Farm House - 18 in Gujarati Horror Stories by Dhruvi Kizzu books and stories PDF | ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 18

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 18










ભાગ - ૧૮



ફાર્મ હાઉસમાં પહોંચીને જોયું તો મેઈન ગેટ કાલ ની જેમ જ ખુલ્લો હતો .. અને આજે તો ફાર્મ હાઉસનો ગેટ જે લોક કર્યો હતો એ પણ ખુલ્લો હતો .. અને તાળું નીચે પડેલું હતું .. બધાં ચોંકી ગયેલાં હતાં અંદર ગયાં અને જોયું તો .....

બધું અસ્ત વ્યસ્ત પડ્યું હતું , અને બુટના નિશાન પણ હતાં જે પેલી કિચનની બાજુની સ્ટોર રૂમ સુધી જતાં હતાં ..

પણ અજીબની વાત તો એ હતી કે સ્ટોર રુમનો લોક બહારથી બંધ હતો તો વિચારવા જેવી અજીબ વાત એ હતી કે અંદર ગયું તો ગયું કોણ .. ??? અને કઈ રીતે .. ??? ક્યાંથી ... !!????

રાજે કંઈ જ વિચારયા વગર આ ફાર્મ હાઉસ વિશે જે કંઈ ખોટું બોલ્યો હતો એ બધું કહી દીધું .

રાજ : " અહીં ચાર વર્ષ પહેલાં એક ફેમિલીનું સળગવાથી મૃત્યુ થયું હતું . બસ એટલે મને નહતી ખબર બીજુ શું છે કઈ રીતે છે એ બધું .. સોરી .. !! "

મોન્ટુ : " હું જે કહેતો હતો એ સાચું જ હતું ને યાર ..... "

નેમિશ : " શું .. ?? "

મોન્ટુ : " રાજ કંઈક છુપાવે છે આપડાથી એમ ... "

નેમિશ : " હવે જે થયું એ છોડોને આગળનુ કામ ચાલુ કરીએ .. ?? "

રાજે કંઈ જ વિચાર્યા વગર સ્ટોર રૂમની ચાવી લીધી અને લોક ખોલ્યો ... તેણે જાણે આજ આખી સ્ટોરીની સચ્ચાઈ જાણી જ લેવી હોય તેમ ડોર ખોલ્યો અને જેવો ડોર ખોલ્યો તેમ અંદરથી કંઇક બળવાની સ્મેઇલ આવવાં લાગી ...

રાજ રૂમમાં ગયો અને સ્ટોર રૂમની લાઈટ ઓન કરી ..

મયુર : " આ રાજ પણ ... "

મયુર પણ રાજની પાછળ અંદર ગયો .. બધાં એની સાથે સ્ટોર રૂમમાં પહોંચ્યા , અને જોયું તો દરેક વસ્તુ ઢાંકેલી પડી હતી ..

રાજે એક વસ્તુ પરથી કપડું હટાવ્યું તેમાં એક ફેમિલી ફોટો હતો ..

ટીકુ એ તેનું અનુમાન લગાવતાં : " આ નક્કી એ જ ફેમિલી છે જેની સાથે આ બનાવ બન્યો હતો .... "

ફોટો થોડો બળી ગયેલો હોવાથી સરખો જોઈ શકાય એમ ન હતું પણ અંદાજ લાગી જાય એટલું સ્પષ્ટ દેખાતું હતું .

બધાં એ તેની વાતમા હા મિલાવી .. ધીરે - ધીરે બધાંએ બધી ચાદર હટાવી અને જોયું તો બધું કાળુ થઈ ગયેલું અડધું સાજુ અને અડધું બળેલ હાલતમાં હતું .

બધું અસ્ત - વ્યસ્ત પણ થોડું ગોઠવી મુક્યું હતું . બધાં હજુ સરખું જોઈ રહ્યાં હતાં એટલામા ઉપરથી કંઈક પડવાનો અવાજ આવ્યો ..

બધાં અવાજ સાંભળી રૂમની બહાર નીકળ્યાં . જોયું તો ઉપરથી કંઈ પડ્યું ન હતું . બધું રેડી જ હતું .

