Gaadh Rahashy, Madad Adrashy - 1 in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 1

Featured Books
Categories
Share

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 1


સપનાં ડરાવી દેતાં હોય છે ને. અમુકવાર તો એવું જ લાગે કે સપનું સપનું નહિ પણ હકીકત છે. સાચે જ એવું કઈક બની રહ્યું હોય.

હું ઊંઘમાંથી જાગ્યો તો હું પણ એક ડરવાનું સપનું જ જોઈને ઉઠી ગયો હતો, હોસ્પિટલનાં બેડ પર મારી બાજુમાં બસ રોહિણી જ તો હતી. એ જ તો એક મારો સહારો હતી અને એ જ તો મારી હિંમત પણ હતી ને?! સારું લાગતું હોય છે જ્યારે કોઈ આપની પાસે હોય અને એ પણ આટલું નજીક. મને થોડું ઠીક લાગ્યું. એણે પણ કઈ જ ખાધું નહિ હોય, ખબર છે મને કે એ મને કેટલો બધો પ્યાર કરે છે. મારા માટે તો જમીન આસમાન એક કરી દે, એવી છે આ. અને હા, મારી તો જાન છે.

જેવો જ કોલ આવ્યો એને કે મારું એક્સિડન્ટ થયું છે તુરંત જ ભાગી આવી એ. સામેવાળાને જે ખર્ચો થયો એ પણ એને જ આપ્યો અને આ હોસ્પિટલ નું બિલ પણ એ જ આપશે. અને એમ પણ એના સિવાય મારું છે પણ તો કોણ?!

આની સાથે જ મને યાદ આવી ગયું કે એ થોડી વિચિત્ર પણ છે, એ ક્યારેય પણ મને એને ટચ નહિ કરવા દેતી.. ક્યારેય પણ નહિ અને હા, પોતે એ ક્યાં રહે છે એ પણ ક્યારેય નહિ કહેતી. બસ જરૂર પડે ત્યારે આવી જાય છે અને હા એવી જ રીતે કોણ જાણે પણ ક્યારેય ગાયબ પણ થઈ જાય છે. કોઈ અદૃશ્ય આત્માની જેમ.

અમુકવાર તો સપનામાં પણ હું વિચારતો હોવ કે એકદમ જ એ આવી જશે.

🔵🔵🔵🔵🔵

જેવો જ હોસ્પિટલ થી ડિસચાર્જ મળ્યું કે એ મારી મદદ માટે આવી ગઈ.

જાણે કે એને ખબર જ હતી કે હા, હવે મારે એની જરૂર હતી.

"જો તો હું તારો હાથ પકડીને તને રોકવા નહીં માગતો, પણ મારે તને કઈક કહેવું છે!" મેં એને રોકી જ લીધી. અને જેમ મને ખબર જ હતી કે હું એને ટચ નહિ કરી શકું તો એને એ રીતે જ કહ્યું.

"હા, બોલો?!" એણે પૂછ્યું.

"તને કેવી રીતે ખબર પડી જાય છે કે મને તારી જરૂર છે?!"

"માણસ નહીં હું, કપટી અને સ્વાર્થી, હું તો આત્મા છું.. મારી સાથે જે અન્યાય થયો, મારે જે પીડા સહેવી પડી, હું નહીં ચાહતી કે કોઈ બીજું પણ સહન કરે?!" એણે ખાલી આટલું જ કહ્યું અને એ તુરંત જ ત્યાંથી ચાલી ગઈ. એના વાક્યને હું બરાબર સમજી શકું કે સમજવા મથું એ પહેલાં મને વિચાર આવ્યો તો હું બહાર સુધી આવ્યો, પણ કોઈ જ નજર ના આવ્યું.

આ વખતે અમારે મુલાકાતમાં સાત દિવસ જેટલો સમય થઈ ગયો હશે. હું પણ એનો જ ઇન્તજાર કરી રહ્યો હતો. એનો પતો તો હતો નહિ મારી પાસે કે હું ત્યાં એને મળવા ચાલ્યો જાઉં, પણ હા એ કેવી રીતે આવશે એ મને ખબર હતી.

આ મોટા ઘરમાં હું એકલો જ રહેતો હતો. હા, એકલો અને નિસહાય, દુઃખી પણ હતો. કામ કરી શકું એટલી તાકાત હતી મારામાં, પણ તો પણ થોડું મોટું કામ કરી આવતો હતો. ઉંમરથી તો યુવાન હતો, પણ સમયે મારી હાલત કોઈ વૃદ્ધ જેવી કરી દીધી હતી. બાકી જે લોકો મારી મદદ કરતાં એ કરતાં પણ મદદ, થોડું ઘણું ખાવાં એ લોકો પણ આપી દેતાં હતાં.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: એવી જ એક ઉદાસ સાંજ હતી. જે કંઈ મને મળેલું, મેં ખાધું હતું અને કોઈને દરવાજે જોઈ. દરવાજે અંદર સુધી એક પળછાઈ મેં જોઈ. હા, કોઈ છોકરી જ હતી. રોહિણી આવેલી તો પણ હું તો ડરી જ ગયો હતો.

"આ લો મામીએ તમારા માટે ખાવા મોકલ્યું છે.." એને ભાનું મારી સામે મૂક્યું.