Galatfemi - 9 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | ગલતફેમી - 9

Featured Books
Categories
Share

ગલતફેમી - 9

ગલતફેમી - 9

"ના, તું તો વનિતા ને યાદ કરતો હોઈશ... હું તો બસ તને જ યાદ કરું છું!" પાર્થને થોડું હસવું આવી ગયું કે હજી પણ રિચા ની વ્યંગ્ય કરવાની આદત ગઈ નહોતી!

"જો, પહેલી વાત તો એ કે તું પહેલાં સાજી થઈ જા! જો પ્લીઝ મારી માટે, હું તને પહેલાં ની જેમ જોવા માંગુ છું!" પાર્થે કહ્યું.

"ના, મારે સાજા નહિ થવું... મારે તો..." એ અશુભ બોલે એ પહેલાં જ પાર્થે કહી દીધું - "ઓ બસ હવે! એક શબ્દ પણ બોલી છે ને તો કાલે તો આવું જ છું!"

"હા, મરી જ જઈશ હું! હું તો મરી જ જવાની છું! તારા વિના રહેવાની કે જીવવાની મારામાં શક્તિ જ નથી!" રિચા એ કહી દીધું તો જાણે કે એનાં મગજ પરથી કોઈ બોજ હળવો થઈ ગયો! હા, આ એ જ શબ્દો હતાં કે જે એને કેટલાય દિવસોથી પાર્થને કહેવા હતાં. ક્યાંથી હિંમત લાવે કોઈ, એ વ્યક્તિથી દૂર રહેવાની કે જેને એને ખુદથી પણ વધારે પ્યાર કર્યો હોય. જેની કેર એને એવી રીતે કરી હોય જેમ કોઈ વ્યક્તિ ખુદની કેર કરે!

"ઓ જો હજી વોર્ન કરું છું! જો હું ત્યાં હોત ને તો હોટેલમાં જેમ બાહોમાં લઈને કિસ કરેલી એમ જ તારા માથે કિસ કરી લેત!" પાર્થે કહ્યું તો જાણે કે માહોલ બહુ જ શાંત અને સુખદ થઈ ગયો!

"આવી જા ને તો! પ્લીઝ, કાલે જ આવી જા તું!" રિચા બોલી. એણે કોઈ પણ હાલતમાં બસ પાર્થને મળવું જ હતું!

"જો હું કાલે આવું છું, પણ ત્યાં સુધી તું જમી લે અને દવા પણ લઈ લેજે, ઓકે!" પાર્થે કહ્યું તો રિચા એ "હમમ" કહેવું જ પડેલું! કેટલું બધું ઠીક થઈ જતું હોય છે, જ્યારે ખાસ વ્યક્તિ આપણી પરવા કરે છે! એના શબ્દો જ જાણે કે કોઈ દવા હોય એમ આપને પણ હળવા થવા લાગીએ અને બધું જ ઠીક થઈ જશે એવી આશા બંધાઈ છે. દિલ બહુ જ રિલેક્સ થઈ જાય અને આપણને માનસિક શાંતિ મળતી હોય છે.

થોડીવાર બાકી બીજી બધી વાતો થઈ અને કોલ કટ થયો તો રિચા તો કાલનાં ઇંતેઝાર માં ખોવાઈ ગઈ! એણે ઠીક એવું જ કર્યું જેમ એણે ફોન પર પાર્થે કરવા કહેલું. એણે ખાધું અને દવા પણ લીધી. ઘણા લાંબા સમય પછી આજે એણે સારી ઊંઘ આવવાની હતી. દવા લેતાં સમયે ગોળીમાં પણ એને તો પાર્થ નાં જ કહેલાં શબ્દો સંભળાઈ રહ્યાં હતાં! એણે એક ખુશી મહેસૂસ થઇ રહી હતી કે પાર્થને એની પરવા તો છે! એ હજી એને નહિ ભૂલી શક્યો. વિચારની સાથે જ એને ક્યારે ઊંઘે ઘેરી લીધી એને પણ ભાન ના રહ્યું. એનું બસ ચાલે તો સપનામાં પણ પાર્થ, પાર્થ ની બૂમો જ ના પાડી હોય! જે વ્યક્તિને આપને બહુ જ યાદ કરીએ, એ સપનામાં આવે જ એ સ્વાભાવિક વાત છે. જેના વિચારો કર્યા કરીએ એ ઊંઘમાં પણ આંખો સામે જ હોય છે!

🔵🔵🔵🔵🔵

"જો જે કઈ થયું હતું, પ્લીઝ તું ભૂલી જા! રિયાલિટી તો એ છે કે હું તારા વિના જીવી જ નહિ શકતી! મારી લાઇફમાં તું એવી રીતે મિક્સ થઈ ગયો છે જાણે કે દૂધમાં ખાંડ... તું જુદો થઈશ તો હું પણ નહિ જ રહી શકું!" પાર્થ રિચા ના ઘરે આવી ગયો હતો. બંને રિચા ના રૂમમાં હતાં.

વધુ આવતા અંકે...