Garuda Purana - 16 in Gujarati Spiritual Stories by MB (Official) books and stories PDF | ગરુડ પુરાણ - ભાગ 16

Featured Books
Categories
Share

ગરુડ પુરાણ - ભાગ 16

સોળમો અધ્યાય

ભગવાન નારાયણ દ્વારા ગરુડજીને કહેવામાં આવેલા ભક્તિના સ્વરૃપ અને માહાત્મ્યના વિષયમાં બતાવતા સૂતજીએ કહ્યું- અનાદિ અને અજન્મા, તથા અવ્યય પ્રભુ પણ નમન કરવા યોગ્ય છે અને જે પ્રભુનું નમન કરે છે તે પણ નમન યોગ્ય થઈ જાય છે. આનંદસ્વરૃપ પ્રભુ દ્વૈતથી પરે છે અને તે જ વિષ્ણુ છે અને કૃષ્ણ પણ એ જ છે અને એ જ મનુષ્યના શુભ-અશુભ કર્મોને સતત જોતા રહે છે. એવા સર્વવ્યાપક પ્રભુ ભક્તિ-ભાવનાથી જ ઓળખી શકાય છે.

આ પ્રભુ મેઘની ઘટાની વચ્ચે કૃષ્ણ વર્ણવાળા ભાવના ભૂખ્યા છે. અને જે ભક્ત પૃથ્વી પર પડેલા દંડાની સમાન પ્રભુની અર્ચના કરે છે તે સંસાર-સાગરથી પાર થઈ જાય છે.

કોઈ પણ મનુષ્ય 'નમો નારાયણાય' મંત્રનો જાપ કરીને ભગવાનની શરણમાં જાય છે એનું કલ્યાણ થાય છે. નારાયણ શબ્દમાં પાપોને ધોવાની અપાર શક્તિ છે. વ્યાસ વગેરે સમસ્ત મુનિગણ ભગવાન નારાયણની પૂજા કરીને કલ્યાણને પ્રાપ્ત થાય છે અને સતત બુદ્ધિને વિકસિત કરતા રહે છે. તેઓ ભગવાનનું કીર્તન કરે છે અને મોક્ષના અધિકારી થાય છે. જે વ્યક્તિ સાચ્ચા મનથી સ્વપ્નમાં પણ ભગવાન નારાયણનું નામ લે છે એના પાપ દૂર થઈ જાય છે.

હે કૃષ્ણ, હે અનંત, હે અચ્યુત, હે વાસુદેવ-એવું કહીને જે ભક્તિભાવથી ભગવાનના નામનો જાપ કરે છે એમને ક્યારેય પણ યમપુરના દ્વાર નથી જોવા પડતાં. સૂર્યના ઉદય થવા પર જે રીતે અંધકારનો નાશ થાય છે એવી જ રીતે ભગવાનનું નામ લેવાથી પાપ દૂર થઈ જાય છે. સ્વર્ગનું નિવાસ પણ ચિરસ્થાયી નથી હોતું. ત્યાં પુણ્યોનો ક્ષય થઈ જવા પર મનુષ્ય ફરી મૃત્યુલોકમાં આવી જાય છે. સાચ્ચા ભક્ત નામ-કીર્તનના બળ પર જ પૂજાના માર્ગ પર વધી જાય છે. કૃતયુગમાં ધ્યાનથી, ત્રેતામાં અસ્ત્રોની પૂજાથી અને દ્વાપરમાં ભગવાનની અર્ચનાથી જે ફળ મળે છે, કળિયુગામાં આવીને તે ફળ ભગવાનના પરમ લાભ આપવાવાળા નામના સ્મરણથી મળી જાય છે. જે સતત હરિહરિનો પાઠ કરે છે તે નારાયણના લોકને પ્રાપ્ત કરે છે.

