Kamli - 8 in Gujarati Fiction Stories by Jayu Nagar books and stories PDF | કમલી - ભાગ 8

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કમલી - ભાગ 8

વાચક મિત્રો તમે આગળ જોયું તેમ (સુરેશ જેની રાહ જોઈ રહ્યો હતો તે પેરીઝાદનો પત્રના આવતા દારૂ પીને સુઈ જાય છે સાથે તેનો મિત્ર વિજય પણ હોય છે.. હવે વાંચો આગળ...)


બીજા દિવસે સવારે, જ્યારે ઘરની કામવાળી બાઈ લક્ષ્મી, સુરેશના રૂમની સાફ સફાઈ કરવા માટે આવી ત્યારે, એને દારૂની ખાલી બોટલો પડેલી મળી.... એટલે તે બોટલો બહાર વરંડામાં મૂકી આવી.અ'બુધ કામવા'ળી બાઈને ખબર ન હતી કે, આ બધી દારૂની બોટલ છે. મનમાં વિચારી રહી હતી ઘરે જતા રેવા શેઠાણી ને પૂછી જોઇશ કે આટલી સરસ બોટલ હું મારા ઘરે લઈ જવું...?




ફકીરચંદશેઠ પેઢીએ જવા નીકળ્યા એટલે એમને વરંડામાં દારૂની બોટલો જોઈ, આટલી દારૂની બોટલો અહીં ક્યાંથી?... એમણે રેવાબેનને પૂછ્યું, આ વાતથી અણજાણ રેવાબેન પણ વિચારમાં પડ્યા કે આટલી બધી બોટલો અહીં કોણ મુકી ગયું?....





અલે, આ તો લછમી મૂકી ગઈ છે, બહાર રમતા રશ્મિકાંતે પોતાની કાલી-કાલી ભાષા માં જવાબ આપ્યો..... લક્ષ્મી ને બોલાવો તો જરા, ફકીરચંદ શેઠે રેવા બેનને કહ્યું. લક્ષ્મી આવી એટલે રેવા બેને પૂછ્યું અરે લક્ષ્મી આ બોટલો તું ક્યાંથી લાવી?...




નાના શેઠના રૂમ માંથી મળી છે ઉત્સાહમાં આવી લક્ષ્મી બોલી રહી હતી....... આટલું સાંભળતા તો ફકીરચંદ શેઠ નો ગુસ્સો આસમાને પહોચી ગયો..... સુરેશ ક્યાં છે?.... એમણે રેવા બેનને પૂછ્યું, એમના રૂમમાં છે શેઠ, લક્ષ્મી વચ્ચે જ બોલી ઉઠી...... ફકીરચંદ શેઠ સીધા સુરેશના રૂમમાં ગયા અને જોયું તો એ અને એનો મિત્ર વિજય બંને સુતા હતા......




પિતાને સામે ઉભેલા જોઈને સુરેશનો નશો ઉતરી ગયો. ફકીરચંદ શેઠે ગુસ્સામાં સુરેશને એક લાફો ચોડી દીધો.......અચાનક પિતાને આટલા ગુસ્સે જોઈને સુરેશ પણ ગભરાઈ ગયો......




રેવાબેન પરિસ્થિતિ સમજીને લક્ષ્મીને પાનાચંદ શેઠને બોલાવવા મોકલી દીધા હતા..... પાનાચંદ શેઠ વચ્ચે આવી ગયા અને પરિસ્થિતિ સાંભળી લીધી..... સમજાવી ને ફકીરચંદ શેઠ ને પેઢી એ મોકલી દીધા. એમના ગયા પછી, એમણે સુરેશને સમજવાની કોશિશ કરી પણ, એક ધીઢ ગુનેગારની જેમ તે નીચું જોઈને સાંભળી રહ્યો....


