Love you yaar - 47 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 47

Featured Books
  • ભીતરમન - 30

    હું મા અને તુલસીની વાત સાંભળી ભાવુક થઈ ગયો હતો. મારે એમની પા...

  • કાંતા ધ ક્લીનર - 50

    50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુ...

  • ઈવા..

    ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું....

  • ખજાનો - 21

    " ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતા...

  • ભાગવત રહસ્ય - 53

    ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિક...

Categories
Share

લવ યુ યાર - ભાગ 47

દિવાકરભાઈએ જે કર્યું તેનાથી કેટલા પૈસાનું કંપનીને નુકસાન થયું તેનો આંકડો સાંવરી કાઢી રહી હતી અને આજે તે બધોજ હિસાબ કમ્પલીટ કરવા માંગતી હતી અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે ફોન ઉપાડ્યો અને વાત કરતાં કરતાં તે પોતાની ચેર ઉપરથી ઉભી થઈ ગઈ.. અને થોડી ચિંતામાં ડૂબી ગઈ...

સાંવરીની સીસ્ટર બંસરીનો ફોન હતો કે, " દીદી પપ્પાની તબિયત થોડી વધારે બગડતી જાય છે હવે શું કરવું કંઈજ સમજમાં આવતું નથી મમ્મી પણ થોડી ઢીલી પડી ગઈ છે અને માટે જ હું અહીં થોડા દિવસ મમ્મીના ઘરે રહેવા માટે આવી છું જેથી મમ્મીને થોડી હેલ્પ રહે પણ મને ખૂબજ ચિંતા થાય છે કે, પપ્પાને ક્યારે સારું થશે ? "

સાંવરી: મમ્મીએ એક ભૂલ કરી દીધી પપ્પાની તબિયત આટલી બધી બગડી ગઈ હતી તો મને અહીં લંડન આવતાં પહેલા જ તેણે જણાવી દેવાનું હતું જેથી હું થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાત અહીં થોડા દિવસ પછી આવત હવે હું અહીંયા આટલે બધે દૂર છું અને શું કરવું કંઈજ મારી સમજમાં પણ આવતું નથી..!!

બંસરી: તું ચિંતા ન કરીશ એમ તો હું છું જ અહીંયા પણ આ તો તને જણાવું છું.
સાંવરી: બંસરી પપ્પાના રિપોર્ટ્સ બધા કરાવી દીધા, ડાયાબિટીસ બ્લડપ્રેશર, થાઈરોઈડના બધા જ?

બંસરી: હા રિપોર્ટ્સ તો બધા જ કરાવી દીધા છે તેમને થાઈરોઈડ નથી, ડાયાબિટીસ પણ નથી ખાલી થોડું બ્લડપ્રેશર હાઈ રહે છે અને તેની દવા ચાલુ જ છે પણ દીદી તે ડિપ્રેશનમાં ખૂબ રહે છે.

સાંવરી: સારું ચાલ ફોન કરીને સમાચાર આપતી રહેજે અને મમ્મીને સાચવજે.
બંસરી: સારું ઓકે ચલ બાય દીદી.
અને બંસરીએ ફોન મૂક્યો પણ સાંવરીને ચિંતામાં પાડી દીધી હતી.

સાંવરી આજે અહીંની ઓફિસનો છેલ્લા પાંચ વર્ષનો હિસાબ લઈને બેઠી હતી તો તે પૂરો કરી રહી હતી અને મીત પણ પોતાના કામમાં વ્યસ્ત હતો અને જોતજોતામાં સાંજ પડી ગઈ એટલે મીતે તેને થોડા વહેલા જ ઘરે જવા માટે પૂછ્યું.

સાંવરી પણ સવારે વહેલી જ ઘરેથી નીકળી હતી અને પછી તો ગોડાઉનની વીઝીટ અને ઓફિસ અને તેમાં પણ દિવાકરભાઈનો પ્રશ્ન.. થાકી ગઈ હતી એટલે તે પણ મીતને કહેવા લાગી કે, " ચાલ ઘરે જવા માટે નીકળી જ જઈએ " અને બંને ઘરે જવા માટે નીકળી ગયા રસ્તામાં મીતે તેને જમવા માટે પૂછ્યું એટલે સાંવરીએ પોતાને પીઝા ખાવાની ખૂબજ ઈચ્છા છે તેમ જણાવ્યું એટલે મીતે પીઝા ઓર્ડર કરી દીધાં બંને જણાં ઘરે પહોંચ્યા નાહી ધોઈને ફ્રેશ થયા એટલીવારમાં પીઝાની હોમડીલીવરી આવી ગઈ એટલે બંનેએ ગરમાગરમ પીઝા અને સાથે કોલ્ડ્રીંક લઈને જમી લીધું.

