"ઋષભ કઈ છે?!" ગીતાએ જોરથી ચીસ પાડી!
"મેં તો પહેલાં જ ના પાડેલી ને કે જંગલ બહુ જ ભયાનક છે, ચાલો પાછા જતા રહીએ!" કૈવલ ગ્રુપમાં બહુ જ ડરપોક હતો, બધાં એની પાસેથી આવા જ શબ્દોની આશા લઈને બેઠા હતા!
"ચૂપ થઈ જા! મને મારા ઋષભ ની બહુ જ ચિંતા થાય છે.." ગીતાએ ગુસ્સામાં કહ્યું.
"ઓહ કમ ઓન! તું પણ કેવી નાના છોકરા જેવી વાત કરે છે, ઋષભ દૂધ પીતો નાનો છોકરો થોડી છે કે એ આ જંગલમાંથી બહાર નહિ આવી શકે!" રોનક એ બહુ જ બેફિકરાઈ થી જવાબ આપ્યો.
"હા, પણ મને એની બહુ જ ચિંતા થાય છે!" ગીતાને હવે બહુ જ ચિંતા થઈ રહી હતી, એને અફસોસ પણ થઈ રહ્યો હતો કે આખરે કેમ એ ઋષભ ને આ જંગલમાં લાવી હતી!
"તમારે મારી હેલ્પ નહિ કરવી તો કોઈ વાંધો નહિ, પણ હું પણ ઘરે ત્યારે જ આવીશ જ્યારે ઋષભ મારી સાથે હશે!" ગીતા બોલી તો બાકી બધાં પણ ફરીને જંગલમાં ચાલ્યાં ગયાં.
સાંજ પણ થવા આવી હતી અને ફોનમાં કોઈનું પણ નેટવર્ક નહોતું પકડાઈ રહ્યું. બધાં વધારે ટેન્શનમાં આવી ગયા n સૌથી વધારે તો ગીતા જ ચિંતા કરવા લાગી કે જો પોતે ઋષભને નહિ શોધી શકે તો! એ વિચાર આવતા જ એને એક કંપારી આવી ગઈ.
સાંજ થઈ રહી હતી અને આ બાજુ બધા જ જંગલમાં "ઋષભ.. ઋષભ" ની બૂમો પાડી રહ્યાં હતાં. સૌથી વધારે બેચેન ગીતા ખુદ જ હતી!
"ઋષભ!" એક બૂમ પાડતાં જ ગીતા ૠષભને વળગી જ પડી! કેટલાય સમય સુધી એ એને ભેટી જ રહેલી, જાણે કે એની આખી દુનિયા એને પાછી મળી ગઈ હોય એવું એને લાગી રહ્યું હતું!
"શું થયું પાગલ!" ઋષભ બોલી ઉઠ્યો.
"સોરી, સોરી!" ગીતાના આંખમાં આંસુઓ આવી ગયાં હતાં.
"બસ પણ કર પાગલ! હવે તો હું તારી સાથે જ છું ને!" ઋષભ એ ગીતાને બાહોમાં લઇ લીધી.
"શું તું પણ યાર, મારા જેવા માટે.." ગીતા એ એના હાથ પર આંગળી મૂકી દીધી -
"તું બહુ જ ખાસ છું, ઓકે!"
"પણ તું હતો કઈ?!" ગીતાએ આંખોમાંથી આવેલા આંસુઓ લૂછતાં પૂછ્યું.
"મેં તો ગાડીમાં જ હતો, તરસ લાગી હતી તો પાણી પીવા આવ્યો હતો!" ઋષભ એ કહ્યું.
"ઓ એકવાર કહેવું તો જોઈએ ને!" ગીતાએ ફરિયાદ કરી.
"મને નહોતી ખબર કે કોઈ મારી આટલી કેર કરે છે.." ઋષભ એ થોડું હળવેકથી કહ્યું.
"તું હવે મારાથી એક ઇંચ પણ દૂર નહિ જાય!" ગીતાએ એનો હાથ પકડી લીધો, ખરેખર તો એ એના હાથને જીવનભર થામી લેવા જ માગતી હતી!
🔵🔵🔵🔵🔵
"એક વાતનો જવાબ આપ તો તું મને!" ગાડીમાં સૌ ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે જ ઋષભ એ ગીતાને કહ્યું, હજી પણ ગીતાએ ઋષભ નો હાથ નહોતો છોડ્યો.
"હમ?!" ગીતા બોલી.
"હું ના મળત તો?!" જવાબમાં ગીતાએ ઋષભને ખુદથી વધારે નજીક લાવી દીધો. એની આંખો બંધ હતી અને એ બોલી - "પ્લીઝ આવું ના બોલ ને!" જે વસ્તુથી ડર લાગે, કોઈ એના વિશે બોલે, એ પણ નહીં ગમતું!
"ઉફ.. ક્યારે પ્યાર થયો મારી સાથે?!" ઋષભ એ સીધું જ પૂછી લીધું.
ગીતા શરમની મારી, નીચું જોઈ ગઈ.
"ડર લાગે છે.. બહુ જ તારાથી દૂર જવાથી!" એને ઋષભ ને વધારે નજીક લાવી દીધો.
"લવ નહીં કરતી તું મને?!"
"કરું છું ને!" નીચા ચહેરા સાથે આખરે ગીતાએ કહીં જ દીધું.
ઋષભ ની આંખોમાં બહુ જ ખુશી હતી, આખરે એણે જે કામ માટે આખિય પ્લાનિંગ કરી હતી, બધું જ પ્લાન પ્રમાણે જ થયું હતું!