Garuda Purana - 11 in Gujarati Spiritual Stories by MB (Official) books and stories PDF | ગરુડ પુરાણ - ભાગ 11

Featured Books
Categories
Share

ગરુડ પુરાણ - ભાગ 11

અગિયારમો અધ્યાય

ગરુડજીએ ભગવાનથી પૂછ્યું કે હે મહારાજ નારાયણ! મને હવે તમે સંપીડનની વિધિ અને સૂતકના વિષયમાં બતાવો તથા શૈયા તથા પદ દાનના વિષયમાં પણ એની મહિમા બતાવો. આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે એનાથી પ્રેતનું નામ છૂટી જાય છે અને તે પિતૃ ગણોમાં નિવાસ કરે છે. જે પુત્ર સંપીડન કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતો તે હંમેશાં અશુદ્ધ રહે છે આથી પુત્રને સંપીડન કરવું જોઈએ. આના ઉપાય આ પ્રકારે છે -

એ દિવસમાં બ્રાહ્મણ, બાર દિવસમાં ક્ષત્રિય અને પંદર દિવસમાં વણિક તથા એક મહીનામાં શૂદ્ર શુદ્ધ થાય છે. પ્રેતના સૂતકથી સંપિડિ લોકો ૧૦ દિવસમાં શુદ્ધ થઈ જાય છે. જે કુળના લોકો હોય છો તેઓ ત્રણ રાતમાં શુદ્ધ થાય છે અને પોતાના ગોત્રના લોકો નહાવા માત્રથી શુદ્ધ થઈ જાય છે. પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અતર હોય છે. ચોછી પેઢીમાં દસ રાત સુધી, પાંચમી પેઢીમાં છ, છઠ્ઠી પેઢીમાં ચાર, અને સાતમી પેઢીમાં ત્રણ દિવસ સુધી સૂતક રહે છે. એના પછી આઠમીમાં એક દિવસે અને નવમીમાં બે પ્રહર તથા દસમી પેઢીમાં સ્નાન કર વાથી જ સૂતક સમાપ્ત થી જાય છે. જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય છે. જો એના મૃત્યુનો સંવાદ દસ દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય છે એટલા જ દિવસના સૂતક માનવા જોઈએ. આ દિવસ પછી જો એક વર્ષ સુધી મૃત્યુની સૂચના મળે તો ત્રણ રાત્ર સુધી સૂતક થાય છે. અને એક વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે અને જો પહેલા સૂતકના બે ભાગ વીત્યા પછી બીજા લાગી જાય છે તો પહેલાની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે. બાળકના દાંત નિકળવાથી પહેલાં જ જો એની મૃત્યુ થઈ જાય છે તો નહાવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે. એના પછી લગ્ન નક્કી થવા પર એક દિવસ અને લગ્ન પછી બેને કુળોમાં ત્રણ રાત્રિના સૂતક હોય છે. વાગ્દાન અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળોમાં થાય છે પરંતુ લગ્ન પછી ફક્ત પતિના ઘરમાં. જો છ મહીનાની અંદર ગર્ભસ્ત્રાવ થઈ જાય તો ગર્ભના મહીનાની સમાન દિવસોમાં જ શુદ્ધિ થાય છે. ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત થઈ જાય છે. કળિયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃતક સૂતકની શુદ્ધિ દસ દિવસમાં થાય છે. મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદન ના કરવા જોઈએ. સંધ્યા દાન તપ પિતરોનું તર્પણ આ બધું મૃતક સૂકતમાં ના કરવું જોઈએ અને જે લોકો કરે છે એમને પૂર્વ કર્જ નષ્ટ થઈ જાય છે. એની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને અગ્નિહોત્રી અને પતિને બ્રહ્મમાં નિષ્ઠા રાખવાવાળા ગૃહસ્થ અને રાજાને તથા વૃત્તિને સૂતક નથી લાગતા. મનુએ કહ્યું કે લગ્ન ઉત્સવ અને હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાથી બનેલું અન્ન ખાવું જોઈએ, પરંતુ જો અજાણતામાં કોઈ દોષ થઈ જાય છે તો દોષનો ભાગ નથી લાગ્યો. મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે અને લેવાવાળા પણ દોષી થાય છે. આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાનું સંપીડન કરવું જોઈએ જેનાથી તે પિતર લોક જઈ શકે છે.

