાનુ હતુ. ચાલો હવે અહીથી, શેરસિંહને કઈ ગતાગમ પડી નહી, માટે એમને બંને યોધ્ધાના નામ પુછ્યા, સાથે પોતાની ઓળખાણ અપી. તે યોધ્ધા સમજી ગયા. અને તેની ઓળખાણ આપી. સાથે તે શેરસિંહ ની ટીમને યોગ્ય સમાન વિશ્વમા લઈ ગયા, જ્યાં ભુતો અને માનવ સાથે રહતા હતા. શેરસિંહ ને કઈ સમજ પડતી નહતી શુ થઈ રહ્યું છે? કેમ થઈ રહ્યું છે. થોડી વાર પછી ત્યાં ડો, પરેશભાઇ ની ટીમ પહોચી, એમ ક્રમશ બધી ટીમ એકમ એક ત્યાં પહોચવા લાગી. ત્યાં ડો.પરેશભાઇએ આગેવાની લીધી અને બધી ટીમને પેરેલલ વર્લ્ડ મા દાખલ થવા કહ્યું, શેરસિંહ આ દ્રશ્ય જોઈ ચુક્યા હતા. એમણે ત્યાંજ ઉભેલી તેની ટીમ જોઈ અને અચંભીત થઈ ગયા.
આ દ્રશ્ય બતાવી શેરસિંહની ટીમને ત્યાંજ મુકી એક યોધ્ધા હવા મારફતે અદ્રશ્ય થયો અને બિજો યોધ્ધા જમીનમા જતો રહ્યો, શેરસિંહ અને તેની ટીમ હળવે હળવે આગળ વધવા લાગી, ત્યાં તેને પેલા બંને યોધ્ધા માનો એક યોધ્ધા સામે મળ્યો. શેરસિંહે તેને ઉભો રાખી પુછ્યુ તમે શુ કરી રહ્યા છે. મને અહી કેમ લાવ્યા. ત્યાં એ વ્યક્તિએ જવાબમા કહ્યું કે હુ તમને નથી ઓળખતો. પણ મારુ નામ વાયુ છે,.....
પહેલી 06
To be continue
part of CURSE WORLD...
કોપી રાઇટ્સ
"CURSE WORLD"
By parth yadav (એશ્તવ્)
prajapatiparth861@gmail.com
8530040624
copy right © content 2020
all rights reserved