"ઓય પાગલ છે તું પણ શું?!" પ્રેરણા એ કહ્યું.
"હા... બચપણથી જ..." પરાગે એવી રીતે કહ્યું જાણે કે એની તારીફ જ ના એ કરી રહી હોય!
"તારે કઈ જ નહિ જવાનું ઓકે!" પરાગના હાથમાંથી એને બેગ લઈ લીધું.
"જો તું યાર સમજતી નહિ... તારા પપ્પા અને મારા પપ્પા બંને ખૂબ સારા દોસ્તો છે..." એને વાત અરધી જ મૂકી દીધી અને ઉપર ધાબે ચાલ્યો ગયો. જેથી એ આ બધાથી દૂર જઈ એ થોડી શાંતિ મેળવી શકે!
પણ પ્રેરણા પણ તો એને ક્યાં છોડે એવી હતી. એ પણ ઉપર ચાલી ગઈ. ઉપર એને જે દૃશ્ય જોયું એને ખુદ પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. એની આંખોમાં ગુસ્સો સાફ સાફ દેખાઈ રહ્યો હતો!
🔵🔵🔵🔵🔵
"જો આજ કાલના છોકરાઓનો કોઈ જ ભરોસો નહિ!" પ્રેરણાની એક ફ્રેન્ડ એ એને એવું કહેલું તો એ તો પરાગ સાથે વાત જ નહોતી કરતી પણ એક વાર બન્યું જ એવું કે બંને ઘરમાં એકલા જ હતા તો વાત કરવી જ પડી!
"જો બેટા, પ્રેરણા નું ધ્યાન રાખજે!" પ્રેરણાની મમ્મી એ ખાસ પરાગ ને કહ્યું હતું.
"અરે પણ મારે ખાસ એનાથી જ તો બચવાની જરૂર છે!" પ્રેરણા એ મનમાં કહ્યું.
એ પછી પરાગ તો ઉપર ચાલ્યો ગયો અને પ્રેરણા રૂમમાં ટીવી જોતી હતી. અચાનક જ પ્રેરણાની બુમ આવી તો ઉપરથી પરાગ દોડ્યો દોડ્યો નીચે આવ્યો.
"ગરોળી!" એ હજી સોફા પર ઊભી ઊભી બૂમો જ પાડી રહી હતી!
એને આંખો બંધ કરી દીધી હતી. એને આંખો ખોલી તો ગરોળી સોફા પરથી નીચે ચાલી ગઈ હતી. એને બાજુમાં જ વેલણ લઈને ઊભા પરાગને જોયો.
પરાગ એ એને હાથ આપ્યો અને એને પકડીને બેડ પર લઈ ગયો. જાણે કે એને બહુ મોટા ખતરાથી બચાવી હોય એમ ખુદ પ્રેરણા અનુભવી રહી હતી!
થોડી વારમાં હાથમાં કોફીનો કપ લઈને એ બેડ રૂમમાં આવ્યો.
"આટલી મોટી થઇને એક નાનકડી ગરોળીથી બિવે છે!" પરાગ એ હસવાનું કંટ્રોલ કરતા કહ્યું.
"હસ ના... બીક લાગે છે તો લાગે છે! એમાં હસવાની વાત થોડી છે!" એને કહ્યું પણ તેમ છતાં જે હસી પરાગ કંટ્રોલ કરતો હતો એ બહાર આવી જ ગઈ!
"જા તારી કોફી હું નહિ પીવું..." પ્રેરણા એ નારાજ થતા કહ્યું.
આ બંનેની આ પહેલી વાતચીતમાં તો બંને અણજાણ હતા કે એમની દોસ્તી વધારે જ ગહેરી થઈ જવાની હતી!
"ઓય સોરી યાર... હવે નહિ હસુ!" પરાગ એ એવી રીતે કહ્યું જાણે કે જો નહિ માણે તો પોતે રડી જ પડશે!
પ્રેરણા એ કપ લઈ લીધો અને હળવેથી પીવા લાગી.
"ચાલ... હું જાઉં!" પરાગ એ જવાની તૈયારી દર્શાવી તો પ્રેરણા એ તો એનો હાથ જ પકડી લીધો!
"ના જઈશ ને!" એને એવી રીતે કહ્યું જાણે કે એ જો ના રહ્યો તો કોઈ રાક્ષસ એને મારી નાંખશે!
"ઓકે... બાબા!" પરાગ એ કહ્યું અને બેસી ગયો.
"આમ તો મારી સાથે ક્યારેય વાત નહિ કરતી..." પરાગથી ના જ રહેવાયું તો કહી જ દીધું!
"એ તો મને કોઈએ કહેલું કે આજકાલના છોકરાઓ..." એની વાતને અડધેથી કાપતા જ પરાગ એ કહ્યું - "હા, હવે! એક બે છોકરાને લીધે બધા જ છોકરાઓને તમે એક જેવા ગણી લો છો હે ને?!"
"અરે મારો અર્થ એવો નહિ!" પ્રેરણા જાણે કે એના કહ્યા પર અફસોસ કરી રહી હતી.
"જો બકા... ફ્રેન્ડ બનવું હોય તો બન... પણ આવો ખોટો ઇલજામ ના મૂક!" પરાગ એ કહ્યું.
"સોરી યાર..." એને કહ્યું પણ પરાગ એ એના ચહેરા ને અવળી દિશામાં ફેરવી લીધું.
"એ તો મને કોઈએ કહ્યું છે કે તારું ધ્યાન રાખું નહિતર મેં આ રૂમ ક્યારનો છોડી જ દિધો હોત!" સામેની દીવાલ સાથે વાત ના કરતો હોય એમ પરાગ એ કહ્યું.
"અરે સોરી યાર! હું ખુદ એવું નહી વિચારતી! એ તો મને મારી એક ફ્રેન્ડ એ કહ્યું હતું!" પ્રેરણા એ રડમસ રીતે કહ્યું.
"વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે બધા છોકરાઓ જુદા હોય છે! હું એવો બિલકુલ નહિ જેવો તું મને ગણે છે!" નારાજગી અને ગુસ્સાના મિશ્ર ભાવથી પરાગ એ કહ્યું.
એટલામાં ડોર બેલ વાગી. પ્રેરણા ને તો લાગ્યું જાણે કે હવે એને આવો મોકો મળે જ નહિ! પોતે પરાગને ના મનાવી શકવાનો એને અફસોસ હતો.
થોડીવારમાં જ એના વિચારોમાં વિચારોમાં જ સામે પરાગનું સ્થાન મમ્મી એ લઈ લીધું.
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: "અરે પણ પ્યાર હોય જ ના તો કેવી રીતે હા કહું... મારો પ્યાર તો એ છે જે મને કોઈ બીજાનો સમજીને ચાલ્યો ગયો છે!" પરાગ મનમાં વિચારી રહ્યો.
"એક જરૂરી કામ... એક બહુ જ જરૂરી કામ યાદ આવી ગયું!" જાણે કે કોઈ છેલ્લી પાંચ મિનિટ પર કોઈ મુસાફરને યાદ આવે કે એની ટ્રેન છૂટી જશે એમ એણે કહ્યું અને એ દિશામાં ચાલ્યો ગયો જ્યાં પ્રેરણા હતી.