એમના ગયા પછી પોતાને પણ પસ્તાવો થયો પણ, પેરિઝાદને ભુલાવી તેના માટે શક્ય ન હતી. પેરિઝાદ હતી પણ એવી સુંદર, 5 ફુટ 5 ઇંચ હાઈટ, ના બહુ જાડી અને ના બહુ પાતળી, સુંદર ભરાવદાર સ્તન, એવા જ એના નિતંબ અને પાતળી કમર, પરવાળા જેવા હોઠ પર આછાં ગુલાબી રંગની લિપસ્ટિક💄એના ગોરા વાન ને વધુ નિખારી દેતુ, તેના લાંબા કાળા વાળ છેક નિતંબ સુધી આવતા. એ જ્યારે ઢાકાના મલમલની સાડી પહેરતી, અને નીચે થોડી હિલના સેન્ડલ.. 👠 , તો કોઇ અપ્સરાથી ઓછી નહોતી લાગતી.


તે દિવસે સુરેશ આખો દિવસ રૂમમાંથી બહાર ન આવ્યો.... કઇ પણ થાય પણ તે મીના સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતો. એને પેરીઝાદની યાદ આવી રહી હતી.


-------------------------ભુતકાળ--------------------------

મુંબઈમાં પેરિઝાદ સાથે થયેલી પહેલી મુલાકાત તેને યાદ આવી ગઈ........ આ પરિસ્થિતિમાં પણ તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું... 😊 કોલેજમાં માત્ર બે જ છોકરીઓ આવતી હતી. એક પેરિઝાદ, અને બીજી સુનિતા.....


સુનિતા મોટી પાંથી પાડી બે ચોટલા વાળીને કોલેજ આવતી.. તેના લગ્ન થઈ ગયા હતા એટલે ઉપરથી છેક અંદર સુધી સિંદૂર પુરી કપાળમાં મોટો ચાંલ્લો કરીને આવતી તો કોઈ કોપાયમાન દેવી ક્લાસ માં આવ્યા હોય તેવું લાગતું....



સુરેશ અને વિજય એક જ હોસ્ટેલમાં રહેતા હતા.. વળી એક જ કોલેજમા એડમીશન મળ્યું હતું.. એટલે કોલેજ પણ સાથે જ આવતા....




લગભગ એક મહિનો તો બધું બરાબર ચાલ્યું પણ એક દિવસ સુરેશની ગાડી પેરિઝાદની ગાડી સાથે અથડાઈ ગઈ.......



ઓ મિસ્ટર.. જરા જોઈને ગાડી ચલાવોની... આહી મુંબઈમાં નવા આવ્યા લાગો છો. દેખાતું નથી.... ટુનટુન.
પોતાની પારસી મુંબઈઆ ભાષામાં ટુનટુન બોલી રહી હતી.. ટુનટુન પેરિઝાદ ની કઝિન હતી અને આજે પેરિઝાદ સાથે કૉલેજ જોવા આવી હતી.. ટુનટુન એના નામ પ્રમાણે ટુનટુન જેવી જ હતી.....


ઓ ગેંડી 🦏 વાંક તમારો છે.... પહેલા અમે અહીંથી ટર્ન લીધો અને તમે જોયા વગર જ ગાડી અથડાવી દીધી. વિજય ગુસ્સામાં બોલ્યો..
અબે ગેંડી 🦏 કિસકો બોલા રે તું.... 'ટુનટુન...
તુજે ઔર કિસકો ...... 'વિજય.....
દેખ કે નહીં ચલા સકતે તો લેકે કયો નિકલતે હો. 'વિજય....
હવે નુક્સાનીના પૈસા ભરપાઈ કારો નહી તો નહીં જાવા દવું..'ટુનટુન....
શું કરી લઈશ? હ... અમેં પણ જોઈએ છીએ....'વિજય થોડો આગળ આવીને ટણીમાં બોલવા લાગ્યો......
એયેય કાર્ટૂન ટની કોને બતાવે છીએ હા....'ટુનટુન....
અબે કાર્ટૂન કિસકો બોલા રે તુજે મેં કાર્ટૂન દિખતા હું...? 'વિજય.....
તુજે ઔર કિસકો તું હેઇ કાર્ટૂન.. 'ટુનટુન....
બંને જણા લગભગ હાથપાઈ પર આવી ગયા હતા....