હે ગરુડ! મેં ધર્મશાસ્ત્ર અનુસાર ચારેય વર્ણો માટ બારમા દિવસના સંપીડની વ્યવસ્થા કરી છે પરંતુ કગળિયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયુ ઓછી થઈ જાય છે. આથી બારમા દિવસે સંપીડન કરવું જ યોગ્ય છે. કોઈના મરવા પર ગૃહસ્થ લોકોને ત્યાં યજ્ઞોપવીત વ્રત ઉત્સવ નથી થતાં. યાચકને જોઈએકે તે ત્યાં સુધી ભિક્ષા ન લે જ્યાં સુધી તે સંપીડન નથી થઈ જતું. મનુષ્ય કર્મના લોકમાં વિઘ્નોનો ભાગી બને છે. આથી સંપીડન કરવું જોઈએ.

મનુષ્યને જોઈએ કે મૃતક સ્થાનને ગોબર (છાણ)થી લીપીને વિધાનપૂર્વક સંપીડન કરે અને પછી એના પછી આચમન વગેરે કરીને વિશ્વ દેવોનું પૂજન કરે. પછી રુદ્ર, સૂર્ય અને ઇન્દ્ર તથા પિતામહને ક્રમથી પિંડદાન કરે અને ચોથું પિંડ મૃતકને આપી દે. સંગુધિત વસ્તુઓ ભોજન, પાન, ઇલાયચી, વગેરેથી પિંડ પૂજન કરે એના પછી સૂવાની શલાકાથી પિંડના ત્રણ ભાગ કરીને પિતાહમ વગેરેના પિંડથી મિલાવી દે. જો પિતાના મરવા પર પિતામહ જીવિત છે તો એને પહેલા પ્રપિતામહને ત્રણ પિંડ આપે. એ જ ક્રમમાં એમાં મિલાવીને પિંડોનું દાન કરે. માતાના પહેલા મરી જવા પર જો દાદી વિદ્યમાન હોય તો માતાના શ્રાદ્ધમાં પિતાના પિંડની આ પ્રકારથી યોજના કરે કે પ્રિપતામહીને ત્રણ પિંડ આપીને એની સાથે માતાના પિંડના તારણ ભાગ કરીને એમાં મિલાવનીને માતા-પિતાના મિપતામહ રૃપમાં એને પિતામહ યોગમાં લક્ષ્મીને પિતામયીના રૃપમાં સમજીને મતાના પિંડને મિલાવે અને અને એ જ રૃપમાં પુત્ર રહિત સ્ત્રીનું સંપીડન પુરુષ/પતિ કરે. સ્ત્રીનું સંપિડીકરણ પતિ વગેરેની સાથે કરવું જોઈએ.

