Darr Harpal - 3 in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | ડર હરપળ - 3

Featured Books
Categories
Share

ડર હરપળ - 3

"મને જેવી રીતે મારેલો ને, હું પણ તને એવી જ રીતે તડપાવિશ.. હું તને નહિ છોડું.." કોઈનો ઘેરો ભયાનક અવાજ આખાય રૂમમાં પડઘાય છે અને પરાગ વધારે ડરી જાય છે. પરાગ સમજી જાય છે કે એ અવાજ કોનો છે.

પરાગ ને થોડું થોડું યકીન થવા લાગે છે કે એનું પાસ્ટ જ આજે એની સામે એનું મોત બનીને આ તાંડવ કરે છે. અને આ ભયાનક સફરથી એક પછી એક એ બધા જ પાપીઓ નો નાશ કરવામાં આવશે.

"મને મારી ભૂલનો અહેસાસ છે, જે થઈ ગયું એ થઈ ગયું, પ્લીઝ મને છોડી દો!" પરાગ જમીન પર આખો ઊંધો વળીને માફી માગે છે અને ગાંડાની જેમ બોલ્યાં કરે છે.

કરેલાં કર્મ આપની સામે આવી જ રીતે આવે છે અને આપને ખુદને બરબાદ થતાં બસ જોયા જ કરીએ છીએ.

રૂમમાં એકદમ નીરવ શાંતિ છે. કઈ જ અવાજ નહીં આવતો. સતત વિચારો કર્યા કરવાને લીધે જ પરાગ થાકી ગયો અને ત્યાં જ નીચે જ કઈ પળે એને ઊંઘે ઘેરી લીધો, ખુદ એને પણ ખ્યાલ ના રહ્યો.

🔵🔵🔵🔵🔵

"પરાગ, ઉઠ.. ચિંતા ના કર.. મને ખબર પડી અહીં શું ચાલી રહ્યું છે.." નરેશ આવ્યો તો પરાગ માંડ થોડો ભાનમાં આવ્યો હોય એવું એને લાગ્યું.

"લે કોફી પી.." નરેશે એની પાસે રહેલો બીજો મગ પરાગને ધર્યો.

"નરેશ યાર, સારું થયું તું આવી ગયો, તને ખબર છે કે પ્રભાસ સાથે કેવું થયું!" પરાગ એને કહી રહ્યો હતો.

"હા, વાંધો નહિ, પણ એ આપની બેની જોડે ના થાય એટલે જ હું આટલે દૂરથી તારા માટે આવ્યો છું.. મારી વાત ધ્યાનથી સાંભળ તું.." નરેશે એક કોફીની સિપ ભરી અને વાત આગળ ચાલુ રાખી -

"હું રાજસ્થાનમાં અમારી હવેલીએ હતો ત્યારે જો આ મારી આંગળીઓને તું, નેહા જ્યારે મરી તો મારાં જમણા હાથની પહેલી આંગળી પર વાગેલાં ની નિશાની જો, જ્યારે જીત મર્યો તો આ બીજી આંગળી પર જો, અને પ્રભાસ મર્યો તો આ છેલ્લી આંગળી જો, વચ્ચેની બે આંગળીઓ જ બાકી છે, એ હું અને તું!" નરેશે સમજાવ્યું.

"હા, અને વચ્ચેની આંગળી તો તું છું, કારણ કે તું જ તો મેઈન છું!" પરાગ બોલ્યો.

"ધ્યાનથી જો આ બે આંગળીએ હજી પણ કોઈ જ નિશાન નહિ!" નરેશે એક અલગ જ ખુમારીથી હસ્યું.

"કારણ ખબર છે?!" નરેશે પૂછ્યું.

"આ જે આંગળીઓ પર રીંગ છે એ એક બહુ જ મોટા તાંત્રિકે મને કરી આપી છે. પપ્પાને જેવી ખબર પડી ને કે મારી જાનને ખતરો છે તો એમને જ આ રીંગ અભિમંત્રિત કરી આપી છે. બાકી ઓ ને તો હું નહિ બચાવી શક્યો, પણ પરાગ, તું અને હું આપને તો જીવતા રહેવું પડશે.." નરેશે કહ્યું. એણે રીંગ પર બહુ જ માન હતું અને એના પપ્પા પર પણ. એના પપ્પા એ રાજસ્થાનમાં બહુ મોટું નામ ધરાવે છે. નરેશને પૈસાની પણ ક્યારેય કોઈ જ કદર નહિ, દરેક વસ્તુને એ પૈસાથી ખરીદી લેતો, પણ શું પ્યાર પણ ખરીદી શકાય?! અમીર લોકો તો એમ જ સમજે છે કે પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાય, ખુશીનાં કારણ ને તમે પૈસાથી ખરીદી શકો છો, પણ પ્યાર, વફાદારી વગેરે માટે તો તમારે પણ લાગણીઓનું રોકાણ કરવું પડે છે, પૈસાનું નહિ!

વધુ આવતા અંકે..

એપિસોડ 4માં જોશો: ઘણાં દિવસો આમ જ પસાર થઈ ગયા. પરાગ અને નરેશ નિશ્ચિંત થઈ ગયા હતા. એમને એમ હતું કે બલા ટળી ગઈ હતી, પણ એ લોકો અણજાણ હતાં કે બલા ખાલી ટળી હતી, પણ ખતમ નહોતી થઈ.

"એ વાત સાંભળી તેં?!" પરાગે એક દિવસ અચાનક જ નરેશ ને કોલ કરી દીધો.