"ઓહ મારા ભોળા જીવ, એમની આંખોમાં દેખવાનું ને, કે મારી આંખો જેટલો પ્યાર છે કે નહિ!" નિધિ ને હસવુ આવી ગયું.
"મસ્તી ના કર, બી સિરિયસ.. મને તો મારું મોત વધારે નજીક લાગે છે! આઇ ડોન્ટ થિન્ક સો કી તું મને બચાવી પણ શકે છે!" પરાગ એ નિધિ ને મસ્તીમાં કહ્યું.
"ના, ઓ! વાત તારા પર આવશે ને તો હું ખુદ જ મરી જઈશ!" નિધિ બહુ જ ઈમોશનલ થઈ ગઈ.
"એનો મતલબ એમ કે તું મને મર્યા પછી પણ ખુશ નહિ થવા દે!"
"ઓ, તારા વગરનું જીવન કરતાં તો મોત આસાન લાગશે ને!" નિધિ બોલી.
"હું મોત જોડે પણ લડી લઈશ, પણ તારો વાળ પણ વાંકો નહિ થવા દઉં! આઇ જસ્ટ લવ યુ યાર.." નિધિ એ ઉમેર્યું.
"જો હું તને પહેલાં જ કહી દઉં કે મને કઈ થઈ જાય ને તો પણ તું તારી લાઇફ બરબાદ ના કરતી.."
"મારી લાઇફ છે તો મારી મરજી.. ઓકે!" નિધિ બોલી.
"જો તો આપને સ્મશાનમાં આવી ગયા કે શું?!"
"ના સ્મશાન થી થોડે દૂર જવાનું છે, ત્યાં જ તાંત્રિક નું ઘર છે.."
બંને એ કાર થોભાવી દીધી અને ઉતરી ને અંદર ગયા. જગ્યા બહુ જ અલગ અને ડરાવની લાગતી હતી. જતાં વેંત જ કોઈ ચામગાદડ ઉડીને ગયું તો બંને ડરી ગયા.
"આવો, અંદર આવી જાવ.." એક બહુ જ વૃદ્ધ માજી એ બંનેને આવકારો આપ્યો. બંને અંદર ગયા. ઘરમાં સામાન્ય જીવનજરૂરી વસ્તુઓ જ હતી અને બીજા રૂમમાંથી ત્યાં બહુ મોટી દાઢી વાળો તાંત્રિક આવ્યો. ઉંમરમાં બહુ જ વૃદ્ધ લાગતો હતો. અને એવી જ રીતે ધીમે ધીમે બોલી રહ્યો હતો.
"જોવો બેટા," એમને પરાગને અને નિધિ ને ત્યાં એમની પાસે જ નીચે જમીન પર બેસાડ્યાં અને કહેવાનું શરૂ કર્યું.
"આ દુનિયામાં ભૂત પણ હોય છે, જે લોકો સારી રીતે મરે છે અથવા તો જે લોકો કુદરતી મોત મરે છે એ લોકો બીજો જનમ લેવા માટે આગળ વધી જાય છે, જે વ્યક્તિ એ જીવવાનું બાકી હોય અથવા તો જેમને જીવવુ હોય અને કોઈ કારણથી ના જીવી શકે અથવા તો જેમની સાથે અન્યાય થયો હોય એ લોકો આ જ દુનિયામાં રહી જાય છે, નરેશ નાં પપ્પા એ જે મને કામ સોંપેલું એ બહુ જ અઘરું હતું.. હું તમને કહું કે એમને ક્યારે અને કેવી રીતે મને બોલાવ્યો હતો..
"હું હવે વૃદ્ધ થઈ ગયો છું અને એટલે જ હું ખાસ કરીને આવા કોઈનાં કેસ હેન્ડલ નહિ કરતો, પણ નારેશનાં પપ્પા સુશાંત ભાઈ એ મને કહ્યું કે એમના છોકરાની જિંદગીનો સવાલ છે તો હું ના નહિ કહી શક્યો..
થોડા સમય પહેલાં ની જ વાત છે, નરેશ ને રોજ રાત્રે ભયાનક સપનાઓ આવતા હતા અને એ સપનું પૂરું થાય એટલે એને પેટમાં ભયંકર દુખાવો પણ શુરૂ થઈ જતો હતો, એક દિવસ તો દુખાવો એટલે હદ સુધી વધી ગયો હતો કે આખરે ડોકટર તો કારણ જાણી જ નહોતાં શક્યાં અને એ લોકો અહીં આવી ગયા.
હું મારા નિત્ય ક્રમ પ્રમાણે સુવા જ જતો હતો કે એ બધાં જ આવ્યાં. બીજા બે મારા સાથી તાંત્રિકોને બોલાવી ને મેં એને બંધાવ્યો અને એને મારી પવિત્ર ઔષધી ખવડાવી. એની પર ઔષધી ની કોઈ જ અસર નહોતી થઈ રહી..
વધુ આવતા અંકે..
એપિસોડ 9માં જોશો: "કેમ, મને મારી નાંખેલી, મેં શું બગાડેલું તમારું!" રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછ દીલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ જોઈ રહ્યાં હતાં.
હું આત્માની શક્તિ જોઈને સમજી જ ગયો હતો કે આત્મા સાથે કઈક બહુ જ ખોટું થયું હતું.