હે ગરુડ! જે સ્ત્રી-પુરુષ એક જ ચિતા પર ચઢીને બળે તો સસરા વગેરેની વચ્ચે તણખલું રાખીને એ સતીનું સંપીડન કરવું જોઈએ. પુત્રને જોઈએ કે તે પહેલાં પિતાને સતીનું પિંડ દાન કરે. એના પછી સ્નાન કરે. જો સતી પતિના મૃત્યુના દસ દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે છે તો એના પતિની સાથે જ પથારી (શૈયા) દાન, અને પિંડ દાન કરવું યોગ્ય છે. એના પછી અતિથિને ભોજન ખવડાવીને પિતર, મુનિ, દેવતા અને દાનવોને, તૃપ્ત કરીને મનુષ્ય પરમ પદ પ્રાપ્ત કરે. એક ગ્રાસના બરાબર ભિક્ષા હોય છે અને ચાર પુષ્કળ હોય છે અને ચાર પુષ્કળ હોય છે અને ચાર પુષ્કળનું એક હંતકાર હોય છે. સંપિંડી યોગમાં અક્ષત ચંદનથી બ્રાહ્મણના ચરણોની પૂજા કરવી જોઈએ અને દાન આપવું જોઈએ. પોતાના આચાર્યને વર્ષ ભર માટે અન્ન, સોનુ, ચાંદી આપવા જોઈએ અને એના પછી મંગળ કુમકુમથી નવ ગ્રહોને દેવી અને વિનાયકને પૂજવા જોઈએ. એના પછી આચાર્ય મંત્રયુક્ત અભિષેક કરે અને હાથમાં સૂતર બાંધીને પવિત્ર અક્ષત (ચોખા)નું દાન કરે. પછી બાર બ્રાહ્મણોને ભોજન ખવડાવે અને દક્ષિણા આપે. પછી એના પછી પોત-પોતાની આજીવિકા ક્રમને સ્પર્શ કરે. બ્રાહ્મણ જળને, ક્ષત્રિય શસ્ત્રને, વૈશ્ય પ્રતોદને અને શૂદ્ર દંડને સ્પર્શે ત્યારે પૂરી શુદ્ધિ થાય છે.

મનુષ્યને જોઈએ કે તે સંપીડન ક્રિયા કરીને ક્રિયામાં પ્રયુક્ત વસ્ત્રોનો ત્યાગ કરે અને સફેદ કપડાં પહેરીને શૈયા દાન કરે. શૈયા દાન અવશ્ય કરવું જોઈએ. શૈયા લાકડીથી બનેલી હોય, અને ચિત્રોથી સુસજ્જિત હોય. રેશમથી બનેલી હોય, સફેદ રૃથી ઢાંકેલી હોય, સુગંધિત હોય, ત્યારે એને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે અને છત્રિ વગેરે લગાવીને જે વસ્તુ શૈયા માટે જરૃરી હોય એની સ્થાપના કરીને એ શૈયા પર લક્ષ્મી સહિત વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. એના પછી સુહાગવતી સ્ત્રી હોય તો સુહાગની બધી વસ્તુઓને રાખે અને પછી ગંધ ફૂલથી આભૂષિત કરીને શૈયાના ઉપરી ભાગમાં લક્ષ્મીનારાયણને બેસાડે. ફૂલોથી લદાયેલી શૈયા પર લક્ષ્મીનારાયણને બેસાડીને એમની પૂજા પછી ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરીને એમનું ફરી પૂજન કરે. એના પછી ઉત્તરની તરફ મ્હોં કરીને પોતાની અંજુલિમાં ફૂલોને લઈને બ્રાહ્મણને સામે ઊભા કરીને મંદ્રનું ઉચ્ચારણ કરે અને કહે કે હે ભગવાન! ક્ષીર સાગરમાં તમારી શૈયાની સમાન જ અમને શૈયા પ્રાપ્ત થાય અને આ પ્રકારે પ્રાર્થના કરીને ફૂલોને બ્રાહ્મણ પર અને લક્ષ્મીનારાયણની પ્રતિમા પર છોડે અને સંકલ્પ સહિત શૈયાને બ્રાહ્મણને દાન આપી દે અને પછી કહે કે હે બ્રાહ્મણ! તમને કોઈ શું આપી શકે છે. છતાં પણ આપ આને ગ્રહણ કરો. એના પછી શૈયા પર પ્રતિષ્ઠિત મૂર્તિઓના હલાવીને એમની પ્રદક્ષિણા કરો અને પરી વિસર્જન કરો પછી શૈયાનું દાન કરો.