જે મનુષ્ય પુરુષસુક્ત મંત્રો દ્વારા ભગવાનને પુષ્પ સમર્પિત કરે છે તે એમનો પરમ આરાધક થઈ જાય છે અને એમની ચર્ચા આખા સંસારમાં થાય છે. જે મનુષ્ય વિષ્ણુનું પૂજન નથી કરતો તે એક રીતે બ્રહ્મઘાતી થાય છે. જે બ્રહ્માંડનો વિસ્તાર કરવાવાળા ભગવાન વિષ્ણુનું ધ્યાન નથી કરતો તે તો કીચડમાં પડેલો કીડો હોય છે અને એનાથી નરકમાં યમરાજ પૂછે છે કે ક્યારેય તેં ભગવાનનું નામ લીધું? ભગવાન એટલા દયાળું છે કે જો શ્રદ્ધાથી એમનું નામ લેવામાં આવે તો તેઓ ભક્તને પોતાનો લોક પ્રદાન કરી દે છે.

યમરાજ નરકમાં આવવાવાળા પ્રત્યેક વ્યક્તિથી કહે છે કે પોતાના ગર્ભથી ઉત્પન્ન કરવાવાળી માતા અને પાળવાવાળા પિતા મનુષ્ય માટે એટલું જ કલ્યાણ નથી કરતાં જેટલું કલ્યાણ ભગવાનનું નામ લેવાથઈ થઈ જાય છે. બધા વર્ણ અને આશ્રમોમાં ભગવાન વિષ્ણુને જ આરાધનાનો આધાર બનાવવામાં આવ્યા છે અને એ લોકોને કોઈ દોષ નથી થતો જે ભગવાન નારાયણની ભક્તિ કરે છે.

એ સર્વવિદિત છે કે ભગવાન વિષ્ણુ જ ધ્યાનના મૂળ આધાર છે. તીર્થોમાં વારંવાર ફરવાથી અને યજ્ઞોના કરવાથી પણ કોઈ લાભ નથી થતો. જો ફક્ત ભગવાન નારાયણની ભક્તિ નથી કરતો. નારાયણને કરવામાં આવેલા એક પ્રણામ સાહીંઠ હજાર અને ૭૦૦ તીર્થોના ફળથી વધારે હોય છે. આ પ્રણામનું એટલું વધારે મહત્ત્વ છે કે એના પછી મનુષ્ય બધા પાપોથી છુટકારો મેળવીને નારાયણ લોકને પ્રાપ્ત થાય છે.

જો મનુષ્ય ભ્રમથી રહિત થઈને એક પળ માત્ર પણ નારાયણનું ધ્યાન કરે છે એને પણ સ્વર્ગ મેળે છે. અને જે રાત-દિવસ નારાયણના ધ્યાનમાં રહે છે એના સુખ અને આનંદનું તો કહેવું જ શું?

જાગતા-સૂતા અને અર્દ્ધ જાગૃત્તિની અવસ્થામાં કે સ્વપ્નની અવસ્થામાં યોગીની સ્થિતિ જે રીતે યોગમા થાય છે તે ભગવાનું નામ લેવાથી આપમેળે મળી જાય છે. જે વ્યક્તિ ખાતા,પીતા, ઉઠતા, બેસતા ગોવિંદનું સ્મરણ કરે છે તે પોતાના કર્મોનું યોગ્ય ફળ પ્રાપ્ત કરે છે.

ભગવાન નારાયણનું ધ્યાન જ પરમ ધર્મ છે. આ જ તપ છે, આ જ શુદ્ધતા છે, આથી ભગવાનનું ધ્યાન સર્વોત્તમ દશાને પ્રાપ્ત કરવાનો એકમાત્ર આધાર છે. ભગવાન વિષ્ણુથી વધારે મહત્ત્વપૂર્ણ ઉપાસના કરવા યોગ્ય અન્ય કોઈ નથી. આમ તો જેમ ઉપવાસ કરવાથી મોટું કોઈ તપ નથી.