પણ એ છોકરો ત્યાં ઊભો હતો જે નેમિશ , મોન્ટુ અને વિશ્વાને દેખાણો હતો . તે ઊભો ઊભો સેમ હરકત કરતો હતો : ( જોર જોરથી રડવું અને બચાવો બચાવો એમ ગિડ - ગિડતો હતો . )

આજે તે છોકરાને બધાં એ જોઈ લીધો . હજી બધાં એને જોવામા હતાં ત્યાં જ પાછળથી એનાં મોમ , ડેડ , અને એની સિસ્ટર પણ આવ્યાં .

અને ગજબની વાત તો એ હતી જે ફોટોનું અંદર બધાં અનુમાન લગાવતાં હતાં આ એજ ફેમિલી હતું . બિલકુલ સામે જ ..

વિશ્વાએ બાજુમાં ઊભેલા મયુર ને : " તને શું લાગે છે આ ભેગાં થઈ પતાવી તો નહીં નાખેને આપને ... ???? "

મયુર : " જોતાં તો ડરાવના લાગે છે પણ હિંમત રાખ .. એનાં ચહેરા પર જો ધ્યાનથી ... એક માયુસી અને મદદની અપેક્ષા દેખાઈ આવે છે ... "

વિશ્વા : " હા એ તો છે .... લાગે છે બહુ જ ખરાબ થયું છે એ લોકો સાથે .. ને કોઈ નાઇન્સાફી થઈ છે જેનાં લીધે તેઓને ઘણી ઠેસ પહોંચી છે ... "

મયુર : " એટલે જ તેઓ આપને કંઈ નહીં કરે .. તેઓને આપડી હેલ્પ જોઈએ છે .. એટલે આપડે ડરવાની કોઈ જરૂર નથી .. "

વિશ્વા : " હમ .. કોઈ જ નુકશાની નથી કરી આપડી ... "

રાજ હિંમત સાથે : " કોણ છો તમે ... ??? "

સામેથી કોઈ જવાબ નાં આવ્યો બસ બધાં એક સાથે રડવા લાગ્યાં .. અને ભયાનક રીતે એ લોકોની સામે જોતાં રહ્યાં .

મોન્ટુ : " એ પહેલા આ યે ... યે .. કરી રડવાનું બંધ કરો યાર ... ખબર છે બહુ દુઃખી થયાં છો તમે ... , અમે તમારી હેલ્પ કરશું .. બિલકુલ નથી ડરતા તમારાંથી ઓકે . "

બધાં ચુપ થઈ ગયાં . પણ બોલ્યું કોઈ નહીં ...

રાજ : " હવે બોલશો કંઈક ... ?? તમને ખબર છે કેટલીય અફવાઓ ફેલાયેલી છે તમને લઈ ને ... ?? "

રીની : " હા ... ,, અને અમારે સચ્ચાઈ જાણવી છે ... જે માત્ર તમે જ કહી શકશો .. તો બોલો જેથી અમે કંઈક મદદ કરી શકીએ .. "

થોડી વાર બધું ચુપ રહ્યું ..

આન્ટી ફરી રડવા લાગ્યાં અને બોલ્યાં : " બેટા ..
અમે તમને કોઈ ઠેસ પહોચાડવા નથી માંગતા બસ અમારી આત્માને મોક્ષ આપવો .... પ્લીઝ .... "

રાજ : " હા અમારાથી બનશે એટલી હેલ્પ અમે કરીશું ... તમે બસ આ વાતનો ખુલાસો કરો કે શું થયું છે તમારી સાથે ... ??? "


*********

શું હશે આગળની સ્ટોરી ... ???


આ મર્ડર જાણી જોઈને થયું છે કે ભુલ છે કોઈ અજાણ્યાની .... ????

કોઈ પોતાના એ જ દુઃખી કર્યા છે .. કે ભાગ છે કોઈ ચોર લૂંટનો ... ???

તમે તમારાં અંદાજો મારી સાથે શેર કરી શકો છો .. કૉમેન્ટમા કહો ..

...........


આગળની સ્ટોરી જાણવા માટે વાચતા રહો
"ફાર્મ હાઉસ" (રહસ્યમય ઘટના) ભાગ - ૧૯ .


To be continued ......