પ્રસ્તુત શૈયાને એક જ બ્રાહ્મણને આપવામાં આવવી જોઈએ. અનેકને શૈયા આપવાવાળા અથવા એને વેચવાવાળા નરકમાં પડે છે અને યોગ્ય બ્રાહ્મણને શૈયા દાન કરવાવાળા પુણ્યને પ્રાપ્ત કરે છે. દાન કરવાવાળાના માતા-પિતાના પણ લોક-પરલોક સુધરી જાય છે. આ દાનથી પરમ લાભ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ઇન્દ્ર ભવનમાં સુખપૂર્વક રહે છે. તે અપ્સરાઓ સહિત મહાપ્રલય સુધી આનંદપૂર્વક સુધી નિવાસ કરે છે. આવી શૈયા દાન કરવાથી તીર્થ અને પર્વોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એના પછીથી હે ગરુડ! હું તને પદ-દાનના વિષયમાં બતાવું છું. પદ-દાનની વિધિ આ પ્રકારે છે : પદ-દાનમાં વસ્ત્ર, છત્રિ, જૂતા, અંગૂઠી, કમંડળ, પંચ પાત્ર આપવામાં આવે છે. આ વસ્તુઓની સાથે તાંબાનું પાત્ર, દંડ, ભોજન અને યજ્ઞોપવીત પણ આપવામાં આવે છે. આ રીતે મનુષ્યને જોઈએ કે તે બારમા દિવસે પોતાની શક્તિના અનુરૃપ તેર બ્રાહ્મણને ત્ર પદ દાન કરે. આ દાનથી પુરુષ સદ્ગતિ પ્રાપ્ત કરે છે.

જેમ કે મેં પહેલાં બતાવ્યું છે કે યમનો માર્ગ ખૂબ જ ગરમ હોય છે. આથી છાયડા માટે છત્રિનું દાન આપવામાં આવે છે કે મસ્તક પર સુંદર છાંયડો બની રહે. જૂતાનું દાન કરવાથી યમ માર્ગમાં આવવાવાળા ઘોડાની પાપ્તિ થઈ જાય છે. વસ્ત્ર દાનથી ગરમી, શરદી અને હવા ચાલવાથી મળવાવાળા દુઃખ નષ્ટ થાય છે. યમદૂતોનો રંગ કાળો-પીળો હોય છે. તેઓ રસ્તામાં અંગૂઠી (વીંટી) દાન કરવાવાળાને તંગ નથી કરતા. યમનો માર્ગ જળરહિત હોય છે. પરંતુ જે વ્યક્તિ કમંડળનું દાન કરે છે એને માર્ગમાં તરસ લાગવા પર જળ મળી જાય છે. જે વ્યક્તિ તાંબાનું જળપાત્ર દાન કરે છે એને અનેક પરબો લગાવવાનું ફળ મળે છે. આસન અને ભોજન આપવાની વ્યવસ્થા આથી કરવામાં આવી છે કે પ્રાણી યમ માર્ગમાં ધીમે-ધીમ જાય અને સુખપૂર્વક આરામ કરતો કરતો ખાતો જાય. આ પ્રકારે સંપીડનના દિવસે મનુષ્ય વિધિપૂર્વક ભોજન આપે. તે ચાંડાલ વગેરેને ભોજન કરાવે.

સંપીડન પછી વર્ષની અંદર જ અંદર પ્રત્યેક મહીનામાં કંભ દાન કરવું જોઈએ અને પ્રેતની ક્ષય તૃપ્તિ માટે એને જોઈએ કે તે વારંવાર કુંભ દાન કરે.

