Darr Harpal - 11 in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | ડર હરપળ - 11

Featured Books
Categories
Share

ડર હરપળ - 11


"એક પ્રશ્ન હતો, જો કોઈ એ રીંગ કાઢી નાંખ તો નરેશ સાથે શું થશે?!"

"તો તો રીંગ કાઢયાં નાં બાર કલાકમાં જ નરેશ મરી જશે!" તાંત્રિક બોલ્યો તો પરાગ બહુ જ ગભરાઈ ગયો, એને નિધિ પાસે રીંગ માગી, નિધિ પણ આખી વાત સમજી ગઈ અને એણે રીંગ ના આપવા કહ્યું તો પરાગ ગાંડાની જેમ એનાં બેગમાં રીંગ શોધે છે રીંગ એને મળી જ જાય છે, એ એને પહેરી લે કે નિધિ એને રોકી શકે એ પહેલાં જ તાંત્રિક ખુદ જ એ રીંગ પહેરી લે છે ને ના થવાનું જ થઈ જાય છે!

રીંગ પહેર્યાં પછી જ થોડીવારમાં જ તાંત્રિક ને ખુન ની વામિટ થાય છે અને મરી જાય છે.

પરાગ નરેશ ને કોલ કરે છે અને એને તુરંત જ ત્યાં આવી જવા કહે છે.

પરાગ અને નિધિ બંને કઈ જ સમજી શકતાં નહિ. એટલામાં જ વૃદ્ધ તાંત્રિકના વૃદ્ધ પત્ની આવે છે.

થોડીવારમાં નરેશ પણ ત્યાં આવી જાય છે.

વૃદ્ધ પત્ની આખી વાત સૌને જણાવે છે -

જ્યારે સુશાંત ભાઈ નરેશ ની તકલીફ લઈ ને એમના ખાસ મિત્ર મારાં પતિ પાસે આવે છે તો એક જમાનાનો મહાન તાંત્રિક બહુ જ અશક્ત અને નિસહાય હોય એમ લાગે છે, પણ દોસ્તી માટે એ આ જોખમ લેવા પણ તૈયાર થઈ જાય છે.

જે પુણ્ય આત્માની વાત કરી હતી એ કોઈ બીજું નહિ પણ ખુદ સુશાંત ભાઈ જ હતાં, નરેશ જેટલો જ ખરાબ અને રાક્ષસ જેવો હતો એમના પપ્પા સુશાંત ભાઈ એટલાં જ ભોળા અને દયાળુ હતાં. એમને દરેક વ્યક્તિની મદદ કરી હતી. ક્યારેય પણ કોઈને સપનામાં પણ દુઃખ નહોતું પહોંચાડ્યું, પણ જ્યારે એમને ખબર પડે છે કે ખુદ એમનાં જ છોકરાએ કોઈ જ કારણ વગર જ એક નહિ, પણ ત્રણ ત્રણ હત્યા કરી છે તો એ ત્યાં જ મરી જાય છે. જીવી પણ કેવી રીતે શકે, આખી જિંદગી જે વ્યક્તિ હંમેશાં કોઈની લાઇફ સુધારવા, કોઈને મદદ કરવામાં જ રહ્યોં હોય અને એમનો જ છોકરો મર્ડર કરે તો એ આઘાત એ નહોતાં જીરવી શક્યાં. નરેશ નાં માં તો આત્મા હતી તો એને પાછળથી મારા પતિ કિશોરધરે એમ કહી દીધું હતું કે એમના પપ્પા તો વિદેશ કામ કરવા ગયાં છે. એ પણ એમના મિત્રના દુઃખથી બહુ જ દુઃખી હતાં.

નરેશ જ્યારે એ હાળકુ લેવા જાય છે ત્યારે ખુદ એના પપ્પા ની આત્માએ જ એને બાકીની બધી જ આત્માઓ થી બચાવ્યો હતો, છેવટે તો એ એમનો જ છોકરો હતો.

નરેશ તો પણ નહોતો સુધરી શક્યો, અથવા તો એને એવું કરવું જ પડ્યું કે એને ખુદની જાન બચાવવા માટે એના જ મિત્ર પરાગ ને એ રીંગ પહેરાવી હતી, અને એટલે જ જ્યારે પણ એ આત્મા નરેશ પર હુમલો કરે કે એની અંદર પ્રવેશ કરવા જાય તો ખુદ પરાગ જ બેહોશ થઈ જતો!

દીપ્તિ ની આત્મા પણ તો સારી જ હતી કે એને પણ નિર્દોષ એવા પરાગનો જીવ નહોતો લેવો, કારણ કે કારણ વગર મરવાનું દુઃખ ખુદ એને મહેસૂસ કર્યું હતું અને એટલે જ એ ત્યારે નરેશની પાસે નહોતી આવતી અને પરાગ પણ પાછો ફરી ઉઠી જતો, પણ આ છોકરી, નિધિ કે જે પરાગ માટે આ તંત્ર મંત્ર શીખે છે એને ખબર પડી ગઈ કે આ રીંગ ને લીધે જ બધું થાય છે અને એને રીંગ દૂર કરાવી દીધી, પણ એ બધું જાણ્યા પછી પણ પરાગ એના મિત્ર માટે બંધી થવા તૈયાર હતો. નિધિ પરાગ ને રીંગ નહોતી આપવા માગતી કે એ એના પ્યારને નહોતી ખોવા માંગતી.

આવતાં અંકે ફિનિશ..

એપિસોડ 12(અંતિમ ભાગ - કલાઇમેક્સ)માં જોશો: "જો દીપ્તિ, તું નરેશ ને કંઈ પણ કરીશ તો હું પણ મરી જઈશ, અને જો પરાગ ને કઈ થશે તો હું પણ મરી જઈશ!" નિધિ બોલી.

"મરી જશે બોલો.. અરે આપને છુપાવવાનું હતું કે હું જ તારો ગુરુ છું, પણ તને તો મેં વિદ્યા શીખવી છે તું એ કેમ ભૂલી ગઈ, સાવ અક્કલ જ નહિ તારામાં તો!" કિશોરધરે કહ્યું તો જાણે કે નિધિ હોશમાં આવી.