સંસારમાં જે વસ્તુની પ્રાપ્તિ ખૂબ વધારે દુર્લભ માનવામાં આવે છે અને જે સામાન્યતયા પ્રાપ્ત નથી થઈ શકતી એને પણ ભગવાન નારાયણ પોતાના ભક્તના માટે પ્રાપ્ત કરાવી દે છે. યજ્ઞ કરવાથી જે કંઈ પણ પુણ્ય છૂટી જાય છે તે વિષ્ણુના નામ સ્મરણથી પૂરું થઈ જાય છે. ધ્યાન જ એકમાત્ર એવું ઉત્તમ સાધન છે જે મનુષ્યને એકાગ્ર કરે છે અને યોગ એના પાપોનો નાશ કરે છે.

જે વ્યક્તિ સમાધિ લગાવે છે અને યોગી થાય છે તે મુક્તિ મેળવે છે. કેમ કે યોગની અગ્નિ દ્વારા તે પોતાના બધા ધર્મોને સળગાવી નાખે છે. એ જ પ્રકારે ભગવાન વિષ્ણુના નામને ચિત્તમાં સ્થિત કરવા પર બધા પાપ બળી જાય છે. અને જે રીતે આગના તાપથી સોનુ શુદ્ધ થઈ જાય છે એવી જ રીતે ભગવાન નારાયણના નામથી મનુષ્યના મનનો મેલ પણ ધોવાઈ જાય છે. જે પાપોનું નિવારણ ગંગામાં હજાર વખત સ્નાન કરવાથી નથી થતું એ બધાનો ક્ષય ભગવાન વિષ્ણુના એક વખત નામ લેવા માત્રથી થઈ જાય છે.

આથી ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું કે હજારો વખત પ્રાણાયામ કરવાથી પાપનો ચોક્કસ જ નાશ થાય છે પરંતુ તે પાપ એકમાત્ર મારા ધ્યાનથી નષ્ટ થઈ જાય છે. જે મનુષ્યના હૃદયમાં મારું ધ્યાન જળવાઈ રહે છે એને કળિયુગના ઘનઘોર કષ્ટ પણ દુઃખ નથી આપી શકતા અને નશ્વર વસ્તુઓ આકર્ષિત નથી કરી શકતી. હરિનું સ્મરણ જ શ્રેષ્ઠ છે.

સૂતજીએ આગળ કહ્યું કે ભગવાને બતાવ્યું કે તે પળ અને સમય વ્યર્થ છે જે પળે મનુષ્ય વાસુદેવનું ચિંતન નથી કરતા. કેમ કે મનુષ્યનું જીવન દુર્લભ છે અને આ દુર્લભ જીવનમાં ભગવાનનું નામ લેવું જ પોતાના લોક-પરલોકને સુધારવા માટે એકમાત્ર ઉપાય છે. જે મનુષ્યના હૃદયમાં ભગવાન ગોવિંદનું નામ વિરાજમાન છે તે આ કળિયુગમાં પણ સતયુગની કલ્પના કરી શકે છે, અને જ્યાં ભગવાનનું નામ નથી ત્યાં સતયુગમાં કળિયુગ થઈ જાય છે.

જે પુરુષ પોતાના મનમાં નિયમિત રૃપથી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તે ધન્ય થઈ જાય છે. ભગવાનના સતત જાપથી મોટા પદની પ્રાપ્તિ થાય છે અને દેવરાજ ઇન્દ્રના પદથી વધારે મહત્ત્વ મળે છે. જો પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સતત ભગવાનનું નામ લે છે તે એમની સાંસારિક માયાના પ્રભાવમાં નથી આવતો. એમાં ક્ષમા, દયા અને ધર્મશીલતાનો નિવાસ હોય છે. આ પ્રકારે પરમ દેવ નારાયણના ધ્યાનથી ચિત્ત શુદ્ધ થઈ જાય છે.

ભગવાનને પોતાની મેઘામાં સંયુક્ત કરવાવાળા પુરુષ નરકગામી નથી થતાં.

જે પુરુષે પોતાની આત્માને બ્રહ્મમાં લીન કરી દીધા છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે.

જે પુરુષ અવિનાશી, અચ્યુત ભગવાનનું કીર્તન કરે છે તે વિલયને પ્રાપ્ત કરે છે.

જે પુરુષ યજ્ઞ કરતા-કરતા જપ, સ્નાન અને ભગવાનનું ધ્યાન કરે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે.

