Gaadh Rahashy, Madad Adrashy - 3 in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 3

Featured Books
Categories
Share

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 3


થોડા દિવસ પછી છોકરી પણ એ છોકરાં સાથે ચાલી ગઈ હોય એવું લાગતું હતું. કોઈને ખબર નહોતી કે એ ક્યાં અને કેવી હાલતમાં હતી, પણ બધાંની આંખો ત્યારે ફાટેલી જ રહી ગઈ જ્યારે એમને સવારે જોયું કે રેવતી ની લાશ મળી આવી હતી.

ગામમાં અફવાહ હતી કે ખુદ એનાં પપ્પાએ જ એને મારી નાંખી હતી. અમુક લોકો તો એમ પણ અનુમાન લગાવી રહ્યાં હતાં કે છોકરાએ જ એનાં મમ્મી પપ્પાને માર્યા એટલે વેપારી જોડે બદલો લેવા આવું કર્યું હશે, પણ સચ્ચાઈ શું હતી, આજ દિન સુધી કોઈ નહીં જાણી શક્યું.

એ જે છોકરાનાં મમ્મી પપ્પા ને મારી નાંખવામાં આવ્યાં હતાં એ હું પોતે છું.." છેલ્લે જ્યારે મેં કહ્યું તો રોહિણી રડી રહી હોય એમ માને લાગી રહ્યું હતું. વાત જ એવી હતી.

"હા, તો તમે એ છોકરીને મારી હતી કે વેપારીએ?!" રોહિણી એ મને સવાલ કર્યો.

"અરે, હું તો એને મારી જાન કરતાં પણ વધારે ચાહતો હતો, એની ખુશી માટે જ તો મેં બધું જ કર્યું હતું. મમ્મી પપ્પાને મારી નાંખ્યા તો પણ હું તો એને જ મારી જિંદગી સમજતો હતો." મેં કહ્યું.

"તો શું થયું હશે કે રેવતી ને મરવું પડ્યું?!"

"મને પણ એ જ નહિ સમજાતું.. વેપારી ભલે ગમે એટલો ક્રૂર હોય, પણ એ એની જ છોકરીને તો ના જ મારી શકે ને?! આખરે એક બાપ કેવી રીતે પોતાની જ છોકરીને મારી શકે?!" મેં રોહિણીને કહ્યું.

"તમે કેમ રેવતી નાં ન્યાય માટે ના લડયાં? મરતાં પહેલાં રેવતી એ તમારું જ નામ લીધું હશે ને?!" રોહિણી એ પૂછ્યું.

"હા, પણ હું ચાહત તો પણ શું કરી શકવાનો હતો?! હું બસ એની સાથે ત્યાં મરી શકતો હતો?! અને ખુદ રેવતી એ જ તો મને કહેલું કે પોતે એ મરી પણ કેમ ના જાય, હું આ જગ્યાએથી બહાર ના આવું. અને જો હું આવીશ તો હું પણ મરી જ જઈશ. એણે મને કહ્યું હતું કે હું જીવતો રહીશ તો એને એમ લાગશે કે આપનો પ્યાર પણ જીવતો જ રહેશે!" મારી આંખો છલકાઇ ગઈ. દિલ ભૂતકાળની યાદોમાં ઘેરાઈ ગયું. મનમાં વિચારોનો પુર આવ્યો.

"હું બેવફા નહિ. આજ સુધી તો સાચવ્યો છે ને મેં ખુદને. મારે પણ એની સાથે જ જવું હતું. હું પણ આ જીવવા નહિ માંગતો, મારે પણ નહિ જીવવું, પણ એક રેવતીનાં પ્યારને લીધે જ તો મારે જીવવુ પડે છે ને. મોત તો આના કરતાં પણ આસાન છે, પણ જે વ્યક્તિનાં મમ્મી ના હોય, પપ્પા ના હોય, ખુદ જેને એ દિલોજાનથી પ્યાર કરે એ પ્રેમિકા ના હોય, જીવવુ કેટલું દુષ્કર હોય છે. હું જાણું છું અને મને ખબર છે તો પણ હું જીવું જ છું. જીવવુ જ પડશે મારે પણ. અને એ જ તો રેવતી ની આખરી ઇરછા પણ હતી ને?!" મેં કહ્યું.

"હું નહિ જાણતો કે રેવતી સાથે શું થયું. એણે કોને અને કેમ મારી નાંખી, પણ હું એ જાણતો હતો કે હવે મારે શું કરવાનું છે?! હું હજી પણ યુવાન છું, પણ હું રેવતી સિવાય કોઈને પણ પ્યાર નહિ કરી શકતો. હું ચાહું તો પણ નહિ!"

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 4માં જોશો: મેં કહ્યું અને બહુ જ રડવા લાગ્યો. મારે રોહિણીને ગળેથી લગાવી લેવી હતી. પણ એને દૂરથી જ મને ટચ ના કરવા ઈશારો કરી દિધો હતો. હું પણ એનાથી દૂર જ હતો. ખબર નહિ એનું શું કારણ હતું પણ રોહિણી મને ક્યારેય ટચ નહોતી કરવા દેતી.

"હું હજી પણ રેવતી ને જ પ્યાર કરું છું.. હું તને ગલત રીતે નહિ અડકું?!" આખરે મેં કહી જ દીધું.