આ બાજુ સુરેશ અને પેરિઝાદ બંને પોત-પોતાની ગાડી ચેક કરી રહ્યા હતા કે કયા અને કેટલી ટકરાઈ છે. પણ ગાડી એવી ટકરાઈ ન હતી.એટલે બંને વચ્ચે પડી ને તેમને છોડાવવાની કોશિશ કરી રહ્યા હતા.. બસ હવે બહુ થયું સીન ક્રિએટ ના કરો.બધા ભેગા થઈ ગયા છે. ગાડીને કઇ થયું નથી.


કામ ડાઉન ટુનટુન 'પેરીઝાદ ધીમેથી અને પ્રેમથી ટુનટુનને કહી રહી હતી..
હા, ટુનટુન નામ સાંભળી ને વિજય જોરજોરથી હસવા લાગ્યો... ટુનટુન નામ જેવી જ દેખાય છે....


ટુનટુન એકદમ જ ગુસ્સે થઈ ગઈ હતી...અને તેની લાલ આંખોમાંથી ગુસ્સો દેખાઈ રહ્યો હતો ... તે મનમાં જ તેને પોતાની પારસી ભાષામાં ગાળો આપી રહી હતી. શી ઇસ યંગર ધેન યુ બીહેવ યોરસેલ્ફ..... સુરેશ ધીમેથી વિજયને કહી રહ્યો હતો... અને આ વાત પેરિઝાદે સાંભળી લીધી... તે સુરેશથી ઈમ્પ્રેસ થઈ ગઈ. એણે પોતાનો પરિચય સામેથી આપ્યો. અને બોલી.. હાય, આઈ એમ પેરીઝાદ દારૂવાલા. સુરેશે પણ સામે પોતાનો પરિચય આપ્યો. હાઈ, આઈ એમ સુરેશ મેહતા...એન્ડ હી ઇસ માય ફ્રેન્ડ વિજય.. એન્ડ શી ઇસ માય કઝિન દીનાસ... ધેન હુ ઇસ ટુનટુન? વિજય ધીરેથી સુરેશના કાન પાસે જઈને બોલ્યો...બોલતા તેને પણ હસું આવી રહ્યું હતું પણ પોતાની હસી ગાલમાં દબાવી ને તે બોલી રહ્યો હતો..
સુરેશે સામે આંખ કાઢી એટલે જરા સિરિયસ થઈને ઉભો રહ્યો..... ટુનટુને સાંભળી લીધું એટલે બોલી હા, એ તો બધા મને ઘરે પ્રેમથી આ નામે બોલાવે છે.....
ઓકે, સોરી મિસ દીનાસ... 'સુરેશ..
ઓહહ... થેનક્યુ... હાઉ સ્વીટ ઓફ યુ.. દીનાસ નાનું અને પ્યારું મોં કરી બોલી.....
આ સંભાસણ બાજુમા ઉભેલી પેરિઝાદ સાંભળી રહી હતી.... એ સુરેશ ના બીહેવીયર અને દેખાવ પર ઈમ્પ્રેસ તો હતી જ હવે કાયલ થઈ ગઈ .... તો સામે સુરેશ પણ પેરિઝાદને જોઈ ને નાહ્યાલ થઈ ગયો હતો... પેરિઝાદે પોતાનો હાથ લાંબો કરીને કહ્યું....ફ્રેન્ડ 🤝 ફ્રેન્ડ. નાઇસ ટુ મીટ યુ...સુરેશે પણ પોતાનો હાથ લાંબો કરી ઔપચારિકતા કરી...


કોલેજમાં તેમનું ગ્રુપ થઈ ગયું હતુ. વિજય, સુરેશ અને પેરિઝાદ.... આખી કોલેજમાં એક જ ચર્ચા રહેતી... 'એક હસીના દો દીવાને'....

ક્રમશ.......