રાજા રાષ્ટ્રનો રક્ષક હોય છે. બાળપણમાં માતા-પિતા એના રક્ષક હોય છે પછી એના પછી ધર્મની રક્ષા કરે છે અને વાસ્તવિક ધર્મ ભગવાન શ્રી હરિનું નામ લેવાનું હોય છે.

પ્રતિદિવસ ભ્રમથી રહિત થઈને ભગવાન કૃષ્ણનું નામ લેવું કોઈ પણ જાતિના વ્યક્તિ માટે નરકથી મુક્તિના દાતા હોય છે.

ભગવાનના ભક્ત નિષાદ, શૂદ્ર, દ્વિજ કોઈ પણ જાતીના હોય, સમાન હોય છે.

જે મનુષ્યના હૃદયોમાં કમળની સમાન કોમળ શ્યામવર્ણી જનાર્દન રહે છે, જે હંમેશાં લાભને પ્રાપ્ત કરે છે. એવા મનુષ્યોને ક્યારેય કષ્ટ નથી મળતું અને કોઈ કાર્યમાં એમની હાર નથી થતી.

જે પશુ-પક્ષી અને કીડા-મકોડાના હૃદયમાં પણ ભગવાનનું નામ હોય છે એમની ઉર્ધ્વ ગતિ થાય છે.

સંસારનું મહત્ત્વપૂર્ણ જ્ઞાન પોતાના ચિત્તમાં ભગવાન સ્વરૃપને જાણવાનું છે અને સૌથી મોટું કર્મ પોતાના ચરણોમાં પોતાની ગતિનું સમર્પણ છે. અને સૌથી મોટી પ્રાપ્તિ એમની કૃપા અને પોતાની ભક્તિ છે.

આ જોઈને આશ્ચર્ય થાય છે કે મનુષ્ય પાપોની ધૂળામાં લથડતો રહે છે અને તે ભગવાનના નામ રૃપી છાયાદાર ઝાડની નીચે નથી બેસતો. મનુષ્યને જોઈએ કે તે નારાયણની ભક્તિ કરીને પોતાને વધારે શક્તિશાળી બનાવે. એવો મનુષ્ય સિદ્ધ થઈ જાય છે.

સિદ્ધ પુરુષ ચાલતા-બોલતા કોઈ પણ અવસ્થામાં ભગવાનના ચિંતનથી દૂર નથી હોતો. ભગવાનનું સ્વરૃપ ઘણું મોહક છે. સ્વર્ગના કુંડળ પહેરીને કિરીટ અને મુગટ ધારણ કરીને શંખ અને ચક્રને લઈને પૂરા મંડળની વચ્ચે કમળના આસન પર વિરાજમાન ભગવાન નારાયણ હંમેશાં ધ્યાન કરવા યોગ્ય છે.

જે જીવ સાંસારિક વિષયોમાં આસક્ત રહે છે અને જે પ્રકારની એની આસક્તિ હોય છે જો એ જ પ્રકારની આસક્તિ ભગવાન નારાયણમાં હોય તો તે આવાગમનના બંધનોથી મુક્તિ મેળવી લે છે. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાવાળા અને એમની લીલાનું વર્ણન કરવાવાળા તથા પોતાના સંપૂર્ણ કર્મોને ભગવાનની સેવામાં સમર્પિત કરી દેવાવાળા પુરુષ જ વાસ્તવિક જ્ઞાની અને ભક્ત છે. જે એવું નથી કરરતો તે વચ્ચે જ લટકેલો રહે છે. એના જીવનનો શું લાભ? જીવની સાર્થકતા એમાં છે કે તે ભગવાનના નામનું કીર્તન કરે.

બંને હાથોની સાર્થકતા એમાં છે કે ભગવાનની પૂજા કરતાં રહે. માથાની સાર્થકતા એમાં જ છે કે ભગવાનની આગળ નમતું રહે અને મન મહાપ્રભુના ગુણોનું ચિંતન કરવાથી જ સાર્થકતા મેળવે છે. એની સાથે અન્ય દેવતાઓની પૂજા-અર્જન કરવી પણ જરૃરી છે.