પછી મીત ટીવી જોવા બેઠો એટલે સાંવરી પણ કિચનનું થોડું કામ પતાવીને તેની બાજુમાં ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર આવીને બેઠી થોડીકવાર બંનેએ સાથે બેસીને ટીવી જોયું અને પછી બંને સૂઈ જવા માટે પોતાના બેડરૂમમાં ગયા અને પોતપોતાની જગ્યાએ આડા પડ્યા.

પણ સાંવરીને આજે આમ વિચારોમાં ખોવાયેલી જોઈને મીતે તરતજ તેને પૂછ્યું કે, " શું થયું એની પ્રોબ્લેમ ? " એટલે સાંવરી પોતાની ચિંતા વ્યક્ત કરતાં મીતને કહેવા લાગી કે, " વારંવાર પપ્પાની તબિયત કેમ બગડી જાય છે કંઈ ખબર નથી પડતી ? "
આજે બંસરીનો ફોન હતો કે, " દીદી પપ્પાની તબિયત થોડી વધારે બગડતી જાય છે હવે શું કરવું કંઈજ ખબર પડતી નથી મમ્મી પણ થોડી ઢીલી પડી ગઈ છે એટલે હું થોડા દિવસ અહીં મમ્મીના ઘરે રહેવા માટે આવી છું એટલે મમ્મીને થોડી હેલ્પ રહે પણ મને બહુજ ચિંતા થાય છે કે, પપ્પાને ક્યારે સારું થશે ? બંસરીને પણ નાની બેબી છે તેને પણ બે ઘર હેન્ડલ કરવાના બધું અઘરું છે. "
મીત: એવું હોય તો તું જઈ આવ થોડા દિવસ માટે ઈન્ડિયા.
સાંવરી: હું એવું જ કંઈક વિચારું છું.
મીત: એમાં વિચારવાનું શું ડેડીની તબિયત આટલી બધી બગડી ગઈ હોય તો જવાનું જ હોય ને..??
સાંવરી: પણ અહીંની ઓફિસના પ્રોબ્લેમ્સ સોલ કરવાના અને તારે એકલાએ બધું હેન્ડલ કરવાનું હવે દિવાકરભાઈ પણ નથી તો...?

મીત સાંવરીને વચ્ચે જ અટકાવતાં બોલ્યો કે, " અહીંની ઓફિસની તું જરાપણ ચિંતા કરીશ નહીં અને કંઈ પણ પ્રોબ્લેમ થશે તો હું છું ને અને હિસાબ કિતાબ જે બધો જોવાનો છે તે તો તારા લેપટોપમાં જ છે ને અને લેપટોપ તું તારી સાથે લઈને જ જા એટલે તું ત્યાં જઈને પણ તારું કામ કરી શકીશ.

તું ત્યાં જાય થોડા દિવસ તેમની સાથે રહે તો તારા મમ્મીને અને ડેડીને બંનેને ખૂબ સારું લાગે અને બંસરીને પણ નાની બેબી છે તે પણ થોડી ફ્રી થઈ શકે અને ડેડીને બિલકુલ સારું થઈ જાય પછી શાંતિથી અહીં આવજે ત્યાં સુધી હું અહીંની ઓફિસનું બધું જ કામ જે તારા ભાગનું હશે તે અને દિવાકરભાઈનું કામ અને મારું કામ ઓફિસમાં માલની લે વેચ, હાજર માલસ્ટોકની ગણત્રી, માલ ડિસ્પેચ કરાવવો બધું જ સંભાળી લઈશ માટે તું બિલકુલ ચિંતા ન કરીશ શાંતિથી જઈ આવ કારણ કે તું નહીં જાય તો તારું અહીંયા કામમાં મન નહીં લાગે અને એ લોકોને પણ એમ થશે કે સાંવરી અહીંયા હોત તો સારું તેનાં કરતાં આમ વિચારો કરવાને બદલે શાંતિથી જઈ આવ.