મનુષ્યએ એવું વિચારવું જોઈએ, કે માસિક અને વાર્ષિક વિશેષ તિથિઓ પર વિશેષ રૃપથી શ્રાદ્ધ કરીશ. પૂર્ણમાસીએ મરવાવાળાની શ્રાદ્ધ તિથિ પાક્ષિક રૃપથી ચતુર્થી હોય છે અને ચતુર્થી વાળાની નવમી, નવમીવાળાની ચતુર્દશી હોય છે. આ પ્રકારે નક્કી કરીને વીસમા દિવસે પાક્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ. જો એક મહીનામાં બે સંક્રાંતિ હોય ત્યારે બંને મહીનાઓમાં શ્રાદ્ધ, મૂળ મહીનામાં કરવું જોઈએ અને જો એક મહીનામાં બે મહીના થઈ જાય તો ત્રીસ તિથિઓ અને પૂર્ણ પક્ષની જ માન્યતા થાય છે. જો તિથિના પહેલા અડધા ભાગમાં મૃત્યુ થઈ ગયું હોય તો આખો પૂર્વનો ભાગ અને જો અડજધા ભાગમાં થયું હોય તો એને આગળના મહીના ભાગે ગણવો જોઈએ. આ પ્રકારે પંડિતોને મલ માસમાં વિચાર કરવો જોઈએ કેમ કે મલ માસમાં જ સંપીડિકરણ યોગ્ય હોય છે. વર્ષની વચ્ચે જો મહીનો વધારે હોય તો તેરમા મહીનામાં વાર્ષિક ક્રિયા કરવી જોઈએ. સંક્રાંતિ યુક્ત મહીનામાં પિંડદાન કરવું જોઈએ. આ રીતે સંવત્સરના પૂર્ણ થવા સુધી મનુષ્યને જોઈએ કે તે વાર્ષિક શ્રાદ્ધ કરતો રહે. સંવત્સર પછી પ્રત્યેક શ્રાદ્ધમાં ત્રણ પિંડોનું દાન કરવું જોઈએ. વાર્ષિક શ્રાદ્ધ વગર તીર્થ યાત્રા પિતૃ સંબંધિ કાર્ય ના કરવું જોઈએ.

શ્રાદ્ધના અવસર પર તુલસીની મંજરિઓથી વિષ્ણુની ખડાઉનું પૂજન કરવું જોઈએ અને પછી ગયાના તીર્થમાં દાન પિંડ દાન કરવું જોઈએ. ગાયના માથા પર શમીના પત્તાથી પૂજન કરીને જે પિંડદાન કરવામાં આવે છે એનાથી સાત ગોત્ર અને એકસો કુળનો ઉદ્ધાર થાય છે. આ રીતે ગયામાં જઈને પિંડ દાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે અને આવા પુત્રોનો જન્મ લેવો પૂરી રીતે સફળ થાય છે.

હે ગરુડ! હિમાલયની પાસે વર્તમાન કલાપ નામક એક બાગ છે. એમાં પિતૃઓ દ્વારા એક કથા સંભળાવવામાં આવી છે. આ કથા મનુના પુત્ર ઇક્ષ્વાકુની કથા છે. એમાં કહેવામાં આવ્યું છે કે જે ગયા જઈને દરથી પિંડદાન કરશે તેઓ સન્માર્ગ-શીલ થશે. આ પ્રકારે હે ગરુડ, જે પુત્ર આ ક્રિયા કરે છે તે પાપમુક્ત થઈ જાય છે. આવી ક્રિયા કરવાથી ભારદ્વાજના સાત પુત્ર પોતાના જન્મની પરંપરા ભોગવીને બઉનો વધ કર્યા પછી પિતૃઓના પ્રતાપથી પાપમુક્ત થઈ ગયા. આના સિવાય દશાર્ણ દેશમાં સાત વાઘ અને કાલાંતર પર્વતમાં મૃગસર, દ્વીપમાં ચક્રવાક અને માનસરોવરમાં હંસ, પોતાના પિતરોના પ્રતાપથી પાપમુક્ત થઈ ગયા. આ પ્રકારે પુત્રએ પિતૃભક્ત હોવું જોઈએ, પિતાની ભક્તિથી પરલોક અને આ લોકમાં સુખ મળે છે. આથી મેં તમને પુત્રને મુક્તિ આપવાવાળી અને પવિત્ર કરવાવાળી આ ક્રિયા અને ભાવને બતાવ્યા. હવે તમારે જે પૂછવું હોય તે પૂછી લો.

***