ભગવાનના ગુણોનું વર્ણન કરીને મનુષ્ય પોતાના પાપોને ધોઈ નાખે છે અને ચર-અચરમાં વ્યાપ્ત માયા એના પર કોઈ પણ પ્રભાવ નથી નાખી શકતી.

જે મનુષ્ય પોતાના બધા સત-અસત કરવામાં આવેલા કર્મોને ભગવાન નારાયણ પ્રત્યે સમર્પિત કરી દે છે તે એ કર્મોમાં લિપ્ત નથી થતો.

આ પ્રકારે હે મુનિઓ, મેં તમારી સામે નારાયણની ભક્તિ અને એમના માહાત્મ્યનું વર્ણન કરી દીધું છે. હવે એના પછી નારાયણ કયા રૃપમાં પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે એ વિષય માટે શિવજી દ્વારા વર્ણિત નરસિંહ ભગવાનની સ્તુતિ બતાવું છું.

સૂતજીએ કહ્યું કે ભગવાન શંકરને એમના એક ગણે કહ્યું કે અમે તમારા પ્રભાવથી દેવ, અસુર અને બધા મનુષ્યોને ખાઈ શકીએ છીએ. આ સાંભળીને ભગવાન શંકરે કહ્યું કે તમે બધા મળીને પ્રજાજનોની રક્ષા કરો અને એમને નષ્ટ કરવાનો જે વિચાર તમારા મનમાં હોય એને સમાપ્ત કરી દો.

પરંતુ માતૃ ગણોએ ભગવાન શંકરની કહેવી વાતને માની નહીં અને આ ચરાચરને ભક્ષણ કરવાનું આરંભ કરી દીધું. જ્યારે માતૃ ગણોએ ખૂબ ઉત્પાત મચાવ્યું ત્યારે ભગવાન શિવે ખુદ ભગવાન વિષ્ણુ જે નરસિંહ રૃપવાળા છે-નું ધ્યાન કર્યું. એમણે પહેલાં એમના સ્વરૃપનું વર્ણન કર્યું. એમણે કહ્યું -

તમે આદિ અને અંતથી રહિત, સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ સ્થાન, વીજળીના સમાન જીવવાળા, મહાન દાઢોથી યુક્ત, સ્ફુરણમાણ કેશરોની મળાથી યુક્ત દિવ્ય રૃપવાળા છો. તમે પોતાના માથા પર રત્નોથી જડિત મુગટ પહેરેલો છે અને એ જ રીતે અંગત પોતાની ભુજાઓમાં ધારણ કરેલા છે. પોતાની મકરમાં વિશાળ સોનાની કરધની સુશોભિત છે. તમે શ્યામવર્ણવાળા છો. રત્નોથી બનેલા નૂપુર તમારા પગોમાં વિરાજમાન છે અને તમે અતુલ તેજવાળા છો. તમારું શરીર ભંવરની સમાન આકારવાળા રોમોથી યુક્ત છે. તમે વિશાળ ફૂલોની માળા ધારણ કરી છે.

જ્યારે ભગવાન શિવે નરસિંહ ભગવાનનું આ પ્રકારે સ્મરણ કર્યું તો એમણે એમના દર્શન કર્યા. ત્યારે શંકરા એમને 'પ્રણામ' કરીને ફરી એમની સ્તુતિ કરી અને એમને હિરણ્યકશ્યપના સંહાર કરવાવાળા નખથી યુક્ત કહીને જગતના ગુરુ બતાવ્યા અને કહ્યું કે તમે હજારો યમોને દુખ આપવાવાળા છો અને સહસ્ત્રો ઇન્દ્રોની સમાન પરાક્રમી અને કુબેરોની સમાન ધનવાન છો. સહસ્ત્ર ચંદ્રમાઓની સમાન તેજ અને આભાથી યુક્ત છો અને સહસ્ત્રો સૂર્યની સમાન તેજયુક્ત છો. તમારી સ્તુતી સહસ્ત્રો બ્રહ્માઓએ કરી છે. તમે જ બંધન દૂર કરવાવાળા અને મોક્ષના દાતા છો. તમે સહસ્ત્રાક્ષ છો. એના પછી શંકરે કહ્યું કે મેં અંધપ દૈત્ય માટે જે માતૃગણોને પેદા કર્યા હતા- તેઓ હવે પ્રજાઓનું ભક્ષણ કરે છે. કેમ કે મેં એમનું સર્જન કર્યું છે આથી હું એમનો નાશ નથી કરી શકતો. હું આ કાર્યમાં અસમર્થ છું.

