ભાગ - ૨૦
નમસ્તે વાચક મિત્રો ,,
આશા છે બધું કુશલ મંગલ હશે .... આભાર આપનો તમે ભાગ - ૨૦ વાચી રહ્યાં છો ...
આગળના ભાગમાં જોયુ તેમ ......
મોન્ટુ : " તે દીપક અત્યારે અમને ક્યાં મળશે .. અ.. આઈ મીન એનું ઘરનું કોઈ એડ્રેસ વગેરે મળી જાય તો ... કામ થોડું સહેલું થઈ જાય એમ ... "
આન્ટી બોલ્યા : " હા ,, અમે આંબાવાડી ચોક , ૫૦૪ - બંગલા નંબરમાં રહીએ છીએ .. તેઓ અમારી બાજુના જ બંગલામાં રહે છે ... "
પિહુ : " ઓકે .. તો આપડે કાલ સવારે જ એ બંગલાની મુલાકાત લેશું અને એ દીપક અંકલને પોલિસના હવાલે કરીશું .. "
રીની : " હા ,, અત્યારે સુઈ જઈએ લેટસ્ ગો ... ગુડ નાઈટ .. "
બધાં પોતપોતાની રૂમમાં જાય છે .. અને ચર્ચા કરતાં કરતાં સુઈ ગયાં .. બીજે દિવસે નાસ્તો કરી ફ્રેશ થઈ બધાં આંબાવાડી ચોક જવા નીકળ્યાં .
બે કલાકના લાંબા રસ્તા બાદ જે એડ્રેસ હતું તે બંગલા પર બધાં પહોંચી તો ગયા ,, પરંતુ તે બંગલાને લોક લાગેલો હતો ..
મયુર અને રાજ બાજુનાં બંગલા પર ગયાં અને પુછ - પરછ કરી . પુછ - પરછ કરતાં ખબર પડી કે તેઓ બીજે રહેવા જતાં રહ્યાં છે ..
એક વર્ષ પહેલાં જ . અને મયુરે તેનાં બીજા ઘરનું એડ્રેસ પુછી લીધું ..
રાજે મોકો જોતાં તેને કયાં કારણથી ઘર બદલ્યું હતું એ પણ પુછી લીધું ...
પાડોશીએ કહ્યું : " તેની કોઈ પત્ની જે એક વર્ષ પહેલાં જ આવી હતી તેને અહીં રહેવામાં કંઈક પ્રોબ્લેમ હતી .. અને એનાં મોટાં ભાઈ એ આખા ફેમિલી સાથે આપઘાત કરી લીધો હતો તો દીપકને તેનાં ભાઈ સાથેની યાદો આ ઘરમાં સતાવતી હતી .. એટલે બધું યાદ આવ્યાં કરતું હતું .. એટલે એણે ઘર બદલી નાખ્યું .. "
મયુર : " તમને આ બધું કોણે કહ્યું .. ???? "
પાડોશી : " દીપકે ખુદ જ એનાં મોઢે કહ્યું હતું .. કેમ ..!! ??? "
મયુર : " અરે કંઈ નહીં બસ એમજ .. "
પાડોશી : " હા ,, મને બસ એટલી જ માહિતી ખબર છે .. બીજું તો શું હોય સાચું કારણ ખબર નહીં .. "
રાજ : " સાચું કારણ ??? તમને આ સાચું નથી લાગતું ..???"
પાડોશી : " અ .. એ કારણની તો ખબર નહીં પણ ,, એ દીપક બહુ લાલચી માણસ હતો બધી બાજુ એનું જ પ્રોફીડ જોતો અને એ કહે છે કે મારા ભાઈની જુની યાદો યાદ આવે .. એ વાત તો વિશ્વાસ કરવાં જેવી લાગતી જ નથી .. "
મયુર : " કેમ .. ?? "
પાડોશી : " એમાં એવું છે એ ધીરજભાઈ અને એની પત્ની રશ્મિ બેન બંને બહુ વ્યવસ્થિત માણસ હતા અમે ઘણાં ટાઈમથી સાથે રહીએ છીએ .. એનાં મોમ ડેડના મૃત્યુ પછી ઘરમાં જઘડા વધતાં જ ગયાં .. ઘણી વાર ધીરજભાઈ કહેતાં કે ઘર બરબાદ થઈ રહ્યું છે .. "
રાજ : " તો એટલે એણે આત્મહત્યા કરી ..!! ??? "
પાડોશી : " શાયદ .. "
મયુર : " શાયદ .. !? કેમ શાયદ .. ??? "
પાડોશી : " મેં એક વાર મજાક મજાકમાં એ બહુ ટેન્શનમાં હતાં તો કહ્યું હતું કે આત્મહત્યા ન કરી લેતાં ઉપાડી કરી કરી .. તો એણે કીધું હતું એ ભુલ તો હું ક્યારેય નો કરું .. જે થાય એ સહેવાની હિંમત રાખું છું હું .. "
રાજ : " અચ્છા .. "
પાડોશી : " હમ .... એટલે હું શાયદ માનું છું .. પણ હવે દીપક કહેતો હતો તો વધી ગયું હોય કાંઈક તો કરી પણ લીધું હોય અત્યારે તો શું કહેવાનું દુનિયામાં દુઃખ જ એટલાં છે .."
રાજ : " ઓકે અંકલ ... થેંક યુ અમને એડ્રેસ અને માહિતી આપવા હવે અમે જઈએ .. "
પાડોશી : " પણ તમે આ બધું કેમ પુછો છો .. કોણ છો તમે ...??? એનાં કોઈ સંબંધી ...???? "
મયુર : " હા .. હા ... સંબંધી .. "
બંને ત્યાંથી પાછા આવે છે ....
રીની ઉતાવળા અવાજે : " હેય ગાયસ , શું થયું ??? ખબર પડી કંઈ ??? "
મોન્ટુ : " હા એ જ કહેવા આવ્યાં છે એ લોકો .. શાંતિ રાખને ખિસકોલી ... "
ટીકુ : " ઓહ ગોડ .. આવી સીરિયસ પરિસ્થિતિમા પણ તને ખિસકોલીની યાદ આવે છે ડબ્બા "
મયુરે આખી વાત કરી જે તે પાડોશીએ કહ્યું હતું .....
નેમિશ : " ઓહ ગોડ ..... તો દીપક અંકલએ ખોટી હમદર્દી બતાવી એમને ... !!! "
વિશ્વા : " આ દીપક અંકલ તો સજાને પાત્ર જ છે ... ચલો હવે એનાં બીજા એડ્રેસ પર જઈએ .. ત્યાં તો એ મળવા જ જોઈએ .. "
બધાં એક ઉમ્મીદ સાથે ગાડીમા બેઠાં અને અડધી કલાકમા તેઓ તે પાડોશી એ આપેલા એડ્રેસ પણ પહોંચી ગયાં ..
માહીર : " થેંક ગોડ અહીં લોક નથી .. "
વિશ્વા : " હા પણ શું ખબર અહીં તે રહેતાં જ હોય .. તે અંકલ હાથમાં આવે પછી જ બધું સાચું .. "
*********
શું દીપક અંકલ અહીં હશે .. ???
.....
અને હશે તો શું એનો ગુનો કબુલ કરશે ..??
.......
શું દીપકનો જ હશે વાંક બધો કે હતું કોઈ સાચું કારણ બીજું ???
.........
તમારી નજરે શું થશે આગળ ?? આપો તમારા અભિપ્રાય .. અને જોડાયેલાં રહો "ફાર્મ હાઉસ" (રહસ્યમય ઘટના) ભાગ - ૨૧
To be continued....