સાંવરી મીતની અડોઅડ આવીને સૂઈ ગઈ અને તેની સામે જોવા લાગી અને તેની આંખોમાં જાણે તે ખોવાઈ ગઈ અને પ્રેમથી તેને કહેવા લાગી કે, " પણ તને એકલો અહીંયા મૂકીને જવાનો મારો જીવ જરાપણ ચાલતો નથી. "
મીત: અલા હું તો કંઈ નાનો દૂધ પીતો છોકરો છું તો તું મારી ચિંતા કરે છે?
સાંવરી: પણ આપણી મોમે મને ચોખ્ખી ના પાડી છે કે મીતને એકલો મૂકતી નહીં તેની સાથે જ રહેજે.
મીત: એકવાત કહું સાંવરી એ સમય જૂદો હતો એતો ઈન્ટરનેશનલ લેવલે આપણો બિઝનેસ શરૂ કરવા માટે પપ્પાની પાસે જીદ કરીને અહીં લંડનમાં મેં આપણી કંપનીની ઓફિસ શરૂ કરી ત્યારે અહીં લંડનમાં હું એકલો જ રહેતો હતો ઘણોબધો લાંબો સમય હું અહીંયા એકલો જ રહ્યો અને ત્યારે મને અહીંની હવાની થોડી અસર અડી ગઈ હતી અને તે વખતે મારી ઉંમર પણ નાની હતી કે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ? તેવું કંઈ મારી સમજમાં હતું નહીં અને એવું લાંબુ વિચારવાનો કોઈ રસ પણ નહોતો અને તે વખતે મને રોકવા કે ટોકવાવાળું કે સમજાવવાવાળું પણ અહીંયા કોઈ જ મારી પાસે નહોતું અને મને સ્મોકિંગની અને ડ્રીંકીંગની ખૂબજ ખરાબ આદત લાગી ગઈ હતી બસ તે વખતે તો મને આ બે વસ્તુ સિવાય કંઈ સૂઝતું જ નહોતું. આ તો પછી તું આપણી કંપનીમાં જોબ કરવા માટે આવી અને પહેલા જ વર્ષે તે કંપનીનો પ્રોફિટ ડબલ કરીને બતાવ્યો તો એ બધું જોઈને તો હું વિચારમાં જ પડી ગયો અને તારી આવડત અને હોંશિયારીથી હું પ્રભાવિત થઈ ગયો અને તને જોવા તેમજ મળવા માટે હું ઈન્ડિયા આવી પહોંચ્યો..!!

પહેલા હું ઈન્ડિયા આવું તો પણ ઈન્ડિયાની ઓફિસમાં બહુ ઓછો આવતો ત્યાંના મિત્રો સાથે એન્જોયમેન્ટ માટે ક્લબમાં ને બહાર ફરવા ને એમ નીકળી જતો પણ તને જોવા અને મળવાની અને તારી સાથે વાત કરવાની લાલચે મને ત્યાંની ઓફિસમાં રેગ્યુલર આવતો કર્યો. મારે તને બરાબર જોવી હતી તને સમજવી હતી તારાથી હું સરપ્રાઈઝ્ડ હતો આવી કોઈ છોકરી હોઈ શકે કે જે બિઝનેસમાં આટલી બધી પાવરધી હોય તે મારા માટે અનબીલીવેબલ હતું અને માટે જ "હું ઈન્ડિયા હમણાં નહીં આવું મોમ" તેમ મોમને "ના" પાડીને આવ્યો હતો પણ તે મને તારા તરફ આકર્ષિત કર્યો...
સાંવરી: એઈ, મેં નહીં મારા કામે...
મીત: હા, યસ તારા કામે....
અને મીતને વચ્ચે જ અટકાવતાં સાંવરીએ તેને એક દિલચસ્પ પ્રશ્ન પૂછ્યો કે, " તે જ્યારે મને પહેલીવાર જોઈ ત્યારે તારા મનમાં મારા માટે કેવી ફીલીન્ગ્સ આવી હતી ? મારા વિશે તે શું વિચાર્યું હતું ?

હવે મીત સાંવરીના આ દિલચસ્પ પ્રશ્નનો શું જવાબ આપે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/4/24