આ રીતે જ્યારે રુદ્રએ ભગવાન નરસિંહથી કહ્યું ત્યારે એમણે પોતાની જીભના આગલા ભાગથી એ માતૃગણોનો સંહાર કરીને પૃથ્વીને ભારમુક્ત કરી દીધા અને ત્યાં જ પર અંતર્નિહિત થઈ ગયા.

જે પુરુષ પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોને વશમાં કરીને વિષ્ણુનું માહાત્મ્ય બતાવવાવાળા આ નરસિંહ સ્ત્રોતને વાંચે છે એના મનોરથ પૂરા થઈ જાય છે. જે એમ કહે છે કે સૂર્યની સમાન મુખવાળા આદિ, મધ્ય અને અંતથી રહિત પરમ પુરાણ પુરુષ ભગવાન નરસિંહનું ધ્યાન કરું છું એના સંપૂર્ણ પાપ દૂર થઈ જાય છે અને તે પરમ ધામને પ્રાપ્ત થઈ જાય છે.

હવે એના પછી સમસ્ત પદાર્થોનું દાન કરવાવાળા અચ્યુત સ્ત્રોતનું વર્ણન કરું છું. ખૂબ જ પ્રાચીન સમયની વાત છે કે નારદજીએ બ્રહ્માજીથી પૂછ્યું અને જે કંઈ એમણે નારદજીને કહ્યું કે તે જ હું તમને બતાવી રહ્યો છું.

નારદજીએ કહ્યું હતું કે હે પિતા બ્રહ્મા! મને તમે ભગવાન અચ્યુતના સ્તોત્રના વિષયમાં બતાવો, જેનાથી હું અક્ષત વિધિ-વિધાનથી વરદાન આપવવાળા ભગવાન વિષ્ણુનું સ્તવન કરી શકું. તમે મને એ પણ બતાવો કે હું કયા પ્રકારની એમની પ્રાર્થના કરતો રહું.

જે પુરુષ ભગવાનનું ધ્યાન કરે છે તે પરમ ધન્ય છે. અને એમનું જીવન સફળ છે.

નારદજીથી આ સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન નારાયણનો આ સ્તોત્ર એમની પૂજાનો મુખ્ય આધાર છે. એનું પઠન કરવાથી મનુષ્ય પરમધામને પ્રાપ્ત થાય છે.

મનુષ્યએ કહેવું જોઈએ -

ભગવાન વાસુદેવ માટે મારા નમસ્કાર છે.

સંપૂર્ણ પાપોનું હરણ કરવાવાળા ભગવાન માટે મારા નમસ્કાર છે.

વરાહ રૃપ ભગવાન માટે મારા નમસ્કાર છે.

ગોવિન્દ રૃપ ભગવાન માટે મારા નમસ્કાર છે.

હે પરમાક્ષર, તમારા સાનિધ્યમાં મારા નમસ્કાર છે.

હે પ્રભુ તમે જ્ઞાનવાન છો, જ્ઞાન પ્રદાન કરવાવાળા છો, તમારા માટે મારા નમસ્કાર છે.

તમે પરમ અદ્વૈત છો અને સર્વોત્તમ પુરુષ છો, તમારી સેવામાં મારા નમસ્કાર છે.

તમે વિશ્વ રચયિતા, પાલન કર્તા અને રક્ષક છો. તમે સંપૂર્ણ વિશ્વના સ્વામી છો, તમારા પ્રત્યે મારા નમસ્કાર છે.

