"ના તારા કરતાં તો વધારે પાપ મેં કર્યા છે.." હું ભાવનામાં વહી રહ્યો હતો.
"ના, ભૂલ તમારી પણ નહિ. એવું જરૂરી નહિ કે પાપ કર્યા હોય એનું જ ફળ મળે, પણ જીવનભર કોઈની માટે આખી જિંદગી સહન કરવું એ પણ બહુ જ મોટું પુણ્ય નું કામ છે.. તમે તો બહુ જ મહાન છો કે તમે જેને પ્યાર કરતાં હતાં એના માટે તમે આટલું બધું સહન કરીને પણ જીવો છો.." ખબર નહિ પણ કેમ આજે જે રીતે એ એક બાજુ જોઈને બોલી રહી હતી કઈક અલગ જ લાગતું હતું.
સવારનું અજવાળું જોઈને, મારામાં અલગ જ હિંમત આવતી હતી. રોઝ સવારે અજવાળું હોય જ છે, પણ મને આજે તો સવાર પડ્યાં ની જ બહુ જ ખુશી હતી.
"જો મને ખબર પડી ગઈ છે કે તું માણસ તો નહિ જ! સાચું કહી દે કોણ છે તું?! શું લેવા મારી પાછળ પડી છે?! શું તને પેલા વેપારીએ જ મોકલી છે?! મેં રેવતી ને નહિ મારી! હું તો એને પ્યાર કરતો હતો!" હું કહી રહ્યો હતો તો મને રડવુ આવી ગયું.
"હા, મને ખબર છે.." રોહિણી ને મેં જોઈ. એના ચહેરાને બદલાતા હું જોઈ રહ્યો હતો. હા, એ ચહેરો હવે રેવતી નો હતો.
"મને ખબર હતી કે તમે નહિ મરો, મને આટલો બધો પ્યાર જે કરો છો, એટલે જ તો હું તમારી સેવા કરવા પેલા લોકથી આ લોકમાં આવી છું.. મને ખબર છે કે તમે આ નરક જેવું જીવન બસ મારી ખુશીને માટે જ જીવો છો.. જો તમે મને ટચ કરતાં તો તમને ખબર પડી જતી કે હું તો બસ તમને જ દેખાઉં છું. બસ એક તમે જ મને જોઈ શકો છો." રેવતી ની આત્મા બોલી રહી હતી. પણ તેમ છતાં મને થોડો પણ ડર નહોતો લાગી રહ્યો.
"હા, તો તારા મોતની પાછળનું રહસ્ય પણ મને કહી દે!" મેં એની તરફ જોયું.
"પપ્પાના એક વિશ્વાસુ માણસે મને કોલ કરીને કહ્યું હતું કે પપ્પા લગ્ન માટે તૈયાર છે અને એ મને ઘરે બોલાવે છે..
પણ હું ઘરે જાઉં એ પહેલાં જ એ બધાને મને ઓતરી લીધી અને કહેવા લાગ્યાં કે તારા પપ્પા તો તને છોડી જ દેશે કે તું એમની એકની એક છોકરી છે પણ તારા પપ્પા અમારા બધાં સાથે અન્યાય કરે છે, અમારા જ પૈસાથી રહે છે અને અમને જ નીચે રાખે છે અમે એનો બદલો તને મારીને લઈશું!
એ લોકો એ મને મારી નાખી અને બધાને એમ કે પપ્પાએ જ મને મારી હશે. પણ પપ્પા વેપારીની સાથે બહુ જ દુષ્ટ માણસ પણ હતા. એમના કાળા કામોની સજા મને મળી, પણ મારા કહેવાના લીધે જ તો તમે તમારા જીવનને નરક બનાવી દીધું હતું ને?!
ભૂલ મારી પણ નહોતી. તમે છો જ એટલાં મસ્ત. તમે મને એટલો બધો પ્યાર કર્યો કે મારા લીધે તમારા મમ્મી પપ્પા મરી ગયા. તો પણ તમે હજી પણ મને એટલો જ પ્યાર કરો છો. મેં તમને કહ્યું કે તમારે આપણાં પ્યારને લીધે જીવવુ પડશે તો તમે એકલાં રહીને પણ આ જિંદગીની જીવી રહ્યાં છો. ખરેખર હું જે સેવા જીવતાં જીવત કરવાં માગતી હતી મારે એક આત્મા બનીને કરવી પડે છે!"
આવતાં અંકે ફિનિશ..
____________________
એપિસોડ 7(અંતિમ ભાગ - કલાઇમેક્સ)માં જોશો: "સારું, દુનિયા માટે તો મારું કોઈ જ અસ્તિત્વ નહિ, પણ મને તમારી સેવા કરવા દેજો.." રેવતી બોલી. એણે ફરી રોહિણીનો અવતાર લીધો.
"ના, તું રેવતી જ બનીને રહે.. હું કોઈ જ રોહિણીને નહિ જાણતો. મારા માટે તો મારી રેવતી જ બધું છે.." મેં એને સમજ પાડી. એ રેવતી ફરી બની ગઈ.