તમે વિશ્વની રચનાના કારણ સ્વરૃપ છો, તમારા પ્રત્યે મારા પ્રણામ છે.

મધુ દૈત્યનો નાશ કરવાવાળા તમારા પ્રત્યે મારા નમસ્કાર છે.

હે ગરુડધ્વજ! કમળની સમાન નેત્રવાળા તમને મારા નમસ્કાર છે.

તમે કૃષ્ણના રૃપમાં કાલનેમિનો નાશ કર્યો, તમારી સેવામાં મારા નમસ્કાર છે.

હે દેવકીપુત્ર, રુક્મિણીના પતિ વૃષ્ણિનન્દન! તમારી સેવામાં મારા નમસ્કાર છે.

ગોકુળ ગ્રામમાં રહેવાવાળા ગોવાળિયાઓના પ્રિય! તમારી સેવામાં મારા નમસ્કાર છે.

ગોવર્ધન પર્વતને ધારણ કરવાવાળા અને ગાયોને કુળને વધારવાવાળા, તમને મારા નમસ્કાર છે.

જગતના સાચ્ચા સાક્ષી પ્રભુ તમે સંપૂર્ણ અર્થ અને સાધનના પ્રદાતા છો, તમને મારા પ્રણામ છે.

તમે માધવ છો અને વેદાંતના વેત્તા અને સર્વશક્તિમાન લક્ષ્મીપતિ છો, તમને મારા પ્રણામ છે.

તમે અવ્યક્ત રૃપથી ચરાચરના આશર્ય છો, તમને મારા પ્રણામ છે.

તમે સચ્ચિદાનંદ છો અને જ્ઞાનમય છો. તમારી હંમેશાં જય હો, મારા તમને નમસ્કાર છે.

તમે અજ્ઞાનનાશક ગુરુ છો અને જ્ઞાનવાન યંત્રોના મંડળ છો, તમને મારા નમસ્કાર છે.

તમે સમય અને ન્યાસ મુદ્રા છો, તમને મારા નમસ્કાર છે.

તમે કાળ અને ધર્મ છો, તમને મારા પ્રણામ છે.

તમે માયાથી યુક્ત અને માયાથી રહિત છો, તમને મારા નમસ્કાર છે.

તમે શંખ, ચક્ર, ગદા ધારણ કરવાવાળા દેવ છો, તમને મારા નમસ્કાર છે.

તમે સમસ્ત દિશાઓના દિગ્પાલ છો, તમને પ્રણામ છે.

તમે રાક્ષસોના અધિપતિ છો અને તમે વાયુ તથા નિશાકાર પણ છો, તમને મારા નમસ્કાર છે.

તમે બારેય આદિત્ય, એકાદશ રુદ્ર, બંને અશ્વિનીકુમાર અને મરુદ્ગણ તથા વસુ આ અલગ-અલગ રૃપોને ધારણ કરો છો. આ તમારા જ અલગ-અલગ રૃપ છે, તેથી તમને નમસ્કાર છે.

તમે જ દૈત્ય રૃપ, દાનવ રૃપ, નાગ, યક્ષ, ગંધર્વ, અપ્સરા, પિતૃગણ અને સિદ્ધ છો, તમને નમસ્કાર છે.

તમારા સિવાય વિશ્વમાં બીજું કશું નથી. તમે જ બધું જ છો. તમે સમસ્ત ભૂતના આધાર છો, તમને નમસ્કાર છે.

તમે મન, બુદ્ધિ અને અહંકાર રૃપથી હૃદયમાં ક્ષેત્રજ્ઞ ઈશ્વરના રૃપમાં છો, તમને નમસ્કાર છે.

હે ભગવાન! તમે જ વેદી, દીક્ષા અને હુતાશન છો. હોતા અને યજ્ઞમાન પણ તમે છો. તેથી તમને પ્રણામ નિવેદન કરું છું.

હે પ્રભુ, તમે અધ્વર્યુ અને ઉદ્ગાતા છો. તમે પુરુષોત્તમ, દિશાઓ, પાતાળ, વ્યોમ, નક્ષત્ર બધું જ છો, તમને નમસ્કાર છે.

ભગવાનના આ સ્તોત્ર જે મનુષ્ય ઉચ્ચારિત કરે છે તે સંપૂર્ણ પાપોથી છુટકારો મેળવી લે છે કેમ કે બ્રહ્મનું સ્વરૃપ સરળતાથી નથી જાણી શકાતું અને એને જાણવા માટે અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. તે ઇન્દ્રિયોથી પરે છે તથા અગમ્ય છે.

બ્રહ્મનું શુદ્ધ સ્વરૃપ ગુણરહિત છે. સર્વત્ર વ્યાપ્તિ એનું સ્વરૃપ છે. આ પ્રલય અને ઉત્પત્તિથી રહિત છે, નિત્ય અને અવ્યક્ત છે. નાશનો એને પર કોઈ પ્રભાવ નથી થતો. તે સર્વજ્ઞ છે એટલે કે બધું જ જાણે છે. બ્રહ્મ ગુણ રહિત નિર્ગુણ છે. પરાત્પર અને આનંદમય છે.

આ બ્રહ્મ બોધ અને જ્ઞાનના સ્વરૃપવાળા છો. આ ક્ષય અને દ્વૈતભાવથી રહિત છે. આ બ્રહ્મ જ લોકમાં અવતરિત થાય છે અને તે મૂર્તિ જ બધા દ્વારા નજરે પડે છે. બ્રહ્મના સ્વરૃપને જાણીને દેવગણ ભજન કર્યા કરે છે. બધી દેવી મૂર્તિઓમાં તમારી મૂર્તિઓ છે. અને એમની પૂજા તમારી પૂજા છે. આ રીતે જે કંઈ પણ હું કરું છું તે તમને સમર્પિત છે. અને એમાં જે ત્રુટિ રહે છે તમે એને ક્ષમા કરી દો.

હું પોતાની સંપૂર્ણ ત્રુટીઓની ક્ષમા માંગીને તમારા પ્રત્યે પોતાના કર્મનું સંપાદન કરું છું. તમારા ચરણોમાં મારી અચલ ભક્તિ છે અને હું રાત-દિવસ તમારી પૂજા કરું છું. હું કોઈ પણ ધર્મમાં એટલી પ્રીતિ નથી રાખતો જેટલી તમારા ચરણ-કમળોમાં રાખું છું કેમ કે મારા માટે આ જ મોક્ષનું સાધન છે. તમે જ કામનાઓ અને ફળોને આપવાવાળા છો.

આ પ્રકારે સૂતજીએ કહ્યું કે અચ્યુત સ્તોત્રને બતાવતા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની મહિમા સ્થાપિત કરી કેમ કે ભગવાન વિષ્ણુ જ સમસ્ત કર્મોના ફળને પ્રદાન કરવાવાળા છે અને એમની અચલ ભક્તિ પણ પરમ લાભનું સાધન અને આધાર છે.

જે વ્યક્તિ આ સ્તોત્ર દ્વારા વિષ્ણુનું સ્તવન કરે છે, તે સંસારના બંધનોને પાર કરીને મોક્ષનો અધિકારી થઈ જાય છે અને જે વહેલી સવારે ભક્તિભાવથી સ્તોત્રનો જાપ કરે છે તે પોતાની કામનાઓની પૂર્તિ કરે છે. એને પુત્રની પ્રાપ્તિ થાય છે અને જો કોઈ રોગી વિષ્ણુના સ્તોત્રનો જાપ કરે છે તો રોગથી છુટકારો મળે છે. વિદ્યા ઇચ્છનારાને વિદ્યા, યશ ઇચ્છતા લોકોને યશ, અભ્યાસશીલને મેઘા, સાધુને સાધુત્વ વિષ્ણુ સ્તોત્ર પાઠથી પ્રાપ્ત થાય છે.

ભગવાન વિષ્ણુની સન્નિધિમાં મન અને પ્રાણ સ્થિત કરીને ભક્ત પરમ ધામને પ્રાપ્ત થાય છે.

***